Join PM on Social Media
> Interact with PM
> Know the PM
> Give your Suggestions
> Forward it to a friend
> This message was sent to kkumarjoshi@gmail.com from Prime Minister's Office through no-reply@sampark.gov.in
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
રવિવાર, 31 જાન્યુઆરી, 2016
Join Live: Mann Ki Baat on 31st January
શનિવાર, 30 જાન્યુઆરી, 2016
AVSAN NONDH JETPUR 30-1-2016
સાહેબ, ૧૦ પેટી વિદેશી શરાબ ગામના કુવામાં છે પોલીસે આખો કુવો ઉલેચી નાંખ્યો, કંઇ નાં મળ્યું !!
જેતપુર તાલુકા પોલીસને ધંધે લગાડતા બાતમીદારો !?
સાહેબ, ૧૦ પેટી વિદેશી શરાબ ગામના કુવામાં છે
પોલીસે આખો કુવો ઉલેચી નાંખ્યો, કંઇ નાં મળ્યું !!
શરાબના મુખ્ય સુત્રધ્ધારની અન્ય એક બાતમી પણ વાહિયાત નીકળી !!
જેતલસર તા.૩૦
"બાતમીદારનું નામ હંમેશા ગુપ્ત રહેવું જોઈએ" સાંપ્રત સમયમાં બાતમીદારોથીજ (ખાસ કરીને પોલીસને) સંબંધિતોને ઘણીખરી વિગતો મળી જતી હોય કામગીરીમાં ભારે સફળતાઓ મળે છે. પણ બાતમીદારોની બાતમી વાહિયાત નીકળે ત્યારે પોલીસતંત્ર કેવું ધંધે લાગે છે ? તેની સાબિતીરૂપ ઘટના તાજેતરમાં જેતપુર તાલુકા પંથકમાં બની ગઈ.
બનાવની વિગતો કૈક એવી મળી છે કે તાજેતરમાં જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામની સીમમાં કિરીટભાઈ ગોવિંદભાઈ બુટાણીના કબજાવાળા પડતર ખેતરમાં વેંચાણ કરવાના ઈરાદે ગામનાજ સંગ્રામ મંગા વાકાતર નામના ભરવાડ યુવાને વિદેશી શરાબનો મોટો જથ્થો સંઘર્યો હોવાની તાલુકા પોલીસને બાતમી મળતા, જેતલસર આઉટ પોલીસ ચોકીના જમાદાર મજનુભાઈ મનાત, પોલીસ કોન્સ્ટેબલો જયવીરસિંહ રાણા, પંકજસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ વીરડા, ભીખુભાઈ વેગેરે પોલીસ કાફલો બાતમીવાળી જગ્યાએ પહોચી ચોક્કસ જગ્યાએ ખોદકામ કરાવતા પોલીસને રૂપિયા ૨૮૮૦૦ ની વિલાયતી શરાબની ૯૬ બોટલ હાથ લાગી હતી.
એક રીતે પોલીસ સફળતા મળી હોવાનો ઓડકાર ખાતી હતી તેવા સમયેજ બાતમીદારોએ વધુ બે બાતમી આપી પોલીસને દોડતી કરી હતી કે આ વાતમાં સંગ્રામ નવો નિશાળીયો છે, હકીકતમાં આ શરાબનો જથ્થો નંદુ નામના શખ્સે ઉતાર્યો છે ?! પોલીસે આ બાતમી તરફ તપાસનો ચક્રો ગતિમાન કરી ઊંડી તપાસ કરતા આ વાત વાહિયાત નીકળી હોવાનું જમાદાર મજનુભાઈએ જણાવ્યું હતું. જો કે જાણકારોએ કહ્યું કે પાપનો ઘડો આજ નહિ તો કાલે, ફૂટ્યા વગર નહિ રહે !!
તો મળેલા શરાબના જથ્થામાની ૧૦ પેટી વિદેશી શરાબની સુત્રધ્ધારે ગામમાં પાણી વિતરણ કરતા જીલ્લા(બંધિયાર કુવો)માં ફેંકી દીધી હોવાની પણ બાતમી મળતા ઉપરોક્ત પોલીસ સ્ટાફ ઉપરાંત ગામડા બીટ જમાદાર રામજીભાઈ બગડાએ આખા જીલ્લાનું પાણી ખાલી કરાવતા તેમાંથી વિદેશી શરાબ તો શું રાતી પાઈ પણ ના નીકળતા પોલીસને અફવા જેવી વાહિયાત બાતમીના લીધે ધંધે લાગવું પડ્યું હોવાનો અહેસાસ થયો હતો.
કહેવાનું તાત્પર્ય એ છે કે, બાતમીદારો જ જો પોલીસને અવળે માર્ગે ચડાવતા રહેશે તો એક વખત એવો આવશે કે ખરે સમયે પોલીસ આવી બાતમીઓ તરફથી મોઢું ફેરવી લેશે જે બાતમીદારો તો શું તેમના સમસ્ત ગામને હેરાનગતિ ભોગવવાનો વારો આવશે તેવું પોલીસનું કહેવું છે.
(કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર )
શુક્રવાર, 29 જાન્યુઆરી, 2016
૧૩૦ કિમીની ઝડપે પીછો કરી પોલીસે કાર રોકી..કારનું ટાયર ફાટ્યું ને પકડાયો દેશી..
જેતપુર તાલુકા પોલીસે મહેનત કરી પણ મળ્યો ૨૫૦ લીટર દેશી દારુ !!
૧૩૦ કિમીની ઝડપે પીછો કરી પોલીસે કાર
રોકી..કારનું ટાયર ફાટ્યું ને પકડાયો દેશી..
જેતલસર નજીકની ઘટના..રોડ પર ફિલ્મી દ્રશ્યો..કાર ચાલક અંતે નાશી છૂટ્યો !
જેતલસર તા.૨૯
આજે સવારના પહોરમાં જેતલસર નજીક ફિલ્મી ઢબે અજાણી કારનો પીછો કરી જેતપુર તાલુકા પોલીસે દેશી દારૂનો ૨૫૦ લીટર જથ્થો પકડી પાડી નાશી છુટેલા કાર ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકા પોલીસના મજનુંભાઈ મનાત. ઈશ્વરસિંહ રાણા, ઘનશ્યામભાઈ વીરડા, અશ્વિનભાઈ, ભીખુભાઈ વિગેરે આજે સવારે જેતલસર નજીક ચેકપોસ્ટ પર હતા ત્યારે જીજે ૧ એચ.એફ.૫૩૬૩ નંબરની શંકાસ્પદ કારને રોકવા પ્રયાસ કરતા કાર ચાલકે કારને બમણી સ્પીડમાં ભગાવી મૂકી હતી.
દરમિયાન તાલુકા પોલીસના ડ્રાઈવર ભીખુભાઈએ ૧૩૦ કિમીની ઝડપે પોલીસ વાન ચલાવી ભાગી રહેલી કારને પકડવા જાનના જોખમે પ્રયાસ કરતા આગળ દોડી રહેલી ઉપરોક્ત કારનું ટાયર અચાનક ફાટતા, કાર ચાલકે ડ્રાઈવિંગ પરનો કાબુ ગુમાવી બેસતા સાંકળીના પાટિયા પાસે કાર રોકાઈ ગઈ હતી અને ચાલક ખેતર વાતે હવામાં ઓગળી ગયો હતો.
બીજીબાજુ કાર ચાલકે શા માટે કાર ભગાવી ? તે વાતની જેતપુર તાલુકા પોલીસે તપાસ કરતા કારમાંથી રૂપિયા ૫૫૦૦ નો ૨૫૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે રૂપિયા ૧.૫૦ લાખની કાર કબજે લઇ, દેશી દારૂના ડીલર અને વિક્રેતાને પકડવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું મજનુંભાઈ જણાવે છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૧૨
જેતપુર નજીક કાર હડફેટે બાઈક સવારનું મોત..
જેતપુર નજીક કાર હડફેટે બાઈક સવારનું મોત..
જેતપુર તા.૨૯
આજે સવારે જેતપુરના પેઢલા નજીક પુરપાટ ઝડપે જતી કાર હડફેટે ચડી ગયેલા ખંભાલીડાના વૃદ્ધનું ઘટના સ્થળેજ કરુણ મોત થયું હતું. જયારે બાઈક ચાલકને નાની મોટી ગંભીર ઈજાઓ સાથે જેતપુરથી સારવાર માટે અન્યત્ર ખસેડેલ છે.
મળતી વિગતો મુજબ ગોંડલ તાલુકાના ખંભાલીડા ગામે રહેતો કોળી ભરત પ્રેમજી જાદવ(ઉ.વ.૨૮) આજે સવારે ૧૧ વાગ્યાની આસપાસ ગોંડલથી જેતપુરના પેઢલા ગામ તરફ જવા હાઈવે પરથી પેઢ્લાના રોડ પર જવા ગયો ત્યારે તેમના જીજે૩ એજે ૩૨૧ નંબરના હોન્ડાને રાજકોટથી ધોરાજી તરફ પુરપાટ ઝડપે જતી જીજે ૩ ડીએન ૮૫૮૩ નંબરની કાર ચાલકે હડફેટે લેતા બાઈકમાં ભરતની પાછળ બેઠેલા નરશીભાઈ વાલજીભાઈ સરવૈયા(ઉ.વ.૬૦)નું ઘટના સ્થળેજ કમકમાટીભર્યું મોત થયું હતું.
બનાવની જાણ થતાજ જેતપુર તાલુકા પોલીસના જમાદાર મજનુંભાઈ મનાત, જયવીરસિંહ રાણા, ઘનશ્યામ વીરડા વિગેરે પહોચી જઈ મૃતકની ડેડબોડી પીએમ માટે અત્રેની સરકારી હોસ્પીટલમાં ખસેડેલ.
જ્યારે ચાલક ભરતને ગંભીર ઈજાઓની સારવાર માટે જેતપુરથી અન્યત્ર ખસેડેલ છે. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે એ નોંધનીય છે કે, આ બનાવ બન્યો ત્યારે પેઢલાના સેવાભાવી હકાભાઇ ગઢવી શ્રીફળ અગરબત્તી લઈને મામાદેવના મંદિરે જતા હતા. પણ તેઓએ રાબેતા મુજબની સેવા કરી મૃતકને હોસ્પીટલે પહોચાડવા વધુ એક વખત જહેમત ઉઠાવી હતી તે હોસ્પિટલસૂત્રોમાં સરાહનીય બની હતી...
કશ્યપ જે. જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨જેતપુર નજીક કાર હડફેટે બાઈક સવારનું મોત..
જેતપુર નજીક કાર હડફેટે બાઈક સવારનું મોત..
જેતપુર તા.૨૯
આજે સવારે જેતપુરના પેઢલા નજીક પુરપાટ ઝડપે જતી કાર હડફેટે ચડી ગયેલા ખંભાલીડાના વૃદ્ધનું ઘટના સ્થળેજ કરુણ મોત થયું હતું. જયારે બાઈક ચાલકને નાની મોટી ગંભીર ઈજાઓ સાથે જેતપુરથી સારવાર માટે અન્યત્ર ખસેડેલ છે.
મળતી વિગતો મુજબ ગોંડલ તાલુકાના ખંભાલીડા ગામે રહેતો કોળી ભરત પ્રેમજી જાદવ(ઉ.વ.૨૮) આજે સવારે ૧૧ વાગ્યાની આસપાસ ગોંડલથી જેતપુરના પેઢલા ગામ તરફ જવા હાઈવે પરથી પેઢ્લાના રોડ પર જવા ગયો ત્યારે તેમના જીજે૩ એજે ૩૨૧ નંબરના હોન્ડાને રાજકોટથી ધોરાજી તરફ પુરપાટ ઝડપે જતી જીજે ૩ ડીએન ૮૫૮૩ નંબરની કાર ચાલકે હડફેટે લેતા બાઈકમાં ભરતની પાછળ બેઠેલા નરશીભાઈ વાલજીભાઈ સરવૈયા(ઉ.વ.૬૦)નું ઘટના સ્થળેજ કમકમાટીભર્યું મોત થયું હતું.
બનાવની જાણ થતાજ જેતપુર તાલુકા પોલીસના જમાદાર મજનુંભાઈ મનાત, જયવીરસિંહ રાણા, ઘનશ્યામ વીરડા વિગેરે પહોચી જઈ મૃતકની ડેડબોડી પીએમ માટે અત્રેની સરકારી હોસ્પીટલમાં ખસેડેલ.
જ્યારે ચાલક ભરતને ગંભીર ઈજાઓની સારવાર માટે જેતપુરથી અન્યત્ર ખસેડેલ છે. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે એ નોંધનીય છે કે, આ બનાવ બન્યો ત્યારે પેઢલાના સેવાભાવી હકાભાઇ ગઢવી શ્રીફળ અગરબત્તી લઈને મામાદેવના મંદિરે જતા હતા. પણ તેઓએ રાબેતા મુજબની સેવા કરી મૃતકને હોસ્પીટલે પહોચાડવા વધુ એક વખત જહેમત ઉઠાવી હતી તે હોસ્પિટલસૂત્રોમાં સરાહનીય બની હતી...
ફોટો અને સમાચાર હિતેશ સાવલિયા જેતજેતપુર પાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં રજુ થયેલ ૬૭ પ્રશ્નોમાંના ૧૩ પ્રશ્નોનો વિરોધ કરતા પાલિકના ૧૫ સદસ્યો ! વિરોધીઓમાં ૧૩ ભાજપના !!
જેતપુર પાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં રજુ થયેલ ૬૭ પ્રશ્નોમાંના
૧૩ પ્રશ્નોનો વિરોધ કરતા પાલિકના ૧૫
સદસ્યો ! વિરોધીઓમાં ૧૩ ભાજપના !!
જેતપુર પાલિકામાં કુલ ૪૨ સભ્યોમાં ૧૮ ભાજપના છે. અને આજે બેઠક દરમિયાન
ભાજપનાજ ૧૩ સહીત ૧૫ સદસ્યોએ ૧૩ પ્રશ્નોનો વિરોધ કરતા પાલિકા પ્રમુખ મુંજવણમાં !?
જેતપુર તા.૨૯ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર નવાગઢ નગર પાલિકાની આજે શુક્રવારે મળેલી જનરલ બોર્ડની બેઠક દરમિયાન ભાજપના પાલિકાના મહિલા પ્રમુખના સ્થાનેથી રજુ કરાયેલ ૬૭ પ્રશ્નોમાંના ૧૩ પ્રશ્નોનો ભાજપના ૧૩ અને ૨ અપક્ષ ઉમેદવારો એમ ૧૫ પાલિકા સદસ્યોએ જોરસોરથી વિરોધ ઉઠાવતા ભાજપના પાલિકા પ્રમુખ ઘડી-બેઘડી મુંજવણમાં મુકાઈ ગયા હતા.
મળતી વિગતો મુજબ આજે જેતપુર નવાગઢ નગર પાલિકાની જનરલ બોર્ડની મળેલી બેઠકમાં કુલ ૪૨ સદસ્યોમાંના ૩૫/૩૬ સદસ્યો હાજર રહ્યા હતા. બેઠક પહેલા અમુક જાણકાર વર્તુળોએ એવો ઈશારો વ્યક્ત કરેલ કે બેઠક તોફાની બની રહેશે. પણ આવું કઈ જોવા મળ્યું નહોતું.
બીજીબાજુ શહેરમાં હાથ ધરાઈ રહેલ અનેકવિધ વિકાસના કામો, બાકી રહેતા કામો અને અમુક ખર્ચાઓ પરત્વેના રજુ કરાયેલા કુલ ૬૭ પ્રશ્નોમાં ૧૩ પ્રશ્નોનો ભાજપના ૧૩ સહીત ૧૫ સદસ્યોએ ઉગ્ર વિરોધ કર્યો હતો.
જે પ્રશ્નોનો વિરોધ કરાયો તે જોઈએ તો (૧) ધારેશ્વર પાણીનો બળી ગયેલ સબમર્શીબલ પંપ રીપેર કરવા મળેલ રૂ. ૨ લાખ ૪૭૫૦ ના કવોટેશનની વાત, (૨) ભાદર ડેમ ઉપર ખરાબ થયેલ એચપી પંપને રીપેર કરાવવાનો રૂ.૪૬ હજારનો ખર્ચ, (૩) ધોરાજી રોડ પરના સાર્વજનિક પ્લોટ તેમજ બાજુની ફાજલ જગ્યામાં ૫૯૨ ચો.મી. જગ્યામાં ઈ.એસ.આર.(પાણીની ટાંકી) બનાવવા બાબતે, (૪) નવાગઢમાં પાલિકા હસ્તકની પંચાયતની જમીનમાં પાણીની ટાંકી બનાવવી વિગેરે કામો, (૫) ફિલ્ટર પ્લાન્ટ ઉપર આવેલ ઉજડપ્પા ટાંકી ભરવા માએની ૧૨૦ એચપી મોટર રાખવા માટે ફાઉન્ડેશન કાપી નવા એસએસના નવા બોલ્ટ નાખી નવું ફાઉન્ડેશન ભરવા સહિતના કામો, (૬) ફિલ્ટર પ્લાન્ટ ઉપરના પંપ હાઉસમાં મોટરના ફૂટવાલ અને બેરલ વી. ખર્ચના રૂ.૧૫૦૦૦, (૭) ઊજડપ્પા ટાંકી રીપેરીંગ ના રૂ.૬૦૦૦, (૮) ધારેશ્વરથી નીકળતી ૪૫૦ મીમીની ડાયાની પાઈપલાઈન ઉપર કોન્ક્રીટ કરવાના રૂ.૪૩૮૦૦ નો ખર્ચ, (૯) શહેરી વિસ્તારમાં જુદા જુદા માલસામાન ખરીદવાની જરૂરીયાત હોય રૂપિયા ૧૨૦૦૦ મંજુર કરવા અંગે, (૧૦) આઉટ સોર્સીન્ગથી મેં પાવરની સેવા માટે ત્રીજા પ્રયત્નથી આવેલ ભાવોના પ્રકરણમાં નવેસરથી જાહેરાત આપી ભાવો મેળવવા વી બાબતે. (૧૧) જુના રાજકોટ હાઈવે રોડ પર લોખંડની ૪૫૦ મીમી ની પાઈપલાઈન કાપવા માટેના રૂપિયા ૭૦૦૦ નો ખર્ચ, (૧૨) પાણી પુરવઠાના કામે ફિલ્ટર પ્લાન્ટ ખાતેની મોટર રીપેરીંગ કરવાના રૂ.૭૦૦૦ ના ખર્ચ અંગે, (૧૩) ભાદર ડેમ ઉપર સબમર્શીબલના રીવાઈન્ડીંગ કામના રૂ.૬૫૦૦૦ અને વધારાના ૧૫૦૦૦ ખર્ચ મંજુર કરવા વિગેરે બાબતોનો વિરોધ કરાયો હતો.
વિરોધ કરનારા સદસ્યોમાં કોણ કોણ ?
જેતપુર: આજની બેઠક દરમિયાન રજુ થયેલા પ્રશ્નોમાં ૧૩ પ્રશ્નોનો વિરોધ વ્યક્ત કરનારાઓમાં
રાજેશ ઉસદડિયા, સુરેશ સખરેલીયા, અરવિંદ વણઝારા, અશોક મંગલાણી, બટુક સાકરિયા, ગોપાલ ડોબરિયા, દિલીપ વડાલીયા, મહેશ ભડેલીયા, રમાબેન મકવાણા, વિજયાબેન બરવાળીયા, પ્રભાબેન આંબલીયા, રમાબેન સરવૈયા, કંચનબેન વોરા, કંચનબેન લુણાગરિયા તથા ગીતાબેન રાઠોડનો સમાવેશ થતો હોવાનું સદસ્ય અરવિંદ વણઝારાએ જણાવ્યું હતું.
અન્ય મહત્વના પ્રશ્નો બહાલી માટે રજુ
જેતપુર: પાણી ફી તથા નળ કનેક્શન ડીપોજીટમાં વધારો કરવા અંગે, બંધ પડેલ લોડરને રીપેર કરવાના ખર્ચ અંગે, જાહેરાતો માટેના હોલ્ડીંગ બોર્ડ વિગેરે માટે કરારી કંપનીના રીટર્ન થયેલ ચેકની વાતમાં વકીલ રોકવા અંગે, જન્મ મરણની કામગીરી માટે ચાર કર્મીઓ નક્કી કરવા, સેનિટેશન શાખામાં ખાલી પડેલી જગ્યા ભરવા તેમજ સેટઅપ વધારવા, તેમજ સફાઈ કામદારો તેમજ સફાઈ કોન્ટ્રાકટ આપવા અંગે, ગણેશ ઉત્સવ દરમિયાન તરવૈયા રોકવા અંગે, પાલિકાના ફિલ્ટર પ્લાન્ટની પડી ગયેલી દીવાલ બનાવવા અંગે, મૃત પશુની કામગીરી કરનારને ડીપોજીટ જપ્ત કર્યા બાદ તફાવતની રકમ ચુકવવા અંગે, પાલિકાની વેબસાઈટ ચલાવવાનો ખર્ચ મંજુર કરવા અંગે, ફાયર બ્રિગેડ શાખામાં સુરક્ષાના પ્રસાધનો ખરીદવા અંગે, પાલિકા કચેરીની સુરક્ષા માટે ઉચિત સાધનો ઉપલબ્ધ કરવા અંગે, કારોબારી સમિતિની પસંદગી સમિતિની રચનામાં સુધારો કરવા અંગે, સરદાર પાર્કમાં નાસ્તાગૃહના કરારનો અંત લાવી ચીડિયા ઘર અને એમ્યુંઝન પાર્ક બનાવવા અંગે, દલિત અને હિંદુ સ્મશાનગૃહ વચ્ચેની દીવાલનો ખર્ચ મંજુર કરવા બાબતે, લાઈબ્રેરી માટે રૂપિયા ૧ લાખ મંજુર કરવા બાબતે, હિંદુ સ્મશાનમાં ઓટા બનાવી જુદી જુદી મૂર્તિઓ રાખવાના મળેલા એસીમેન્ટનું કામ મંજુર કરવા, ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ સુત્રોની માંગ મુજબ ઔધોગિક વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો ઉભી કરવા, જેતપુર યાર્ડમાં પાલિકાના એક સભ્યની નિયુક્તિ કરાવવા, બગીચામાં વિવિધ સાધનો ફીટ કાર્ય તે ખર્ચ મંજુર કરવા,ગર્લ્સ સ્કુલમાં શૌચાલય બનાવવા અંગે, બગીચામાં આવારા તત્વોથી બચવા બસ સ્ટેન્ડ બાજુની દીવાલ ઉંચી લેવા, વી પ્રશ્નોને મંજુર કરવા આજની બેઠકમાં મુકાયા હતા.
ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર
ગુરુવાર, 28 જાન્યુઆરી, 2016
અવસાન નોંધ જેતપુર 28-1-2016
JETPUR SHAHER TALUKANA VIVIDH VARTMAAN : KASHYAP JOSHI JETPUR JETALSAR
લોહાણા સમાજ જેતપુરનું ગૌરવ
જેતપુર: શહેરની સેવાભાવી સમર્પણ ગ્રુપ દ્વારા તાજેતરમાં તેમના 21 માં
પ્રવેશોત્સવ દરમિયાન વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જલારામ ન્યુઝ એજન્સી(નવાગઢ)ની પુત્રી કૃપાલીએ દેશભક્તિ ગીતમાં
પ્રથમ અને ચિત્ર સ્પર્ધામાં તૃતીય નંબર મેળવી શહેર અને લોહાણા સમાજનું
ગૌરવ વધાર્યું છે. (કૃપાલીનો ફોટો પણ ઈમેઈલમાં સામેલ છે.)
પેઢલાની શાળામાં સોશિયલ સાયન્સ
એક્ઝીબીશન યોજાયું
જેતલસર : જેતલસર નજીકના પેઢલાની ધવલ સ્કુલમાં સોશિયલ સાયન્સ એક્ઝીબીશન
યોજાયું હતું. જેમાં ઉપસ્થિત વિદ્યાર્થી ભાઈ બહેનોને રાજેશભાઈએ વિજ્ઞાન વિશેની વિગતવાર માહિતીઓ પીરસી હતી. તેઓએ વોલ્કેનો બાયોરીજર્વ અને વાઈલ્ડ લાઈફ સેન્ચુરી વિશે પણ સહ્પ્રદર્શન માહિતીઓથી છાત્રોને વાકેફ કર્યા હતા.. (ફોટો : કશ્યપ જોશી - જેતલસર )
પેઢલાના છાત્રોનું કુસ્તી સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન
જેતલસર : જેતલસર નજીકના પેઢલાની ધવલ સ્કુલમાં તાજેતરમાં જીલ્લા કક્ષાની કુસ્તી
સ્પર્ધા યોજાઈ હતી. ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલ આ સ્પર્ધામાં ધવલ શાળાના નીખીલ
ચોવટિયા(દ્વિતીય), જયવીર ભુવા, દર્શ માલવિયા અને મિત બંકાએ (તૃતીય) નંબરો મેળવી શાળાનું ગૌરવ વધારતા સંસ્થાના એમડી દિનેશ ભુવા અને હિતેશભાઈ ભુવા સહિતના શાળા પરિવારે વિજેતાઓને બિરદાવ્યા હતા. (ફોટો : કશ્યપ જોશી - જેતલસર )
જેતપુરમાં આઉટ સોર્સિંગના કામો માટેના ટેન્ડરોમાં
મળેલા નીચા ભાવો મંજુર કરવા રજુઆતો..
જેતપુર તા.28
જેતપુર નવાગઢ નગર પાલિકા દ્વારા દર વર્ષે આઉટ સોર્સિંગના કામો માટે ટેન્ડર બહાર પડાય છે. આ વર્ષે પણ બહાર પડાયેલ ટેન્ડરોમાં પાંચ કંપનીના ટેન્ડરો મળ્યા છે. જેમાં સૌથી નીચા ભાવો હોય તે કંપનીના ભાવો મંજુર કરવા પાલિકા સદસ્ય અશોક મંગલાણીએ માંગ દોહરાવી છે.
આ બાબતે અશોકભાઈનું કહેવું છે કે શહરેમાં આઉટ સોર્સિંગના કામો માટે પ્રતિ વર્ષ બહાર પડાતા ટેન્ડરમાં જેમના નીચા ભાવો હોય તેઓનું ટેન્ડર પાસ કરી, પાલિકાના હિતને ધ્યાનમાં લેવાય તે જરૂરી છે. કારણ આ વાતમાં ગેરરીતી થઇ શકે છે. તે એટલા માટે કે પાલિકાના આ ટેન્ડર માટે ભાવો મોકલનાર પાંચ સંસ્થાઓ પૈકીની ગ્રેવમોર, સકસેસ અને સેક્યુરેડ એમ ત્રણેય સંસ્થાઓએ ભાવોમાં ઈએસઆઈ તેમજ પીએફની રકમ ભરેલી નાં હોય આ ત્રણેય સંસ્થાઓ આપોઆપ ગેરલાયક ઠરાવી શકાય. (કશ્યપ જોશી જેતપુર )
લોકસભાના સ્પીકરનું જેતપુર પાલિકા પ્રમુખે કર્યું સન્માન
જેતપુર : તાજેતરમાં અમદાવાદ ખાતે સ્માર્ટ સીટી તથા રોડ રસ્તાની સમજ માટે એક કાયક્રમ યોજાયો હતો. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે લોકસભાના સ્પીકર તેમજ અતિથી તરીકે રાજકોટના ધનસુખ ભંડેરી હાજર રહ્યા હતા. આ તકે રાજ્યબહારની મહાનગર પાલિકાઓના મેયર, ડેપ્યુટી મેયર અને નગરપાલિકાના પ્રમુખોની હાજરીમાં સુમિત્રા મહાજનનું દ્વારકા પાલિકા પ્રમુખ અને જેતપુર પાલિકા પ્રમુખ શારદાબેન બારોટ દ્વારા મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. (ફોટો : કશ્યપ જોશી - જેતપુર )
જેતપુરની શાળાએ પ્રજાસત્તાક પર્વ સાથે
રક્તદાન કેમ્પ-ચેસ સ્પર્ધા યોજી
જેતપુર : શહેરની અંકુર શાળામાં પ્રજાસત્તાક પર્વની સાથે રક્તદાન કેમ્પ અને ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાબતે વિગતો આપતા શાળાના હર્ષદભાઈ અને ભદ્રેસભાઈ મહેતાએ જણાવેલ કે પ્રતિ વર્ષના આયોજન વર્ષે પણ પ્રજાસત્તાક પર્વના દિવસે સૌપ્રથમ ધ્વજવંદન બાદ જેતપુર બ્લડ બેંક અને રાજકોટની ફિલ્ડ માર્શલ બ્લડ બેન્કના સહયોગ વચ્ચે રક્તદાન કેમ્પના આયોજનમાં 50 લોકોએ રક્તદાન કર્યું હતું.
જયારે શાળાના છાત્રો વચ્ચે યોજાયેલ ચેસ સ્પર્ધામાં હર્ષા ખુહાં અને વિશાલ મકવાણાએ પોતાના તેજસ્વી મગજ સાબિત કરી પ્રથમ નંબરો મેળવ્યા હતા. (ફોટો : કશ્યપ જોશી જેતપુર)
ગુજ.પ્રદેશ પિયત સહભાગી
સહકારી મહાસંઘના હોદેદારો
જેતલસર: તાજેતરમાં ગુજરાત પ્રદેશ પિયત સહભાગી સહકારી મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ કાનજીભાઈ ગોરધનભાઈ રાદડિયા(અકાળા, જેતલસર પંથક, તા.જેતપુર)ની રાહબારી તળેખેડાના આણંદ ખાતે એક બેઠકમાં અરવલ્લી સહિતના 17 જીલાઓને પ્રતિનિધિત્વ અપાયું હતું. જેમાં જામ જસવંતસિંહ નટવરસિંહ(ઉપપ્રમુખ-મધ્ય ગુજરાત), મંત્રી તરીકે ઉત્તર ગુજરાત સાબરકાંઠાના પટેલ બાબુભાઈ મોતીદાસભાઈ,ને તેમજ નટવરસિંહ એસ.પરમાર(સહમંત્રી-ઉ.ગુ.) તથા કારોબારી અધ્યક્ષ તરીકે પટેલ કાન્તિલાલ મણીલાલ((સાયરા) વિગેરેની નીમણુંકો કરવામાં આવી હતી.
(KASHYAP JOSHI)
સરધારપુર ગામે નબળા રોડકામની રાવ
જેતપુર : જેતપુર તાલુકાના સરધારપુર ગામે અનુસુચિત જાતી વિસ્તારમાં સીસી રોડ
નબળો થયો હોવાની જમન દેસા રાઠોડે જેતપુરના ટીડીઓને ફરિયાદ કરી છે.
(KASHYAP JOSHI)




























