જેતપુરમાં પર પહેલીવાર સુન્ની કોન્ફરન્સ યોજાઈ
જેતપુર શહેરમાં પહેલી વખત મોહદ્દીસે આઝમ મિશન જેતપુર બ્રાન્ચ દ્વારા ગઈ તારીખ ૭/૧૧/૨૦૧૮ ને બુધવારે રાત્રે ઈશાની નમાઝ બાદ ૧૦
વાગે આસ્તાના એ સરકાર યાશીન શાહ કાદરી તકીયામાં નાના ચૌક ખાતે સુન્ની કોન્ફરન્સ નું ભવ્ય આયોજન
કરવામાં આવ્યું હતું. જેમાં. આબરૂ એ અહેલે સુન્નત, તાજદારે મુલ્કે ખીતાબત, શહઝાદા એ મખ્દુમુલ મીલ્લત, હુજુર ગાજીએ મીલ્લત,
પીરે તરીકત અલ્હાજ સૈયદ મોહંમ્મદ હાશમિ મીંયા સાહબ કીછૌછા શરીફથી તશરીફ
લાવેલ હતા.
અને તેમના રૂહાની અંદાજ માં બયાન ફરમાવી લોકો ને સુન્નીઅતનું
પૈગામ આપ્યું હતું.
આ તકે સાથે, ઝેરે સદારત ગુલામ ગૌષ અલ્વી સાહેબ ધોરાજી, ઝેરે સરપરસ્તી
પીરે તરીકત સૈયદ હાજી તાહેર મીંયા બાપુ અશરફી જેતપુર, ઝેરે કયાદત
સૈયદ દાદા બાપુ કાદરી જેતપુર,ઝેરે સિયાદત સૈયદ ઈરફાન બાપુ કાદરી
અશરફી ઉપલેટા, ઝેરે હીમાયત સૈયદ આશીફ બાપુ અશરફી જેતપુર,
ઝીનતે જશ્ન સૈયદ અહમદ શાહ બાવા ધોરાજી, ઝેરે નીઝામત
સૈયદ રફીક બાપુ અશરફી જેતપુર થી તશરીફ લાવ્યા હતા. મુસ્લિમ બિરાદરો આ વરસવા વારી રહેમતની
વરસાદમાં સામેલ થઈ સવાબે દારૈન હાંસીલ કરી રહેમતનાં ફુલનીછાવર કરેલ હતા, જેતપુર સિવાય ધોરાજી, જુનાગઢ, તેમજ
સમગ્ર સૌરાષ્ટ્ર માંથી માનવ મહેરામણ ઊમટી પડ્યા હતા.
કાર્યક્રમની શરુઆત કુરાન શરીફની તીલાવતથી કરવામાં આવી હતી. ત્યાર બાદ નાઅત શરીફ અને ઓલ્માઓનાં બયાન બાદ હઝરત નું
બયાન રાખવામાં આવ્યું હતું, અહી ઉપસ્થિત લોકો માટે ચ્હા, પાણી, નાસ્તો,
અને લંગર પણ તકસીમ કરવામાં આવ્યું હતું, આ પ્રોગ્રામ
ને સફળ બનાવવા માટે અશરફી યંગ ગ્રુપ, તકીયા ગ્રુપ, અને જેતપુર વાસીઓ એ જહેમત ઉઠાવી પ્રોગ્રામ ને સફળ બનાવ્યું હતું. તેવું મોહદ્દીસે
આઝમ મિશન જેતપુર નાં સૈયદ હાજી તાહેર મીંયા બાપુ અશરફીએ જણાવ્યું હતું