અનુયાયીઓ

રવિવાર, 1 જાન્યુઆરી, 2012

જેતપુરમાં ભરેલો અગ્નિ

જેતપુરમાં ભરેલો અગ્નિ 
ડોબરિયા વાડીમાં અસામાજિક તત્વો  એ મચાવેલા દંગલ માં પોલીસ ની ભૂંડી ભૂમિકાનો પ્રજા આક્ષેપ.
આજે રવિવાર સાંજ સુધીમાં કસુરવાર પોલીસ મેનો તથા અધિકારીઓ ને સસ્પેન્ડ ના કરાય તો આવતીકાલ સોમવારે જેતપુર બંધ નું એલાન આપતા આગેવાનો.
આ લખાય છે ત્યારે લોકોનું આવેદન લેવા ડોબરિયા વાડી તથા બવાવાળા પર વિસ્તારમાં દોડી જતા નાયબ મામલતદાર ખેરડી..
આવેદન માં ઉચ્ચારાયેલ ખુલી ચીમકી..
લોકોના તોલે તોલા અમરનગર રોડ પર ઘેર સ્વરૂપે ફરી રહ્યા છે. છ તાલુકાની પોલીસ નો જેતપુરમાં જમેલો.  ભાજપ ની સરકાર, ભાજપના ધારાસભ્યને સરકારી સુત્રોને આવેદન આપવું પડે તેવી જેતપુર માં ભાજપ માટે બનેલી શરમ જનક ઘટના..
દંગલ મચાવનાર અમુક અસામાજિક તત્વોને પકડી સિહ માર્યાનો અહેસાસ કરતી પોલીસ સામે ઠેર ઠેર ફિટકાર. પોલીસે નિર્દોષ ૪૮ લોકોને ખોટા ફીટ કર્યાનો પ્રજાનો આક્ષેપ.
લોકોએ ત્યાં સુધી કહ્યું કે ગુંડાગીરી સામે લાચાર પોલીસે દોબરીયાવાડી વિસ્તારમાં ઘરમાંથી બહાર કાઢી કાઢીને પ્રજાને બેરહેમીથી ફટકારી. રાજકોટ જીલ્લા ભાજપના લાલજી સાવલિયા. ગોન્ડળના જેન્તી ઢોલ, જેતપુરના ધારાસભ્ય જસુબેન કોરાટ, પાલિકા પ્રમુખ સુરેશ સખારેલીયા વિગેરે સતત પ્રજાની પડખે.. તો સંસદ વિઠલ રાદડિયા પણ લડી લેવાના મૂળમાં.. રાદડિયા એ આક્ષેપ કર્યો કે જેતપુર પોલીસ પર જ્યાં સુધી ધારાસભ્ય મહેરબાન છે ત્યાં સુધી ગુંડાગીરી બંધ નહિ થાય અને પોલીસ પણ માઇકન્ગલિ જ રહેવાની.

ટિપ્પણીઓ નથી: