- સરદાર સરોવર નર્મદા નિગમનાં કાર્યપાલક ઈજનેરે
- બંને આરોપીઓ એક દિવસનાં રિમાન્ડ પર
ધ્રાંગધ્રા સ્થિત સરદાર સરોવર નર્મદા નિગમ સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ ૨/૧ ડિવિઝનનાં કાર્યપાલક ઈજનેર મહેશ ધનજીભાઈ પટેલ અને જૂનિયર કલાર્ક પ્રતિક જગુભાઈ ટાકલાને ગઈકાલે એસીબીએ ૨ હજારની લાંચમાં ઝડપી લીધા બાદ આજે બંનેને કોર્ટમાં રજૂ કરી એક દિવસનાં રિમાન્ડ પર મેળવ્યા હતાં.
ગઈકાલે જ એસીબીએ મહેશ પટેલનાં વતન ચિખલીનાં સારવણી ગામે સ્થિત મકાનની જડતી કરતાં ત્યાંથી રૂા ૪૨.૪૫ લાખ મળી આવ્યા હતાં આ ઉપરાંત તેનાં ધ્રાંગધ્રાની ફ્રેન્ડઝ સોસાયટી સ્થિત મકાનમાંથી રૂ. ૩.૪૪ લાખ મળ્યા હતાં. જયારે તેની અંગજડતીમાંથી રૂા ૩૧ હજાર મળ્યા હતાં.
એસીબીની પુછપરછમાં તેણે તમામ રકમ રૂા ૪૬.૨૦ લાખ કોન્ટ્રાકટરોનાં બીલ પાસ કરતા નિશ્ચિત ટકા પેટે પૈસાં એટલે કે લાંચ તરીકે મળ્યાનું સ્વીકાર્યું છે. જેના પરથી એસીબીનાં અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે. અને સરદાર સરોવર નર્મદા નિગમની કચેરીમાં કેટલા મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલે છે તેનો ખુલાસો થયો છે. માત્ર રૂા ૨ હજારની લાંચમાં ઝડપાયેલા ૧ લાખથી વધુ રકમનાં પગારદાર કલાસ વન અધિકારી મહેશ પટેલે બેફામ બની અત્યાર સુધી કેટલો ભ્રષ્ટાચાર આચર્યો હતો તેની એસીબીએ તપાસ જારી રાખી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો