અનુયાયીઓ

શનિવાર, 23 માર્ચ, 2013

MAHITI KHATANA SAMACHARO

વન વિકાસ નિગમ દર વર્ષે ચાર કરોડ રૂપિયા જેટલી નફાની રકમનું ગૌણ વન પેદાશ એકત્ર કરનારાઓને વિતરણ કરે છે

વન પેદાશોના ભંડારણ (સ્ટોરેજ) માટેનું રાજ્યનું પ્રથમ કોલ્ડ સ્ટોરેજ તૈયાર

સફેદ ખાખરો રગત રોહિડો ચારોલી જેવા ટોચથી મૂળ સુધી ઉપયોગી વનવૃક્ષોના વિગતવાર અભ્યાસ અને સંશોધનની ભલામણ કરતા નિગમ અધ્યક્ષ કે.ટી.ભીલ

ગૌણ વન પેદાશોના વેચાણની રકમમાંથી એકત્રીકરણકારોને મળવાપાત્ર રૂપિયા મનરેગાના ખાતેદાર એકાઉન્ટસમાં સીધેસીધા જમા થશે                                                    

ભાગ્યેજ જોવા મળતો સફેદ ખાખરો ટોચથી મૂળીયા સુધી ઉપયોગી છે. રગત રોહિડો અને ચારોળીના બહુઉપયોગી વૃક્ષોની સંખ્યા આંગળીના વેઢે ગણાય તેટલી બાકી રહી ગઇ છે. તમામ વૃક્ષોની ઉપયોગીતા અને લાભદાયકતાનો વિગતવાર અભ્યાસ અને સંશોધન, તેમના રક્ષણ, ઉછેર અને સંખ્યાવૃદ્ધિમાં મદદરૂપ થશે તેવી લાગણી વન વિકાસ નિગમના અધ્યક્ષશ્રી કે.ટી.ભીલે વ્યક્ત કરી હતી. તેઓએ વન વિકાસ નિગમ આયોજિત ઔષધિય વનસ્પતિઓના એકત્રીકરણ, ખેતી વપરાશ તથા વેચાણના વર્તમાન પ્રવાહો વિષયક પરિસંવાદમાં માર્ગદર્શન આપ્યું હતું. પૂર્વ સાંસદશ્રી કાનજીભાઇ પટેલે પરિસંવાદનો શુભારંભ કરાવ્યો હતો. પ્રસંગે નિગમના વહીવટી નિયામકશ્રી એ.કે.શર્માએ જણાવ્યું હતું કે, એકત્રીકરણકારો દ્વારા એકત્ર કરાતી ગૌણ વન પેદાશોના ભંડારણ (સ્ટોરેજ) ની સગવડનો સંદરત અભાવ હતો. ખોટ પુરવા કૃષિ વિભાગના નાણાંકીય સહયોગથી ગોધરા ખાતે ૬૧૫ મે. ટન સંગ્રહ ક્ષમતા ધરાવતું, વન પેદાશોના સંગ્રહ માટેનું રાજ્યનું પ્રથમ કોલ્ડ સ્ટોરેજ તૈયાર થઇ ગયું છે. કોલ્ડ સ્ટોરેજ સંપૂર્ણપણે આદિજાતિ વન પેદાશ એકત્રીકરણકારો માટે ડેડીકેટેડ કરાયું છે. હવે એકત્રીત કરેલી વન પેદાશોના વેચાણમાં બિન જરૂરી ઉતાવળ નહીં કરવી પડે.

પરિસંવાદમાં રાજ્યના તમામ વન વિસ્તારો અને કચ્છ સહિતના જિલ્લાઓમાંથી આવેલા ગૌણ વન પેદાશ એકત્રીકરણકારોને એકત્રીકરણ, ગ્રેડીંગ, પ્રોસેસીંગ, વેલ્યુ એડીશન અને માર્કેટીંગના પાસાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમાં વન વિકાસ નિગમના નિયામક મંડળના સદસ્યો, આણંદ અને વડોદરા વિશ્વવિઘાલયોના વનસ્પતિવિદો, ઉચ્ચ વન અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઔષધિય વનસ્પતિઓનું જ્ઞાનપ્રદ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

૭૦૦ જેટલાં એકમો ૯૦૦ પ્રકારની વનસ્પતિઓનો ઔષધો અને અન્ય ઉત્પાદનો માટે ઉપયોગ કરે છે. તેનો ઉલ્લેખ કરતાં કાનજીભાઇ પટેલે જણાવ્યું હતું કે, જેમના મૂળીયા, થડ, છાલ, સંપૂર્ણ વૃક્ષ ઉપયોગી છે તેવી ૭૨ ટકા વનસ્પતિઓ જડમૂળથી નિકંદનના માર્ગે છે. તેના કારણે ગુણવત્તાસભર કાચા માલની ઉપલબ્ધિ પણ જોખમમાં મૂકાઇ છે. ત્યારે ઉપયોગી ઔષધિય વનસ્પતિઓના વારસાને એકત્રીકરણકારોના સહયોગથી સાચવવો અને વધારવો પડશે. તેમને વન વિકાસ નિગમની કાયાપલટ માટે શ્રી એ.કે.શર્મા તથા તેમની ટીમને અભિનંદન આપ્યા હતા.

નેશનલ મેડીસીનલ પ્લાન્ટ બોર્ડના પ્રતિનિધિ ડૉ. સુનિલ દત્તે ઔષધિય વનસ્પતિઓના ઉછેર અને ખેતીની વિવિધ યોજનાઓનો એકત્રીકરણકારો વન વિભાગ, નિગમ તેમજ એજન્સીઓના માધ્યમથી બહોળો લાભ લે તેવો અનુરોધ કર્યો હતો.

પહેલીવાર વનોની બહાર કરવામાં આવતા વૃક્ષ ઉછેરનું આર્થિક મૂલ્યાંકન કરવામાં આવ્યું છે જેની માહિતી આપતા અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી એચ.એસ.સિંહે જણાવ્યું હતું કે, સર્વક્ષણમાં જણાયું છે કે સન ૨૦૦૯માં વનોની બહાર રૂા. ૮૧ હજાર કરોડ મૂલ્યની વનસંપદાનો દેશમાં અને રૂા. ૪૪૮૮ કરોડ મૂલ્યની વનસંપદાનો ગુજરાતમાં ઉછેર કરાયો હતો. કેટલાંક વિસ્તારની વનસ્પતિઓમાં આલ્કલોઇડ જેવા અમૂક પ્રકારના તત્ત્વોની ધણી વધારે સમૃદ્ધિ જોવા મળે છે. પ્રકારના જીનેટીક સંશોધનો હાથ ધરવાની જરૂર છે. વડોદરાના સીસીએફ ડૉ. અશોક સકસેનાએ માર્ગદર્શન આપ્યું હતું.

શ્રી એ.કે.શર્માએ ગૌણ વન પેદાશોના વેચાણમાંથી થતી આવકમાંથી એકત્રીકરણકારોને મળવાપાત્ર રકમ, તેમના મનરેગા એકાઉન્ટસમાં સીધેસીધી જમા કરવાની નવી પારદર્શક ઓનલાઇન વ્યવસ્થાની જાણકારી આપી હતી. શ્રી શ્રદ્ધાનંદ ત્યાગીએ આભાર વ્યક્ત કર્યો હતો.

પાણી પ્રભુનો પ્રસાદ છે - એન.વી.ચુડાસમા

આંતરરાષ્ટ્રીય જળ સહયોગ વર્ષ ૨૦૧૩ નિમિત્તે વડોદરા ખાતે વિશ્વ જળ દિવસની ઉજવણી

પાણી એ પ્રભુનો પરસાદ છે. પ્રસાદને જેમ સન્માન પૂર્વક ગ્રહણ કરી તેને બગાડ ન થાય તે રીતે ઉપયોગ કરીએ છીએ તેજ રીતે પાણી પણ આપણા માટે આજે પ્રસાદરૂપ બની રહયો છે. એમ આજના આંતરાષ્ટ્રીય જળ સહયોગ વર્ષ ૨૦૧૩ નિમિત્તે વડોદરા ખાતે યોજાયેલા વિશ્વ જળ દિવસની ઉજવણીના કાર્યક્રમ અંતર્ગત વડોદરા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એન.વી.ચુડાસમાએ જણાવ્યું હતું.

વાસ્મો દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લાની પાણી સમિતિના સભ્યો અને તાલીમાર્થીઓને સંબોધતા શ્રી ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે હાલની ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિમાં પાણીની કટોકટી વર્તાઇ રહી છે. પાણીના બેફામ બગાડથી આજે આપણે ત્યાં અને સમગ્ર વિશ્વમાં સર્જાયલી જળ સમસ્યાને ખાળવા જળ રક્ષણ અધિનિયમ કરવો જરૂરી બન્યો છે. પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા કાયદાની લગામ લગાવવી પડે તેવો સમય આવ્યો છે. પાણીનો વિવેકબુદ્ધિપૂર્વકનો ઉપયોગ તેને બચાવવાની ટેકનીકો સાથે લોક ભાગીદારી જરૂરી બની છે. પાણી સંચય માટે સરકારની ધણી યોજનાઓકાર્યરત છે. જેમાં ગ્રામ્ય કક્ષાથી લઇ શહેરો સુધીનો સમાવેશ છે. કૂવા રીચાર્જીગ, તળાવો, ઊંડા કરવા ચેકડેમોસહિત ગ્રૃપ વોટર હોર્વેસ્ટીંગ અને શહેરમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા ધણું વધુ ફંડ સરકારે ફાળવેલું જ છે. વાસ્મો સંસ્થાના સર્જન પછી પાણી સંગ્રહ અને તેના યોગ્ય વપરાશ સંબંધે ધણું થયું છે. લોક જાગૃતિ ઉભી થઇ છે. પરંતુ હજુ પણ તેમાં વધારો થાય તે ઈચ્છનીય છે. વડોદરા જિલ્લો પણ ચાલુ વર્ષે દુષ્કાળગ્રસ્ત જાહેર થયો છે. ત્યારે લોકો અને પાણી સમિતિઓ દ્વારા જળસંગ્રહ ઉચિત રીતે થાય તેવા આપણે પ્રયત્નો કરીશું તેવી શુભેચ્છા પણ આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચુડાસમાએ આપી હતી.

વડોદરા એમ.એસ.યુનિવર્સિટીના બી.બી.એ.બિલ્ડિંગના દીપ ઓડીટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં એમ.એસ.યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનીયરીંગના ડેપ્યુટી ડીન શ્રી એ.એસ.પટેલે કુત્રિમ ભુગર્ભ જળ નવસિંચન એક ઉદાહરણ-પ્લેનેટ ગ્રીન વિષય પર, નિવૃત્ત જીઓ હાઈડ્રોલોજીસ્ટ શ્રી એચ.ડી.પાઠકે વરસાદી પાણી સંગ્રહનું મહત્ત્વ, પદ્ધતિઓ અને તેનાથી થતા ફાયદા વિાય પર સ્લાઇડ શો અને મોડેલો દ્વારા પાણી સંગ્રહની સમજ આપી હતી. તેમજ વડોદરા તાલુકાના સરાર ગામના રમેશભાઇ પટેલે ગામની પાણી સમિતિ દ્વારા પાણી વ્યવસ્થાપન ક્ષેત્રે થયેલ નેત્રદિપક કામગીરીનો ચિતાર આપ્યો હતો.

આ પ્રસંગે વડોદરા જિલ્લા કક્ષાએ યોજાયેલી પાણી સમિતિઓની હરિફાઇમાં પ્રથમ દ્વિતિય અને તૃતિય ક્રમે આવેલી પાણી સમિતિઓને વડાદરા જિલ્લા વિકાસ અધિકારીના વરદ હસ્તે ઇનામરૂપે પ્રમાણપત્ર અને નાણાકિય પ્રોત્સાહન રૂપે ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ ક્રમાંક પાવીજેતપુર તાલુકાના કાશીપુરા ગામની, બીજાક્રમે સાવલી તાલુકાના ગાંગરડીની નામની અને ત્રીજા ક્રમે સંખેડા તાલુકાના ગોવિંદપુરા ગામની પાણી સમિતિઓને સન્માનવામાં આવી હતી. તેમજ જિલ્લાના ૪૫ ગામોની પાણી સમિતિઓને મરામત અને નિભાવણી પેટે પ્રોત્સાહન રાશીની એકફટીઆરનું વિતરણ પણ મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું.

વડોદરા ખાતેના વાસ્મોના સભ્ય સચિવશ્રી એચ.કે.રાઠોડ દ્વારા આંતરરાષ્ટ્રીય જળ સહયોગ વર્ષ ઉદેશ અને મહત્ત્વમાં ગ્રામ્ય કક્ષાએ પાણી સુવિધા બાબતે પાણી સમિતિની જવાબદારીની જાણકારી આપી હતી. કાર્યક્રમમાં મહેમાનોનું સ્વાગત અને પરિચય વિધિ વાસ્મોના ડીસ્ટ્રીકટ કો-ઓર્ડિનેટર શ્રી ભરતભાઇ વિરડીયાએ કરી હતી.

જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ

સ્વજલધારા યોજના હેઠળ ૧.૬૦ કરોડની પાણી પુરવઠા યોજના મંજૂર

વડોદરા જિલ્લા ગ્રામ્ય પાણી પુરવઠા અને સ્વચ્છતા કાર્યક્રમ સ્વજલધારા અમલીકરણ માટે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી વિનોદ રાવના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીખાતે યોજાઇ હતી.

બેઠકમાં જિલ્લા સમાહર્તા શ્રી વિનોદ રાવે મંજૂર થયેલી યોજનાઓના કામો ગુણવત્તાયુકત થાય તેની તકેદારી રાખવામાં સાથે મંજૂર થયેલ પાણી પુરવઠાના કામો આગામી ઉનાળાને ધ્યાને લઇ ઝડપથી પૂર્ણ થાય તે જોવું જેથી છેવાડાના જરુરીયાત મંદ જનસમુદાયને પીવાનું પાણી મળી રહે. અગાઉના કામોની સ્થળ તપાસ કરી તેની જાણ કરવા અમલીકરણ અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. આ બેઠકમાં છોટાઉદેપુર, કવાંટ, જેતપુરપાવી, નસવાડી, સંખેડા, ડભોઇ, શિનોર, વડોદરા, વાધોડિયા, સાવલી, પાદરાના ૧૮ ગામોની રૂા.૧,૬૦,૨૨,૧૩૧ની સ્વજલધારા હેઠળની પાણી પુરવઠા યોજના મંજૂર કરવામાં આવી હતી. જેમાં સરકારશ્રી તરફથી ૯૦ ટકા લેખે રૂા.૧,૪૪,૧૯,૯૧૮ ફાળવેલ છે. જયારે રૂા.૧૬,૦૨,૨૧૩/- લોકફાળો ભરવાનો રહેશે. જે પૈકી રૂા.૫,૬૧,૦૦૦/-નો ચેક ગ્રામજનો તરફથી ભરી દેવામાં આવ્યો છે. સમિતિના સભ્ય સચિવશ્રી એચ.કે.રાઠોડે સમગ્ર બેઠકનું સંચાલન કર્યું હતું.

બેઠકમાં પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેરશ્રી કે.કે.પટેલ, શ્રી એ.સી.શાહ, જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી પી.એન.પુરોહિત તથા સભ્યશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

આજે વાનસ્પતિક ઔષધો અને ઉત્પાદનોના ઉત્પાદકો માટે પરિસંવાદ

ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમે ભારત સરકારના ડિપાર્ટમેંટ ઓફ આયુષ હેઠળના નેશનલ મેડીસીનલ પ્લાન્ટસ બોર્ડના સહયોગથી ઔષધિય વનસ્પતિઓના એકત્રીકરણ, ખેતી, વપરાશ તથા વેચાણનાં વર્તમાન પ્રવાહોના વિચાર વિમર્શ અંતર્ગત આવતીકાલ શનિવાર તા.૨૩/૩/૨૦૧૩ના રોજ સવારના ૧૧-૦૦ વાગ્યે હોટલ એક્સપ્રેસ રેસીડેન્સી ખાતે વાનસ્પતિક ઔષધો અને ઉત્પાદનોના ઉત્પાદકો માટે પરિસંવાદનું આયોજન કર્યું છે. રાજ્યના અગ્ર સચિવશ્રી રાજેશ કિશોર તેનો શુભારંભ, વન વિકાસ નિગમના અધ્યક્ષશ્રી કે.ટી.ભીલ, રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી એસ.કે.ગોયલ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરાવશે.

ઊર્જા અને પેટ્રોકેમીકલ્સ મંત્રીશ્રી સૌરભભાઇ પટેલનો પ્રવાસ કાર્યક્રમ

રાજ્યના ઊર્જા અને પેટ્રોરસાયણ મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ રવિવાર તા. ૨૪/૦૩/૨૦૧૩ના રોજ વડોદરાની મુલાકાત લેશે. તેઓશ્રી સાંજના ૬-૩૦ કલાકે વડોદરા ક્રિકેટ એસોસીએશનના ૭૫ વર્ષની ઉજવણીમાં ભાગ લેશે.

વડોદરા ખાતે  વિશ્વ વન દિવસની ઉજવાયો

વડોદરા ખાતે વન વિભાગ, બાગાયત વિભાગ, પ્રકૃતિ અને પર્યાવરણવિદોએ ગુરુવાર વન ભવનનાં પ્રાંગણમાં પ્રકૃતિ અને પર્યાવરણની જાણવણી, સાચવણી અને વૃધ્‍ધી અંગે સપથ ગ્રહણ કરી વિશ્વ વન દિવસની ઉજવણી કરી હતી.

આ પ્રસંગે વન સંરક્ષક શ્રી ભાસ્‍કર શુકલએ સંબોધન કરતાં જણાવ્‍યું હતું કે, પોતાના પ્રદાનથી વિશ્વના પર્યાવરણની જાળવણી અને સંવર્ધન માટે આપણે સૌ પ્રતિબધ્‍ધ અને પ્રયત્‍નશીલ બનીને આવનાર પેઢી માટે શુધ્‍ધ વાતાવરણ અને પર્યાવરણ સોંપવાનું આપણું કતર્વ્‍ય નિભાવવીએ તે આ સમયની અનિવાર્ય આવશ્‍યકતા છે. વૃક્ષ ઉછેરને સંસ્‍કૃતિ તેમજ લાગણી સાથે સાંકળીને સ્‍મૃતિ વનની વિભાવનાથી માનનીય મુખ્‍યમંત્રીશ્રીએ વન વિભાગને ચેતનવંત બનાવ્‍યો છે વ્યક્તિ ના જન્‍મ દિવસ કે મહત્‍વના દિવસો એ સ્‍મૃતિ વનમાં વૃક્ષનું વાવેતર અને ઉછેર લાગણીઓના વાવેતર સાથે પર્યાવરણના જતનનો ઉદે્શપણ સાર્થક થશે. આ પ્રસંગે સામાજિક વનીકરરણ યોજનાના  નાયબ વન સંરક્ષક શ્રી બ્રહ્મભટે પ્રસંગોચીત્ત પ્રવચન કર્યુ હતું.

વિશ્વ વન દિવસની ઉજવણી પ્રસંગે, શ્રેષ્‍ઠ શિક્ષક તરીકે રાષ્‍ટ્રપતિ એવોર્ડથી સન્‍નમાનિત ડો. યોગેશ કોઠારીના દર્દ નિવારક વનસ્‍પતિ પુસ્‍તકનું વિમોચન કરવામાં આવેલ. આ પ્રસંગે બાગાયત નિયામક શ્રી ગામિતે બાગાયત ને વન વિભાગ જેવી જ પુરક પ્રવૃતી જણાવી સરકાર દ્વારા અપાતી વિવિધ પ્રોત્‍સાહક યોજનાની માહિતી આપી હતી. આ પ્રસંગે કે આર શાસ્‍ત્રી વિદ્યાલયના વિદ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ તથા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આઇટીઆઇમાં શોર્ટ ટર્મ કોર્સિસમાં પ્રવેશ મળશે

ઔઘોગિક તાલીમ સંસ્થા તરસાલી ખાતે ત્રણ માસના શોર્ટટર્મ કમ્પ્યુટર કોર્ષ જેવા કે DEO/DTP/FAS માં પ્રવેશ માટે ફોર્મ ભરવા માંગતા હોય, અને અગાઉના માસમાં જે ઉમેદવારોએ પ્રવેશ ફોર્મ ભર્યા હોય, પરંતુ પ્રવેશ માટે કોલ લેટર ના હોય તેવા તમામ ઉમેદવારોને તેઓના અસલ પ્રમાણપત્રો તથા લાગુ પડતી ફી સાથે તા.૩૦/૩/૧૩ સુધી ઓફિસ સમયમાં આઇટીઆઇ તરસાલીનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. તા.૧/૪/૨૦૧૩ (વેકેશન બેચ) થી શરૂ થતાં શોર્ટટર્મ કમ્પ્યુટર કોર્ષ માટે જુજ બેઠકો ખાલી છે. વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. તેમ આચાર્યશ્રીની યાદીમાં જણાવાયું છે.  

ચાર પૈંડાવાળા વાહનો માટે નવી સીરીઝ

વડોદરા આરટીઓ કચેરીમાં ચાર પૈડાવાળા વાહનો માટે તા.૨૮/૩/૧૩ના રોજ જીજે-૦૬-એફ.કયુ-૧ થી ૯૯૯૯ સુધીના નંબરની નવી સીરીઝ શરૂ કરવામાં આવશે. જેમાં પસંદગીના નંબર મેળવવા માટેની અરજીઓ રૂબરૂમાં સદર કચેરીના હેડકલાર્ક શ્રી ડી.એન.પટેલ સમક્ષ તા.૨૮/૦૩/૧૩ના રોજ સાંજે પાંચ કલાક સુધીમાં ઓફર સહિતની રકમ દર્શાવવાની રહેશે. અરજદારે નિયત ફી રૂા.૫૦૦૦/- કે તેથી વધુ જે રકમ ભરવા માંગતા હોય તે રકમનો પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, વડોદરાના નામનો ફકત સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાને ડીમાન્ડ ડ્રાફટ/પેઑડર સામેલ કરી રકમની વિગત આંકડા તથા શબ્દોમાં સ્પષ્ટ દર્શાવવાની રહેશે. વાહન રજિસ્ટ્રેશન તારીખથી ૨૮/૩/૧૩ના રોજ ૩૦ દિવસ પૂર્ણ થયેલ હોય તેવા અરજદરોએ પસંદગીના નંબર માટે કરેલ અરજી વિચારણા હેઠળ લેવામાં આવશે નહી વિગતવાર જાણકારી માટે કચેરીનો સંપર્ક કરવા વડોદરા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી એમ.એમ.મકવાણાની એક અખબારીયાદીમાં જણાવાયું છે.

નોકરી પર જવા નીકળેલો સંદીપ એક મહિનાથી ગુમ

પટેલ ચાલી, દિનેશ મીલ પાછળ, વડોદરાનો નિવાસી, ૨૬ વર્ષની ઉંમરનો, સંદીપ દિવાકર પારકર દિનેશ મીલમાં નોકરી કરે છે. આ યુવક એક મહિના પૂર્વે નોકરી પર જવા માટે ધરેથી નીકળ્યો હતો. પરંતુ ધેર પાછો ફર્યો નથી. ગુમશુદાએ જીન્સ પેન્ટ અને ટી-શર્ટ પહેર્યા હતા. તેની ભાળ મળેથી ગોત્રી પોલીસ સ્ટેશનમાં જાણ કરવા જણાવાયું છે.

 

 

નડિયાદ

વ્‍યાજબી ભાવના દુકાનદારોએ ૨૮મી માર્ચ પહેલા જથ્‍થો મેળવી લેવાનો રહેશે

ગુજરાત સ્‍ટેટ સિવિલ સપ્‍લાય કોર્પોરેશન લીમીટેડનું ચાલુ હિસાબી વર્ષ-૨૦૧૩ તા. ૩૧/૦૩/૨૦૧૩ના રોજ પુરૂ થતુ હોવાથી નિગમના ગોડાઉનમાં બાકી રહેલા જથ્‍થાની ભૌતિક તપાસણી કરવા માટે નિગમના ખેડા જિલ્‍લાના તમામ ગોડાઉન તા. ૨૮/૦૩/૨૦૧૩ થી તા.૩૧/૦૩/૨૦૧૩ સુધી બંધ રાખવામાં આવનાર છે. જેથી ખેડા જિલ્‍લાના તમામ વ્‍યાજબી ભાવના દુકાનદારોએ નિગમના ગોડાઉનમાંથી તેઓની પરમીટ મુજબનો મળવાપાત્ર અનાજ, તેલ, ખાંડ, વિગેરે જરૂરિયાત મુજબનો જાહેર વિતરણ વ્‍યવસ્‍થાનો જથ્‍થો નિગમ ધ્‍વારા નિયત કરેલ બેંકમાં અગાઉથી નાણાં જમા કરાવીને તા. ૨૮/૦૩/૨૦૧૩ પહેંલા ગોડાઉનમાંથી મેળવી લેવાનો રહેશે તેમ નાયબ જિલ્‍લા મેનેજરશ્રી, ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ, ખેડા-નડિયાદ ધ્‍વારા જણાવાયું છે.

 

ડેનિશ વોટર ફોરમના કાર્યમથકનું ઉદઘાટન કરતાં પાણી પુરવઠા મંત્રીશ્રી બાબુભાઇ બોખીરીયા ગુજરાત સરકારે સ્થાપેલી પાણી પુરવઠા ગ્રીડના ફળસ્વરૂપે ફ્લોરાઇડયુક્ત પાણી મેળવતી વસાહતોની સંખ્યા ૪,૧૮૭થી ઘટીને ૪૦ થઇ: મંત્રીશ્રી બાબુભાઇ બોખીરીયા ડેનિશ વોટર ફોરમે ભારતમાં સૌપ્રથમ કાર્યમથક સ્થાપવા ગુજરાતની પસંદગી કરી રાજ્ય સરકાર શુધ્ધ પીવાનું પાણી લોકો સુધી પહોંચાડવા અને પાણીનો થતો બગાડ અટકાવવા કટિબધ્ધ છે. વિશ્વ જળ દિવસની ઉજવણી નિમિત્તે પાણીનાં સ્ત્રોત, ગુણવત્તા અને પાણીનું લીકેજ અટકાવવાનાં ઉદ્દેશ્યથી ગુજરાતના પાણી પુરવઠા મંત્રીશ્રી બાબુભાઇ બોખીરીયાએ આજે ગુજરાત વોટર સપ્લાય એન્ડ સ્યુએજ બોર્ડના સંકુલમાં ડેનિશ વોટર ફોરમના કાર્યમથકનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ડેન્માર્કના ભારત ખાતેના રાજદૂત શ્રીયુત ફ્રેડી સ્વેન ઉપસ્થિત રહ્યાં હતાં. તાજેતરમાં યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત સમીટમાં મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની હાજરીમાં આ અંગેનો સમજૂતીકરાર થયો હતો. ડેનિશ વોટર ફોરમે સમગ્ર ભારતમાં સૌપ્રથમવાર ગુજરાતમાં પોતાનું કાર્યમથક સ્થાપવાનું નક્કી કર્યું તે ઘણી નોંધપાત્ર બાબત છે. આ પ્રસંગે શ્રી બાબુભાઇ બોખીરીયાએ જણાવ્યુ હત

ડેનિશ વોટર ફોરમના કાર્યમથકનું ઉદઘાટન કરતાં પાણી પુરવઠા મંત્રીશ્રી બાબુભાઇ બોખીરીયા

ગુજરાત સરકારે સ્થાપેલી પાણી પુરવઠા ગ્રીડના ફળસ્વરૂપે ફ્લોરાઇડયુક્ત પાણી મેળવતી વસાહતોની સંખ્યા ૪,૧૮૭થી ઘટીને ૪૦ થઇ: મંત્રીશ્રી બાબુભાઇ બોખીરીયા

ડેનિશ વોટર ફોરમે ભારતમાં સૌપ્રથમ કાર્યમથક સ્થાપવા ગુજરાતની પસંદગી કરી

રાજ્ય સરકાર શુધ્ધ પીવાનું પાણી લોકો સુધી પહોંચાડવા અને પાણીનો થતો બગાડ અટકાવવા કટિબધ્ધ છે. વિશ્વ જળ દિવસની ઉજવણી નિમિત્તે પાણીનાં સ્ત્રોત, ગુણવત્તા અને પાણીનું લીકેજ અટકાવવાનાં ઉદ્દેશ્યથી ગુજરાતના પાણી પુરવઠા મંત્રીશ્રી બાબુભાઇ બોખીરીયાએ આજે ગુજરાત વોટર સપ્લાય એન્ડ સ્યુએજ બોર્ડના સંકુલમાં ડેનિશ વોટર ફોરમના કાર્યમથકનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ડેન્માર્કના ભારત ખાતેના રાજદૂત શ્રીયુત ફ્રેડી સ્વેન ઉપસ્થિત રહ્યાં હતાં. તાજેતરમાં યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત સમીટમાં મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની હાજરીમાં આ અંગેનો સમજૂતીકરાર થયો હતો. ડેનિશ વોટર ફોરમે સમગ્ર ભારતમાં સૌપ્રથમવાર ગુજરાતમાં પોતાનું કાર્યમથક સ્થાપવાનું નક્કી કર્યું તે ઘણી નોંધપાત્ર બાબત છે.

આ પ્રસંગે શ્રી બાબુભાઇ બોખીરીયાએ જણાવ્યુ હતું કે રાજ્યના પ્રત્યેક ગામડાઓ અને શહેરોમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનો રાજ્ય સરકારનો નિર્ધાર સફળ રહ્યો છે. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના કાર્યક્ષમ નેતૃત્વ હેઠળ ગુજરાતમાં રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડનું નેટવર્ક ઉભું કરવામાં આવ્યું છે, જેને પરિણામે ફ્લોરાઇડયુક્ત પાણી મેળવતી વસાહતોની સંખ્યા છેલ્લાં થોડા વર્ષોમાં ૪,૧૮૭થી ઘટીને માત્ર ૪૦ જેટલી રહેવા પામી છે એમ તેમણે જણાવ્યું હતું.

શ્રીયુત ફ્રેડી સ્વેને પાણી પુરવઠાક્ષેત્રમાં ડેનિશ વોટર ફોરમની નિપુણતા, જ્ઞાન અને કાર્યપ્રણાલીના ઉચ્ચ ધારા-ધોરણોની ભુમિકા આપી હતી.

રાજકોટના મેયરશ્રી જનકભાઇ કોટકે કહ્યું હતું કે ડેનિશ વોટર ફોરમે રાજકોટ શહેરમાં પાણીનું લીકેજ અટકાવવા અને ઘરેલુ પાણી પુરવઠા વ્યવસ્થાને મજબૂત બનાવવા અંગે એક પાયલોટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે, જે અંતર્ગત અત્યાધુનિક ટેકનોલોજી અને આંતરરાષ્ટ્રીય અનુભવનો ઉપયોગ કરીને વોટર ઓડિટ હાથ ધરવામાં આવશે અને પાણીના લીકેજ અંગેનો અંદાજ કાઢીને નોન-રેવન્યુ વોટર (એનઆરડબલ્યુ) ઘટાડવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે.

ડેનિશ વોટર ફોરમના પ્રવક્તા શ્રી અંશુલ જૈને જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના કુશળ નેતૃત્વ હેઠળ ગુજરાતમાં રાજ્યવ્યાપી વોટર ગ્રીડ સ્થાપવામાં આવી છે, જે દુનિયાભરમાં આ પ્રકારની સૌથી મોટી વોટર ગ્રીડ છે. આ કારણોસર ડેનિશ વોટર ફોરમે પોતાનું કાર્યમથક સ્થાપવા માટે ગુજરાતની પસંદગી કરી છે.

ઉલ્લેખનીય છે કે ડેનિશ વોટર ફોરમ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયકક્ષાએ પીવાના શુદ્ઘ પાણી, વેસ્ટ વોટર અને જળસ્ત્રોતોના વિષયમાં જ્ઞાનના આદાન-પ્રદાન દ્વારા પાણી પુરવઠાક્ષેત્રને મજબૂત બનાવવાના પ્રયાસોમાં કાર્યરત છે.

આ પ્રસંગે અગ્રસચિવ અને ગુજરાત રાજ્ય પાણી પુરવઠા બોર્ડનાં ચેરમેન ડો. રાજીવકુમાર ગુપ્તા,  મેનેજિંગ ડિરેક્ટર શ્રી મહેશ સિંઘ, જીયુડીસીનાં એમ.ડી શ્રી એસ.જે.હૈદર ઉપસ્થિત રહ્યા હતા અને વિશ્વ જળ દિન નિમિત્તે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

રાજયના ત્રીજા નાણાંપંચની વેબસાઇટને ખુલ્લી મુકતા પંચાયત મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા

ગુજરાત રાજય ત્રીજા નાણાંપંચની વેબસાઇટને પંચાયત મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ખુલ્લી મુકવામાં આવી હતી. આ પ્રસંગે   શ્રીચુડાસમાએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના સર્વાંગી વિકાસ માટે મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ભાજપા સરકારે દિશાસૂચક કામ કર્યું છે અને આશા વ્યકત કરી હતી કે, રાજય નાણાં પંચ રાજયની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓનો અભ્યાસ કરીને નાગરિકોને તેમના દ્વારા અપાતી સેવાઓ વધુ સુદૃઢ બને તેવા સૂચનો કરશે આ વેબસાઇટના માધ્યમથી રાજયના નાગરિકો નાણાં પંચને પોતાના સૂચનો કરી શકશે.

પંચની વેબસાઇટને ૧૪મું કેન્દ્રીય નાણાં પંચ કેન્દ્ર તથા રાજય સરકારના સબંધિત મંત્રાલયો, રાજયની તમામ જીલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, મ્યુનિસિપલ કોર્પોરેશનો તેમજ નગરપાલિકાઓની સાથે જોડવામાં આવશે આ પ્રસંગે પંચાયત મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા રાજય કક્ષાના પંચાયત મંત્રીશ્રી જયંતીભાઇ કવાડીયા, નાણાંપંચના  ચેરમેન ર્ડા. ભરીત ગરીવાલા, પંચના સભ્યશ્રી યમલ વ્યાસ, સભ્ય સચિવશ્રી ડી.એન. પાંડે પંચાયત વિભાગના અગ્ર સચિવશ્રી પી.કે. પરમાર તથા વરિષ્ટ અધિકારીઓ હાજર રહયા હતા.    

અત્રે ઉલ્લેખનીય છે કે રાજય નાણાં પંચની રચના ફેબ્રુઆરી-ર૦૧૧માં ર્ડા.ભરત ગરીવાલાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. પંચના અન્ય બે નિષ્ણાત સભ્યોશ્રી યમલ વ્યાસ તથા શ્રી દિનેશ ચોકસી છે અને સભ્ય સચિવ તરીકે સનદી અધિકારીશ્રી ડી.એન. પાંડે છે.

નાણાં પંચ રાજયની પંચાયતી રાજ સંસ્થાઓ તથા શહેરી વિસ્તારની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની નાણાંકીય કામગીરીનો અભ્યાસ કરીને તેમને નાણાંની ફાળવણીને લગતી ફોર્મ્‍યુલાનું સૂચન કરશે તેમજ  વહીવટી અને ટેકનીકલ કામગીરી સંદર્ભે યોગ્ય સૂચનો કરશે.

૧૨ હજાર ગામડાં અને ૧૨૧ નગરોને ગુણવત્તાલક્ષી પાણી પહોંચાડવાનો રાજ્ય સરકારનો ભગીરથ પ્રયાસ

સરફેસ વોટરના સહારે ૨૫૦૦ કિમીનું બલ્ક પાઇપલાઇન નેટવર્ક ઉપરાંત ૧ લાખ ૨૦ હજાર કિમીની વિતરણ લાઇનો તથા ૨૦ હજાર સ્ટોરેજ ટેન્ક દ્વારા રાજ્યવ્યાપી ગ્રીડ તૈયાર કરાઇ

૭ હજાર થી વધુ વસાહતોમાં ગુણવત્તાલક્ષી પાણીની સમસ્યાનું નિરાકરણઃ

૪૦ વસાહતોની સમસ્યાના ઉકેલ માટેનું આયોજન

ગુજરાત સરકારે પીવાના પાણીની ગુણવત્તા સંબંધિત સમસ્યાઓનો ઉકેલ લાવવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે. રાજ્યમાં જ્યાં ગુણવત્તાલક્ષી પીવાનું પાણી પહોંચતું નહતું તેવા વિસ્તારોમાં પણ સરફેસ વોટરના સહારે ગુણવત્તાલક્ષી પાણી પહોંચાડવા રાજ્ય સરકારે ૨૫૦૦ કિમીની બલ્ક પાઇપલાઇન નેટવર્ક અને રાજ્યવ્યાપી ગ્રીડ સ્થાપીને પ્રસંશનીય કામગીરી કરી છે.`    

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૩-૦૪માં કેન્દ્ર સરકારે પાણીની ગુણવત્તા ચકાસવા માટે સર્વે હાથ ધર્યો હતો, જેમાં રાજ્યમાં ૭,૦૦૦ કરતાં વધુ વસાહતોમાં પીવાના પાણીની ગુણવત્તાને લગતી સમસ્યાઓ જોવા મળી હતી. જેમાં ફ્લોરાઇડ, નાઇટ્રેટ અને ખારાશયુક્ત પાણીની સમસ્યાઓ મુખ્ય હતી. પીવાનું પાણી જમીનમાંથી ખેંચવાને લીધે તથા દરિયો નજીક હોવાને લીધે આવી સમસ્યાઓ ઉદભવતી હતી. રાજ્ય સરકારે આ સમસ્યાઓના નિવારણ માટે પીવાનું પાણી જમીનના પેટાળમાંથી મેળવવાને બદલે સરફેસ વોટર મેળવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને આ માટે રાજ્ય સરકારે ૨,૫૦૦ કિમીનું બલ્ક પાઇપલાઇન નેટવર્ક અને ૧,૨૦,૦૦૦ કિમીની વિતરણ લાઇનો તથા ૨૦,૦૦૦ સ્ટોરેજ ટેન્ક દ્વારા પીવાના પાણીના વિતરણની રાજ્યવ્યાપી ગ્રીડ તૈયાર કરી હતી. અત્યાર સુધીમાં આ ગ્રીડના માધ્યમથી રાજ્યના ૧૨,૦૦૦ ગામડાઓ અને ૧૨૧ નગરો સુધી સરફેસ વોટર પહોંચાડાઇ રહ્યું છે. પરિણામે પીવાના પાણીની ગુણવત્તામાં ભારે સુધારો આવ્યો છે અને સમસ્યાયુક્ત પાણી મેળવતી વસાહતોનું પ્રમાણ ઘટીને માત્ર ૪૦ જેટલું જ રહ્યું છે. હાલની પાણીની અછતની પરિસ્થિતિમાં પણ રાજ્યની ૩૪,૦૦૦ જેટલી વસાહતો માટે માત્ર ૪૦૦ ટેન્કરની જ જરૂર પડી છે, જે રાજ્ય સરકારના પ્રયત્નોની સફળતા દર્શાવે છે.

 

Fwd: બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ...ફનએનગ્યાન અને બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ: ૨૦૧૩ ગુજરાતી ભાષામાં સૌથી પહેલો બ્લૉગ કયો શરૂ થયો? અમને ખબર નથી. પણ ગુજરાતી બ્લૉગજગતના જન્મ પછી જે બ્લૉગ્સ શરૂ થયા એમાં વિનય ખત્રીના ફનએનગ્યાન ડૉટ કૉમ. [FunNgyan.com] નો સમાવેશ થાય છે એટલી ખબર છે. આ બ્લૉગની ટૅગલાઈન છે ‘ઈન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાં.’ વિનય ખત્રી ઈન્ટરનેટની દુનિયાના અને બ્લૉગની દુનિયાના જાણકાર માણસ છે. સોનામાં સુગંધ ભળે એમ તેઓ ગુજરાતી ભાષાના પ્રેમી છે, સારા વાચક છે અને સુઘડતાપૂર્વક લખી શકે છે. ફનએનગ્યાન પર એમણે તમામ ગુજરાતી બ્લૉગની યાદી બનાવીને મૂકી છે, દરેકની લિન્ક સાથે. બ્લૉગ ચલાવવાની ટિપ્સ તેઓ વારંવાર આપતા રહે છે. અમારા જેવા એમના અનેક મિત્રોના બ્લૉગ એમને કારણે શરૂ થયા છે અને મેઈન્ટેઈન થઈ રહ્યા છે. એમણે શરૂ કરેલા ‘ગુજ બ્લૉગ’ નામના ગ્રુપમાં લગભગ ૧૨૦૦ જેટલા બ્લૉગરો અને બ્લૉગવાચકો છે. જેમાં તમે પણ ઉમેરાઈ શકો છો. આજે આ બ્લૉગ વિશે લખવાનાં બે કારણ છે. એક તો, આ અઠવાડિયે ફનએનગ્યાન છ વર્ષ પૂરાં કરે છે. અભિનંદન. બીજું, અત્યારે ફનએનગ્યાન દ્વારા એક સર્વે થઈ રહ્યો છે. ‘બેસ્ટ ગુજરાતી બ્લૉગ: ૨૦૧૩’

ફનએનગ્યાન અને બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ: ૨૦૧૩ 

ગુજરાતી ભાષામાં સૌથી પહેલો બ્લૉગ કયો શરૂ થયો? અમને ખબર નથી. પણ ગુજરાતી બ્લૉગજગતના જન્મ પછી જે બ્લૉગ્સ શરૂ થયા એમાં વિનય ખત્રીના ફનએનગ્યાન ડૉટ કૉમ. [FunNgyan.com] નો સમાવેશ થાય છે એટલી ખબર છે. આ બ્લૉગની ટૅગલાઈન છે 'ઈન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાં.' વિનય ખત્રી ઈન્ટરનેટની દુનિયાના અને બ્લૉગની દુનિયાના જાણકાર માણસ છે. સોનામાં સુગંધ ભળે એમ તેઓ ગુજરાતી ભાષાના પ્રેમી છે, સારા વાચક છે અને સુઘડતાપૂર્વક લખી શકે છે. ફનએનગ્યાન પર એમણે તમામ ગુજરાતી બ્લૉગની યાદી બનાવીને મૂકી છે, દરેકની લિન્ક સાથે. બ્લૉગ ચલાવવાની ટિપ્સ તેઓ વારંવાર આપતા રહે છે. અમારા જેવા એમના અનેક મિત્રોના બ્લૉગ એમને કારણે શરૂ થયા છે અને મેઈન્ટેઈન થઈ રહ્યા છે. એમણે શરૂ કરેલા 'ગુજ બ્લૉગ' નામના ગ્રુપમાં લગભગ ૧૨૦૦ જેટલા બ્લૉગરો અને બ્લૉગવાચકો છે. જેમાં તમે પણ ઉમેરાઈ શકો છો. આજે આ બ્લૉગ વિશે લખવાનાં બે કારણ છે. એક તો, આ અઠવાડિયે ફનએનગ્યાન છ વર્ષ પૂરાં કરે છે. અભિનંદન. બીજું, અત્યારે ફનએનગ્યાન દ્વારા એક સર્વે થઈ રહ્યો છે. 'બેસ્ટ ગુજરાતી બ્લૉગ: ૨૦૧૩' તમને ગમતા બ્લૉગ માટેનો મત તમે ફનએનગ્યાન પર જઈને આજે જ નોંધાવો. મતદાનની છેલ્લી તારીખ ૧૬ માર્ચ અર્થાત આ શનિવાર રાત્રિના બાર વાગ્યા સુધીની છે. જે રિઝલ્ટ આવશે તે અમે આ જગ્યાએ બધાની સાથે શૅર કરીશુંં.

ગાગરમાં ગંગા યાને કિ વર્લ્ડબેસ્ટવેબસાઈટ્સડૉટ કૉમ

એક આખી ગંગા નદીને તમારે કથરોટમાં સમાવી દેવી હોય તો શું કરવું. મન ચંગું રાખવું પડે એ તો બરાબર પણ ખરેખર કંઈ ગંગા આખેઆખી નાનકડી ગાગરમાં સમાઈ જવાની નથી. નેટ પર આ પોસિબલ છે. અગાઉ તમને 'ટાઈમ' સાપ્તાહિકના સંપાદકોની પસંદગીની બેસ્ટ વેબસાઈટ વિશે વાત કરી હતી. આજે એના કરતાં પણ જાયજેન્ટિક એવી સાઈટ પર તમને મોકલવાના છે: www.worldbestwebsites.com. વર્લ્ડબેસ્ટ વેબસાઈટ્સ ડૉટ કૉમના પોતાના ધારાધોરણો છે કઈ સાઈટ્સ શ્રેષ્ઠની કેટેગરીમાં આવે છે તેને લગતાં હોમપેજ પર 'ક્રાઈટેરિયા' વિભાગમાં તમને આ તમામ માપદંડો વિગતે વાંચવા મળશે. તમારી પોતાની વેબસાઈટને વધુ સારી બનાવવાની ઈન્ડાયરેક્ટ ટિપ્સ પણ તમને એમાંથી મળશે. અહીં વિવિધ વિષયોની વેબસાઈટ્સના વિભાગો પાડ્યા છે તેથી ન્યુઝને લગતી વેબસાઈટ મ્યુઝિકની વેબસાઈટ સાથે કૉમ્પીટ ન કરે. દરેક કૅટેગરીની સાઈટની સ્પર્ધા પોતાના વિષયની સાઈટ સાથે જ થાય. ન્યુઝના વિભાગમાં વળી અનેક પેટાવિભાગ અને આ પેટાવિભાગમાં પણ પાછા પેટાપેટા વિભાગ. આટલી સુંદર ગોઠવણી છે. બેસ્ટ ઈન્ડીપેન્ડન્ટ એન્ડ ઑલટર્નેટિવ ન્યુઝ સાઈટ્સવાળા પેટાવિભાગમાં તમને પ્રોજેક્ટ સેન્સર્ડના પેટાપેટા વિભાગ જોવા મળશે. એમાં તમને આ વર્ષના ટૉપટૅન સૅન્સર્ડ ન્યુઝ વાંચવા મળશે. આમાંના એક ન્યુઝ એ છે જેમાં જણાવવાનું છે કે અમેરિકામાં વિશ્ર્વની માત્ર પાંચ ટકા વસ્તી વસે છે આમ છતાં દુનિયાના કુલ કેદીઓના રપ ટકા કેદીઓ અમેરિકામાં છે. ન્યુઝ લાંબા છે. આ ન્યુઝના સોર્સ વગેરેની લિન્ક્સ છે. ઉપરાંત સૅન્સર્ડ ન્યુઝવાળા વિભાગના હોમપેજ પર તમને ગયા વર્ષની સૅન્સર્ડ સ્ટોરીઝની ઈ-બુક મળશે, ડેઈલી સેન્સર્ડ નામના બ્લૉગની લિન્ક મળશે. મીડિયા ફ્રીડમ ઈન્ટરનેશનલની લિન્ક મળશે. આ બધું તો વર્લ્ડબેસ્ટ વેબસાઈટ્સ ડૉટ કૉમનો માત્ર એક રજકણ જેટલો નાનકડો અંશ છે. બાકી આ ગંગામાં અખૂટ નેટજળ છે.





: મિલકતની લે-વેચનાં નાણાંનો વહેવાર ચેકથી જ કરવો પડશે

મિલકતની લે-વેચનાં નાણાંનો વહેવાર ચેકથી જ કરવો 
અમદાવાદ :
 ધ પ્રીવેન્શન ઑફ મની લૉન્ડરિંગ એક્ટમાં ૧૫મી ફેબુ્રઆરીથી કરવામાં આવેલા સુધારાને કારણે મિલકતની લેવડદેવડમાં રોકડના વહેવારો કરનારા બિલ્ડરો પણ ગમે ત્યારે સોનીઓની માફક મની લૉન્ડરિંગ એક્ટની નવી જોગવાઈઓનો શિકાર બની શકે છે. તેમણે પણ મિલકતની લે વેચના દરેક સોદાઓનો રૅકોર્ડ ૧૦ વર્ષ સુધી સાચવી રાખવો પડશે. ગુનાઈત કામ કરીને મેળવેલા પૈસા પ્રોપર્ટીની ખરીદીમાં નાખવામાં આવ્યા હશે તો તે લેનાર પણ ગુનેગાર ગણાઈ શકે છે.  પ્રીવેન્શન ઑફ મની લૉન્ડરિંગ એક્ટમાં કરેલા નવા સુધારાને પરિણામે સામાન્ય ફ્લેટ ધારક પણ ફ્લેટ વેચવામા રોકડાના વહેવારો કરશે તો ફસાઈ શકશે. આ પૈસો ગુનાઈત પ્રવૃત્તિ કરીને મેળવ્યો હોવાનું અને મિલકત વેચનારે જાણી સમજીને તે પૈસા લીધા હોવાનું પ્રસ્થાપિત થાય તો તેવા સંજોગોમાં તે નાણાં જપ્ત કરી લેવામાં આવશે. વેચનારે આ ડેલિબ્રેટલી એટલે કે જાણીબૂઝીને કર્યું હશે તો તે પણ ગુનેગાર ગણાશે. દ્રષ્ટાંત આપીને વાત કરવામાં આવે તો કોઈ વ્યક્તિ જમીન કે ફ્લેટ વેચવા માટે કાઢે છે. આ જમીન કે ફ્લેટ કોઈ પોલીસ કે સરકારી અધિકારી ખરીદે છે. આ ફ્લેટ ક જમીન ખરીદવા માટે તેણે ભ્રષ્ટાચાર કરીને નાણાં મેળવ્યા હશે અને તે રોકડેથી ચૂકવીને ફ્લેટ કે જમીન ખરીદી હશે તો તેના સંદર્ભમાં જમીન કે ફ્લેટ વેચનારને ત્યાં તપાસ થઈ શકે છે. તેની સામે પોલીસ કે સરકારી અધિકારીને બ્લેકના નાણાં વ્હાઈટમા રૃપાંતરિત કરી આપવામાં મદદ કરવાનો આક્ષેપ થઈ શકે છે. બિનહિસાબી નાણાંને વ્હાઈટના નાણાંમાં રૃપાંતરિત કરવામાં મદદગારી કરવાનો આરોપ મની લૉન્ડરિંગ એક્ટના છેલ્લામાં છેલ્લા સુધારાને કારણે લાગી શકશે. આ મદદગારી કરવા બદલ ફ્લેટ કે જમીન વેચનાર પણ દસ વર્ષની જેલની સજાને પાત્ર બની શકે છે. પ્રીવેન્શન ઑફ મની લૉન્ડરિંગ એક્ટની કલમ ૧૨માં જણાવવામાં આવ્યું છે કે આ અંગેનો રૅકોર્ડ રાખવો પડશે અને આ સોદો કોણે ક્યારે કેવા સંજોગોમાં અને કઈ રીતે કર્યો તેની દરેક વિગતો બિલ્ડરોએ સાચવી રાખવી પડશે. તેની સાથે કાગળની થયેલી દરેક આપ-લેની વિગતો દસ વર્ષ સુધી સાચવી રાખવી પડશે. સીધી કે આડકતરી ગુનાઈત પ્રવૃત્તિમાંથી કરેલી આવકને પ્રોસિડ ફ્રોમ ક્રાઈમ- ગુનાઈત પ્રવૃત્તિમાંથી કરેલી આવક ગણવામાં આવશે. આ આવકનો રોકડ વહેવાર કરવામાં સામેલ થનાર દરેક વ્યક્તિ ગુનેગાર ગણાશે. પ્રોપર્ટી ડીલ કરનારા બિલ્ડરોને બેથી ત્રણ વધારાના ફોર્મ ભરાવીને વર્ષો સુધી સાચવી રાખવાની ફરજ પડશે. જોકે આ માટેના નિયમો આગામી એપ્રિલના પ્રથમ પખવાડિયામાં જાહેર થયા પછી પરિસ્થિતિ ક્લિયર થશે. ફાઈનાન્સ એક્ટની સેક્શન ૬૫ હેઠળ રિયલ એસ્ટેટ એજન્ટને રિપોર્ટિંગ એજન્ટ બનાવી દેવામાં આવ્યા છે. રિયલ એસ્ટેટ એજન્ટ તરીકે કામ કરનારાઓએ પણ આ રૅકોર્ડ સાચવી રાખવો પડશે. જે કોઈ વ્યક્તિ સીધી કે આડકતરી રીતે જાણતા કે અજાણતા અથવા તો વાસ્તવમાં (ગુનામાંથી મેળવેલી આવકને છુપાવવામાં, કબજામાં રાખવામાં, હસ્તગત કરવામાં અથવા તો વપરાશ કરવામાં અથવા તો પ્રોજેક્ટ કરવામાં કે દાવો કરવામાં) સંકળાયેલો હશે અને તે આવકને હિસાબી આવક તરીકે દર્શાવવાનો પ્રયાસ કરશે તો તે વ્યક્તિને મની લૉન્ડરિંગના ગુના માટે ગુનેગાર ગણવામાં આવશે.