ઉના, તા.17
ઉના શહેરમાં રોકડીયા હનુમાનજી મંદીર સામે આવેલા આનંદગઢ સ્વામિનારાયણ ગુરૂકુળમાં સંકુલમાં ગઈકાલથી ધનુર માસનો પ્રારંભ થયો હતો. પરમ પૂજ્ય સદગુરુ ધર્મ વલ્લભદાસજી સ્વામીની પ્રેરણાથી તથા પરમ પુજ્ય ગુરૂવર્ય મહંત દેવકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદથી, આનંદ ગઢ ગુરુકુળ સ્વામી હરિવદન સ્વામી અને સાધુ-સંતો તેમજ યજમાનો દ્વારા વિશ્વ શાંતિ તથા પ્રાણી માત્રનું કલ્યાણ થાય અને મહામારી નાબૂદ થાય તે માટે શ્રી પુરુષોત્તમ પ્રકાશ યજ્ઞનો પ્રારંભ કરાયો હતો. આ યજ્ઞ આખો મહિનો એટલે કે ૧૪મી જાન્યુઆરી 2021 સુધી ચાલશે. તમામ હરિભક્તો તેમજ સેવકોએ યજ્ઞનો લાભ લેવા જણાવાયું છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો