રાજકોટ, તા.17
શ્રી પુનિત સદગુરુ ભજન મંડળ દ્વારા પૂજ્ય રણછોડદાસબાપુ તથા શ્રી રામકૃષ્ણ આશ્રમ ખાતે નિયમિત જપ ધ્યાનમાં બેસી પક્ષઘાતની તકલીફમાંથી મુક્ત મેળવનાર સ્વર્ગસ્થ જમનાદાસ ભાઈ અમરસિંહભાઈ નથવાણી(અમરસિંહ પેંડાવાળા) ને સંત પુનિતના ભજનો દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ હતી. જેમાં સભ્યો તથા ભાવિકો સર્વે પૂર્વીબેન જયશ્રીબેન તથા જયેશભાઈ નથવાણી, બાબુભાઈ પેંડાવાળા, ગુણવંતભાઈ ઠક્કર(અમદાવાદ), મહેન્દ્ર ભાઈ માંડલિયા, વિજયભાઈ રાચ્છ, હીનાબેન જોબનપુત્રા, ગીતાબેન રાઠોડ, ભારતીબેન દવે, અમુભાઈ ગોરાણીયા તથા એડવોકેટ જીતુભાઈ દવે અને શશીબેને ઓનલાઈન યોગદાન આપ્યું હતું. અંતમાં અત્યારે સમગ્ર વિશ્વને કોરોના મહામારી થી પિડાઈ રહેલ છે તેમાંથી ઝડપભેર મુક્ત થાય અને સમગ્ર વૈશ્વિક જનસમુદાયને સારું સ્વાસ્થ્ય પ્રદાન થાય તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરવામાં આવી હતી તેવું શ્રી પુનિત સદગુરુ ભજન મંડળના પ્રમુખ જયેશભાઈ નથવાણીએ જણાવ્યું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો