જેતપુરના પીઠડીયા પાસે 54-સી. રેલવે ફાટક ઓળંગવા ગયેલ
ટ્રેક્ટર વેરાવળ-પુના રૂટની ટ્રેન હડફેટે ચડી જતા
ડ્રાઈવર સહીત 2 પરપ્રાન્તિયોના મોતથી અરેરાટી
જેતપુર તા.28
આજે સવારે જેતપુરના પીઠડીયા પાસ એક રેલવેની ફાટક ઓળંગવા પસાર થયેલ ટ્રેક્ટર ટ્રેનની હડફેટે આવી જતા ટ્રેક્ટર ચાલક સહીત મજુર જેવા જણાતાં બે પરપ્રાંતિયોના ઘટના સ્થળેજ કમકમાટીભર્યા મોત થયા હતા.
બનાવની મળતી વિગતો મુજબ વેરાવળ પુના રૂટની 11087 નંબરની ટ્રેન આજે 10-32 વાગ્યે જેતપુરના પીઠડીયા નજીક પહોંચી ત્યારે રેલવેની 54-સી. નંબરની ફાટક ઓળંગી રહેલ જીજે-3 એસએસ -1367 નંબરનું ટ્રેક્ટર હડફેટે ચડી જતા ટ્રેક્ટર ચાલક અને તેની સાથે રહેલ એક એમ બે મજુરો જેવા જણાતાં પરપ્રાંતિય શખ્શોના ઘટના સ્થળેજ કરુણ મોત થયા હતા.
બનાવની પીઠડીયા ના તલાટી મંત્રી રણજીતભાઈ ધાધલે રેલવે પોલીસ અને વીરપુર પોલીસને જાણ કરતા, રેલવેનાં ડીએસપી આર.કે.વર્મા, જેતલસર રેલવેના પીએસઆઈ પ્રેમચંદ, જેતલસર રેલવેના અધિકારી અજયકુમાર(એઈએન), વીરપુર પોલીસના ફોજદાર જાડેજા, રેલ્વે પોલીસના રાઈટર જાડેજા, એલઆઈબી ના વિક્રમભાઈ હુદડ, યુસુફભાઈ વિગેરે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઇ, મૃતકોની લાશ ને તે જ ગાડીમાં વીરપુર સરકારી હોસ્પીટલે ખસેડી હતી.
પીઠડીયાના તુફણીયા હનુમાન મંદિર સામેની રેલવે ફાટક પર બનેલા આ કરુણ બનાવ બાદ રેલવે અને વીરપુર પોલીસે મૃતકોની ઓળખવિધિ માટેની કવાયત આદરી છે. પોલીસનું કહેવું છે કે બંને પરપ્રાંતીય અથવાતો ગોધરા બાજુના અને મજુર જેવા જણાય છે.
બનાવ સમયે હાજર રહેલ એલઆઈબીના વિક્રમભાઈ હુદડે જણાવેલ કે વેરાવળ પુના રૂટની ગાડી સાથે બનેલા આ અકસ્માત બાદ રેલવેના નિયમો મુજબ તે જ ગાડીમાં મૃતકોને વીરપુર ખસેડવાની કાર્યવાહી દરમિયાન આ ટ્રેન 50 મિનીટ મોડી થઇ હતી. પણ મુસાફરોએ મૃતકોનો બાઅદબ મલાજો જાળવવામાં સહકાર આપ્યો હતો.
ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર 9974262812














ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો