અનુયાયીઓ

રવિવાર, 1 જાન્યુઆરી, 2012

દ્વારકામાં મંદિરને સીસીટીવીરૂપી સુરક્ષા ચક્ર : નવા ૩૫ આધુનિક કેમેરા લગાવાશે


દ્વારકામાં મંદિરને સીસીટીવીરૂપી સુરક્ષા ચક્ર :  નવા ૩૫ આધુનિક કેમેરા લગાવાશે

જામનગર ઃ કૃષ્ણ ભૂમિ દ્વારકામાં આવેલા ભગવાન દ્વારકાધીશનું મંદિર પણ આતંકવાદીઓના લિસ્ટમાં હોવાની સમયાંતરે બહાર આવતી વિગતો વચ્ચે આ મંદિરને નવી ટેકનોલોજીના સહારે વધુ સુરક્ષિત બનાવવાનું સરકારે બીડું ઝડપ્યું છે. આ માટે રૂા. ૩ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ અત્યારે મંદિર પરિસરમાં સીસીટીવી કેમેરા લાગેલા છે પરંતુ તે જૂના હોવાથી અને પરિસરમાં નવીનીકરણ કરાતા નવા કેમેરા લગાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. તમામ જૂના કેમેરા હટાવી તેના સ્થાને પાંત્રીસ જેટલા નવા આધુનિક સીસી ટીવી કેમેરા લાગશે. મંદિર સંકુલ તથા તેની બહારનો વિસ્તાર પણ કેમેરાની નજરમાં કેદ થશે એમ જણાવતા સૂત્રોએ ઉમેર્યું હતું કે, તેના મોનીટરીંગ માટે કન્ટ્રોલરૂમ સ્થાપવામાં આવશે. કેમેરામાં કેદ થતા દશ્યોનું, ઈન્ટરનેટના માધ્યમથી જામનગર જિલ્લા પોલીસ વડા તથા ગાંધીનગરમાં ગૃહ વિભાગ દ્વારા સીધું નિહાળી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. પોલીસ વિભાગ દ્વારા આ દરખાસ્તને મંજૂરી આપી દેવાઈ છે. હવે પુરાતત્ત્વ વિભાગ તેના પર મંજૂરીની મહોર મારશે ત્યારબાદ તરત પ્રોજેક્ટનું કાર્ય શરૂ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ જિલ્લામાં આવેલા દેવાધિદેવ સોમનાથના મંદિરમાં પણ સેંકડો કેમેરા લગાવી તેની પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

જેતપુરમાં ભરેલો અગ્નિ

જેતપુરમાં ભરેલો અગ્નિ 
ડોબરિયા વાડીમાં અસામાજિક તત્વો  એ મચાવેલા દંગલ માં પોલીસ ની ભૂંડી ભૂમિકાનો પ્રજા આક્ષેપ.
આજે રવિવાર સાંજ સુધીમાં કસુરવાર પોલીસ મેનો તથા અધિકારીઓ ને સસ્પેન્ડ ના કરાય તો આવતીકાલ સોમવારે જેતપુર બંધ નું એલાન આપતા આગેવાનો.
આ લખાય છે ત્યારે લોકોનું આવેદન લેવા ડોબરિયા વાડી તથા બવાવાળા પર વિસ્તારમાં દોડી જતા નાયબ મામલતદાર ખેરડી..
આવેદન માં ઉચ્ચારાયેલ ખુલી ચીમકી..
લોકોના તોલે તોલા અમરનગર રોડ પર ઘેર સ્વરૂપે ફરી રહ્યા છે. છ તાલુકાની પોલીસ નો જેતપુરમાં જમેલો.  ભાજપ ની સરકાર, ભાજપના ધારાસભ્યને સરકારી સુત્રોને આવેદન આપવું પડે તેવી જેતપુર માં ભાજપ માટે બનેલી શરમ જનક ઘટના..
દંગલ મચાવનાર અમુક અસામાજિક તત્વોને પકડી સિહ માર્યાનો અહેસાસ કરતી પોલીસ સામે ઠેર ઠેર ફિટકાર. પોલીસે નિર્દોષ ૪૮ લોકોને ખોટા ફીટ કર્યાનો પ્રજાનો આક્ષેપ.
લોકોએ ત્યાં સુધી કહ્યું કે ગુંડાગીરી સામે લાચાર પોલીસે દોબરીયાવાડી વિસ્તારમાં ઘરમાંથી બહાર કાઢી કાઢીને પ્રજાને બેરહેમીથી ફટકારી. રાજકોટ જીલ્લા ભાજપના લાલજી સાવલિયા. ગોન્ડળના જેન્તી ઢોલ, જેતપુરના ધારાસભ્ય જસુબેન કોરાટ, પાલિકા પ્રમુખ સુરેશ સખારેલીયા વિગેરે સતત પ્રજાની પડખે.. તો સંસદ વિઠલ રાદડિયા પણ લડી લેવાના મૂળમાં.. રાદડિયા એ આક્ષેપ કર્યો કે જેતપુર પોલીસ પર જ્યાં સુધી ધારાસભ્ય મહેરબાન છે ત્યાં સુધી ગુંડાગીરી બંધ નહિ થાય અને પોલીસ પણ માઇકન્ગલિ જ રહેવાની.

*જેતપુરમાં મોડી રાત્રીના ૨ જૂથ વચ્ચેની અથડામણ માં લાઠી ચાર્જ કરતી પોલીસ.

*જેતપુરમાં મોડી રાત્રીના ૨ જૂથ વચ્ચેની
અથડામણ માં લાઠી ચાર્જ કરતી પોલીસ.


*અમુક પ્યાસી ટપોરીઓએ ખુલેઆમ દારૂની બોટલો ખોલી છેડછાડ કરતા બીચકેલો મામલો.


*રાત આખી ઉજાગરામાં કાઢતી પોલીસ.
જેતપુર બહારથી પણ પોલીસ બોલાવવી પડી હોવાની જાણવા મળતી વિગતો.


*જેતપુર ની  સ્થિતિ રાતભર અજંપા ભરેલી રહી. 
ગ્રામ પંચાયતો ની ચુતની ની મત ગણતરીમાંથી માંડ માંડ નવરી થયેલી પોલીસ ને જાહેર બખેડા ને શાંત કરવાની કર્સરત કરવી પડી. 


*લોકો ની  તો  ઠીક  પણ પોલીસ ની પણ ટાઢ ઉડી ગયાનું નઝરે જોવા મળ્યું.


*જેતપુરના અમરનગર રોંડ અને ડોબરિયા વાડી વિસ્તારમાં થયેલા છમકલા.


*રાતભર પોલીસ ખડે પગે. 


*લત્તા વાસીઓની માંગ કે ટપોરીઓને સીધાદોર કરો.


*કહેવાય છે કે ટપોરીઓએ અમુક યુવતીઓની છેડતી કરતા મામલો દંગલ માં ફેરવાયો.


*શહેર ના કનકિયા કીય પ્લોટમાં પણ એક ટપોરીએ જાહેરમાં દારૂની બોટલ ખોલી ગત્ગતાવવા માંડતા લોકોમાં નાશ ભાગ.


*દિવસનો આ સિલસિલો રાત્રીના પણ ચાલુ રહેતા દંગલ થયું હોવાનો જાણકારોનો મત.


*મોડી રાત્રીના પોલીસે ફરિયાદો લીધી હોવાની મળતી વિગતો.


*પોલીસે અમુકને રાઉન્ડ ઉપ પણ કાર્યની ચર્ચાતી વિગતો.


*જેતપુર પોલીસ કોઈ આક્ર પગલા ભરશે કે ટપોરીઓની દાદાગીરીથી  ગભરાઈ જશે ? પ્રજાનો એકજ પ્રશ્ન.


*શનિવારની   રાત્રીના દંગલ મચાવનારા   ટપોરીઓને સીધાદોર કરવા   આજે  પોલીસ  તેમના    જાહેરમાં સરઘસ  કાઢે  તેવી વકી.    



શનિવાર, 31 ડિસેમ્બર, 2011

વિકલાંગ વ્‍યકિતઓના કલ્‍યાણ માટે પારિતોષિક ફોર્મ ભરવા અંગે



નેત્રહિન અને બહેરા-મુંગા , મંદબુધ્ધિવાળા, રકતપિતમુકત તથા વિકલાંગ વ્યકિતઓ કે જે ૪૦ ટકા કે તેથી વધુ ક્ષતિ ધરાવતા હોય તેવા વિકલાંગોને નોકરીએ રાખતા નોકરીદાતાઓ તેમજ સ્વરોજગાર કરતી વિકલાંગ વ્યકિતઓ અને વિકલાંગોને નોકરી આપવાની કામગીરી કરતા શ્રેષ્ પ્લેસમેન્ ઓફિસરોને પારિતોષિક આપવાની ભારત સરકાર તેમજ રાજય સરકારની યોજના અન્વયે વર્ષ ૨૦૧૧ માટેની સ્પર્ધામાં ભાગ લેવા જણાવવામાં આવે છે સ્પર્ધામાં ભાગ લેવા માટે અરજી ફોર્મ મદદનીશ નિયામક રોજગારની કચેરી, -, ન્યુ મેન્ટલ કેમ્પસ, અસારવા અમદાવાદ ખાતેથી તા. //૧૨ સુધીમાં વિનામૂલ્યે મળી રહેશે. ફોર્મ ભરીને તા. //૧૨ સુધીમાં આપી દેવાના રહેશે તેમ મદદનીશ નિયામક, રોજગાર દ્વારા જણાવાયું છે

કાંકરિયા કાર્નિવલમાં સુગમ-સંગીત રેલાયું સ્‍લમ વિસ્‍તારનાં બાળકોએ ગીત સંગીત અને સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા આ બાળકોએ ટ્રેનની સવારી સહિત અન્‍ય રમતોની મજા માણી



લાખો લોકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ માણયો
કાંકરિયા કાર્નિવલનો દરરોજ લાખો લોકો લાભ લઇ રહયાં છે. ભવ્યાતિભવ્ રોશની અને આતશબાજી ઉપરાંત અનેકોવિધ રંગારંગ કાર્યક્રમોનો નગરજનો ભારે ઉત્સાહથી લહાવો લઇ રહયાં છે. તા. ૨૫મી ડિસેમ્બરથી તા. ૩૧મી ડિસેમ્બર દરમ્યાન ચાલનારા કાર્નિવલ કાર્યક્રમમાં શાળાનાં તથા વિવિધ સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા ગીત-સંગીત, રમતો તથા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવે છે. કાર્નિવલમાં ભવ્ રોશની, આતશબાજી, પેરા ગ્લાઇડીંગ, પેરા ઝંપીંગે ભારે આકર્ષણ જમાવ્યું છે.
કાર્યક્રમમાં નગરજનોની સાથે સાથે પાણી પુરવઠા મંત્રી શ્રી નરોતમભાઇ પટેલ અને કૃષિ મંત્રી શ્રી દિલિપભાઇ સંઘાણીએ ઉપસ્થિત રહી રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા. સાથે મેયર શ્રી આસીતભાઇ વોરા, નગરના અગ્રણીઓ અને આગેવાનો ઉપસ્થિત રહયાં હતા.
શહેરની વિવિધ શાળાઓનાં બાળકોએ તથા વિદ્યાર્થી ભાઇ બહેનોએ દેશ ભકિતનાં ગીતો અને લોકકલા પ્રદર્શિત કરતા નૃત્યો રજૂ કર્યા હતા જે નગરજનોએ ભારે ઉત્સાહથી માણયા હતા.આજના દિવસે સ્લમ વિસ્તારનાં બાળકો દ્વારા યોગ નિદર્શન, ચિત્ર સ્પર્ધા, જીમ્નેસ્ટીક રજૂ કરવામાં આવ્યા હતા. ભારત ભકિત કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રાંતના કલાકારો તેમની લોકકલા પ્રસ્તુત કરે છે. કાર્યક્રમમાં પંજાબ રાજયના કલાકારોએ તેમની કલાકૃતિ રજૂ કરી હતી તે અદભૂત નજારો હતો. ઉપરાંત હાસ્યની છોળો વરસાવતું હાસ્ નાટક રજૂ થયું હતુ. 
કાંકરિયા ફરતે ઝળહળતી રોશની અને આતશબાજી ઉપસ્થિત સૌ લોકોમાં અનેરો ઉત્સાહ જન્માવે છે.આગામી ૩૧મી ડિસેમ્બર- ૧૧ દરમ્યાન યોજાનાર કાર્નિવલનો નજારો એક વખત માણવા જેવો તો ખરો .