અનુયાયીઓ

ગુરુવાર, 19 નવેમ્બર, 2020

વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે ભારત સરકારના જલશક્તિ મંત્રાલય દ્વારા રાજકોટ જિલ્લો રાષ્ટ્રીય કક્ષાએ સ્વચ્છ ભારત એવોર્ડ-૨૦૨૦થી સન્માનીત

 

૦૦૦૦૦૦૦૦૦૦

જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનીલ રાણાવસીયાએ એવોર્ડ સ્વીકાર્યો 

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

       આજે ૧૯મી નવેમ્બર એટલે કે વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા આયોજિત વર્ચ્યુઅલ એવોર્ડ વિતરણ સમારંભમાં સ્વચ્છ ભારત મિશન(ગ્રામિણ) અંતર્ગત અભૂતપૂર્વ કામગીરી માટે રાજકોટ જિલ્લાને સ્વચ્છ ભારત એવોર્ડ-૨૦૨૦થી સન્માનીત કરાયો.

કેન્દ્રીય મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને રાજયકક્ષાના મંત્રીશ્રી રતનલાલ કટરીયાની અધ્યક્ષતામાં યોજાયેલ વર્ચ્યુઅલ એવોર્ડ વિતરણ સમારોહમાં સ્વચ્છ ભારત મીશન(ગ્રામિણ) અંતર્ગત નોંધપાત્ર  કામગીરી કરનાર ભારતભર માંથી ૨૦ જિલ્લાઓની સ્વચ્છ ભારત એવોર્ડ-૨૦૨૦ માટે પસંદગી થયેલ હતી. જેમાં રાજકોટ જિલ્લાને પણ આ ગૌરવાંકિત એવોર્ડથી નાવાજવામાં આવતા સ્થાનિક રાજકોટ કલેકટર કચેરીના એન.આઇ.સી. વિભાગ ખાતેથી વર્ચ્યુઅલ સમારંભમાં ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનીલ રાણાવસીયાએ જિલ્લાતંત્ર વતી આ એવોર્ડ સ્વીકાર કરતા જણાવ્યું કે આ એવોર્ડ જિલ્લાના સ્વચ્છાગ્રહિ જાગૃત નાગરિકો અને સ્વચ્છતાના કાર્યમાં સહભાગી બનેલ તમામ નાગરીકોના પરિશ્રમનું પારિશ્રમીક છે. તેઓએ જિલ્લાના નાગરીકો પ્રત્યે આભાર વ્યકત કરતાં રાજકોટ જિલ્લો સંપૂર્ણ સ્વચ્છ બને અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સંપૂર્ણ સ્વચ્છ ભારતની પરિકલ્પનાને મુર્તિમંત કરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પને પરિપૂર્ણ કરવા વધુને વધુ  સહયોગી બને તેવો અનુરોધ કર્યો હતો. 






 

અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાણાવસીયા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સ્વચ્છ ભારત મિશન(ગ્રામિણ) અન્વયે થયેલ નોધપાત્ર કામગીરીની વિગતો જોઇએ તો રાજકોટ જિલ્લાના તમામ ગામોના ઓ.ડી.એફ. અન્વયે સેકન્ડ વેરીફીકેશન થઇ ગયેલ છે. રાજકોટ જિલ્લો સેલ્ફ હેલ્પગ્રૃપોને ૮ જેટલા ગામની સ્વચ્છતા માટેના વર્કઓર્ડરો આપી ગ્રામિણ નારીશક્તિનો સ્વચ્છ ભારત મિશનમાં  વિનિયોગ કરવામાં સફળ રહયો છે. ૧૬૨ ગામોમાં ડોર ટુ ડોર સોલીડ અને લીકવીડ કલેકશન કરાઇ રહ્યું છે. સ્વચ્છતા હી સેવા અંતર્ગત અત્યાર સુધીમાં ૮૧૯૩૮ કીલોગ્રામ પ્લાસ્ટીક વેસ્ટ એકત્ર કરાયો છે. જયારે સેલ્ફ હેલ્પ ગ્રૃપો દ્વારા ઘરે-ઘર ફરીને ૧૪૬૦૦ જેટલા જુના કપડાઓ એકત્ર કરી તેની થેલીઓ બનાવી વિતરણ કરીને સીંગલ યુઝ પ્લાસ્ટીકનો વપરાશ અટકાવવા જાગૃતિ અભિયાન ચલાવાયેલ હતું. જેનાથી સીંગલયુઝ પ્લાસ્ટીકના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયેલ હતો.

 આ ઉપરાંત નોંધપાત્ર સંખ્યામાં વ્યક્તિગત શૌચાલયો અને ૧૧૮ જેટલા સામુહિક શૌચાલયોનું નિમાર્ણ પણ કરાયેલ છે. જિલ્લા અને તાલુકાની એસ.બી.એમ. ટીો દ્વારા જિલ્લાના તમામ ગામોમાં ઘનકચરા વ્યવસ્થાપન, સ્વચ્છતાના સંદેશ, સ્વચ્છ ઘર સ્ટીકર, શેરી સફાઇ, ટોયલેટ ટેકનોલોજી અને સ્વચ્છતા જાગૃતિ માટે નાટક, ભીંતચિત્રો અને ડીઝીટલ રથ તથા શાળાઓમાં હાથ ધોવાની પ્રવૃતિ વગેરે જેવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી.

વર્ચ્યુઅલ સમારંભમાં સ્થાનિક કક્ષાએ આ પ્રસંગે રાજકોટ જિલ્લા લાઇવલી હુડ મેનેજરશ્રી વિરેન્દ્ર બસિયા અને શ્રી મિનાક્ષીબેન કાચા ઉપસ્થીત હતા.  

"કોરોનાના ભયથી મુક્ત બનશો, તો આપમેળે કોરોનાથી મુક્ત બની જશો" - મનોજભાઈ ભેસદડીયાનો પ્રતિભાવ

 

૦૦૦૦૦૦

રાજકોટ સિવિલ હોસ્પિટલની સચોટ સારવારથી ગોંડલના મનોજભાઈ થયા કોરોનામુક્ત

૦૦૦૦૦૦

રાજકોટ, તા.૧૯ નવેમ્બર- "જો કોરોનાના ભયથી મુક્ત બની ગયા, તો આપમેળે કોરોનાથી મુક્ત બની જશો" આ શબ્દો છે તાજેતરમાં કોરોનાને મ્હાત આપનાર મનોજભાઇ ભેસદડીયાના. જેઓ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મળેલ સુદ્રઢ સારવાર થકી કોરોના મુક્ત થયા છે અને તેનો શ્રેય મનોજભાઇ રાજ્ય સરકારને આપે છે.

મનોજભાઇ મૂળ ગોંડલના રહેવાસી છે, તેમને શરીરમાં તાવ અને કળતર થવા લાગી, ભોજનનો સ્વાદ અને સુગંધ પણ જતા રહ્યા, તેથી તેઓ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નિદાન અર્થે ગયા ત્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો એ વિશે વાત કરતા મનોજભાઇ જણાવે છે કે,"ગોંડલના કોરોનાનાં ખાનગી દવાખાનામાં દાખલ થવું અમારા માટે શક્ય નહોતું, કેમકે ત્યાંની ફી અમને પરવડે તેવી નહોતી, એ વખતે ગોંડલના પી.એચ.સી.ના ડોકટરે મને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થવાનું સૂચન આપ્યું, એટલે હું તુરંત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયો, ત્યાં મારી તપાસ કર્યા બાદ ફરજ પરના ડોકટરના સુચનથી મને સિવિલમાં દાખલ કરવામાં આવ્યો. આવો ગંભીર રોગ લાગુ પડે તો તેની સારવાર પણ કેટલી મોંઘી હોય પણ સરકારને દાદ દેવી પડે, સિવિલમાં મારી પાસેથી એક પણ રૂપિયો લીધા વગર ખાનગી હોસ્પિટલમાં સરકાર આપે એવી સુવિધાસભર સારવાર મને ડોકટરોએ આપી છે, દિવસમાં ૫-૫ વાર ડોકટરો મારી તબિયત ચેક કરવા માટે આવતા હતા, સવાર સાંજ ગરમાં ગરમ નાસ્તો, જમવાનું, આયુર્વેદિક ઉકાળા અને દવાથી જ હું સ્વસ્થ થયો છું, હું રાજ્ય સરકારનો આભારી છું કે તેઓ મારા જેવા કોરોનાના દર્દીઓને આટલી સારી સારવાર વિના મૂલ્યે આપે છે."

આમ, કોરોનાનાં દર્દીઓને કોરોના મુક્ત કરવામાં રાઉન્ડ ધ ક્લોક સેવારત ગુજરાત સરકાર અને સિવિલ હોસ્પિટલની સચોટ કામગીરીથી મનોજભાઈ જેવા દર્દીઓ કોરોના મુક્ત થઈ રહ્યા છે.

 

શુભમ અંબાણી                                        ૦૦૦૦૦


લાભ પાંચમના સપરમા દિવસે પ્લાઝ્મા ડોનેટ કરી શુભ કર્મની પ્રેરણા પુરી પાડતાં ડો. ધવલ ગોસાઈ

 

00000

દિવાળીના દિવસે ત્રણ લોકોએ પ્લાઝ્મારૂપી દાનની જ્યોત પ્રગટાવી પાથર્યો ઉજાસ

00000

ટેસ્ટ કરાવવાથી ડરવું નહીં, પોઝિટિવ આવે તો ઝડપી સારવાર કરાવવી અને સ્વસ્થ થયા બાદ પ્લાઝ્મા ડોનેટ કરવાનો કોરોના મંત્ર આપતા ડો. ધવલ

00000

રાજકોટ, 



 આજરોજ દીપાવલી તહેવારના અંતિમ દિવસ એટલે કે લાભ પાંચમના પ્રારંભે કમલાપુર પી.એચ.સી. સેન્ટર ખાતે ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડો. ધવલ ગોસાઈએ બીજીવાર પ્લાઝ્મા દાન કરી શુભ કાર્યની પ્રેરણા પુરી પાડી છે.

આજ તેઓનો તિથિ મુજબ જન્મદિવસ હોઈ આ દિવસ તેમણે સામાજિક કાર્ય કરીને ઉજવ્યો છે. તેઓએ આ પહેલા પણ પ્રથમવાર તેમના જન્મદિવસ ૨૯ ઓક્ટોબરના રોજ પ્લાઝ્મા દાન કરી કોરોનાના દર્દીઓના જીવનમાં ઉજાસ પાથરવાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતુ.

ડો. ધવલ જણાવે છે કે, રાજકોટ સિવિલ ખાતે કોઈ એક વ્યક્તિ દ્વારા ૬ વખત પ્લાઝ્મા ડોનેટ કરવાનો રેકોર્ડ  છે.દર પંદર દિવસે પ્લાઝ્મા ડોનેટ કરી મારે નવો રેકોર્ડ સ્થાપિત કરવો છે. ડો. ધવલે પી.ડી.યુ સિવિલ ખાતે અભ્યાસ કર્યો હોઈ માતૃ સંસ્થાનું ઋણ ચૂકવવાનો શ્રેષ્ઠ સમય હોવાનું તેઓ જણાવે છે.

આ પૂર્વેતેઓ જયારે સમરસ કોવીડ કેર સેન્ટર ખાતે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે તેમને કોરોના લાગુ પડ્યો હતો. તેમના ફેફસામાં ૩૦% અસર થઈ ગયેલી. તેઓને સિવિલ ખાતે જરૂરી સારવાર પુરી પાડવામાં આવી હતી. સ્વસ્થ થયા બાદ ડો. ધવલ પ્લાઝ્મા ડોનેટ કરવા કટિબદ્ધ હતાં.

લોકોને શુભ સંદેશ આપતા તેઓ જણાવે છે કે, ટેસ્ટ કરાવવાથી ડરવું નહીં, પોઝિટિવ આવે તો ગભરાયા વગર ઝડપી સારવાર કરાવવી અને સ્વસ્થ થયા બાદ પ્લાઝ્મા ડોનેટ કરવાનો નિશ્ચય કરવો. આ કોરોના મંત્ર તેઓ તેમના સેન્ટર પર લોકોને આપી જાગૃતિનું કાર્ય કરી રહ્યા છે.       

દિવાળી પર્વમાં લોકો જયારે પરિવારજનો સાથે ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી કરી રહ્યા હતા ત્યારે વિનોદભાઈ મોલીયા, હરેશભાઇ પરમાર અને મનોજભાઈ રાણપરાએ પ્લાઝ્મા ડોનેટ કરી દર્દીઓના પરિવાજનોમાં ઉજાસ ફેલાવવાનું સ્તુત્ય કાર્ય કર્યું છે.

કોરોનાના ગંભીર દર્દીઓને કોરોનાને ફેલાતો અટકાવવા અને તેની સામે લડાઈ કરવા તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા અર્થે શરીરમાં તૈયાર એન્ટિબોડીઝ મદદરૂપ બને છે. આ માટે કોરોનાથી સાજા થયેલ વ્યક્તિનું પ્લાઝ્મા લેવામાં આવે છે. રાજકોટ સિવિલ ખાતે આ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સિવિલ ખાતે ૩૫૦ થી વધુ લોકોએ પ્લાઝ્મા દાન કરી માનવીય ધર્મ બજાવ્યાનું ડો. કૃપાલ પુજારા જણાવે છે.

ગામડાઓને સુવિધાસભર કરવા એ સરકારની નેમ છે- મંત્રીશ્રી કુવરજીભાઇ બાવળિયા

 


૦૦૦૦૦૦૦

પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાના હસ્તે જસદણ તાલુકાના

કડુકા ગામે વાસ્મો અને રસ્તાના કામનું ખાતમુહૂર્ત

૦૦૦૦૦૦

રાજકોટ, 





 રાજયના પાણી પૂરવઠા અને પશુપાલન વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાના હસ્તે જસદણ તાલુકાના કડુકા ગામે રૂ.૧૩.૧૯ લાખના ખર્ચે થનારા વાસ્મો યોજનાના તથા રૂ.૩૮.૩૯ લાખના ખર્ચે બનનારા કડુકા થી ધારઇ સુધીના રસ્તાના કામનું ખાતમુર્હૂત કરવામાં આવ્યુ હતું.

          આ પ્રસંગે મંત્રીશ્રી કુંવરજીભાઇએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજય સરકાર દ્વારા લોકોને રસ્તા, ગટર, વીજળી, પાણી સહિતની પાયાની સુવિધા મળી રહે તે માટે વિવિધ યોજનાઓ અમલી બનાવાઇ છે. 

          ગામડાઓમાં શહેરો જેવી જ સુવિધા રાજય સરકાર દ્વારા ઉભી કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લામાં ગામડાઓમાં વિવિધ સુવિધાના કામો કોરાનાની મહામારી વચ્ચે પણ અટકયા નથી. જસદણ તાલુકાનાકડુકામાં વિકાસ કાર્યનો પ્રારંભ કરાવતા અને ગ્રામજનોને નવા વર્ષ – લાભ પાંચમની શુભકામના પાઠવતા મંત્રીશ્રી એ વધુંમાં જણાવ્યું હતું કેકડુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અન્વયે રસ્તાના કામો થશે. આ માર્ગ બની જતા મુસાફરો-વાહન ચાલકોને અવરજવરમાં સુવિધા પ્રાપ્ત થશે. આ કામની લંબાઇ ૧.૮૫૦ કી.મી તેમજ નલ સે જલ યોજના અન્વયે પાણી વિતરણની પાઇપલાઇન(ઘર કનેકશન) સાથેના કામો પણ થનાર છે. જેથી લોકોને પાણી વિતરણની સુવિઘા સુંદર અને સુદઢ બનશે.  ગામના  દરેક ઘરોને નળ કનેકશન પણ પ્રાપ્ત થશે. ઓગમેન્ટેશન જનરલ ઇન રૂરલ એરીયા ટેપ કનેકટીવીટી કાર્યક્રમ હેઠળ કડુકાના બધા જ ઘરોને આવરી લેવાયા છે.

  મંત્રીશ્રીએ હાલ કોરાના સામે ફરી વધું સાવચેતી રાખવાની જરૂર છે તેમ જણાવી  સોશિયલ ડીસ્ટન્સીંગ રાખવા, માસ્ક અને હાથ ધોવા સહિતની જાગૃતિ પર ભાર મુકયો હતો.

          આ કાર્યક્રમમાં સરપંચશ્રી પ્રભુભાઇઆગેવાનો શ્રી હરેશભાઇ હેરભા, શ્રીમતી જશુબેન બેરાણી, શ્રી વિનુભાઇ માંડાણી, શ્રી ભનાભાઇ ગોહિલ, શ્રીમતી વિશાલબેન અણીયાળિયા, શ્રી સોમાભાઇ માલકિયા, શ્રીમતી સોમીબેન કારેલિયા, શ્રીમતી ભાવુબેન માંડાણી, શ્રી રઘુભાઇ ખાચર, શ્રી પ્રભુભાઇ બેરાણી, શ્રી ઘનશ્યામભાઇ સોલંકી, શ્રીમતી આયકુબેન કેરભાનાયબ કાર્યપાલક ઇજનેરશ્રી હેમત ડાંગર અને શ્રી જોષી, યુનિટ મેનેજરશ્રી નીતિનભાઇ રૂપારેલિયા, શ્રી વિપુલ ડેરવાલિયા, શ્રી સંજય પાનસુરિયા, શ્રી મેઘજીભાઇ ડાભીઅધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

બુધવાર, 18 નવેમ્બર, 2020

કેશોદની ઘરફોડ ચોરીના 2 આરોપીને દબોચતી જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચ


કેશોદ ઉતાવળી નદિના કાંઠા વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં દિવાળીના તહેવારોમાં બહાણામ ગયેલ રહિશના બંધ મકાનની રાત્રી દરમ્યાન તાળા તોડી ઘરફોડ ચોરી કરનાર ઇસમોને દબોચી લઇ વણશોધાયેલ ગુન્હાને ગણતરીની કલાકોમાં ડીટેકટ

કરી રોકડા રૂ.૧,૧૫૬૦૦/- નો મુદામાલ કબ્બે કરતી જૂનાગઢ, ક્રાઇમ બ્રાન્ચ,

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મનીન્દરસીંગ પવાર સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમશેટ્ટી સાહેબ દ્વારા જિલ્લામાં બનતા ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અને આવા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ ચોરીઓની પ્રવૃતિ કરતાં ઇસમોને પકડી પાડવા સુચના કરી માર્ગદર્શન પુરૂ પાડેલ હોય.

જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના ઇ.ચા. પોલીસ ઇન્સ,  રાજદીપસિંહજી .કે.ગોહિલ તથા પો.સ્ટાફ જૂનાગઢ જિલ્લામાં ચોરીના ગુન્હા શોધી કાઢવા અને ગુન્હી બનતા અટકાવવા માટે સતત પ્રયતશીલ હતા.

દરમ્યાન તા.૧૬/૧૧/૨૦૨૦ ના બપોર પછી કલાક ચાર વાગ્યે થી તારીખ ૧૭/૧૧/૨૦૨૦ ના કલાક ૦૭/go વચ્ચે કોઇપણ સમયે ફરીયાદી અશોક ભનુભાઇ ડાભી રહે. ઉતાવળી નદિના કાંઠા પાસે વાળાના બંધ મકાનનું તાળુ તોડી બંધ મકાન માથી કુલ રોકડા રૂપીયા ૨,૦૨,૦૦૦/- તથા સાહેદ જીતેષભાઇ ભીખાભાઇ પરમાર જાતે દે.પુ. રહે.કેશોદ ૬૬ કે.વી. સબ સ્ટેશન પાછળ વાળાના રહેણાંક બંધ મકાનનું તાળુ તથા

દરવાજો તોડી રૂમમાં રાખેલ કુલ ૩૫,000/- મળી રોકડા કુલ રૂા. ૨,૩૭,000/- ની કોઇ અજાણ્યા ઇસમો ચોરી કરી લઇ ગયેલા અંગેની ફરીયાદ રજી થયેલ આ બનાવને ધ્યાને રાખી કાઇમ બ્રાન્ચ, જૂનાગઢ ઇચા.પો.ઇન્સ. રાજદીપસિંહજી.કે.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી ડી.જી.બડવા તથા પો.સ.ઇ. શ્રી ડી.એમ.જલુ તથા પો.હેડ કોન્સ. વિક્રમભાઇ ચાવડા તથા પો.કોન્સ.સાહિલભાઇ સમા, જયદિપભાઇ કનેરીયા, ભરતભાઇ સોલંકી સહિતના પો.સ્ટાફના માણસો દિવાળી તહેવાર સબબ પેટ્રોલીંગમાં હતા

અને સદર બનાવ સ્થળની મુલાકાત લઇ આજુ-બાજુના સી.સી.ટી.વી. ક્રેઝ તથા ટાવર ડમ્પ તથા ખાનગી બાતમીદારો આધારે તપાસ કરતા હતા. જે તપાસ દરમ્યાન ઉપરોકત પો.સ્ટાફને સંયુકત યોકકસ હકિકત મળેલ કે, ઉપરોકત ગુન્હો કેશોદ ઉતાવળી નદીના કાંઠે રહેતા હુસેનશા ઉર્ફે હુસલો તથા સિંકદરશા ઉર્ફે સિકલો બંને ભાઇઓએ ચોરી કરેલ હોય જેથી તેઓના ઘરે તપાસ કરતા મળી આવતા બંનેની પુછપરછ માટે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવતા મજકુર બંનેની જડતી તપાસ કરતા બંને પાસેથી રોકડા રૂપિયા મળી આવતા બનેની વધુ પુછપરછ હાથ ધરતા ગઇ તા.૧૭/૧૧/૨૦ ના ચોરી કરેલ તે રૂપિયા હોવાનું જણાવેલ.
હુસેન ઉર્ફે હુસનો અચુશા રફાઇ, ફકીર ઉવ.૩૨ રહે. મેંદરડા સાતવડલા મણીનગર મુળ કેશોદ ઉતાવળી નદીના કાંઠે સબ સ્ટેશન પાસે મો.ફોન -૧ કિ.રૂ.પ૦૦/- તથા રોકડા રૂપિયા -૪૫,૦૦૦/ તેમજ  સિંકદર ઉર્ફે સિકલો અચુશા કાઇ, ફકીર ઉવ.૨૩ રહે. કેશોદ ઉતાવણી નદી કાંઠે સબ સ્ટેશન પાછળ

મો.ફોન -૧ કિ. રૂ.૧૦૦૦/- તથા રોકડા રૂપિયા – ૩૦, ૬૦૦/ કુલ મુદામાલ મો.ફોન-૨ તથા રોકડા રૂ.૧,૧૫,૬૦૦/
આરોપીનો ગુન્હાહિત ઇતિહાસઃ હુસેન ઉર્ફ હુસલો અયુશા રફાઇ ફકીર

• કેશોદ પો.સ્ટે. ગુ.ર.ન. થર્ડ ૧૧/૨૦૧૭ પ્રોહી ક.ક.૬૬(૧)બી મુજબ

• કેશોદ પો.સ્ટે. ગુ.ર.નં. ફ. ૧૫૨/૧૯ ઇ.પી.કો.ક.કો.ક, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) ,૧૧૪ તથા

જી.પી.એકટ ક.૧૩૫ મુજબ

- સિંકદર ઉર્ફે સીકલો અયુશા રફાઇ ફકીર

કેશોદ પો.સ્ટે. ગુ.ર.ને. થર્ડ ૧૯૪/૧૬ પ્રોહી ક.ક.૬૫એઇ, ૧૧૬, ૮૧ મુજબ • શીલ પો.સ્ટે. ગુ.ર.નં.સે.૧૭/૧૮ ૧૮ જી.પી.એકટ ક. ૧૪ર મુજબ

કેશોદ પો.સ્ટે. ગુ.ર.નં.થર્ડ ૧૮૫/૧૮ પ્રોહી ક.૬૬(૧)બી મુજબ કેશોદ પો.સ્ટે. ગુ.ર.નં.સે. ૧૭૬/૧૯ ઇ.પી.કો.ક,૩૨૩, ૫૦૪ તથા જી.પી.એકટ ક,૧૩૫ મુજબ

કેશોદ પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૨૦૩ ૦3૦૨૦૦૮૦૧/૨૦૨૦ ઇ.પી.કો.ક.૩ ૨૩, ૨૯૪ (ખ), ૧૧૪ મુજબ

કામગીરી કરનારા પો.અધિકારી/પો કર્મચારી
આ કામગીરીમાં કાઇમ બ્રાન્ચના ઇયા.પો.ઇન્સ.શ્રી રાજદીપસિંહજી .કે.ગોહિલ તથા પો.સ.ઇ. શ્રી ડી.જી.બડવા તથા પો.સ.ઇ.શ્રી ડી.એમ.જલ તથા પો.હેડ કોન્સ. વિ એન.બડવા, વિ.કે. ચાવડા, જીતેષ એચ. મારૂ, નિકુલ એમ. પટેલ તથા પો.કોન્સ. સાહિલ સમા, ભરતભાઇ સોલંકી, જયદિપભાઇ કનેરીયા, કરશનભાઇ કરમટા, ડાયાભાઇ કરમટા, દિનેશભાઈ કરંગીયા, દેવશીભાઇ નંદાણીયા, ભરતભાઇ સોનારા, ભરતભાઇ ઓડેદરા વિગેરે પોલીસ સ્ટાફ રોકાયો હતો.