અનુયાયીઓ

મંગળવાર, 7 મે, 2013

સચોટ મોજણી નવી યોજનાઓના ઘડતર તેમજ હાલની યોજનાઓની સુધારણામાં ઉપયોગી બનશે - આરોગ્ય રાજ્યમંત્રી

૪૨૫૦૦ કુટુંબોની આરોગ્ય અને ઘરસુવિધા મોજણી કરનારાઓની તાલીમનો પ્રારંભ

સચોટ મોજણી નવી યોજનાઓના ઘડતર તેમજ હાલની યોજનાઓની સુધારણામાં ઉપયોગી બનશે - આરોગ્ય રાજ્યમંત્રી

નાગરિકોને સર્વેક્ષણમાં સહયોગ આપવા અપીલ

વડોદરા,

આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પરબતભાઇ પટેલે રવિવારે દાદા ભગવાન સત સ્થાનક ખાતે ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ દાદરા નગર હવેલી તથા દીવ-દમણના ૪૨૫૦૦ કુટુંબોની આરોગ્ય અને ઘરસુવિધા મોજણી (સર્વે) કરવા માટે પસંદ કરાયેલા મોજણીદારો (ઇન્વેસ્ટીગેટર્સ) ની તાલીમનો શુભારંભ કરાવ્યો હતો. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ફેક્ટ ઇન ડેપ્થ રીસર્ચ એન્ડ ડેવલપમેંટ ઇન્ડિયા પ્રા. લિમિટેડ, ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટયુટ ફોર પોપુલેશન સાયન્સ (આઇઆઇપીએસ) ના સંયુક્ત ઉપક્રમે આયોજિત ડિસ્ટ્રીક્ટ લેવલ હાઉસહોલ્ડ એન્ડ ફેસીલીટી સર્વે (ડીએલએચએફએસ) માં રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ અને મ.સ.વિશ્વવિઘાલય પણ સહયોગ આપી રહી છે.

સર્વે હેઠળ મોજણીદારો (ઇન્વેસ્ટીગેટર્સ) પ્રત્યેક ઘરની મુલાકાત લેશે અને ઠરાવેલા પેરામીટર્સ અનુસારની માહિતી પરિવારો પાસેથી એકત્ર કરશે. મોજણીદારો અસરકારક સર્વે કરી શકે તે માટે પ્રત્યેક ૬૦ વ્યક્તિઓની ત્રણ બેચીસને એકવીસ દિવસની સધન તાલીમ આપવાનું આયોજન છે. તાલીમના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ મંત્રી અને ધારાસભ્યશ્રી જીતુભાઇ સુખડિયાએ શુભેચ્છા પાઠવી હતી. જિલ્લા પંચાયત સદસ્યા માયાબેન જોષી, મ.સ.વિશ્વવિઘાલયના નીતિનભાઇ ભટ્ટ, રજનીકાંત પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સોલંકી, આરટીઓના પ્રતિનિધિશ્રી દિલીપસિંહ સોલંકી તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 

ગુજરાત સરકાર છેવાડાના માનવીઓ સુધી આરોગ્ય અને રસ્તા, વીજળી, આવાસ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં દેશમાં મોખરે છે તેની વિગતવાર માહિતી આપતાં આરોગ્ય રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોઇપણ સર્વેક્ષણની સફળતા માટે લોકોનો સહયોગ અને મળતી માહિતીની સચોટતા અનિવાર્ય છે. એટલે આવરી લેવાયેલા પરિવારો સાચી અને વિગતવાર માહિતી આપે તથા મોજણીદારો એકપણ પરિવાર કે નાનકડી વિગત પણ બાકાત રહી જાય તેની પૂર્ણ તકેદારી રાખીને સચોટ સર્વેક્ષણ કરે. સર્વેક્ષણમાં મળતી અસરકારક માહિતીઓ (ડાટા) લોકાભિમુખ નવી યોજનાઓના ઘડતર, અમલ હેઠળની યોજનાઓની ક્ષતિઓ જાણીને તેની સુધારણા અને નવીનીકરણ તેમજ સમુચિત નીતિઓના ઘડતર (પોલીસી મેકીંગ) માં ચાવીરૂપ અગત્યતા ધરાવે છે એમ તેમણે ઉમેર્યું હતું.

ફેક્ટ ઇન ડેપ્થના અધ્યક્ષશ્રી ઝહીર અહેમદખાને સહુને આવકારતા જણાવ્યું હતું કે, સર્વેની પૂર્વ તૈયારીના રૂપમાં ધર નંબરો આપી દેવામાં આવ્યા છે. ગુજરાત, દીવ-દમણ અને દાદરા નગર હવેલી ઉપરાંત જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં સર્વેક્ષણની કામગીરી તેમના સંગઠનને સોંપવામાં આવી છે. અંતમાં, પ્રાજક્તા મિશ્રાએ આભાર વ્યક્ત કર્યો હતો. 

 

 

આ સર્વેક્ષણ ક્રોસ ચેકીંગમાં ઉપયોગી બનશે - મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી

વડોદરા,

રવિવારે ડિસ્ટ્રેક્ટ લેવલ હાઉસહોલ્ડ એન્ડ ફેસીલીટી સર્વેની તાલીમના શુભારંભ પ્રસંગે એક સંવાદમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સોલંકીએ સર્વેક્ષણમાં મળનારી માહિતી માતા મરણ દર, બાળ મરણ દર, સંસ્થાકીય પ્રસુતિઓના દરના વર્તમાન આંકડાઓના ક્રોસ ચેકીંગમાં પણ ઉપયોગી બનશે. એફઆર એન્ડ ડીઆઇના અધ્યક્ષશ્રી ઝહીર અહેમદખાને જણાવ્યું હતું કે, સર્વે દ્વારા એકત્ર કરાનારી માહિતીઓમાં પ્રજનન દર, રસીઓની ઉપલબ્ધિ અને રસીકરણની નિયમિતતા, રસીકરણનો લાભ લેવાનું પ્રમાણ, માતા અને બાળમરણ દર, એચઆઇવી એઇડસની પરિસ્થિતિ, હિમોગ્લોબીનનું પ્રમાણ અને બોડીમાસ ઇન્ડેક્સ, શિક્ષણ, આર્થિક સ્થિતિ, આરોગ્ય સેવાના વાહનો, દવાઓ, તબીબોની સેવાઓની ઉપલબ્ધિ જેવી વ્યાપક અને વ્યૂહાત્મક બાબતોનો સમાવેશ થાય છે. તાલીમ બાદ પાંચ મહિનામાં એટલે કે નવેમ્બર-૨૦૧૩ સુધીમાં તેનો અહેવાલ સુપ્રત કરવાનું આયોજન છે. ગુજરાત, દીવ-દમણ, દાદરા નગર હવેલી ઉપરાંત જમ્મુ કાશ્મીર રાજ્યમાં પણ અમે સર્વેક્ષણ કરવાના છે. ૪૨,૫૦૦ લક્ષિત કુટુંબોના પ્રત્યેક ધરની મુલાકાત સર્વેક્ષણ હેઠળ ઇન્વેસ્ટીગેટર્સ લેવાના છે. નાગરિકોનો સહયોગ સર્વેક્ષણની સફળતા માટે ધણો જરૂરી છે એમ તેમણે ઉમેયું હતું.

 

શાળા આરોગ્ય કાર્યક્રમના લાભાર્થી વિઘાર્થીઓને હવે બહેરાશ નિવારણ માટે કોકલીયર ઇમ્પ્લાન્ટનો પણ લાભ મળશે - આરોગ્ય રાજ્યમંત્રી

વડોદરા,

આરોગ્ય અને સુખાકારી સર્વેક્ષણ તાલીમનો રવિવારે શુભારંભ કરાવતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે શાળા આરોગ્ય કાર્યક્રમમાં લાભાર્થી વિઘાર્થીઓને બહેરાશ નિવારણ માટે કોકલીયર ઇમ્પ્લાન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત નાગરિકોના બ્લડ ગ્રુપનું પરિક્ષણ અને બ્લડસુગરની ચકાસણીનું આયોજન આરોગ્ય વિભાગે કર્યું છે. અંગે વધુ જાણકારી આપતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સોલંકીએ જણાવ્યું હતું કે, શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમ દરમિયાન હાર્ટ, કીડની, કેન્સર અને થેલેસેમિયા પીડિત બાળકોની ઉચ્ચ સારવાર કરાવવા માટેની મંજૂરીની સત્તા હવે જિલ્લા કક્ષાએ આપવામાં આવી છે. જ્યારે બહેરાશ નિવારણ માટે કોકલીયર ઇમ્પ્લાન્ટની પૂર્વ મંજૂરી રાજ્યસ્તરેથી મેળવ્યા પછી, ઉચ્ચ સારવારની મંજૂરી આપવામાં આવે છે.

 

વિવિધ રમતોના ખેલાડીઓ સ્પોર્ટસ હોસ્ટેલ્સમાં પ્રવેશ મેળવવા અરજી કરે 

વડોદરા,

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા નડિયાદ, ભાવનગર, પોરબંદર, લીંબડી અને દેવગઢબારિયા ખાતે સ્પોર્ટસ હોસ્ટેલ્સનું સંચાલન કરવામાં આવે છે. હોસ્ટેલ્સમાં છેલ્લા ૦૫ વર્ષ દરમિયાન રાષ્ટ્રીય કક્ષાની રમત સ્પર્ધાઓમાં ભાગ લેનારા / વિશિષ્ઠ સિદ્ધિઓ મેળવનારા અને શાળાઓમાં ભણતા, તા. ૩૧/૧૨/૨૦૧૩ના રોજ ઉંમર ૧૭ વર્ષથી ઓછી થતી હોય તેવા કુસ્તી, એથ્લેટીક્સ, કબડ્ડી, બાસ્કેટ બોલ, હેન્ડબોલ, ક્રિકેટ, ખોખો, વોલીબોલ, આર્ચરીના રમતવીરોને પ્રવેશ આપવામાં આવે છે. તેના અનુસંધાને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, વડોદરાના સિનિયર કોચશ્રી જયેશ ભાલાવાળાએ કુસ્તી (ભાઇઓ), એથ્લેટીક્સ (ભાઇઓ/બહેનો), કબડ્ડી (ભાઇઓ) ના ખેલાડીઓને સિનિયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, મરીડા ભાગોળ, ભૈરવનાથ મંદિર સામે, નડિયાદ (ફોન નં. ૦૨૬૮-૨૫૬૧૭૯૨) ને, બાસ્કેટ બોલ અને હેન્ડબોલ (ભાઇઓ) ના ખેલાડીઓને સિનિયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર બહુમાળી બિલ્ડિંગ, બ્લોક નં. એસ-૧૮/૧, ભાવનગર (૦૨૭૮- ૨૫૧૨૯૬૬) ને, ક્રિકેટ (ભાઇઓ) ના ખેલાડીઓને સિનિયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, દુલીપ સ્કૂલ ઓફ ક્રિકેટ, સ્ટેશન રોડ, પોરબંદર (૦૨૮૬-૨૨૪૭૩૯૯)ને, ખોખો અને વોલીબોલ (ભાઇઓ-સેન્ટર ઓફ એક્સેલન્સ) ના ખેલાડીઓને સિનિયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સ્પોર્ટસ હોસ્ટેલ કમ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, સૌરાષ્ટ્ર કો-ઓપ. સ્પીનીંગ મીલ સામે, લીંબડી, જિ. સુરેન્દ્રનગર (ફોન નં. ૦૨૭૫૩-૨૬૦૭૩૪)ને અને એથ્લેટીક્સ અને આર્ચરી (ભાઇઓ/બહેનો) તથા આર્ચરીના ખેલાડીઓને (આર્ચરી-સેન્ટર ઓફ એક્સેલન્સ /ભાઇઓ-બહેનો) ને સિનિયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, શ્રી જયદીપસિંહજી રમત સંકુલ, દેવગઢબારિયા, જિ. દાહોદ (૦૨૬૭૮-૨૨૦૨૦૯) ને તા. ૧૮/૫/૨૦૧૩ સુધીમાં અરજીઓ મોકલી આપવા જણાવાયું છે. નિયત અરજીપત્રકો કુબેર ભવન, વડોદરાના આઠમા માળે આવેલા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતેથી મળશે. ઉલ્લેખનીય છે કે વોલીબોલ ભાઇઓ અને આર્ચરી (ભાઇઓ/બહેનો) ના રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં ભાગ લેનારા/વિશિષ્ઠ સિદ્ધિ મેળવનારા ખેલાડીઓ માટે ગુજરાત સરકારે નિવાસી એક્સેલન્સ (વિશિષ્ઠ) યોજના અમલમાં મુકી છે. જેના હેઠળ ખેલાડીઓને તાલીમ, ભોજન, સ્ટાઇપેન્ડ, ગણવેશ, વીમાછત્ર અને રમત સાધનો વિનામૂલ્યે આપવામાં આવે છે. વધુ માહિતી વેબસાઇટ www.sycd.gujarat.gov.in પરથી મળી શકશે.

 

કૃષિ મહોત્સવને સફળ બનાવવા ૧૯ ખાતાઓ અને વિભાગો યોગદાન આપશે

વડોદરા,

૧૪મી મે, ૨૦૧૩થી શરૂ થતા આગામી કૃષિ મહોત્સવને સફળ બનાવવા રાજ્યના ૧૯ જેટલાં ખાતાઓ, વિભાગો, નિગમો, ટીમ ગુજરાતની ભાવના સાથે યોગદાન આપશે. આમ, કૃષિ મહોત્સવ ફક્ત ખેતીવાડી, બાગાયત કે પશુપાલન ખાતાનું આયોજન બની રહેતા, સમગ્ર પ્રશાસનીક ટીમનું આયોજન બની રહેશે. તેમાં ઉપરોક્ત ત્રણ ઉપરાંત મહેસુલ વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત જમીન વિકાસ નિગમ, મત્સ્ય વિભાગ, સિંચાઇ વિભાગ, ગ્રામ વિકાસ અને પંચાયત વિભાગ, કૃષિ વિશ્વવિઘાલય, માહિતી ખાતુ, વન અને પર્યાવરણ વિભાગ, ઊર્જા વિભાગ, સહકાર વિભાગ, આરોગ્ય, શિક્ષણ વિભાગ, ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની અને ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપની સહયોગ આપશે.

 

 

કૃષિ મહોત્સવના ભાગરૂપે કૃષિ ગોષ્ઠીઓ અને મેગા ખેડૂત શિબિરોનું આયોજન

વડોદરા,

કૃષિ મહોત્સવનો આશય ખેડૂતોને ખેતીવાડીના ક્ષેત્રમાં નવા સંશોધન, નવી કૃષિ પદ્ધતિઓ, જળ બચતના ઉપાયો, સૂકી ખેતી, નવા બિયારણો, જૈવિક જીવાતના નિયંત્રણના ઉપાયો, ખાતર, બિયારણ, જતુંનાશક દવાઓનો સમજદારીપૂર્ણ અને કરકસરભર્યો ઉપયોગ, જમીનની પ્રકૃતિ અને આબોહવા પ્રમાણે અનુકૂળ ખેતી, પશુ ઓલાદની સુધારણા, વળતરયુક્ત પશુપાલન ઇત્યાદીની જાણકારી તજજ્ઞો દ્વારા પુરી પાડવાનો પણ છે. તેના ભાગરૂપે વર્ષના કૃષિ મહોત્સવ દરમિયાન જિલ્લાના તમામ બાર તાલુકાઓમાં કુલ ૨૩ કિસાન ગોષ્ઠી અને મહા ખેડૂત શિબિરો યોજવાનું આયોજન આત્માના સહયોગથી કરવામાં આવ્યું છે. તદઅનુસાર, વડોદરા તાલુકાના કેલનપુર (તા.૨૫/૦૫) અને મારેઠા (તા.૩૧/૦૫) ગામે, પાદરા તાલુકાના મજાતણ (તા.૨૦/૦૫) અને શાણપુર (તા.૨૪/૦૫)ગામે, વાધોડિયા તાલુકાના ગજાદરા (તા.૨૨/૦૫) અને વાધોડિયા (તા.૧૪/૦૫) ગામે, કરજણ તાલુકાના બચાર (તા.૨૩/૦૫) અને કરજણ (તા.૨૯/૦૫) ખાતે, સાવલી તાલુકાના પોઇચા (તા.૨૪/૦૫) અને સમલાયા (તા.૧૪/૦૫) ખાતે, ડભોઇ તાલુકાના કડધરા (તા.૧૮/૦૫) અને માવલી (તા.૧૫/૦૫) ખાતે શિનોર તાલુકાના શિનોર (તા.૨૧/૦૫) અને સાધલી (તા.૨૬/૦૫) ખાતે, સંખેડા તાલુકાના હરેશ્વર (તા.૨૬/૦૫) અને કોસીન્દ્રા (તા.૧૮/૦૫) ખાતે, છોટાઉદેપુર તાલુકાના ગાબડિયા (તા.૧૪/૦૫) અને તેજગઢ (તા.૨૯/૦૫) ખાતે, નસવાડી તાલુકાના કુંકાવટી (તા.૧૬/૦૫) અને ચામેઠા (તા.૧૪/૦૫) ખાતે, કવાંટ તાલુકાના મોટા વાંટડા (તા.૧૬/૦૫) અને કવાંટ (તા.૧૯/૦૫) ખાતે તથા જેતપુરપાવી તાલુકાના કલારાણી (તા.૧૫/૦૫) ખાતે અનુક્રમે કિસાન ગોષ્ઠી અને મહા ખેડૂત શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે.

 

ઉમા કન્ઝયુમર સહકારી મંડળી ફડચામાં લઈ જવા અંગે વાંધા સૂચનો મંગાવાયા 

વડોદરા,

ઓડિટર દ્વારા કરવામાં આવેલી ભલામણને અનુલક્ષીને જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓએ જીઆઇડીસી, મકરપુરા ખાતેની ધી ઉમા કન્ઝયુમર્સ સહકારી મંડળીને ફડચામાં લઈ જવાનો વચગાળાનો આદેશ કર્યો છે. તેના ફડચા અધિકારી તરીકે સહકારી અધિકારી, ફડચા નં. ૪ની નિમણૂંક કરી છે. હુકમ સામેના વાંધા કે રજૂઆતો, હુકમની તારીખથી એક મહિનાની મુદતમાં જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ સમક્ષ કરી શકાશે. જો કોઇ વાંધા કે રજૂઆતો નહીં મળે તો વચગાળાના ફડચા હુકમને કાયમી કરવામાં આવશે. 

 

એ મૃતકના કુટુંબીજનો સંપર્ક કરે

વડોદરા,

અંદાજે ૫૦ વર્ષની ઉંમના બાબુભાઇ છોટાભાઇને તા. ૨૯/૦૪ના રોજ એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમનું તા. ૪/૦૫/૨૦૧૩ના રોજ મરણ થયું છે. મૃતકના ધર-પરિવાર, સરનામાની કોઇ જાણકારી નથી. તેણે શરીર પર સફેદ લાઇનીંગવાળુ શર્ટ અને રાખોડી રંગનું પેન્ટ પહેર્યાં છે. જમણી આંખની નીચે મસો છે. તેમના કુટુંબીજનોને તાત્કાલિક રાવપુરા પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.

 

 

 

 

હાઇટેક કેળની ખેતી

ઉચ્ચશિક્ષણ મેળવી વ્હાઈટ કોલર જોબની જગ્યાએ ખેતીને વ્યવસાય બનાવતા શ્રી સ્મીત પટેલ

સ્‍મીત પટેલ કહે છે કે નોકરી કરતાં ખેતી સારી આજે પણ ખેતી ઉત્‍તમ જ છે

નડીઆદ-

ગુજરાતીમાં એક ઉકિત છે "ઉત્‍તમ ખેતી, મધ્‍યમ વેપાર અને કનિષ્‍ઠ નોકરી" જયારે બીજી ઉકિત "સારી થઇ તો ખેતી નહીં તો ફજેતી" આમ ખેતી માટે ત્રણ ઉકિત છે. "ખેડ-ખાતરને પાણી મહેનત લાવે તાણી" વર્ષો પહેલા ખેતીનો વ્‍યવસાય ઉત્‍તમ ગણાતો અને ખેડૂત જગતનો તાત પરંતુ ખેતીમાં વળતર ઓછું અને મહેનત વધુ અને ઘણીવાર પાકના ઉત્‍પાદન સામે ખર્ચ વધી જતો અને ઘણીવાર પાક નિષ્‍ફળ જતો જેથી ખેડૂત દેવાના ડુંગર નીચે દબાઇ જતો. પરંતુ હવે હાઇટેક ખેતીના લીધે વળતર વધુ મળે છે. ટપક સિંચાઇ જેવી પધ્‍ધતિથી તો પચાસ ટકા જેટલો ખર્ચ બચી જાય છે. જો  હાઇટેક ખેતી પધ્‍ધતિથી  બાગાયતના રોકડીયા પાકો ખેડૂતને માલામાલ બનાવી દે છે.

મૂળ ગામ બોરીયાવી પરંતુ કણજરીમાં ખેતીની જમીન ધરાવતા ખેડૂત શ્રી સ્‍મીત પટેલ બી.કોમ, ડીપ્‍લોમા ઇન ટેકસેશન એન્‍ડ લો પ્રોગ્રામ તેમજ અમદાવાદમાં ઇન્‍વેસ્‍ટમેન્‍ટ મેનેજમેન્‍ટની ડીગ્રી મેળવી હોવા છતાં વ્‍હાઇટ કોલર જોબ મેળવી એ.સી.ચેમ્‍બરમાં કે પંખા નીચે ખુરશીમાં બેસી આરામની નોકરી કરવાની જગ્‍યાએ ખેતીને વ્‍યવસાય બનાવ્‍યો છે. તેઓ કહે છે કે નોકરી કરતાં ખેતીમાં વળતર વધુ મળે છે. આજે પણ ખેતી ઉત્‍તમ છે. સ્‍મીત પટેલએ અઢી વીગામાં કેળની ખેતી કરી છે. તેઓ જી-૯ નામના કેળની જાતના ટીસ્‍યુ કલ્‍ચર ઓગષ્‍ટ-૨૦૧૧માં વાવણી કરી હતી. તેના પાકનો પ્રથમ ઉતારો સચ્‍ટેમ્‍બર-૨૦૧૨માં મળ્યો એક કેળની લૂમ ૩૮ થી ૪૦ કી.ગ્રા.નો ઉતારો હતો. એક વીગા જમીનમાં ૭૦૦ જેટલા છોડ રોપવામાં આવ્‍યા હતા. એક છોડ દીઠ પચાસ રૂપિયા જેટલો ખર્ચ થયો છે અને એક વીગામાં ૨૬ થી ૨૮ હજાર કી.ગ્રા.નો ઉતારો મેળવ્‍યો છે અને આ કેળ દિલ્‍હી, કાશ્મીર, રાજસ્‍થાન, હરિયાણા જેવા નગરોમાં તેમજ મોટા મોલમાં ઉંચા ભાવે વેચાણ કર્યા છે. આમ, ૨૦ કિ.ગ્રા કેળાના રૂ.૨૫૦ થી ૩૦૦નો ભાવે વેચાણ કરેલ છે અને એક વીગામાંથી રૂ..૩.૫૦ લાખથી ૪ લાખ રૂપિયાનું વળતર મેળવ્‍યું છે.  આજ કેળના છોડ ઉપર એક પાક લીધા બાદ છોડના પીલામાંથી બીજો પાક અપ્રિલ-૨૦૧૩માં લીધો. બીજી વખત લીધેલા પાકને ખેડૂત ભાષામાં લામ પાક કહેવાય છે. આમ, ટીસ્‍યુકલ્‍ચર છોડમાંથી ત્રણ થી ચાર પાક પણ લઇ શકાય છે. બીજી વખતના પાકમાં ઉત્‍પાદન થોડું ઓછું મળે છે. પરંતુ છોડની વાવણી અને નવા છોડની ખરીદીના ખર્ચ બચે છે. જેથી વળતર સરખું જ મળે છે. સ્‍મીત પટેલના કહેવા મુજબ તેમના ખેતરના કેળની ગાંઠોમાંથી ટીસ્‍યુકલ્‍ચર રોપા તૈયાર કરવા માટે એગ્રો કંપનીઓ એક ગાંઠના ચાર થી પાંચ રૂપિયા આપીને ખરીદી કરે છે. જેથી ગાંઠોમાંથી પણ આવક મેળવે છે.

શ્રી સ્‍મીત પટેલ પાસે ૨૦ વીગા જમીન છે તેમાં તેઓ મુખ્‍ય પાક બટાટાનો લે છે. બીજા નંબરે આદુની ખેતી કરે છે. આદુનું તેઓ સીધુ વેચાણ કરતા નથી. પરંતુ સૂંઠ બનાવીને વેચે છે. જેથી વળતર વધુ મેળવે છે.

 

પ્રકૃતિના ખોળે હાઇટેક એજ્યુકેશન

ઝુપડા આગળ ઝાડના છાયડે લેપટોપથી દેશ દુનિયાના વાવડ માત્ર ધોરણ ૭ ભણેલા અને કાપડની ફેરી કરી ગુજરાન ચલાવતા પિતાએ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા પુત્રને લેપટોપ અપાવ્યું

નડીઆદ-

ગુજરાત દરેક ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી છે. વિકાસ નરી આંખે જોઈ શકાય છે. ૨૧મી સદી ભારતની સદી છે અને જ્ઞાનની સદી છે એમ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અવાર-નવાર તેમના પ્રવચનમાં ઉલ્લેખ કરતા હોય છે. તેઓ ખાસ કરીને ગરીબ, આદિવાસી અને દલિત સમાજમાં પણ શિક્ષણ ભૂખ ઉઘડી છે. તેવું જણાવતા હોય છે. ખરેખર ગરીબ, આદિવાસી અને દલિત સમાજમાં શિક્ષણની ભૂખ ઉઘડી છે. તેનો પ્રત્યક્ષ પૂરાવો જોઈએ તો ખેડા જિલ્લાના મુખ્યમથક નડીઆદ શહેરને અડીનો આવેલા કણજરી નગરની નગરપાલિકાની ભાડાપટ્ટાની જમીન ઉપર ઝુપડુ બનાવી રહેતા અને કાપડની ફેરી કરીને કુટુંબનું ગુજરાન ચલાવતા રમેશભાઈ  ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા તેમના પુત્ર અરૂણકુમારને મજૂરી કરીને લેટેસ્ટ મોડેલનું લેપટોપ અપાવ્યું છે.

રમેશભાઇ કહે છે કે, હું ગરીબાઇના કારણે ભણી શક્યો નહીં પરંતુ મારા સંતાનોને હું ઉચ્ચશિક્ષણ અપાવવાનો નિર્ધાર કર્યો છે. તેમની પુત્રી ધોરણ-૧૧ કોમર્સ અને નાનો પુત્ર ધોરણ-૧૦માં અભ્યાસ કરે છે.

૪૧ વર્ષિય રમેશભાઇના પત્નિ મંજુલાબહેન કહે છે કે, મારા પતિની બધી આવક મારા ત્રણ બાળકોના અભ્યાસમાં ખર્ચાય જાય છે. હું મારા બાળકોને ભણાવવા માંગુ છું. અમે જે મુસીબતો ઉઠાવી છે તે અમારા સંતાનો ન ઉઠાવે. તેઓ ભણીગણીને સારા નાગરિક બને. આજની યુવા પેઢીના હાથમાં આવનારી આવતી કાલને સમૃધ્‍ધ બનાવીએ.

 

૨૫ વર્ષથી બટાકાની ખેતી કરતા પ્રવીણ પટેલ કહે છે કે ગુજરાત પ્રોસેસીંગ બટાકાનું હબ બનશે

વેફર અને નમકિન સુગરફ્રી લેડીરોઝ બટાકામાંથી બને છે

શાકના બટાકા અને વેફરના બટાકા બન્‍નેની જાતો અલગ

નડીઆદ-

શાકભાજીના રાજા ગણાતા બટાકાનો આજે અન્‍ય ઉપયોગ વેફર અને નમકિન બનાવવામાં થઇ રહયો છે. વેફર અને નમકિન બધાની મનપસંદ છે. ઠંડા પીણા સાથે વેફર અને નમકિન મળી જાય એટલે બસ. બાળકો અને યુવાનોને ભાવતું ભોજન મળી ગયું. ઘરમાં બનાવેલી વેફર કે નમકિન બાળકોને આપો એટલે તરત જ કહેશે આનો સ્વાદ બજાર જેવો નથી આવ તો. શું તમે જાણો છે કે ઘરના વેફર કે નમકિન બજાર જેવા કેમ નથી હોતા? ઘરમાં બનાવેલી વેફરનો સ્વાદ બહાર મળતી વેફર જેવો કેમ નથી હોતો? ઘરમાં બનતી વેફર સામાન્ય રોજ બરોજના  જમવામાં વપરાશમાં લેવામાં આવતા બટાકામાંથી બનાવવામાં આવે છે. જયારે બહાર મળતી વેફર ખાસ પ્રોસેસીંગ પ્રોસેસીંગ માટેના લેડીરોઝ એટલે કે એલ.આર.ટૂંકા નામથી જાણીતા બટાકામાંથી બને છે. હવે તમને પ્રશ્‍ન થશે કે આ બટાકા શું છે ? બટાકા તો બટાકા હોય એમાં સામાન્‍ય અને પ્રોસેસીંગ બટાકા (સુગર ફ્રી પોટેટો) હોય ખરા ?

પ્રોસેસીંગ બટાકાનું વાવેતર કરતા કૃષિપુત્ર મૂળ બોરીઆવીના પરંતુ  ખેડા જિલ્‍લાની સરહદે આવેલા કણજરી ગામના પ્રવીણભાઇ પટેલ છેલ્‍લા ૨૫ વર્ષથી બટાકાની ખેતી કરી રહયા છે. બી.કોમ.નો અભ્‍યાસ કર્યા બાદ તેમણે કૃષિને વ્‍યવસાય તરીકે અપનાવ્‍યો. તેઓ બટાકાની વિવિધ જાતોનું વાવેતર કરે છે. તેમનું કહેવું છે કે ગુજરાતમાં બટાકાની ત્રણ જાત જોવા મળે છે. બાદશાહ, પોખરાજ અને લોકર. બનાસકાંઠામાં બાદશાહ અને પોખરાજ જાતના અને સાબરકાંઠા, દહેગામમાં બાદશાહ, પોખરાજ અને લોકર તથા ખેડા જિલ્‍લામાં પોખરાજ અને લોકર જાતના બટાકાનું વાવેતર થાય છે.

પ્રવીણભાઇએ ચાલુ વર્ષે પોતાના ખેતરમાં લેડીરોઝ (પ્રોસેસીંગ અને સુગરફ્રી બટાકા)ની ખેતી કરી હતી. રાજય સરકાર દ્વારા તેમને એક હેકટર દીઠ રૂ.૧૦,૦૦૦/-ની સહાય આપવામાં આવી હતી. તેમણે ઉત્‍તમ બિયારણ, છાંણીયું અને રાસાયણિક ખાતર તથા ટપક સિંચાઇ પધ્‍ધતિથી બટાકાના મબલખ પાકનું ઉત્‍પાદન કર્યું. તેઓ કહે છે કે..... કૃષિપુત્ર થોડી મહેનત કરે અને પાકની માવજત તથા કાળજી લે તો શ્રેષ્‍ઠ ઉત્‍પાદન અવશ્‍ય મેળવી શકે છે. પ્રવીણભાઇએ કહયું કે સુગરફ્રી બટાકાનો ભાવ સામાન્‍ય બટાકાના ભાવ કરતાં વધુ હોય છે. સામાન્‍ય બટાકા ૧૦ થી ૧૨ રૂપિયે કી.ગ્રા. મળતા હોય છે ત્‍યારે સુગરફ્રી બટાકાનો ભાવ ૪૦ થી ૪૫ રૂપિયે કિ.ગ્રા. હોય છે. સુગરફ્રી બટાકા અને સામાન્‍ય બટાકાની વાત કરતાં પ્રવીણભાઇએ કહયું કે સામાન્‍ય બટાકામાં સુગરનું પ્રમાણ વધુ હોવાથી તેમાથી બનતી વેફર લાલ રંગ પકડે છે. જયારે પ્રોસેસીંગ બટાકામાં સુગરનું પ્રમાણ ઓછું હોવાથી તેમાથી બનતી વેફર સફેદ રંગની તૈયાર થાય છે. બંને વેફરના સ્‍વાદ પણ અલગ હોય છે. પ્રોસેસીંગ બટાકાની માંગ વેફરનું ઉત્‍પાદન કરતી કંપનીઓ વધુ કરતી હોય છે. ગુજરાતમાં પ્રોસેસીંગ બટાકા રાજકોટ, વલસાડ, અમદાવાદ જેવા શહેરોમાં વેફરનું ઉત્‍પાદન કરતી કંપનીઓમાં મોકલવામાં આવે છે. ગુજરાત ઉપરાંત અન્‍ય રાજયોમાં પણ પ્રોસેસીંગ એલ.આર. બટાકાની જાત મોકલવામાં આવે છે.

બટાકાનું ઉત્‍પાદન કર્યા બાદ ઉત્‍પાદન કરેલ માલનો સંગ્રહ કરવાની વિકટ સમસ્‍યા હતી. ઉત્‍પાદન થયેલ માલના સંગ્રહ માટે કૃષિપુત્રોએ ભેગા મળીને કોલ્‍ડ સ્‍ટોરેજ બનાવ્‍યું. જેમાં સામાન્‍ય અને પ્રોસેસીંગ બટાકાના સંગ્રહ કરવાની અલગ અલગ વ્‍યવસ્‍થા કરવામાં આવે છે. બંને જાતના બટાકાનો સંગ્રહ કરવા બટાકામાં સુગરનું પ્રમાણ જાળવવા અલગ અલગ તાપમાનમાં રાખવામાં આવે છે. વળી બટાકામાં અંકુરણ(આંખ) ન ફૂટે એટલે ફોગીંગ કરવું પડે છે. ફોગીંગની પ્રક્રિયા કરવામાં વીજ ખર્ચ પણ વધુ આવે છે. ઉત્‍પાદન સંગ્રહની સમમ્‍યાનું  નિરાકરણ કર્યું ત્‍યાં સંગ્રહ કરવા માટેનો વીજખર્ચ વધુ આવવા લાગ્‍યો. આવા કપરા સમયે રાજય સરકાર કૃષિપુત્રોની વહારે આવી. સરકારશ્રી કોલ્‍ડ સ્‍ટોરેજ માટે વપરાતી વીજળી બિલમાં રૂ.૨ લાખની વીજ બિલ સહાય આપે છે.

આજે વિષ્‍ણુ કોલ્‍ડ સ્‍ટોરેજના માલિક શ્રી પ્રવીણભાઇ પટેલ તેમના કોલ્‍ડ સ્‍ટોરેજમાં તેમના ખેતરમાં ઉત્‍પાદિત થતા તેમજ આજુ બાજુના ગામમાં કૃષિપુત્રોએ ઉત્‍પાદિત કરેલ બટકાનું સ્‍ટોરેજ કરવામાં આવે છે. સિઝન દરમિયાન આ કોલ્‍ડસ્‍ટોરજમાં સંગ્રહ કરવામાં આવતા બટાકાનું પ્રતિ કિ.ગ્રામે રૂ.૧.૪૦ પૈસા ભાડુ લેવામાં આવે છે. સિઝન સિવાયના સમયે પ્રતિ કિલોગ્રામે રૂ.૧.૬૦ ભાડુ લેવામાં આવે છે. આજે તેમના કોલ્‍ડ સ્‍ટોરેજમાં ૪ હજાર ટન બટાકાનું સ્‍ટોરજ કરવામાં આવેલ છે. તેમના કહેવા મુજબ કૃષિપુત્રને બજારમાં સંતોષકારક ભાવ મળતા હોય છે ત્‍યારે તેઓ સ્‍ટોરજ કરેલ બટાકા લઇને બજારમાં વેચવા માટે લઇ જતા હોય છે. કૃષિપુત્ર પાસે અગાઉના સમયમાં સંગ્રહ કરવાની વ્‍યવસ્‍થા ન હોવાને કારણે સિઝનમાં ઓછા ભાવે માલ વેચવો પડતો હતો. વર્તમાનમાં કોલ્‍ડ સ્‍ટોરજની વ્‍યવસ્‍થા ઉપલબ્‍ધ થવાથી કૃષિપુત્રોને સંતોષકારક ભાવ મળે  ત્‍યારે માલ વેચીને વધુ નફો મેળવી શકે છે.

ઉત્‍તર અને મધ્‍ય ગુજરાતમાં લેડી રોઝ બટાકાનું ઉત્‍પાદન દિવસે-દિવસે વધી રહયું છે. ઉત્‍પાદન વધવાથી તેના સંગ્રહ માટે કોલ્‍ડ સ્‍ટોરજ પણ વધી રહયા છે. છેલ્‍લા ૧૦ વર્ષમાં ગુજરાતમાં કુલ ૪૧૭ કોલ્‍ડ સ્‍ટોરજ બનાવવામાં આવ્‍યા છે. પ્રવીણભાઇ કહે છે કે ભવિષ્‍યમાં ગુજરાત પ્રોસેસીંગ બટાકાનું હબ બનશે અને દેશ-વિદેશમાં સુગરફ્રી બટાકાની નિકાસમાં મોખરે હશે.

 

 

New President & Vice President Selection of Dahod Nagar Seva Sadan


દાહોદ નગર સેવા સદનની આગામી અઢી વર્ષ માટેની મુદતના નવા પ્રમુખ- ઉપ પ્રમુખની આજે તા:06-04-2013 ના રોજ નગર ખંડ ખાતે નિયુક્તિ થવા પામી હતી. છેલ્લા કેટલાય દિવસોથી ચાલતી અસંખ્ય અટકળો બાદ આજે સર્વાનુમતે શ્રી રાજેશ સહેતાઈ (પ્રમુખ) તથા શ્રી હેમંત નીનામા (ઉપ પ્રમુખ) તરીકે સર્વાનુમતે ચૂંટાયેલા જાહેર થયા હતા. દાહોદ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી મહેશભાઈ ભુરીયા, મંત્રીશ્રી સુધીર લાલપુરવાલા, ગુલશન બચ્ચાની, શ્રી નગરસિંહ પલાશ, શ્રી કમલેશ રાઠી સહિતના અનેક ગણમાન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ આ પ્રક્રિયા બાદ નવનિયુક્ત નગર પ્રમુખ શ્રી રાજેશ સહેતાઈ તથા ઉપ પ્રમુખ શ્રી હેમંત નીનામાના સમર્થકો દ્વારા એક નગર યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું . આવો, આપણે પણ દાહોદના ટ્રાફિક અને ગંદકી જેવા પ્રાણપ્રશ્નોને ટૂંક સમયમાં જ નિવારવા કાજે આજે મીડિયા સમક્ષ પોતાની કટિબદ્ધતા દર્શાવી ચુકેલા દાહોદ નગરના નવા પ્રમુખ- ઉપ પ્રમુખની પસંદગીની પ્રક્રિયાની કેટલીક તસ્વીરો
Regards......આભાર....
Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 610-500-1103   &  M: 094265 95111
                   E-mail: dostiyaarki@gmail.com &  sachindahod@gmail.com
 

--
You received this message because you are subscribed to the Google Groups "Dahod City Online from www.dahod.com" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to dahod-online+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
 
 

Shrimad Vallbh MahaPrabhuji Pragtyotsav Celebration by Dahod Vaishnav

દાહોદના દેસાઈવાડા સ્થિત શ્રી ગોવર્ધનનાથજીની વૈષ્ણવ હવેલી ખાતે પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક શ્રીમદ વલ્લભાચાર્યજીના પ્રાગત્યોત્સવ નિમિત્તે આયોજિત વિવિધ કાર્યક્રમોને દાહોદના પ્રમુખ ડીજીટલ સ્ટુડીઓના સૌજન્યથી પ્રાપ્ત તસ્વીરો દ્વારા આપણે  આ અવસરને ''ઘર બેઠા ગંગા'' ના ન્યાયે માણીએ: 
                    (News Courtesy by: Sandesh News Paper) 
Regards......આભાર....
Gopi Sheth (U.S.A) Sachin Desai (Dahod)
M:- 610-500-1103   &  M: 094265 95111
 
 
 

--
You received this message because you are subscribed to the Google Groups "Dahod City Online from www.dahod.com" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to dahod-online+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
 
 

મીડીયાના પ્રતિનિધિઓ માટે સેમીનાર






સમાજમાં અમન અને અહિંસાનું પુનઃસ્થા૦પનઃ પ્રચાર માધ્યમોની ભૂમિકા

માઉન્ટં આબુ ખાતે તા.૭ થી ૧૦ જુન દરમ્યાન મીડીયાના પ્રતિનિધિઓ માટે સેમીનાર

રાજસ્થાતનનાં માઉન્ટી આબુ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયની પ્રચાર માધ્યથમો માટેની રાજયોગ એજયુકેશન અને રીસર્ચ ફાઉન્ડે્શન શાખા દ્વારા ''સમાજમાં અમન અને અહિંસાનું પુનઃસ્થા પનઃ પ્રચાર માધ્યકમોની ભૂમિકા'' એ વિષય પર તા.૭ થી ૧૦ જુન સુધી રાષ્ટ્રી ય કક્ષાના એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું  છે. આ સેમીનારમાં ભાગ લેવા માટે તંત્રીઓ, મુદ્રકો, પ્રકાશકો, કટાર લેખકો, ટી.વી. ચેનલોના પ્રતિનિધિશ્રીઓ, અખબારનવેશો, રેડીયો-ટીવીના સંચાલકો, કેન્દ્રી-રાજય સરકારના માહિતી અધિકારીશ્રીઓ, મલ્ટીખ નેશનલ કંપનીના જનસંપર્ક અધિકારીશ્રીઓ વગેરેને આમંત્રણ પાઠવવામાં આવે છે. રજીસ્ટ્રેાશન માટે કોઇ જ પ્રકારની ફી રાખવામાં આવી નથી. આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છરનાર પત્રકારોએ જે તે જિલ્લા ના પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયના સેન્ટીરો પરથી નિયત ફોર્મ મેળવીને સંપૂર્ણ વિગતો ભરીને જે તે સંસ્થાયમાં કામ કરતા હોય તેના આઇ.કાર્ડની ઝેરોક્ષ સાથે તા.૧૫ મી મે ૨૦૧૩ સુધીમાં બ્રહ્માકુમારીઝ રાજયોગ સેન્ટઆર, ''જયોતી દર્શન'', ૧- પંચશીલ સોસાયટી, દોશી હોસ્પીમટલ સામે, રાજકોટ-૩૬૦૦૦૪ અથવા સંબંધિત તાલુકા-જિલ્લાનના બ્રહ્માકુમારીઝ સેન્ટંરોમાં મોકલી આપવા રાજકોટ સબ ઝોનના ઇન્ચાગર્જ શ્રી બી.કે. ભારતીની યાદીમાં જણાવાયું છે.

ફોટોગ્રાફર્સનો મહાકુંભ






પ્રોફેશનલ અને નોનપ્રોફેશનલ ફોટોગ્રાફર્સનો મહાકુંભ

સ્ટુડન્ટ્સ ઓફ ધી ફોટોગ્રાફી ક્લબ દ્વારા ગાંધીનગરની ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી ખાતે એક કોન્ફરન્સ કમ ફોટોગ્રાફી વર્કશોપનું આયોજન આગામી રવિવારના રોજ કરવામાં આવ્યું છે. આ વર્કશોપને અવન્ત ગ્રેડ-૨૦૧૩ એવું નામ આપવામાં આવ્યું છે. જેમાં શહેરની વિવિધ પ્રિમિયર ઇનસ્ટીટયુટ જેવી કે એનઆઇડી, સેપ્ટ, ડીએઆઇઆઇસીટી, નિફ્ટ, આઇઆઇએમ-એ અને પીડીપીયુ વગેરેના સ્ટુડન્ટ્સ એક મંચ પર એકત્ર થશે. આ વર્કશોપમા યંગ સ્ટુડન્ટ્સ, ઇમેચ્યોચર ફોટોગ્રાફર્સ ઉપરાંત પ્રોફેશનલ ફોટોગ્રાફર્સ પણ ભાગ લેશે. આ અંગે ફોટોગ્રાફી ક્લબના સેક્રેટરી ભાસ્કર દાસ કહે છે કે, આ વર્કશોપનો મુખ્ય હેતુ એ છે કેે શહેરની આવી વિવિધ પ્રિમિયર ઇન્સિટયૂટના સ્ટુડન્ટસ એક પ્લેટફોમ પર આવે. જેથી તેઓ આર્ટને અન્ય સામે પણ રજૂ કરી શકે અને એકબીજા વચ્ચે ઇન્ટરએક્શન પણ સ્થપાય. જેમાં ઇમેચ્યોર ફોટોગ્રાફર્સ, પ્રોફેશનલ ફોટોગ્રાફર્સ અને આર્ટ લવર ભાગ લેશે.  જેને લઇને  શહેરની વિવિધ ઇન્સ્ટિટયૂટ અને કોલેજોના સ્ટુડન્ટ્સનો સારો એવો પ્રતિસાદ મળ્યો છે. નોંધનીય બાબત એ છે કે આ વર્કશોપ માટે કોઇ પણ જાતની ફી રાખવામાં આવી નથી. આ વર્કશોપ બાદ અમે 'વિમેન એમ્પાવરમેન્ટ' વિષય પર એક ફોટોગ્રાફી કમ્પીટીશનનું પણ આયોજન કરવા જઇ રહ્યાં છીએ. જ્યારે આઇઆઇટીજીનો સ્ટુડન્ટ પંકજ ગૌતમ કહે છે કે, આ વર્કશોપનો મુખ્ય હેતુ એ છે કે યંગ ફોટોગ્રાફર્સને એક પ્લેટફોર્મ મળી રહે. કે જ્યાં તેઓ પોતાની આર્ટને લોકો સમક્ષ રજૂ કરી શકે. આ વર્કશોપ એનઆઇડીના ડૉ.દીપક જ્હોન મેથ્યુ દ્વારા કન્ડક્ટ થશે. તેઓ ફોટોગ્રાફીના વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત છે. ઉપરાંત દિલ્હીના જાણીતા ફોટોગ્રાફર શિવ આહુજા કે જેઓ પ્રોફેશનલ ફોટોગ્રાફર છે તે પણ ઉપસ્થિત રહેશે. આ વર્કશોપથી સ્ટુડન્ટ્સને પણ ફોટોગ્રાફીથી વાકેફ કરવામાં આવશે. ઉપરાંત તેઓને ફોટોગ્રાફીમાં રસ ઉભો થાય એવા ્પ્રયાસો પણ કરવામાં આવશે.

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર







ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

Link to ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

જીવનની મહત્તા સમજો અને તેનો સદુ૫યોગ કરો

Posted: 06 May 2013 11:06 AM PDT

જીવનની મહત્તા સમજો અને તેનો સદુ૫યોગ કરો મનુષ્ય જીવન એક નગણ્ય શી એવી તુચ્છ વસ્તુ નથી, જેને હલકી દ્રષ્ટિથી જોવામાં આવે અને હલકા કાર્યોમાં ખર્ચી નાંખવામાં આવે. આ નિરંતર પ્રગતિ અને ત૫નું ૫રિણામ છે. તેનું મૂલ્ય અને મહત્વ સમજવું જોઈએ. એ વિચારવું જોઈએ કે આ સુઅવસરનો લાભ કેવી રીતે ઉઠાવવામાં આવે. આવા અવસરો વારંવાર આવતા [...]

જ્ઞાન અને શ્રમનો સંયોગ આવશ્યક

Posted: 06 May 2013 10:36 AM PDT

જ્ઞાન અને શ્રમનો સંયોગ આવશ્યક  મનોબળનો વિકાસ જ સાહસ, સૂઝબૂજ, કુશળતા, કલાકારિતા, યોગ્યતાનું પ્રતીક છે, ૫રંતુ ફકત બૌદ્ધિક યોગ્યતા જ મનુષ્યને પૂર્ણ૫ણે સંતુષ્ટ કરી શકતી નથી. હૃદય અને તેના ઉદ્ગારો એવા છે, જેની જરૂર માણસોને જ નહિ, સાધારણ જીવધારીઓને ૫ણ હોય છે. પ્રેમ, સ્નેહ, વાત્સલ્ય, સૌજન્ય શ્રદ્ધા, નિષ્ઠા, આસ્થાનું સ્થાન મનુષ્ય જીવનમાં માનસિક શકિતઓ કરતાં [...]
You are subscribed to email updates from ઋષિ ચિંતનના સાંનિધ્યમાં
To stop receiving these emails, you may unsubscribe now.
Email delivery powered by Google
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610