સપ્લાયર તાલાલાના સીદીબાદશાહની શોધખોળ
જેતપુરના બોરડી સમઢિયાળા ગામે રહેતો અને અગાઉ પોલીસ ચોપડે
ચડી ચૂકેલો કલ્પેશ ઉર્ફે ભોડી વજુ વોરા નામના પટેલ શખસ રાજકોટમાં
ગેરકાયદેસર પિસ્તોલ સાથે ફરતો હોવાની એસઓજીને મળેલી બાતમીના આધારે પીડીએમ
કોલેજ પાસેથી કલ્પેશ ઉર્ફે ભોડી વજુ વોરા નામના પટેલ શખસને ઝડપી લીધો હતો
અને તલાશી લેતા તેની પાસેથી રૂ.10 હજારની કિંમતની પિસ્તોલ અને એક કાર્ટીસ
મળી આવતા કબજે કરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં કલ્પેશ પટેલ અગાઉ
જેતપુરમાં મારામારી અને દારૂના ગુનામાં પકડાઇ ચૂકયો છે અને આ હથિયાર
તાલાલાના સીદી બાદશાહ પાસેથી ખરીદ્યાની કબૂલાત આપતા પોલીસે તપાસ હાથ ધરી
હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો