અનુયાયીઓ

શુક્રવાર, 22 જુલાઈ, 2011

આતંકવાદના જડમૂળ સુધી પહોંચવા માટે રાજ્ય સરકાર દ્વારાફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી બનાવી છેઃ રમણલાલ વોરા

ગુજરાતના વિઘાર્થીઓને રાજ્યબહાર ટેક્નીકલ અભ્યાસ માટે ન જવું પડે તે માટે ટેક્નીકલ શિક્ષણ માટેની બેઠકો વધારીને ૧.૮ લાખ કરી દેવામાં આવીઃ
ગુજરાતને વીર અને વીરાંગના મળે તે માટે આગામી દિવસોમાં
ચિલ્ડ્રન યુનિ.ની સ્થાપના કરવામાં આવશેઃ
આ વર્ષે ૪૨૮ નવી શાળાઓ શરૂ કરવાની મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છેઃ
વાંકલ ખાતે સરકારી વિનયન કોલેજનું ઉદ્ધાીટન કરતા શિક્ષણ મંત્રીઃ

સૂરતઃ
બહુધા આદિવાસી વસતી ધરાવતા માંગરોળ તાલુકાના વાંકલ ખાતે સરકારી વિનયન કોલેજના ઉદ્ધાહટન પ્રસંગે રાજ્યના શિક્ષણમંત્રીશ્રી રમણલાલ વોરાએ આંતકવાદ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, રાજ્ય સરકાર આતંકવાદને નેસ્તનાબૂદ કરવા માટે કટિબદ્ધ છે. રક્ષા યુનિવર્સિટી અને ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરી રાજ્ય સરકારે આતંકવાદના જડમૂળ સૂધી પહોંચવાની પહેલ કરી છે. આજે જ્યારે દેશના ૫૦ જેટલા જિલ્લાઓ આતંકવાદ, નક્સલવાદ જેવા દાનવથી ત્રાહિહામ છે. દેશની સરહદો પર ખતરો મંડાઇ રહ્યો છે. ત્યારે આ યુનિવર્સિટીમાંથી તૈયાર થયેલા યુવાનો દેશ દાઝ સાથે આતંકવાદને ખતમ કરી નાંખવામાં સક્ષમ હશે.
વિધાનસભાના અધ્યક્ષશ્રી ગમપતભાઈ વસાવાના પ્રયાસોથી માંગરોળ, ઉમરપાડા અને માંડવી સહિત આસપાસના વિસ્તારોના લોકોને તેમની વર્ષો જૂની કોલેજની માંગણી પૂર્ણ થતાં આજે શિક્ષણ મંત્રીએ વાંકલ ખાતે સરકારી વિનયન કોલેજનું ઉદ્ધા્ટન કર્યું હતું. સાથે આવનારા સમયમાં નવી સાયન્સ કોલેજ આપવાની પણ બાહેધરી આપી હતી. આ કોલેજમાં હાલ ૫૫૩ વિઘાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. જ્યાં સાત વિષયોનું શિક્ષણ કાર્ય પ્રારંભ કરી દેવામાં આવ્યું છે.
આ પ્રસંગે શિક્ષણમંત્રીશ્રી વોરાએ મોટી સંખ્યામાં હાજર ગ્રામજનો અને વિઘાર્થીઓને પોતાની રમૂજ અદામાં સંબોધતા જણાવ્યું કે, વિધાસભાના અધ્યક્ષશ્રી ગણપતભાઈ વસાવાની વિઘાર્થીઓ પ્રત્યેની લાગણીને કારણે રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારમાં પહેલા પાંચ નવી શાળાઓ શરૂ કરી દીધી છે. અને હવે નવી ચાર શાળાઓ શરૂ કરવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. જ્યારે રાજ્યમાં ૨૦૦૮માં સરકારી ૩૧૭ શાળાઓ હતી, ૨૦૦૯-૧૦માં ૨૪૦ નવી શાળાઓ શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં માત્ર ૪૦ તાલુકાઓમાં જ વિજ્ઞાન પ્રવાહની શાળાઓ હતી, જ્યારે હવે ૨૨૫ તાલુકાઓમાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓ શરૂ કરી દેવામાં આવી છે.
શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવની સફળતાની વાત કરતા શ્રી વોરાએ કહ્યું કે, શાળા પ્રવેશોત્વને કારણે રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ખૂબ ધટયો છે. જ્યારે ગુણોત્સવને કારણે શિક્ષણક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું છે. ત્યારે રાજ્ય સરકારનો લક્ષ્ય બાળકો સારૂ, ગુણવત્તાસભર અને સંસ્કાર યુક્ત શિક્ષણ મેળવી દેશને સારા નાગરીક આપવાની છે.
રાજ્યમાં કોલેજ શિક્ષણ અંગે ચર્ચા કરતા તેમણે જણાવ્યું કે, દેશમાં ધોરણ ૧૨ પછી માત્ર ૧૧.૫ ટકા વિઘાર્થીઓ કોલેજમાં પ્રવેશ મેળવે છે. ગુજરાતમાં આ રેશીયો ૧૨ ટકાનો છે. ત્યારે ૨૦૦૮માં રાજ્યમાં ૧૧ યુનિવર્સિટીઓ હતી જ ૨૦૧૦-૧૧માં ૩૮ થઇ ગઇ છે. આ યુનિવર્સિટીઓ એવા પ્રકારની છે જે પ્રજાને પ્રત્યેક ક્ષેત્રમાં સારા અને સુયોગ્ય કર્મયોગીઓ આપી શકે, કામધેનું યુનિવર્સિટી પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે છે. ત્યારે આતંકવાદને પહોંચી વળતા રક્ષા યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. આ યુનિ.ના વિઘાર્થીઓને અભ્યાસકાળથી જ દેશ સેવા માટેનો લક્ષ્ય નિર્ધારિત કરી દેવામાં આવે છે.
વાઇબ્રન્ટ ગુજરાતની સફળતા અંગે જણાવતા તેમણે કહ્યું કે, પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાતની સફળતા બાદ જ આ સફળતાને મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના યુવાનોને સમર્પિત કરી હતી. જ્યારે રાજ્ય ભરમાં ઉઘોગો સ્થાપાશે ત્યારે તેમને ઉત્તમ માનવબળની જરૂર ઉભી થશે. તેથી જ ટેક્નીકલ ક્ષેત્રે વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા ૧.૮ લાખ ટેક્નીકલ શિક્ષણ માટેની બેઠકો વધારી છે. જેથી ગુજરાતના વિઘાર્થીઓને રાજ્ય બહાર અભ્યાસ માટે જવું ન પડે. રોજગારી આપવાની બાબતમાં ગુજરાત ૨૦૦૩થી અત્યાર સુધી દેશભરમાં પ્રથમ સ્થાને રહ્યું છે. દેશમાં ૭૧ ટકા રોજગારી માત્ર ગુજરાતે આપી છે.
વિઘાર્થીઓમાં સ્પોર્ટ્સ મેનશિપનો વિકાસ થાય તે માટે મુખ્યમંત્રીએ ખેલમહા કુંભનો પ્રારંભ કરાવ્યો, જેથી હાર પછી નવા જોશ અને નવી તાકાત સાથે રાજ્યનો યુવાન ફરી જીત માટે ઉભો રહી દરેક પરિસ્થિતનો નિડરતાથી સામનો કરી શકે.
મહાભારતમાં અભિમન્યુના પાત્ર વર્તા કરતાશ્રી વોરાએ જણાવ્યું કે, માના ગર્ભમાંથી બાળક યોગ્ય જ્ઞાન પ્રાપ્ત કરે તે માટે રાજ્ય સરકાર ચિલ્ડ્રન યુનિવર્સિટીની સ્થાપના કરવા જઇ રહી છે. ગર્ભ ત્રણ માસનો થાય ત્યારથી જ દંપતિને અહીં પ્રવેશ આપી બાળકને માતાની સંપૂર્ણ કાળજી લઇ યોગ્ય શિક્ષણ આપવામાં આવશે અને બાળક ૧૪ વર્ષનો થાય ત્યાં સુધી તેને યુનિવર્સિટીમાં જ રાખવામાં આવશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતને આવનારા સમયમાં વીર અને વીરાગનાઓ આપવાનો છે.
આ પ્રસંગે સમારંભના પ્રમુખ તરીકે હાજર રહેલા વિધાનસભાના અધ્યક્ષશ્રી ગણપતભાઈ વસાવાએ રમણભાઈ વોરાનો આભાર માનતા જણાવ્યું કે, આ તાલુકાના વિઘાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે ધણી તકલીફ પડતી હતી. કોલેજમાં અભ્યાસ માટે તેમને સૂરત, બારડોલી અથવા રાજપીપળા સુધી જવું પડતું હતું. આ કોલેજ શરૂ થતાં અહીં વિઘાર્થીઓ રાજ્યનું નામ રોશન કરે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી, મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ગામે ગામ ફરી વિઘાર્થીઓને આંગળી પકડી શાળામાં પ્રવેશ અપાવતા હોય ત્યારે વાલીઓને પણ તેમના બાળકો સારી રીતે ભણે તે પ્રત્યે ધ્યાન આપવા જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અશ્વિનભાઈ પટેલે વિઘાર્થીઓને આ કોલેજમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવી રાજ્યના વિકાસમાં ભાગીદાર બનવા અને સારકારનો ધ્યેય સાકાર કરવા અનુરોધ કર્યો હતો. જિલ્લા પંચયાત દ્વારા શિક્ષણ માટે પૂર્ણ સહકાર આપવાની જાહેરાત કરી હતી.
આ પ્રસંગે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઉપ કુલપતિશ્રી દક્ષેશ ઠાકરએ પ્રાસંગિક ઉદ્બોેધન કર્યું હતું. જ્યારે શાળાના આર્ચાય ડો. સી.પી. ત્રિવેદીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે સંયુક્ત શિક્ષણ નિયામકશ્રી એન.કે.ફીટરે આભારવિધી કરી હતી.
આ પ્રસંગે માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જગદીશભાઈ ગામીત, ઉમરપાડા તાલુકાના પ્રમુખશ્રી ગંભીરભાઈ વસાવા, તરસાડી નગર પંચાયતના પ્રમુખ શ્રીમતી ઇન્દીરાબેન સાપરીયા, સૂરત જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દિનેશ પટેલ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, શિક્ષકો, વિઘાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.
શિક્ષણ મંત્રી/અધ્યક્ષના હસ્તે માંગરોળ તાલુકાના વાંકલ ગામની તેજસ્વી દિકરીના પિતાને સ્મૃતિભેટ અર્પણ/બહુમાન કરાયું



ખેત મજૂરની દિકરી શર્મિલાએ આઈ.આઇ.ટી. ખડગપૂરમાં પ્રવેશ મેળવી રાજ્યનું ગૌરવ વધાર્યુ છેઃ
સૂરતઃ

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે વાલી પાસે "દિકરી'ને ભણાવવા માટેની ભીખ માંગતા હોય તેવા સમયે સૂરત જિલ્લાના આદિવાસી વિસ્તારમાં વસતાં એક ગરીબ ખેતમજૂરની દિકરી શર્મિલા ચૌધરી ટોપર ગણાતી પ.બંગાળના ખડગપૂર આઈ.આઈ.ટી. પાસ કરી પ્રવેશ મેળવતી હોય તો એ સમગ્ર રાજ્યનું ગૌરવ સમુ છે.
માંગરોળ તાલુકાના વાંકલ ખાતે સરકારી વિનયન કોલેજના શુભારંભ પ્રસંગે પધારેલા શિક્ષણ મંત્રીશ્રી રમણલાલ વોરાએ તથા વિધાનસભાના અધ્યક્ષશ્રી ગણપતભાઈ વસાવાએ ખૂબ જ ગૌરવ સાથે આ ગામની "દિકરી'ના પિતા ધનસુખભાઈને સ્મૃતિભેટ અપર્ણ કરી તેમનું બહુમાન કર્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલે જિલ્લા પંચાયતના સ્વ.ભડોળમાંથી રૂા.૧૦,૦૦૦ આપવાની ધોષણા કરી હતી.
સાચુ જ છે, કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની જાગૃતિને કારણે આજે ગરીબ પરિવાર પણ શિક્ષણ પ્રત્યે ચિંતિત બન્યો છે અને એના પરિણામો પણ જોવા મળી રહ્યાં છે.
આજે આઈ.આઈ.ટી. કે આઈ.આઈ.એમ.ની પ્રવેશ પરીક્ષા પાસ કરવી એ લોઢાના ચણા ચાવવા બરાબર છે.જે ગરીબ ધરની દિકરીએ પાસ કરી સમગ્ર આદિવાસી સમાજનું નામ રોશન કરી આવતીકાલની ભાવિ પેઢીને પ્રેરણા પૂરી પાડી છે.



છેલ્લા ત્રણ વર્ષમાં ટેકનિકલ શિક્ષણની બેઠકોમાં બમણી કરાઈ છે.- શિક્ષણમંત્રીશ્રી રમણલાલ વોરા
વિઘાર્થીઓ પોતાના અભ્યાસ થકી દેશ-દુનિયામાં ગુજરાતનું નામરોશન કરેઃ - પ્રભારીમંત્રીશ્રી મંગુભાઈ પટેલ

સુરત ખાતે રૂા.૩૮ કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી ઈજનેરીકોલેજની લોકાર્પણવિધિ સંપન્નઃ
સુરતઃ

""છેલ્લા ત્રણ વર્ષમાં એટલે કે ૨૦૦૮ થી ૨૦૧૧ દરમિયાન ટેકનિકલ શિક્ષણની ૫૨ હજાર બેઠકોમાં વધારો કરી બમણી એટલે કે ૧.૦૮ લાખ બેઠકો કરાઈ છે. જે ટેકનિકલ કૌશલ્યની ભાવિ માંગને પૂર્ણ કરવામાં ખૂબ જ સહાયક પૂરવાર થશે''
ઉપર મુજબ રાજયના શિક્ષણમંત્રીશ્રી રમણલાલ વોરાએ આજરોજ સરકારી ઈજનેરી કોલેજ-સુરતના અંદાજીત રૂા.૩૮ કરોડના ખર્ચે નવનિર્મિત ભવનના લોકાર્પણ અને ડો.એસ.એન્ડ એસ.એસ. ગાંધી કોલેજ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી સુરતના પાંચ પ્રકલ્પોના ભૂમિપૂજન સમારોહ પ્રસંગે જણાવ્યું હતું.
ટેકનિકલ શિક્ષણની બેઠકો છેલ્લા ત્રણ વર્ષમાં બમણી થઈ તે માત્રને માત્ર મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં જ શકય છે તેવો સ્પષ્ટ મત વ્યકત કરતા મંત્રીશ્રી વોરાએ મુખ્યમંત્રીના નેતૃત્વમાં સુનિયોજીત રાજયના વિકલ્પના મધુર ફળો ભાવિપેઢીને ચોક્કસ મળવાનો વિશ્વાસ પણ વ્યકત કર્યો હતો.
રાજયમાં જયાં પોલીટેકનીક કે એન્જીનીયરીંગ કોલેજ બને ત્યાં સાથે જ ટી.વી., ઈન્ડોર ગેમ, લાયબ્રેરી સહિતની આધુનિક હોસ્ટેલ પણ ઉપલબ્ધ કરાવવાની નેમ સાથે વર્તમાન રાજય સરકાર કાર્યરત થયાનું પણ તેમણે ઉમેર્યું હતું.
વાયબ્રન્ટ-૨૦૧૧માં શિક્ષણક્ષેત્રે રૂા.૧૬ હજાર કરોડના એમ.ઓ.યુ. થયા છે અને ૩૦ જેટલી વિદેશી યુનિવર્સિટીઓ સાથે કરાર થયા છે ત્યારે તેનો લાભ રાજયના ગરીબ અને મધ્યમવર્ગના લોકોને મળે તેવા રાજય સરકારના આયોજનની ભૂમિકા આપતા મંત્રીશ્રી વોરાએ વાલીઓની આશા-અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા વિઘાર્થીઓને મહેનતમાં કોઈ કચાશ ન રાખવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
રાજયને ઓજસ્વી અને તેમસ્વી સ.ંતાનો મળે અને સંસ્કારિતા સાથે મૂલ્ય આધારિત ગુણવતાસભર શિક્ષણ આપવાની રાજય સરકારની નેમ પણ મંત્રીશ્રી વોરાએ વ્યકત કરી હતી.
આ પ્રસંગે રાજયના વન અને પર્યાવરણ મંત્રી અને જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી મંગુભાઈ પટેલે વર્તમાન રાજય સરકારની સક્રિયતા અને સહયોગથી રાજયમાં વિવિધ ઉચ્ચ અભ્યાસોની બેઠકોમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાતનો વિઘાર્થી દિલો-દિમાગથી પોતાના અભ્યાસને આત્મસાત કરી દેશ-વિદેશમાં ગુજરાતનું નામ રોશન કરે તેવી અપેક્ષા વ્યકત કરી હતી.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રી રમણલાલ વોરાએ મુખ્યમંત્રીશ્રીની કન્યા કેળવણી નિધિના કુલ રૂા.૨ લાખથી વધુના બે ચેકો કોન્ટ્રાકટર તરફથી સુપ્રત કરાયાં હતા.
સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશ અને ટેકનિકલ વિભાગના કમિશનરશ્રી આઈ.બી.પીરઝાદાએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. જયારે ઈજનેરી કોલેજ સુરતના આચાર્ય શ્રી બી.એમ.વાઢેરે સૌને આવકાર્યા હતા.
આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી કિશોરભાઈ વાંકાવાલા, વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.દક્ષેશ ઠાકર, ગાંધી કોલેજના આચાર્ય એચ.આઈ.પટેલ, પ્રાધ્યાપકો વિઘાર્થીે ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



રાજ્યકક્ષાના ગૃહમંત્રીનો સૂરત પ્રવાસ કાર્યક્રમઃ

સૂરતઃ
રાજ્યકક્ષાના ગૃહમંત્રીશ્રી પ્રફુલ્લભાઈ પટેલ આવતીકાલે તા. ૨૨મીએ વડોદરાથી "ચલો તાલુકે' કાર્યક્રમની સમાપ્તી બાદ અનુકુળતાએ સૂરત આવતી સરકીટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરશે. બીજા દિવસે તા. ૨૩મીના રોજ સવારે ૯ઃ૦૦ વાગે કામરેજ તાલુકામાં આવેલા ઉમામંગલ હોલ ખાતે યોજાનારા "ચલો તાલુકે' કાર્યક્રમમાં હાજરી આપશે. કાર્યક્રમ પૂર્ણ થતાં અનુકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે.



દિનશા પટેલનો સુરત પ્રવાસ કાર્યક્રમઃ
સુરતઃ

ભારત સરકારના કેન્દ્રીય મંત્રીશ્રી દિનશા પટેલ તા.૨૫/૭/૧૧ના રોજ સવારે ૧૧.૩૦ વાગે સુરત જિલ્લાના બારડોલી તાલુકા ખાતે સ્વરાજ આસરમ ખાતે સરધારા ટ્રસ્ટ્રની મીટીંગમાં હાજરી આપશે. બપોરે ૨.૦૦ વાગે નડિયાદ જવા રવાના થશે.



કુટીર ઉઘોગ રાજ્યમંત્રી શનિવારે "ચલો તાલુકે' કાર્યક્રમમાં હાજરી આપશેઃ

સૂરતઃ
કુટીર ઉઘોગ, મીઠા ઉઘોગ, છાપકામ અને લેખન સામગ્રી, આયોજન અને વાહનવ્યવહાર વિભાગના રાજ્યમંત્રીશ્રી રણજીતભાઈ ગીલીટવાલા આવતીકાલે તા. ૨૨મીના રોજ સવારે ૬ઃ૦૦ વાગે સૂરતથી વડોદરા "ચલો તાલુકે' કાર્યક્રમમાં હાજરી આપવા જશે. કાર્યક્રમ પૂર્ણ થતાં સૂરત પરત ફરી બીજા દિવસે તા. ૨૩મીના રોજ સવારે ૯ઃ૦૦ વાગે કામરેજ તાલુકામાં ઉમા મગલ હોલ ખાતે "ચલો તાલુકે' કાર્યક્રમમાં ભાગ લેશે. તા. ૨૪મીના રોજ સવારે ૯ઃ૦૦થી ૨ઃ૦૦ વાગ્યા દરમિયાન તેઓ સૂરત ખાતે લોકસંપર્ક સાધશે.



શિક્ષણના દાયિત્વને ઉજાગર કરવા અનુરોધ કરતા તાપી જિલ્લાના કલેકટર આર.જે.પટેલ

સુરતઃ
તાપી જિલ્લાના વ્યારા ખાતે એમ.પી.પટેલ હાઈસ્કુલમાં ગુરુપૂર્ણિમાં નિમિત્તે ભાવવંદના, નવનિયુકત કલેકટરશ્રી આર.જે.પટેલનો આવકાર અને શિક્ષણ સંવર્ધન સંદર્ભે કાર્યક્રમનંવ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે શાળાના બાળકોને વિવિધ પ્રવૃત્ત્િાઓ, શ્લોક, ભજનગાન તેમજ ગુરુ વિશે પોતાના મંતવ્યો રજુ કર્યા હતા. તાપી જિલ્લાના નવનિયુકત કલેકટરશ્રીનું અભિવાદન ર.ફ.દાબુ કેળવણી મંડળ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તેમજ આચાર્ય સંધના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું.
તાપી જિલ્લામાં શિક્ષણ સંવર્ધન સંદર્ભે શિક્ષકના દાયિત્વને ઉજાગર કરવા અનુરોધ કરતા અબ્રાહમ લિકન દ્વારા પોતાના પુત્રના શિક્ષકને લખેલ પત્રની વિગતોની છણાવટ કરી હતી. વાલી અને સમાજની શિક્ષક પાસેથી અપેક્ષાઓની ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે, કે કલેકટરશ્રીએ તાપી જિલ્લા શિક્ષણ સંવર્ધન સમિતિ અને ચુનંદા સો શિક્ષકોની ટીમ બનાવવા શિક્ષણાધિકારીને સુચિત કર્યા હતાં.



બોર્ડર સિકયૂરિટી ફોર્સમાં ૮૮૪ જગ્યાઓ માટે અરજીઓ મંગાવાઈઃ

સુરતઃ
ભારતીય પુરુષ નાગરિકો પાસેથી બોર્ડર સિકયુરીટી ફોર્સમાં હેડ કોન્સ્સટેબલ(રેડિયો ઓપરેટર/ફિટર) અને આસિસ્ટન્ટ સબ ઈનસ્પેકટર(રેડિયો મિકેનિક) માટે ૮૮૪ જગ્યાઓ માટે તા.૧૦/૮/૧૧ સુધીમાં અરજીઓ મંગાવવામાં આવી છે. જેમાં હેડ કોનસ્ટેબલ માટે તા.૧૦/૮/૧૧ના રોજ ૧૮ વર્ષથી ઓછી અને ૨૩ વર્ષથી વધુ ઉમર હોવી જોઇએ નહિ. આસિસ્ટન્ટ સબ ઈનસ્પેકટર માટે ૧૮ થી ઓછી અને ૨૫ વર્ષથી વધુ હોવી જોઇએ નહી. ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત, શારીરિક માપદંડ તેમજ ફી વગેરેની માહિતી માટે રોજગાર સમાચારનો ૧૩મી જુલાઇના અંકમાંથી મળી શકશે.



ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન તંત્રના મુખ્ય કાર્યકારી અધિકારી વાપીની મુલાકાતે

રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન તંત્રના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી ડો. આર બેનરજી તા.૨૭/૭/૨૦૧૧ના રોજ વાપીની મુલાકાતે આવશે. તેઓ વાપી ઇન્ડસ્ટ્રીઝ એશોસિએશન દ્વારા કરવામાં આવેલી મીની ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરની દરખાસ્ત બાબતે વાપી ઇન્ડસ્ટ્રીઝ એશોસિએશન હોલ ખાતે ઉપસ્થિત રહી સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી સંબંધિત દરખાસ્ત અંગે ચર્ચા વિચારણા હાથ ધરશે. સંબંધકર્તાઓએ આ બાબતની નોંધ લેવી- બેઠકમાં હાજર રહેવા જણાવાયું છે.


કપરાડાના દુર્ગમ વિસ્તારમાં માહિતી વિભાગની ધૂમ શૈક્ષણિક સેમિનાર, વક્તૃત્વ સ્પર્ધા તથા પ્રદર્શન સહિતના ત્રિવિધ કાર્યક્રમોનો લાભ લેતા ત્રણસોથી વધુ વિઘાર્થીઓ

ચેરાપુંજી તરીકે ઓળખાતા વલસાડ જિલ્લાનાં કપરાડા તાલુકાના અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આવેલા માની તથા તાલુકા મથક કપરાડા ખાતે વલસાડ જિલ્લા માહિતી કચેરી દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ અંતર્ગત એક કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, વક્તૃત્વ સ્પર્ધા તથા પ્રદર્શનીનું આયોજન કરાયુ હતું.
વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા માની તથા તાલુકા મથક કપરાડા ગામે આયોજિત આ ત્રિવિધ કાર્યક્રમો દરમિયાન વિઘાર્થીઓને જીવનલક્ષી શિક્ષણ આપતા કેળવણીકાર શ્રી અખીલ સુતરીયાએ ધોરણ ૮, ૯, ૧૦ અને ૧૧-૧રનાં ઉપસ્થિત ૩૦૦ થી વધુ આદિવાસી વિઘાર્થીઓને યોગ્ય કારકિર્દી માટે યોગ્ય અભ્યાસક્રમની પસંદગી કરવા અંગેનું માર્ગદર્શન આપ્યુ હતું. ગમ્મત સાથે જ્ઞાન પીરસતા શ્રી સુતરીયાએ તેમની વિશિષ્ટ શૈલીથી વિઘાર્થીઓમાં અનોખા આત્મવિશ્વાસ અને ઉત્સાહનો સંચાર કર્યો હતો.
કપરાડા તાલુકામાં મોટાભાગના શ્રમજીવી પરિવારોના બાળકોને તેમના વાલીઓનાં પ્રસ્વેદનું ઋણ ચુકવવાની હાંકલ કરતા શ્રી સુતરીયાએ સાચી દિશાનાં અભ્યાસનું આયોજન કરવા, ટેકનિકલ અભ્યાસક્રમના ઉપલબ્ધ વિકલ્પો તથા કારકિર્દીમાં અંગ્રેજી અને કોમ્પ્યુટર શિક્ષણના વધતા પ્રભાવને અનુરૂપ તૈયાર થવાની હિમાયત કરી હતી. દરમિયાન વલસાડ જિલ્લા માહિતી કચેરી દ્વારા રાજ્ય સરકારની જુદી જુદી શૈક્ષણિક યોજનાઓ, આર્થિક ઉત્કર્ષની યોજનાઓ, ગ્રામવિકાસને લગતી યોજનાઓ જેવી લોકોપયોગી યોજનાઓની તસવીરી ઝાંખી દર્શાવતું પ્રદર્શન પણ યોજાયુ હતું. જ્યારે શાળા પરિવાર તથા વિઘાર્થીઓને યોજનાકિય સાહિત્યનું પણ વિનામૂલ્યે વિતરણ કરાયુ હતું.
સાર્વજનિક નિવાસી માધ્યમિક શાળા-માની તથા અરૂણોદય સાર્વજનિક માધ્યમિક શાળા-કપરાડા ખાતે અંદાજે ૩૦૦ થી વધુ આદિજાતિ પરિવારોના બાળકોએ આ કાર્યક્રમોનો લાભ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન કેળવણીકાર શ્રી અખીલ સુતરીયા ઉપરાંત આયોજક અને લાભાર્થી વચ્ચે સેતુરૂપ ભૂમિકા અદા કરનાર વનેચર શ્રી ધીરૂભાઇ મેરાઇ, માહિતી વિભાગનાં કર્મયોગીઓ સર્વશ્રી મનોજ ખેંગાર, રમેશ પટેલ અને નરેશ આહિર તથા માની શાળાના આચાર્ય શ્રી મહેશ સોલંકી અને કપરાડા શાળાના આચાર્ય શ્રી મંછુભાઇ ધુમ અને શાળા પરિવાર વગેરેએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.



કપરાડા જેવા દુર્ગમ વિસ્તારમાં શિક્ષણ સેવાની જ્યોત પ્રજ્વલીત રાખતી સંસ્થા ઃ શબરી કન્યા છાત્રાલય
કન્યા કેળવણીની મુખ્યમંત્રીશ્રીની હૃદયસ્પર્શી અપીલનો પડધો કપરાડામાં પડધાઇ રહ્યો છે ઃ
માતાપિતા પાસે તેમની દિકરીઓના શિક્ષણ માટે સરેઆમ ભિક્ષા માંગતા રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની કન્યા કેળવણીની હૃદયસ્પર્શી અપીલનો પડધો છેક છેવાડેના કપરાડા તાલુકામાં પણ પડધાવા પામ્યો છે.
વાત છે કપરાડા તાલુકા મથકે શિક્ષણ સેવાની ધૂણી ધખાવનાર શબરી કન્યા છાત્રાલયની. ગામડા ગામમાં ધરઆંગણે માધ્યમિક કે ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણની સુવિધા ન હોવાને કારણે ખાસ કરીને આદિવાસી પરિવારોની બાળાઓ ગામમાં જ ઉપલબ્ધ ધો-૪, પ કે ૭ સુધીનું પ્રાથમિક શિક્ષણ મેળવીને તેમનો અભ્યાસ પડતો મુકી દેતી હોય છે. આગળ અભ્યાસ કરવાની ઇચ્છા હોવા છતાં, ક્યારેક ભૌગોલિક પરિસ્થિતિ તો ક્યારેક આર્થિક પરિસ્થિતિ આવી વનકન્યાઓને તેમના અરમાન પુરા કરવામાં બાધારૂપ બનતી હતી. આ પરિસ્થિતિમાંથી આવી આદિવાસી બાળાઓને ઉગારવા, તથા તેમના અશિક્ષિત કે અર્ધશિક્ષિત માવતરની ચિંતા દૂર કરવા અને માન.મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની કન્યા કેળવણીની હૃદયસ્પર્શી અપીલને આગળ વધારવા માટે સને ૧૯૯૦થી કપરાડા ખાતે શબરી કન્યા છાત્રાલયે તેના સેવાયજ્ઞનો પ્રારંભ કર્યો છે. શરૂઆતમાં માત્ર ૧૩ દિકરીઓથી શરૂઆત કરનાર આ છાત્રાલયમાં આજે ધોરણ ૮ થી ૧રની ૧૩૦ દિકરીઓ આશ્રય અને શિક્ષણ મેળવી રહી છે, એમ છાત્રાલયની સંચાલક બેલડી શ્રી પ્રવિણભાઇ તથા સુધાબેન પટેલે માહિતી વિભાગને એક રૂબરૂ મુલાકાતમાં જણાવ્યું હતું.
કપરાડા તાલુકા મથકે આવેલી માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી આ આદિવાસી કન્યાઓ છેક અંતરિયાળ વિસ્તારનાં વિરક્ષેત્ર, માલધર, કાસદા, હુંડા, સુથારપાડા જેવા ગામોમાંથી આવી, અહીં આશરો મેળવી રહી છે. દાતાઓના દાનથી ચાલતી આ સંસ્થામાં કન્યાઓની સલામતી તથા જરૂરી સગવડની પૂરતી તકેદારી અને કાળજી લેવામાં આવી રહી છે, એમ ઉમેરી આ સંચાલક બેલડીએ છાત્રાલયની ખેતીવાડી સહિતની અન્ય પ્રવૃત્ત્િાની ઝાંખી કરાવી હતી.
શબરી છાત્રાલયની સૌથી સીનિયર છાત્રા એવી કાસદા (માલધર) ગામની કુ.કલ્પના પવારે તેના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, કાસદા (માલધર) માં માધ્યમિક શાળા ન હોવાથી, તેના વાલીને કપરાડાના આ છાત્રાલયની જાણકારી મળતાં તે અહીં ધોરણ-૮ થી રહીને અભ્યાસ કરી રહી છે. હાલમાં તેણી ધોરણ-૧રનો અભ્યાસ કરે છે. કલ્પનાએ જણાવ્યું હતું કે, જો કપરાડામાં શબરી કન્યા છાત્રાલય ન હોત, તો તે માધ્યમિક શિક્ષણ મેળવી શકી ન હોત. કલ્પના પવારનું ગામ કાસદા એ કપરાડા તાલુકા મથકથી પચાસ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે.
કલ્પના જ શું કામ ? આ છાત્રાલયમાં તો રપ કિલોમીટર દૂરથી આવતી વિઘાર્થીનીઓને જ આશરો-પ્રવેશ અપાઇ રહ્યો છે. જેથી દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારની આદિવાસી કન્યાઓ સવલતના અભાવે તેમનો અભ્યાસ છોડી ન દે, એમ ઉમેરી સંચાલક પ્રવિણભાઇ પટેલે કહ્યું હતું કે, કપરાડા આસપાસના નજીકના ગામોની વિઘાર્થીનીઓ તો અપડાઉન કરી શકે છે. જ્યારે છેક સરહદી ગામોના બાળકો તેમનો આગળનો અભ્યાસ પૂર્ણ કરે તેવા શુભઆશયથી જ અહીં આ સેવા પૂરી પાડવામાં આવે છે. જેમાં અવારનવાર દાતાઓના દાનની સરવાણી વહેતી રહે છે. જે આવા કામમાં આગળ વધવાની પ્રેરણા પુરી પાડતું રહે છે.
કન્યા કેળવણી અને તેમાંયે આદિવાસી કન્યાઓનાં શિક્ષણ માટે સતત ચિંતિત અને પ્રયત્નશીલ રાજ્ય સરકાર અને માન.મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનાં પ્રયાસોમાં શબરી કન્યા છાત્રાલય જેવી સેવાકિય સંસ્થાઓ ખભેખભા મિલાવીને યોગદાન આપી રહી છે, જે અન્યો માટે પ્રેરણાદાયી બાબત ગણી શકાય.




આહવામાં વ્યકિતત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબીર યોજાઇ

ગમત યુવા અને સાસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર પ્રેરીત ડાંગ જિલ્લા રમત ગમત કચેરી સંચાલીત ડાંગ જિલ્લા કક્ષા અનુસુચિત જાતી અને જનજાતીના વ્યકિત વિકાસ અને યોગાસન તાલીમ શિબીર આહવા ખાતેના ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે જિલ્લાશિક્ષણાધિકારીશ્રી બી.કે.ગાવિતના અધ્યક્ષસ્થાને તાજેતરમાં યોજાયો હતો. આ શિબીરમાં ડાંગ જિલ્લાનાં કુલ-૭૦ શિબીરાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
વ્યકિત વિકાસ અને યોગાસન શિબીરની શરૂઆત ડાંગના યુવા શિબીરાર્થીઓની સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવી હતી. પ્રાસંગીક પ્રવચનમાં જિલ્લા રમત ગમત અધિકારીશ્રી ડી.જે.ચૌધરીએ શિબીર અંગે પ્રાથમિક માહિતી આપી શિબીરનું મહત્વ સમજાવ્યું હતું. રમત ગમત કચેરીના સુધાકર બાવીસકર અને શિબીરાર્થીઓ દ્રારા ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતુ઼.
આ પ્રસંગે બોલતા શ્રી ગાંડાભાઇ પટેલેએ જણાવ્યુ઼ કે યુવાનો ના ધડતરમાં કર્મભકિત અને જ્ઞાનનો ત્રિવેણી સંગમ થાય તો જ સાચો વિકાસ છે યુવાનો કંઇક નવો સુધારો કરો એ જ તમારો વિકાસ છે.શ્રી ગુણવંત ભાઇ પરીખે કહયુ કે દેશ અને સમાજને આગળ લાવવા માટે યુવા વર્ગની જરુર છે યુવાનોના ધડતર માટે યોગ જેવી આધ્યાત્મક પ્રવૃત્તિ ખુબ જ જરૂરી છે યોગ દ્રારા યોગી બની સમાજ ઉપયોગી બનો એ જ સાચો વિકાસ છે જ્યારે અનુસુચિત મોર્ચાના પ્રમુખ દીપક પીપળે જણાવ્યુ કે રાજય સરકાર દ્રારા થઇ રહેલ આ પ્રવૃત્તિ ડાંગના યુવાનોના જીવન ધડતર માટે ખુબ જરુરી છે તેનો લાભ એસટી અને એસી યુવાનોએ લેવો જોઇએ. આ સાત દિવસીય શિબીરમાં ડો. પાટીલ,ફાલ્ગુની પટેલ,જયેશ પટેલ, રાજેશ પટેલ, સેવા આપી હતી શિબીરમાં ભાગ લેનાર તમામ શિબીરાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ શિબીરમાં સ્વાતંત્ર્યસેનાનીશ્રી ધેલુભાઇ નાયક,નહેરુ યુવા કેન્દ્રના શ્રી એસ.એસ.પોલ,ગટુભાઇ નાયક ખાસ ઉપસ્થિત રહયા હતા.




ડ્રાઇવરનું મોત નિપજાવનાર અંગેની બાતમી હોય તો પોલીસને જાણ કરવી

જિલલા પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આહવા પોલીસ સ્ટેશન તા.૧૨-૭-૨૦૧૧ ના રોજ નોધાયેલા પોલીસ કેસ મુજબ અજાણ્યા તોહમતદારો દ્રારા જીપ ગાડી ને જી.જે.-૧૫ બીબી-૧૧૯૯ ભાડે કરી લઇ ગયા હતા અને આ જીપ ગાડીના ડ્રાઇવર અશ્વિનભાઇ ગામીતનું મોત નિપજાવેલ છે આ ગુનો અનડિટેકટ હોય જેથી આ ગુના ગે જે કોઇને બાતમી તથા માહિતી હોય તો તાત્કાલિક નાયબ પોલીસ મહાનિર્દેશક સુરત વિભાગના કંન્ટ્રોલરૂમના ફોન નં-(૦૨૬૧)-૨૬૫૫૦૨૦ તથા પોલીસ કંન્ટ્રોલરૂમ આહવા (૦૨૬૩૧)૨૨૦૩૨૨,૨૨૦૬૫૮ ઉપર જાણ કરવા પોલીસ અધિક્ષક ડાંગની અખબારી યાદીમાં જણાવ્યું છે.


ડાંગમાં વિપરીત ભૌગોલિક પરિસ્થિતીમાં પણ આધુનિક ઢબે ખેતી કરી સમૃધ્ધિ તરફ ડગ માંડતા ખેડૂતો
સરકારની અનેકવિધ યોજનાઓનો લાભ ઉઠાવી ખેતી ક્ષેત્રે પગભર બનતા ખેડૂતો


આહવાઃ ગુજરાતના ખેડૂતએ જુની પુરાણી ખેતીની પધ્ધતિની જગ્યાએ આમૂલ પરિવતૃન સાથે ઓછા પાણીએ ઓછા ખર્ચે વધુ ગુણવત્તા સભર વિપુલ ખેત ઉપજ અપતી આધુીનક અને વૈજ્ઞાનિક ખેતી પધ્ધતી અને સિંચાઇ પધ્ધતિ અપનાવીને ખેતી ક્ષેત્રે સમૃધ્ધિ પ્રાપ્ત કરી રહયો છે રાજયનો ખેડૂત ખેતી ક્ષેત્રે સમૃધ્ધ થવાને કારણે ગુજરાત રાજયમાં દેશમાં બીજી હરિયાળી ક્રન્તિ તરફ મક્કમ ડગ માંડી રહયુ઼ છે.
રાજયનો ડાંગ જિલ્લો સૌથી નાનો ૧.૭૨ લાખ હેકટર વિસ્તાર ધરાવે છે તે પૈકી ૧.૦૧ લાખ હેકટરમાં સૌથી વધુ વનસંપત્તિ અને સમૃધ્ધ વન સંપત્તિ આવેલી છે જે પૈકી ડાંગ જિલ્લામાં વસતા આદિવાસી લોકો ૫૮ હજાર હેકટર વિસ્તારમાં ખેતી કરી પોતાનુ઼ જીવન નિર્વાહ કરે છે.
જિલ્લામાં પ્રતિવર્ષ સરેરાશ ચોમાસા દરમ્યાન ૧૦૦ થી ૧૫૦ ઇંચ વરસાદ પડે છે ડુંગર-ઢોળાવવાળા અને પોલાણ ખડકોના કારણે વરસાદના પાણી નિરર્થક નદી નાળામાં વહી જાય છસિંચાઇ ઉપયોગી ડેમ ન હોવાન કારણે સિંચાઇનું પ્રમાણ નહીવત છે પરંતુ ચોમાસા બાદ જિલ્લાના કુવા, બોર,નદી નાળા પર નાના ચેકડેમ આધારિત ૨૦ હજાર હેકટર વિસ્તારમાં સિચાઇથી ખેતી કરવામાં આવે છે. કૃષિ મહોત્સવના કારણે ડાંગ જિલ્લાના ખેડૂતો જૂની પુરાણી ખેતી પધ્ધતિની જગ્યાએ વિપરીત ભૌગોલિક પરિસ્થિતમાં પણ વૈજ્ઞાનિક અને આધુનિક ઢબે ખેતી તથા ખેત સિંચાઇ પધ્ધતિ અપનનવાના થાય છે અને પધ્ધતિ અને આધુનિક માર્ગદર્શન મુજબ ખેતી કરી ખેતી ક્ષેત્રે પગભર થવા કટિબધ્ધ બન્યા છે.
ડાંગમાં કુલ ખાતેદાર ખેડૂતોની સંખ્યા ૧૨,૭૦૦ જેટલી છે પરંતુ અંદાજે ૪૦,૦૦૦ કુટુંબો ખેતી કરે છે જેમા ૧૨ હજાર મોટા ખેડૂતો અને ૧૫ હજાર નાના ખેડૂતો સહીત ૧૩ હજાર સિમંત ખેડૂતો છે જીલ્લામાં મુખ્ય ડાંગર, નાંગલી ,વરી, જુવાર, મકાઇ,જેવા ધાન્ય પાકોનુ વાવેતર થાય છે તેમજ અડદ, તુવેર, સોયાબીન જેવા કઠોળ પાકોનુ વાવેતર પણ કરવામાં આવે છે ખેડૂતોમાં ખેતી પ્રત્યે જાગૃતી આવવાને કારણે છેલ્લા પાંચ વર્ષમાં વધુ નફો આપતા પાકો જેવા કે ડાંગર હાઇબ્રીડ મકાઇ અને જુવારનો વિસ્તાર ૧૭૫૦૦ હેકટરથી વધીને ૨૭૫૦૦ હેકટર જેટલો થયો છે.ઓછા ઢોળાવ વાળી જમીનામાં તેમજ સપાટ અને ક્યારી વાળી જમીનમાં ડાંગરની વધુ ઉત્પાદન આપતી જાતોનું વાવેતર કરતા થયા છે
સરકારની વિવિધ સિંચાઇ યોજનાઓને કારણે જીલ્લામાં ૪ હજાર હેકટર જેટલો પિયત વિસ્તાર વધીને ૨૨હજાર હેકટર થયેલ છે જીલ્લાની મુખ્ય નદીઓ પર સિંચાઇ વિભાગ દ્રારા ૧૭૦ જેટલા ચેક ડેમોનો બાંધકામ આવતા અને સિંચાઇના સાધનો ડીઝલ પંપસેટ અને પાઇપ લાઇન અપવામાં આવતા ખેડૂતોને થવાને કારણે સિંચાઇ વિસ્તાર વધવા પામ્યો છે. બાગાયતી પાકોનો વિસ્તાર અંદાજે અઢી થી ત્રણ ગણો વધીને આજે ૮ હજાર હેકટર જેટલો થવા પામ્યો છે. સરકારની વિવિધ સહાય યોજનાઓ જેવી કે જીવિકા પ્રોજેકટ, નેશનલ હોર્ટીકલ્ચર મીશન, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના તેમજ ટીએસપીની યોજનાઓને કારણે મંડપ પધ્ધતિથી વેલાવાળા શાકભાજી તેમજ ટેલીફોન પધ્ધતિથી ટામેટાની ખેતી કરતા થયા છે. આ સાથે ભીંડા, પરવળ, રીંગણ વગેરે શાકભાજી પાકોનો વિસ્તાર પણ વધવા પામેલ છે.
ડાંગમાં કૃષિક્ષેત્રે કૃષિ મહોત્સવ થકી ખેડૂતોને તાંત્રીક માર્ગદર્શન અને ૫૦૦ થી ૬૦૦ લાખ જેટલી માતબર સહાય આપવાને કારણે ખેડૂતોમાં જાગૃતી આવેલ છે અને ડાંગનો ખેડૂત પોતાનો કૃષિ ઉત્પાદન બજારમાં વેચાણ કરતા થયા છે.ખેડૂતોને સારા ભાવો મળી રહે તે માટે વધઇ ખાતે ખેતીવાડી ઉત્પન બજાર સમિતિમાં તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. તેમજ ખેડૂતોને ખેતી વિષયક તાલીમ મળી રહે તે માટે આહવા ખાતે અધતન ખેડૂત તાલીમ કેન્દ્રનુ નિર્માણ થઇ રહયુ તેમજ વધઇ ખાતે ખેડૂતોને રહેવા માટેની વ્યવસ્થા સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં પણ તમામ સગવળતાઓ સાથે સવલતો ઉભી કરવામાં આવેલ છે. ખેડૂતો યોજનાકીય લાભો એકસાથે ગ્રૃપમાં લઇ શકે અને ખેતીમા નવા પાકો દાખલ કરી શકે તે માટે આત્મા પ્રોજેકટ થકી બિયારણ, ખાતર, દવા વગેરેની ખરીદીમાં ૯૦ ટકા સુધીની સહાય આપવામાં આવે છે.તાજેતરમાં ખેતીવાડી વિભાગ દ્રારા ખેડૂતોને લોન સહાય અને ડીઝલ પંપસેટ વિતરણ કરવામાં આવેલ જેમાં ડાંગ જિલ્લાના ૨૧૩ લાભાર્થી ખેડૂતોને લાભ આપવામાં આવ્યો છે. આમ ખેડૂતો આધુનિક ઢબે ખેતી કરી તથા સરકારની અનેકવિધ કૃષિ સહાય યોજનાઓનો લાભ લઇ ખેતી સમૃધ્ધિ મેળવવા તરફ ડગ માંડી રહયા છે.



સુબીર હાઇસ્કુલમાં મહેંદી સ્પર્ધા યોજાઇ

આહવા ઃ સરકારી ઉ.માધ્યમિક શાળા સુબીર ખાતે તાજેતરમાં ગુરુપૂર્ણિમા ઉજવણી અને મહેંદી સ્પર્ધાનું આયોજન શાળાના આચાર્ય આશાબેન દેસાઇના અધ્યક્ષસ્થાને કરવામાં આવેલ આ પ્રસંગે આચાર્યશ્રીએ ઇશ્વર એ સૂર્ય છે ગુરુ એ ચંન્દ્ર છે સૂર્યની સાથે જીવી શકાય નહી પણ તે સૂર્ય શકિત મેળવી ચંન્દ્ર જેવા ગુરુ સાથે તેના વિચાર, દષ્ટિને સાધના પધ્ધતિથી જીવન સાર્થક કરે છે તેમ જણાવી ગુરુનું વિધાર્થી જીવનમાં શુ઼ મહત્વ છે તે સમજાવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલનું શાળાના વિધાર્થી મનોજભાઇએ કર્યુ હતુ઼ં જયારે અભારીવધિ હિતેશભાઇ ટંડેલે કરી હતી. અણુણાવ્રત નિમિત્તે આ શાળાની બહેનો માટે મહેદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ તેમા઼ ૧૯ બહેનોએ ભાગ લીધો હતો.જેમાં પ્રથમ ક્રમે ચૌધરી અંજના ધો-૧૧, દ્રીતીય ક્રમે પાડવી સંગીતા ધો-૧૧ અને તૃતીય ક્રમે ગામીત અશ્વિનાબેન ધો-૧૨ વિજેતા થયા હતા.



"" નર્મદાનું પાણી માત્રને માત્ર ગુજરાતના ભૂમિપુત્રો માટે છે. ''
ઔઘોગિક એકમોમાં રોજગારીમાં સ્થાનિક લોકોને તેમજ "લેન્ડ લુઝર' ને પ્રાથમિકતા.ઃ--- મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ
દહેઝ ખાતે ૧૨૦ કરોડના ઇઝરાયેલની મૂડીરોકાણ એગ્રો એકમનો પ્રારંભ.


ભરૂચઃ
ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં નર્મદા પાણી અને તેનું સમગ્રયતા વ્યવસ્થાપન માત્રને માત્ર ગુજરાતના ખેડૂતો માટે છે અને ગુજરાત સરકાર છેલ્લા સાત વર્ષથી ખેડૂતોનું જીવન ધોરણ ઊંચું આવે તેમની તેમના પરિવારની સુખાકારીમાં વધારો થાય તેવા કરેલા સતત પ્રયાસો અને તે પ્રયાસો સફળતાને વર્યા છે.
મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે આજે ભરૂચ જિલ્લાના ઔઘોગિક વિસ્તાર એવા દહેજ ખાતે ઇઝરાયેલના ઉઘોગકારો ધ્વારા વાયબ્રન્ટ ગુજરાત સંદર્ભે કરાયેલા મૂડી રોકાણ કરાશે. પૈકી અંદાજે રૂા.૧૨૦ કરોડના મૂડીરોકાણવાળા "એગ્રો' સંદર્ભની ગુણવત્તા યુક્ત દવાઓના ઉત્પાદન એકમનો મંગલ પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્યશ્રી દુષ્યંતભાઇ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઇ ગોહિલ અને અગ્રણી શ્રી શિરીશભાઇ બંગાળી સહિત ઈઝરાયેલામ ઉઘોગ કારો સર્વશ્રી ઇરેઝ વિગોડમેન, અવિરામ લહાવ, રાન મેદાન, યોસી ગોલ્ડસ્થિમ, સેન લિમટેનસ્ટેઇન ઉપસ્થિત રહ્યા હતા.
મેક્થેશીમ અગન ઇન્ડિયા નામની એગ્રોબેઝ એકમનો પ્રારંભ કરાવતાં ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે વધુમાં કહ્યુ કે ગુજરાતમાં મૂડીરોકાણ આવી રહ્યુ છે. તે આપણા સૌ માટે ગૌરવની બાબત છે. રોજગારીની તકો વધી રહી છે. સાથે સાથે ગુજરાત સરકાર સ્થાનિકને રોજગારી તેમજ જમીન ગુમાવનાર વ્યક્તિઓને રોજગારી બાબતે સંપૂર્ણ સ્પષ્ટ છે અને તે સાથે કોઇપણ બાંધછોડ ન હોવાનું ઉમેર્યુ તેમણે દહેઝ સહિત ગુજરાતમાં આવતા મૂડી રોકાણ એકમોમાં પોતાની જરૂરીયાતનું પાણી કામ ચલાઉ સરકાર તરફથી મળશે. પરંતુ કાયમી ધોરણે દરેક ઔઘોગિક એકમે જાતે કરવાનું રહશે. દરિયાનું પાણીને શુધ્ધ કરીને પોતાની જાતે જ વ્યવસ્થા કરવાની રહશે. મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે નર્મદાનું પાણી કાયમી ધોરણે ઉઘોગને આપવાની સ્પષ્ટ ના પાડી હતી અને જણાવ્યું કે નર્મદા ઉપર હક્ક માત્ર ગુજરાતના ભૂમિપુત્રનો હતો અને રહશે.
તેમણે ગુજરાતના ગામે-ગામ કૃષિપુત્રોના ધેર સમૃધ્ધિમાં થયેલા વધારા અને ખેત ઉત્પાદનમાં થયેલા વધારાને કારણે દેશભારમાં માત્ર ગુજરાતના ખેડૂતોએ આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરી છે. તેથી ખેડૂતોને હિત શત્રૃઓ અને સ્વાર્થી તત્વોથી દુર રહેવા સલાહ આપી હતી. મેક્થેશીમ અગન ઇન્ડિયા કંપની ધ્વારા છેલ્લા બે વર્ષમાં ભારતીય બજારમાં પ્રવેશી હવે પોતાની એગ્રો પ્રોડક્ટને એક વર્ષમાં જ પોતાના એકમમાં ઉત્પાદન કરવાનો આજથી પ્રારંભ ર્ક્યો હતો. તેને શુભેચ્છા પાઠવતા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે કહ્યું કે ઉચ્ચ ગુણવત્તા યુક્ત ઉત્પાદન ખેડૂતોના ખેતર સુધી પહોચે સાથે સાથે એકમ ધ્વારા ખેડૂતોની અને સામાજિક સેવા માટે પણ તત્પરતા બતાવી ગુજરાતના ગ્રામ્ય લોકોની સેવા કરવા અનુરોધ ર્ક્યો હતો.
ગુજરાતમાં ખેડૂતોનું જીવન ધોરણ ઊંચું લાવવામાં મળેલી સફળતાનો યશ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને આપતા મંત્રીશ્રીએ સૌરભભાઇ પટેલે કહ્યું કે ગુજરાતમાં થયલો વિકાસ અને વિદેશી મૂડી રોકાણનું આકર્ષણમાં ૨૪ કલાક વિજળી ઔઘોગિક શાંતિ સરકારનો સહકાર સારો સહિત ધણા આકર્ષણ ગુજરાતમાં છે.
ગુજરાતમાં ચાલુ વર્ષે ૧.૭૫ લાખ હેક્ટર જમીનમાં ટપક સિંચાઇ પધ્ધતિ દાખલ કરવા સરકાર કટિબધ્ધ હોવાનું તેમણે ઉમેર્યુ હતું.
મેક્થેશીમ અગન ઇન્ડિયા કંપનીના સી.ઇ.ઓ. શ્રી ઇરેઝ વિગોદમનએ કહ્યું કે ભારત અને ગુજરાતમાં અમોને ખૂબ સારો સહકાર અને આવકાર મળ્યો છે. ગુજરાતને તેમણે ખૂબ આકર્ષણનું કેન્દ્ર ગણાવી ગુજરાતના વિકાસમાં પોતાનો હ્દયપૂર્વકનો સહયોગને જોતાં મુખ્યમંત્રીશ્રીને નરેન્દ્રભાઇ મોદીને શુભેચ્છા પાઠવી હતી.
શ્રી મલહોત્રાએ કંપનીના છેલ્લા બે વર્ષના દેખાવ અને ઉત્પાદાનની સરાહના કરી ગુજરાતના કૃષિક્ષેત્ર માટે ખુબ સારી "પ્રોડક્ટ' ના ઉત્પાદનને આવકારી સૌને શુભેચ્છા પાઠવી હતી.



નર્મદા શ્રમ અને સેવા શિબિર યોજાશે.

ભરૂચઃ
સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ધ્વારા આયોજીત ""નર્મદા શ્રમ અને સેવા શિબિર'' ૨૦૧૧-૧૨ના નાણંકીય વર્ષમાં કેવડીયાકોલોની, જિ.નર્મદા ખાતે યોજવામાં આવનાર છે. જેમાં વડોદરા-પ્રદેશમાં ડાંગ, વલસાડ, સુરત, નવસારી, ભરૂચ, નર્મદા, વડોદરા, દાહોદ, પંચમહાલ, તાપીનો સમાવેશ થાય છે. જ્યારે અમદાવાદ-પ્રદેશમાં અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, ખેડા, આણંદ અને રાજકોટ-પ્રદેશમાં રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી, સુેન્દ્રનગર, જુનાગઢ, પોરબંદરનો સમાવેશ થાય છે.
વિશ્વની મોટામાં મોટી સિંચાઇ યોજના અને ગેજરાતની જીવા દોરી સમાન નર્મદા યોજનાના વિકાસ કાર્યમાં રાજ્યના યુવાનો પાતાની શક્તિઓને જોતરે, સદ્દ ઉપયોગ કરે અને તે રીતે રાજ્યના અને રાષ્ટ્રના વિકાસમાં યુવાનો ફાળો પ્રદાન કરે તેવા શુભ આશયથી આ શ્રમ-સેવા શિબિરનું આયોજન વિચાયું છે. આ શિબિરમાં નર્મદા યોજના તથા પર્યાવરણને લગતું શ્રમ કાર્ય કરવામાં આવશે તથા નર્મદા યોજના અંગેની વિસ્તૃત માહિતી , ચર્ચા, સભા, પ્રવચન ધ્વારા યુવાનોને નર્મદા શ્રમ શિબિરમાં જોતરવામાં આવનાર છે. આથી રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતિઓને કે જેઓ આ શ્રમ કાર્યમાં જોડાવવા માંગતા હોય તેઓએ પુરૂ નામ / સરનામું, જન્મ તારીખ(ઉંમર સહિત), શૈક્ષણિક લાયકાત, પર્વતારોહણ, એન.સી.સી., એન.એસ.એસ. કે સ્કાઉટ ગાઇડ, હોમગાર્ડઝ જેવી પ્રવૃતિઓની શિબિરમાં તથા રમતગમત પ્રવૃતિઓમાં ભાગ લીધો હોય તો તેની વિગત, પર્યાવરણ વિશેની સૂઝ, વાલીઓનો સંમતિ પત્ર, શારિરીક તંદુરસ્તી ધરાવતા હોવાનું ર્ડાક્ટરનું પ્રમાણપત્ર, તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સહિતની અરજી કરવા જણાવવામાં આવે છે, અધુરી વિગતો વાળી અરજી ધ્યાને લેવામાં આવશે નહી જેની ખાસ નોંધ લેવાની રહેશે.
પસંદગી પામેલ શિબિરાર્થીઓને શિબિરની જાણ કરવામાં આવશે તેમજ તેમના આવવા-જવાનો પ્રવાસ ખર્ચ તથા ભોજન / નિવાસની વ્યવસ્થા સરકારશ્રી તરફથી કરવામાં આવશે તેમ જિલ્લા રમતગમત અધિકારીએ ભરૂચની એક યાદીમાં જણાવ્યું.



ભરૂચના ધારાસભ્યશ્રીના હસ્તે ગ્રામીણ લોકકલાકારોને પુરસ્કાર અર્પણ કરાશે.
જિલ્લા માહિતી કચેરી ભરૂચ ખાતે લોકકલાકારોને ચેક અર્પણ વિધિ કાર્યક્રમ યોજાશે.
ભરૂચ જિલ્લાના લોકકલાકારો નોંધે.


ભરૂચઃ
જિલ્લા માહિતી કચેરી ભરૂચ ઘ્વારા જિલ્લાના ગ્રામિણ લોક કલાકારોના માઘ્યમથી રાજય સરકારની જન સમૂહના કલ્યાણની યોજનાના વ્યાપક પ્રચાર અર્થે મનોરંજન સાથે પ્રચાર માટે ગત કૃષિ મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૧૧ સહિત ગ્રામ્ય વિસ્તારમાં યોજેલ લોકડાયરા ને મળેલ સફળતા બાદ આ લોક કલાકારોને ચેક અર્પણ વિધિ કાર્યક્રમ તા.૨૫/૭/૨૦૧૧ ના રોજ સવારના ૯.૩૦ કલાકે જિલ્લા માહિતી કચેરી ભરૂચના સભાખંડમાં યોજાશે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર ધ્વારા કૃષિમહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ યોજાયા હતા. પરંપરાગત માધ્યમ અંતર્ગત જિલ્લા માહિતી કચેરી ભરૂચ ધ્વારા ૮૪ ગામોમાં લોકડાયરાઓ યોજાયા હતા લોકકલાકારોએ લોકડાયરાના માધ્યમ ધ્વારા કૃષિલક્ષી અને શાળા પ્રવેશોત્સવ વિશે જાણકારી આપવામાં આવી હતી.
આ પ્રસંગે ભરૂચના ધારાસભ્યશ્રી દુષ્યંતભાઇ પટેલના વરદ્દ હસ્તે લોકકલાકારોને પુરસ્કાર ચેકો અર્પણ કરવામાં આવશે. આ અવસરે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એન.રાજગોર અને જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી બી.જી.ગામીન ઉપસ્થિત રહી કલાકારોને પ્રોત્સાહન કરશે. જેથી ગ્રામીણ વિસ્તારના લોકકલાકારોએ ઉપસ્થિત રહેવા નાયબ માહિતી નિયામકશ્રી નિખીલેશ ઉપાધ્યાયે જણાવ્યું છે.



આગામી ૧૫ મી ઓગષ્ટની ભરૂચ જિલ્લા કક્ષાની ઉજવણી ઝધડીયા ખાતે થશે.
સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના આયોજન અંગે યોજાયેલ બેઠક.

ભરૂચઃ
આગામી ૧૫ મી ઓગષ્ટ-૧૧ ઉજવણીના સુચારૂ આયોજન અંગેની બેઠક જિલ્લા કલેકટરશ્રી રૂપવંતસિંહના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ભરૂચ ખાતે યોજાઇ હતી.
બેઠકમાં સંબંધિત અધિકારીઓને સંબોધતાં જિલ્લા કલેકટર શ્રી રૂપવંતસિંહે રાજય સરકારના અભિગમ મુજબ આગામી ૧૫ મી ઓગષ્ટની ભરૂચ જિલ્લા કક્ષાની ઉજવણી ઝધડીયા ખાતે થશે. જેથી સંબંધિત અધિકારીઓ સંકલનમાં રહી સુચારૂ આયોજન કરી કાર્યક્રમને સફળતા પૂર્વક પાર પાડવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે જન સુખાકારી અને વિકાસલક્ષી કામોને પ્રાધાન્ય આપી વહેલી તકે પૂર્ણ કરવા તાકિદ કરી હતી. સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે લોકોની આકાંક્ષાઓ પરિપૂર્ણ કરવા અને વહીવટી પારદર્શકતાનો એહસાસ થાય તે માટે લોક હિતાર્થે વિવિધ વિકાસલક્ષી કામોને લગતા લોકાપર્ણ અને ખાતમુર્હૂતના કાર્યક્રમો યોજાય તે માટે સુચારૂ આયોજન ધડી કાઢવા ભાર મૂકયો હતો.
અધિક નિવાસી કલેકટરશ્રી આર.એસ.તિવારીએ પંદરમી ઓગષ્ટ ઉજવણીના આયોજનની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, ગુજરાત વિકાસને ઝાંખી કરાવતા પ્રદર્શન ગોઠવવા ઔઘોગિક, વિકાસ, ખેતી, ગ્રામ્યવિકાસ, પાણી પુરવઠા અને આરોગ્યને લગતા અધિકારીઓને સૂચન કર્યુ હતું. સ્વાતંત્ર્ય સેનાનીઓનું અને વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે. જેથી જરૂરી વ્યવસ્થા કરવા તાકિદ કરાઇ હતી. મંડપ વ્યવસ્થા, માઇક વ્યવસ્થા, તેમજ પરેડ માટે પોલીસ, એનસી.સી., હોમગાર્ડ ભાગ લે તે માટે સંબધિત અધિકારીઓને સૂચન કર્યું હતું. ઉપરાંત શાળાના બાળકો ઘ્વારા પ્રભાત ફેરી થાય તેમજ શકય હોય તો સાંસ્કૃતિક કાર્યક્રમનોનું આયોજન કરવા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને સૂચના આપી હતી. લોક ભાગીદારીથી સરકારી કચેરીઓ અને ખાનગી મકાનો, સંસ્થાઓમાં રોશની કરવા ઉપર ભાર મૂકયો હતો. વધુમાં ઝધડીયા ખાતે યોજાનાર પંદરમી ઓગષ્ટ-૧૦ ની ઉજવણી દબદબા પૂર્વક થાય તે માટે તમામ અધિકારીઓ સંકલનથી કામગીરી કરવા સૂચન કર્યું હતું. સાથે-સાથે રાષ્ટ્રિય પર્વને દિપાવવા જિલ્લા તેમજ તાલુકાના પ્રજાજનોને પધારવા અનુરોધ કર્યો અને તા.૧૪ મી ઓગસ્ટે સવારે ૯.૦૦ વાગે રીહર્સલ થશે જેથી સંબધિત અધિકારીઓએ ઉપસ્થિત રહેવા ભાર મૂક્યો હતો.બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર્દ્રા અગ્રવાલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને મામલતદારશ્રી વાલીયા તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.




પૂ.મહાત્માગાંધી જીવનકવન સચિત્ર પુસ્તક શૈક્ષણિક સંસ્થાઓ માટે વિનામૂલ્યે

ભરૂચઃ
શહેર તથા જિલ્લામાં આવેલ શૈક્ષણિક સંસ્થાઓ માટે પૂ.મહાત્માગાંધીના જીવન અંગેનું સચિત્ર પુસ્તક તેમજ ગુજરાત દીપોત્સવી અંક અને અન્ય સાહિત્ય વિનામૂલ્યે તા.૧૮/૭/૨૦૧૧ થી ૨૨/૭/૨૦૧૧ સુધી સવારે-૧૧ થી ૧૩ કલાકે વચ્ચે સંસ્થાના લેટરપેડ પહોંચ સાથે જિલ્લા માહિતી કચેરી-કણબીવગા ખાતે શ્રી વસંત સોજસત્રાનો સંપર્ક કરવાથી મળશે.



વાલીયા ખાતે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ સર્વાગી વિકાસ વિષયે પરિસંવાદ યોજાશે.

આદિજાતી યુવકો-યુવતીઓને તજજ્ઞો ધ્વારા વનબંધુ કલ્યાણ યોજનાની સમજણ અને થયેલ વિકાસ અંગે માર્ગદર્શન આપશે.


વનબંધુ કલ્યાણ યોજના હેઠળ આદિજાતી યુવક-યુવતીઓને વનબંધુ કલ્યાણ યોજનાની યોજનાકીય સમજણ અને થયેલ વિકાસ અંગે જાણકારી આપવા માટેના શુભાશયથી ગુજરાત રાજ્ય પ્રેસ અકાદમી ગાંધીનગર, જિલ્લા માહિતી કચેરી ભરૂચ અને પ્રાયોજના વહિવટદારશ્રીની કચેરી ભરૂચના સંયુક્ત ઉપક્રમે વનબંધુ કલ્યાણ યોજનાની સર્વાગી વિકાસ વિષયે પરિસંવાદ તા.૨૨/૭/૨૦૧૧ ના રોજ સવારના ૯.૦૦ કલાકે શ્રી રંગનવચેતન વિઘાલય મહિલા કોલેજના સભાખંડ વાલીયા ખાતે યોજાશે.આ પરિસંવાદમાં પ્રાયોજના વહિવટદારશ્રી બી.જી.પ્રજાપતિ, જિલ્લાગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી હિતેશ કોયા, નાયબ માહિતી નિયામકશ્રી નિખીલેશ ઉપાધ્યાય અને શ્રી રંગનવચેતન વિઘાલય મહિલા કોલેજના પિ્રન્સિપાલ શ્રી એ.ડી.પંડયા ઉપસ્થિત રહી કોલેજના આદિજાતી યુવક-યુવતીઓને વનબંધુ કલ્યાણ યોજના વિશે માર્ગદર્શન આપશે. તેમજ ભરૂચના જિલ્લાના વનવાસી વિસ્તારમાં થયેલ વિકાસ અંગેની એક ફિલ્મ પણ બતાવવામાં આવશે.



આઇ.ટી.આઇ. અંકલેશ્વર ખાતે કેમીકલ સેકટરમાં પ્રવેશ મેળવવા જોગ

ભરૂચઃ
ઔઘોગિક તાલીમ સંસ્થા અંકલેશ્વર ખાતે સી.ઓ.ઇ(કેમીકલ સેક્ટર) માં પ્રવેશ સત્ર ઓગસ્ટ-૨૦૧૧ નીચે જણાવેલ એડવાન્સ મોડયુલમાં ખાલી રહેલ બેઠકો પર પ્રવેશ ઇચ્છુક ઉમેદવારોએ CHAT-1 એટેન્ડન્ટઓપરેટર કેમીકલ પ્લાન્ટ - સી.ઓ.ઇ.કેમીકલ(બીબીબીટી) પાસ અથવા એ.ઓ.સી.પી. ટ્રેડમાં એન.ટી.સી./એન.એ.સી. પાસ અથવા કે મીકલ એન્જીનીયરીંગ ડીપ્લોમાં પાસ હોવા જરૂરી છે. CHAT-2 મેન્ટેનન્સ કે મીકેનીક કેમીકલ પ્લાન્ટ - સી.ઓ.ઇ.કેમીકલ(બીબીબીટી) પાસ અથવા એ.ઓ.સી.પી. ટ્રેડમાં એન.ટી.સી./એન.એ.સી. પાસ અથવા ડીપ્લોમાં ઇન મીકેનીકલ/પ્રોડક્ષન એન્જીનીયરીંગ અને CHAT-3 સી.ઓ.ઇ.કેમીકલ(બીબીબીટી) પાસ અથવા એ.ઓ.સી.પી. ટ્રેડમાં એન.ટી.સી./એન.એ.સી. પાસ અથવા ડીપ્લોમાં ઇન ઇન્સ્ટુમેન્ટ એન્જીનીયરીંગ જરૂરી છે. તેમ ઔઘોગિક તાલીમ સંસ્થા અંકલેશ્વરની એક યાદીમાં જણાવ્યું છે. પ્રવેશ લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારોએ પ્રવેશ માટેના કોરા અરજી પત્રકો રૂા.૨૫/- ચુકવેથી સંસ્થા ખાતેથી કામકાજના દિવસો દરમ્યાન ૧૧.૦૦ કલાકથી ૧૬.૦૦ કલાક દરમ્યાન મેળવી રજીસ્ટ્રેશન ફી રૂા.૫૦/- સાથે અરજી પત્રક તા.૨૮/૭/૨૦૧૧ સુધીમાં જમા કરવાના રહેશે.



રોમિયોગીરી કરતા ચાર વિઘાર્થીઓની ધરપકડ ઃ
ધુમ બાઇક ચલાવતા સાત વિઘાર્થીઓની બાઇક ડીટેઇન કરાઇ ઃ

નવસારીઃ
પ્રજાભિમુખ વહીવટ સાથે કાયદાના કડક અમલના આગ્રહી એવા ગુજરાતી આઇપીએસ અધિકારી શ્રી હસમુખ પટેલ નવસારી ખાતે તાજેતરમાં યોજાયેલા લોકદરબારમાં સ્કુલ-કોલેજ પાસે અસામાજિક તત્વો ઘ્વારા થતી હેરાનગતિ અને અસામાજિક તત્વોને ડામવા પોલીસ કડક પગલાં સુચના આપી હતી આ ઉપરાંત શાળા/કોલેજના આચાર્યોને આ બાબતે જાણ કરવા તેમજ સુચન પેટીઓ મુકવા જણાવ્યું હતું. આજે જિલ્લા પોલીસ વડા શ્રી જે.આર.મોથલીયાને મળેલી ફરિયાદના આધારે પોલીસ સબ ઇન્સ્પેકટર (ટ્રાફિક) શ્રી કે.ડી.નકુમ અને તેમના સ્ટાફે એરૂ ચાર રસ્તા નારણલાલા કોલેજના ગેઇટ બહાર જાહેર રસ્તા પર આવતી-જતી વિઘાર્થીઓને છેડતી-મશ્કરી અને બિભત્સ વર્તન કરતા અસામાજિક તત્વો પર વોચ ગોઠવવામાં આવી હતી. આ સમયે ચાર જેટલા વિધાર્થીઓ કોલેજ આવતી વિધાર્થિનીઓની છેડતી-મશ્કરી કરતા નજરે પડતાં તાત્કાલિક ધરપકડ કરી, મુંબઇ પોલીસ એકટ-૧૧૦, ૧૧૧,૧૧૭ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં નારણલાલા કોલેજમાં એસવાયબીકોમમાં અભ્યાસ કરતા સરફરાઝ ખુરશીદ કપુર ઉમર-૨૦, આસીફ ખુરશીદભાઇ કપુર ઉંમર-૧૮ બન્ને રહે લંગરવાડ લુન્સીકુઇ નવસારી, જલ્પેશ રવિન્દ્રભાઇ મિસ્ત્રી ઉંમર-૧૯ રહે-લીમડાચોક નવસારી અને ફૈઝલ સલીમભાઇ ભાટી ઉંમર-૧૮ રહે રંગુનનગર, જલાલપોર નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત જાહેરમાર્ગો પર આડેધડ ટુ વ્હીલર ચલાવતા સાત કોલેજીયનની બાઇક ડીટેઇન કરવામાં આવી હોવાનું પોલીસ સબ ઇન્સપેકટર શ્રી કે.ડી.નકુમ દ્વારા જણાવાયું છે.
જિલ્લા પોલીસ વડા શ્રી જે.આર.મોથલીયાએ પોલીસ સંબંધી કોઇપણ ફરિયાદ કે માહિતી આપવાની હોય તો ફોન નંબર (૦૨૬૩૭) ૨૪૫૩૩૩ અને ૨૪૬૩૦૩ પર આપવા જાહેર જનતા જોગ અપીલ કરી છે. ઉપરાંત દરરોજ બપોરે ૧૨ થી ૧-૩૦ અને સાંજે ૪ થી ૫ વાગ્યા દરમિયાન પોલીસભવન લુન્સીકુઇ નવસારી ખાતે જિલ્લા પોલીસવડા સાથે મુલાકાત કરી શકાશે

ટિપ્પણીઓ નથી: