અનુયાયીઓ

શનિવાર, 28 માર્ચ, 2015

JUGAR DARODO KASHYAP JOSHI JETALSAR

KASHYAP JOSHI JETALSAR

AVSAN NONDH JETALSAR KASHYAP JOSHI JETPUR JETALSAR અવસાન નોંધ : જેતલસર : તા : 28-3-2015

અવસાન નોંધ : જેતલસર : તા : 28-3-2015
--------------------------------------------------------------------------
જેતલસર : જુનાગઢ નિવાસી નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ જટાશંકરભાઈ મુળજીભાઈ મહેતા(ઉ.વ.89) તે ભાનુભાઈ અને દિનેશભાઈના ભાઈ, શૈલેશભાઈ ફૂલશંકરભાઈ જોશી(રેલ્વે કો.ઓ. જેતલસર જંકશનના મેનેજર) ના કાકાજી સસરા તા.28 ના રોજ અક્ષરવાસ થયેલ છે. પ્રાર્થનાસભા તા.30 ના રોજ, સાંજે 4 થી 6, નાથે ઉનેવાળ બ્રહ્મસમાજ વાડી, ગાંધીગ્રામ, જુનાગઢ ખાતે રાખેલ છે.
કશ્યપ જે. જોશી જેતલસર 9974262812 

ટ્રેક્ટર વેરાવળ-પુના રૂટની ટ્રેન હડફેટે ચડી જતા ડ્રાઈવર સહીત 2 પરપ્રાન્તિયોના મોતથી અરેરાટી

જેતપુરના પીઠડીયા પાસે 54-સી. રેલવે ફાટક ઓળંગવા ગયેલ 
ટ્રેક્ટર વેરાવળ-પુના રૂટની ટ્રેન હડફેટે ચડી જતા 
ડ્રાઈવર સહીત 2 પરપ્રાન્તિયોના મોતથી અરેરાટી 
જેતપુર તા.28
આજે સવારે જેતપુરના પીઠડીયા પાસ એક રેલવેની ફાટક ઓળંગવા પસાર થયેલ ટ્રેક્ટર ટ્રેનની હડફેટે આવી જતા ટ્રેક્ટર ચાલક સહીત મજુર જેવા જણાતાં  બે પરપ્રાંતિયોના ઘટના સ્થળેજ કમકમાટીભર્યા મોત થયા હતા.
બનાવની મળતી વિગતો મુજબ વેરાવળ પુના રૂટની 11087 નંબરની ટ્રેન આજે 10-32 વાગ્યે જેતપુરના પીઠડીયા નજીક પહોંચી ત્યારે રેલવેની 54-સી. નંબરની ફાટક ઓળંગી રહેલ જીજે-3 એસએસ -1367 નંબરનું ટ્રેક્ટર હડફેટે ચડી જતા ટ્રેક્ટર ચાલક અને તેની સાથે રહેલ એક એમ બે મજુરો જેવા જણાતાં પરપ્રાંતિય શખ્શોના ઘટના સ્થળેજ કરુણ મોત થયા હતા.
બનાવની પીઠડીયા ના તલાટી મંત્રી રણજીતભાઈ ધાધલે રેલવે પોલીસ અને વીરપુર પોલીસને જાણ કરતા, રેલવેનાં ડીએસપી આર.કે.વર્મા, જેતલસર રેલવેના પીએસઆઈ પ્રેમચંદ, જેતલસર રેલવેના અધિકારી અજયકુમાર(એઈએન), વીરપુર પોલીસના ફોજદાર જાડેજા, રેલ્વે પોલીસના રાઈટર જાડેજા, એલઆઈબી ના વિક્રમભાઈ હુદડ, યુસુફભાઈ વિગેરે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઇ, મૃતકોની લાશ ને તે જ ગાડીમાં વીરપુર સરકારી હોસ્પીટલે ખસેડી હતી. 
પીઠડીયાના તુફણીયા હનુમાન મંદિર સામેની રેલવે ફાટક પર બનેલા આ કરુણ બનાવ બાદ રેલવે અને વીરપુર પોલીસે મૃતકોની ઓળખવિધિ માટેની કવાયત આદરી છે. પોલીસનું કહેવું છે કે બંને પરપ્રાંતીય અથવાતો ગોધરા બાજુના અને મજુર જેવા જણાય છે. 
બનાવ સમયે હાજર રહેલ એલઆઈબીના વિક્રમભાઈ હુદડે જણાવેલ કે વેરાવળ પુના રૂટની ગાડી સાથે બનેલા આ અકસ્માત બાદ રેલવેના નિયમો મુજબ તે જ ગાડીમાં મૃતકોને વીરપુર ખસેડવાની કાર્યવાહી દરમિયાન આ ટ્રેન 50 મિનીટ મોડી થઇ હતી. પણ મુસાફરોએ મૃતકોનો બાઅદબ મલાજો જાળવવામાં સહકાર આપ્યો હતો.
ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર 9974262812


શુક્રવાર, 27 માર્ચ, 2015

નજીવી બાબતે ગોંડલ મહિલા પોલીસની ધરારીના વિરોધમાં જેતપુરની મહિલા આગેવાનોનું પોલીસને આવેદન..

નજીવી બાબતે ગોંડલ મહિલા પોલીસની ધરારીના વિરોધમાં 
જેતપુરની મહિલા આગેવાનોનું પોલીસને આવેદન..
જેતપુર તા.27
જેતપુરમાં નજીવી બાબતે બે પાડોશી મહિલાની તકરાર બાદ સમાધાન થઇ ગયું હોવા છતાં મહિલા હેલ્પલાઈનમાં કરાયેલી ફરિયાદની વાતમાં ગોંડલના એક મહિલા પોલીસ દ્વારા ધરાહાર પોલીસ ફરિયાદનો આગ્રહ રખાતા આ વાતના વિરોધમાં શહેરના મહિલા આગેવાનોએ રેલી યોજી સ્થાનિક પોલીસને આવેદન આપ્યું હતું.
આ અંગેની વિગતો મુજબ જેતપુરના ભાદરના સમા કાંઠા વિસ્તારમાં રહેતા રેખાબેન પ્રકાશભાઈ બગડા અને પાડોશી મીનાબેન ધનજીભાઈ રાઠોડ વછે નજીવી વાતમાં ચકમક ઝરતા રેખાબેને મહિલા હેલ્પ લાઈન નંબર 181 ની સેવાનો ઉપયોગ કર્યો હતો.
દરમિયાન ગોંડલ પોલીસના મહિલા પોલીસ ઝાલાએ મારતે ઘોડે જેતપુર દોડી આવી તપાસ આદરી તે વખતે રેખાબેનને ધરાહાર પોલીસ ફરિયાદ માટે મજબુર કરાયા હતા. આવા સમયે જેતપુર નગર પાલિકાના મહિલા સદસ્ય શારદાબેન વેગડાએ રેખા અને મીના વચ્ચે સમાધાન થઇ ગયું હોય હવે પોલીસ ફરિયાદનો કોઈ અર્થ ન હોવાની વાત દોહરાવી હોવા છતાં ઉક્ત મહિલા પોલીસ ટસના મસ નાં થતા આ મામલો પોલીસ દફતરે પહોંચ્યો હતો.
આ વાતના વિરોધમાં એટલેકે એક બાજુ સરકાર નારી સુરક્ષાની વાતો કરે છે અને બને તેટલા બનાવોને સમાધાનોમાં ફેરવવાને બદલે માથે ઉભા રહી પોલીસ ફરિયાદમાં બળજબરી આચરવામાં આવે તો આમાં નારી ક્યાંથી સુરક્ષિત બને ? તેવા સવાલો સાથે શારદાબેન વેગડા, સહેનાઝ્બેન બાબી વિગેરે મહિલા આગેવાનોની આગેવાની તળે મહિલાઓની મોટી સંખ્યાએ રેલી યોજી, શહેર પોલીસ થાણે દોડી જઈ પીઆઈ ગોહિલને એક આવેદન સુપરત કરી, ગોંડલના મહિલા પોલીસ સામે શિક્ષાત્મક પગલા ભરવાની માંગ દોહરાવી હતી.

કશ્યપ જોશી  જેતપુર 9974262812 


મંગળવાર, 24 માર્ચ, 2015

JETALSAR : JETPUR COURT DWARA KHEDUTNE 2 MAHINAANI SAJA KASHYAP JOSHI JETALSAR

જેતપુરના લુણાગરા ગામે વીજ કર્મીને ફરજમાં રુકાવટ ઉભી કરી 
મારી નાખવાની ધમકી આપનાર ખેડૂતને 2 મહિનાની સજા ફટકારતી જેતપુરની કોર્ટ 
જેતપુર તા.24
જેતપુર તાલુકાના લુણાગરા ગામે આજથી 3 વર્ષ પહેલા એક વીજ કર્મચારીને ફરજમાં રુકાવટ ઉભી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર એક ખેડૂતને જેતપુરની કોર્ટે ગઈ કાલે 2 મહિનાની સજા અને રૂપિયા 500 નો દંડ ફટકાર્યો હોવાનું સરકારી વકીલ ડી.બી.પંચાલે જણાવ્યું હતું.
આ બાબતે મળતી વિગતો મુજબ જેતપુર વીજ કંપનીની ગ્રામ્ય પેટા વિભાગ કચેરીના સર્વેયર ડાયાભાઇ લખમણભાઈ ભુવા આજથી 3 વર્ષ પહેલા એટલેકે તા. 19-5-2012 ના રોજ જેતપુર તાલુકાના લુણાગરા ગામે એચવીડી-5 ફીડરનું અન્ય સ્ટાફ સાથે કામકાજ કરી રહ્યા હતા.
ત્યારે કેશુ ભૂરા ભૂવાના પુત્ર રસિક કેશુએ લોખંડનો પાઈપ લઈને ડાયાભાઇ પાછળ દોડી, ફરજમાં રુકાવટ ઉભી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ડાયાભાઇ સહિતનો વીજકંપનીનો સ્ટાફ ગામમાંથી ચાલ્યો ગયો હતો.
દરમિયાન વીજકર્મી ડાયાભાઇએ વીરપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રસિક કેશુ સામે 504, 506(2), 186 અને જીપીએક્ટ ની કલમ 135 મુજબ ગુનો નોંધી ધોરસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજીબાજુ પોલીસે પૂરતા પુરાવાઓ સાથે ચાર્જશીટ કોર્ટમાં રજુ કરેલ. જે બનાવનો કેઈસ ગઈકાલે મીન જ્યુડી.મેજી.ફ.ક. ડી.જે.રાજપૂત(જેતપુર)ની કોર્ટમાં ચાલી જતા, એપીપી ડી.બી.પંચાલની દલીલોને ધ્યાને લઇ જજ રાજપૂતે આરોપી રશિક કેશુને આઈપીસી કલમ 186 માં તકસીરવાન ઠેરવી 2 માસની સજા અને રૂપિયા 500 નો દંડ તેમજ દંડ નાં ભરે તો 15 દિવસની સજાનો હુકમ કર્યો હતો. કોર્ટસુત્રોએ જણાવેલ કે હાલતા ચાલતા સરકારી કર્મચારીઓની ફરજમાં રુકાવટ કરનાર તત્વો માટે આ ચુકાદો લાલબત્તી સમાન ગણાવી શકાય.
કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર 9974262812

સોમવાર, 23 માર્ચ, 2015

JETPURMA SHAHID DIN NIMITTE PUSHPAANJALI YOJAAYEE..KASHYAP JOSHI JETPUR JETALSAR

આજે 23 મી માર્ચ ને શહીદ દિન નિમિત્તે જેતપુર ખાતે શિવાજી ચોકમાં રાષ્ટ્રીય  સેવક સંઘ (આરએસએસ) દ્વારા વીર સપુતોને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં જાહેર જનતાએ લાભ લીધો હતો.I 

KASHYAP JOSHI JETPUR JETALSAR 9974262812

 

 

રવિવાર, 22 માર્ચ, 2015

જેતપુરના દેરડી રોડ પરથી માનવ જેવું કંકાલ મળી આવતા ચકચાર પૂર્ણ



જેતપુરના સાડી કારખાનામાં ભેદી રીતે કિશોરના મોતથી ચકચાર 

જેતપુર તા.22

ગઈ કાલે જેતપુરના એક સાડી કારખાનામાં મોતને ભેટેલા એક કિશોરના બનાવે સર્જેલા ભેદભરમના આટાપાટા વિંધવા પોલીસે કવાયત આદરી છે.

 મળતી વિગતો મુજબ ગઈ મોડી રાત્રીના જેતપુરના ભાદરના સામા કાંઠા વિસ્તારમાં આવેલ શિયારામ નામના સાડી કારખાનામાં રહેતા કોળી 

વિશાલ  મનસુખભાઈ મકવાણા (..15) ની ડેડબોડી પીએમ માટે અહીની સરકારી હોસ્પીટલમાં ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબોએ   બારાની  શહેર પોલીસને જાણ કરી હતી.

બીજીબાજુ સરકારી હોસ્પિટલ ના મેડીકલ ઓફિસર ડોક્ટર કૌશિક ધીરજલાલ ઢોલરીયાએ વિશાલના મૃતદેહનું પીએમ કરી વિશેરા લઇ વિશેષ ચકાસણી માટે રાજકોટ મેડીકલ કોલેજ તરફ મોકલ્યા છે. હોસ્પિટલ મેદાનમાં વીજ શોક લાગવાથી વિશાલનું મોત થયાની ચર્ચાઓ બાબતે પૂછપરછ દરમિયાન ડો.ઢોલરીયાએ જણાવેલ કે વિશાલનું મોત વીજશોક થી તો થયુજ નથી પણ તેના મોતનું ચોક્કસ કારણ જાણવા વિશેરા રાજકોટ મોકલાયા હોય, પીએમ રીપોર્ટમાં ડેથ ઓફ કોઝ આવી જશે

બાબતે જે હોય  તે પણ ભેદભરમના આટાપાટા સર્જનાર બનાવને ભોમાં ભંડારી દેવાની કવાયાતોને ફગાવી પોલીસે ધોરણસરની તપાસ હાથ ધરી છે.  

કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812

 

 

જેતપુરના દેરડી રોડ પરથી માનવ જેવું 

કંકાલ મળી આવતા ચકચાર 

જેતપુર તા.22

આજે સાંજે જેતપુરના દેરડી રોડ પરથી એક માનવ જેવું જણાતું માનવ કંકાલ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે કંકાલ કબજે કરી તેના પ્રુથકરણની વિધિ હાથ ધરી છે.

શહેરભરમાં ચકચાર  જગાડનાર બનાવની મળતી વિગતો મુજબ જેતપુરના દેરડી રોડ  પાંજરાપોળની ઘાંસની વીડીમાં માનવ ખોપડી પડી હોવાની જાણ પરથી ઇન્ચાર્જ પીઆઈ સંઘાણી સહિતનો પોલીસ કાફલો દેરડી રોડ પર દોડી જતા એક ખોપડી અને છુટા છુટા અસ્થીઓ મળી આવતા પોલીસે તે કબજે લઇ જેતપુરની સરકારી હોસ્પીટલે લઇ ગયા  હતા. જ્યાંથી ફરજ પરના તબીબી સુત્રોએ અસ્થીઓ ખરેખર માનવના છે કે કેમ ? તેની ચકાસણી માટે રાજકોટ ફોરેન્સિક લેબોરેટરી તરફ મોકલ્યા છે. હાલ  માનવ જેવા જણાતાં કંકાલની તપાસ  ફોજદાર જાડેજાએ હાથ ધરી છે.  

કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812

 

 

 

 

 

જેતપુરમાં BAPS સત્સંગ મંડળના 60 સ્વયં સેવકોએ એસટી બસસ્ટેન્ડ સાફ કર્યું

સરકારના સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થવા 
જેતપુરમાં BAPS સત્સંગ મંડળના 60 
સ્વયં સેવકોએ એસટી બસસ્ટેન્ડ સાફ કર્યું 
જેતપુર તા.22
આજે જેતપુર શહેરના એસટી બસ સ્ટેન્ડમાં  બીએપીએસ સત્સંગ મંડળ દ્વારા સાફસફાઈ અભિયાન હાથ ધરાયું હતું.
સવારના 9 વાગ્યે ગોંડલથી પધારેલા અમૃતચરણદાસ  સ્વામી તથા સત્સંગપ્રિયદાસ સ્વામી સહિતના હરી ભક્તોએ એસટી ડેપો સુત્રોની હાજરીમાં સ્વચ્છતા અભિયાન પ્રોજેક્ટનું દીપ પ્રાગટ્ય કર્યું હતું. ત્યારબાદ બીએપીએસ સ્વામીનારાયણ મંદિર જેતપુરના 60 હરિભક્તો-સ્વયંસેવકો આખા બસસ્ટેન્ડને પાણીથી ધોઈ, પાન-પિચકારીના ડાઘો ઘસી ઘસીને કાઢી ખરા અર્થમાં વાંકુ વળીને કે પેન્ટના પાઈશા બેવડા વાળવામાં જરા પણ નાનપ અનુભવ્યા વગર સુંદર સ્વચ્છતા હાથ ધરી હતી.
કશ્યપ જે. જોશી   જેતપુર જેતલસર 9974262812