LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
બુધવાર, 9 સપ્ટેમ્બર, 2015
જેતપુરના વીરપુર, પીઠડીયા, કાગવડની ગામોની ગુપચાપ મુલાકાતથી સર્વત્ર અચરજ
કોઠાસૂઝ, વેપારની !
યે...આરામ કા મામલા હૈ !
અવસાન નોંધ જેતલસર
મંગળવાર, 8 સપ્ટેમ્બર, 2015
શ્રીનાથજી કોટેક્ષ પ્રાઈવેટ લી.નામની જીનીંગ મિલને સીલ કરતુ દેનાબેંક તંત્ર ! કશ્યપ જે. જોશી જેતપુર
સોમવાર, 7 સપ્ટેમ્બર, 2015
જેતપુરમાં ધૂમ મચાવતા મનોરંજક લોકમેળાનો આજે છેલ્લો દિવસ
રવિવાર, 6 સપ્ટેમ્બર, 2015
શનિવાર, 5 સપ્ટેમ્બર, 2015
ભૂચર મોરીમાં શહિદોને શ્રધ્ધાંજલી અર્પતા આનંદીબેન
ભૂચર મોરીમાં શહિદોને શ્રધ્ધાંજલી અર્પતા આનંદીબેન
>
> ધ્રોલ - જામનગર : રાજપૂતોના શૌર્ય, બલીદાન અને સંસ્કૃતિના ભવ્ય ભુતકાળની ઝાંખી કરાવતી વિર શહીદોની ભુમિ 'ભૂચર મોરીમાં' આજે મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં શહિદ શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભૂચર મોરી શહિદ સ્મારક ધ્રોલ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આવા શૌર્યભર્યા કાર્યક્રમમાં ગુજરાત રાજયના માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં અશ્વ દોડ, તલવાર બાજી, રાજપૂત કન્યાઓ દ્વારા શૌર્ય રાસ, ભૂચર મોરીના શહીદોની શૌર્ય ગાથાનું કથન, ધો.૧૦ અને ૧ર માં સમગ્ર સૌરાષ્ટ્રમાં મેરીટમાં પ્રથમ ક્રમાંકે આવેલા રાજપૂત વિદ્યાર્થીઓનું સિલ્વર મેડલથી સન્માન, વિશેષ સન્માન શ્રી એન.કે.જાડેજા રાજપૂત કન્યા છાત્રાલય તથા બાશ્રી હિરાબા રામસિંહજી જાડેજા કન્યા છાત્રાલય-જામનગર કન્યા છાત્રાલયના દિકરીબાઓનું સન્માન કરાયુ હતુ. આ તકે રાજવી પરિવારના ફોટોગ્રાફર ભરતભાઇ જોષીના ફોટોનું પ્રદર્શન યોજાયુ હતુ. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રીશ્રી આનંદીબેન પટેલ, કેબીનેટ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ભાજપના પ્રદેશ પ્રવકતા અને સ્વર્ણિમ ગુજરાત અમલીકરણ સમીતીના ચેરમેન શ્રી આઇ.કે.જાડેજા, ભરતસિંહ પરમાર, પ્રદીપસિંહ વાઘેલા, ચંદનસિંહ રાજપૂત, પ્રદ્યુમનસિંંહ જાડેજા (ધ્રોલ) અને નરેન્દ્રસિંહ જાડેજા (લૈયારા) સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ડો. જયેન્દ્રસિંહ જાડેજા મેનેજીંગ ટ્રસ્ટી, શ્રી પી.ટી. જાડેજા -પ્રદેશ અધ્યક્ષ, શ્રી હનુમંતસિંહ જાડેજા કન્વીનર વિશ્વ રાજપૂત સંઘ, શ્રી દિપકસિંહ ઝાલા પ્રદેશ કા. અધ્યક્ષ, રૂદ્રદત્તસિંહ વાઘેલા પ્રદેશ મહામંત્રી, અર્જુન દેવસિંહ પ્રદેશમંત્રી, વિશુભા ઝાલા પ્રદેશ મહામંત્રી, ગોપાલસિંહ જાડેજા (ટ્રસ્ટી ભૂચર મોરી શહીદ સ્મારક), નિર્મળસિંહ જાડેજા (કન્વીનર), રમજુભા જાડેજા , રાજેન્દ્રસિંહ વાઘેલા, ઇન્દ્રજીતસિંહ પરમાર, ગીરીરાજસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા પ્રમુખશ્રી રાજકોટ જીલ્લા સહિતના ગુજરાત રાજપૂત યુવા સંઘના અસંખ્ય કાર્યકરો જહેમત ઉઠાવી હતી. તેમ બળદેવસિંહ ગોહિલની યાદીમાં જણાવાયુ છે. (ફોટો : પ્રાદેશિક માહિતી કચેરી - રાજકોટ - ગુજરાત રાજ્ય )


































