સરકારના સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થવા
જેતપુરમાં BAPS સત્સંગ મંડળના 60
સ્વયં સેવકોએ એસટી બસસ્ટેન્ડ સાફ કર્યું
જેતપુર તા.22
આજે જેતપુર શહેરના એસટી બસ સ્ટેન્ડમાં બીએપીએસ સત્સંગ મંડળ દ્વારા સાફસફાઈ અભિયાન હાથ ધરાયું હતું.
સવારના 9 વાગ્યે ગોંડલથી પધારેલા અમૃતચરણદાસ સ્વામી તથા સત્સંગપ્રિયદાસ સ્વામી સહિતના હરી ભક્તોએ એસટી ડેપો સુત્રોની હાજરીમાં સ્વચ્છતા અભિયાન પ્રોજેક્ટનું દીપ પ્રાગટ્ય કર્યું હતું. ત્યારબાદ બીએપીએસ સ્વામીનારાયણ મંદિર જેતપુરના 60 હરિભક્તો-સ્વયંસેવકો આખા બસસ્ટેન્ડને પાણીથી ધોઈ, પાન-પિચકારીના ડાઘો ઘસી ઘસીને કાઢી ખરા અર્થમાં વાંકુ વળીને કે પેન્ટના પાઈશા બેવડા વાળવામાં જરા પણ નાનપ અનુભવ્યા વગર સુંદર સ્વચ્છતા હાથ ધરી હતી.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812















ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો