ઈજાગ્રસ્ત મહિલા
રાજકોટ સિવિલ હોસ્પીટલમાં દાખલ : જમીનની ભાગબટાઈ
બાબતે ભત્રીજા
સહિતના શખ્શોએ કોર્ટમાં ચાલતા કેસનું મનદુઃખ રાખીને કર્યો હુમલો
રાજકોટ તા.16
ગઈકાલે સાંજે જસદણ
તાલુકાના ગઢડિયા ગામે એક કોળી મહિલા પર તેના ભત્રીજા સહિતના ૧૦ શખ્શોએ લોખંડના
પાઈપ વડે હુમલો કરતા માથામાં ગંભીર ઈજાઓ સાથે કોળી મહિલાને સારવાર માટે રાજકોટની
સિવિલ હોસ્પીટલમાં દાખલ કરાઈ છે.
મળતી વિગતો મુજબ
જસદણ તાલુકાના ગઢડિયા ગામે રહેતા વિજુબેન રમેશભાઈ ચાવડા નામની ૪૦ વર્ષની કોળી
મહિલા ગઈકાલે પોતાના ઘરે હતી ત્યારે સાંજે ૫ વાગ્યે તેણીનો ભત્રીજો જેન્તી મોહન
કોળી સહિતના ૧૦ શખ્શો લોખંડના પાઈપ વડે વિજુબેન પર તૂટી પડતા તેમને લોહી લુહાણ
હાલતમાં માથામાં ગંભીર ઇજાઓની સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડાઈ છે.
ઈજ્ગ્રસ્ત મહિલાએ
પોલીસેને જણાવ્યું હતું કે લાંબા સમય થયા તેમને જમીનની ભાગબટાઈ પ્રશ્ને કોર્ટમાં
કેસ ચાલતો હોય આ વાતનું મનદુઃખ રાખીને તેમના પર હુમલો કરવામાં આવ્યો છે. પોલીસે
હુમલાખોર શખ્શો સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. (ફોટો : મુકેશ રાઠોડ)

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો