અનુયાયીઓ

સોમવાર, 16 નવેમ્બર, 2015

રાજકોટના બે વેપારીઓ પાસેથી રૂ.૭૫૦૦ ની લુંટ ચલાવતા કાઠી બાપુ ! દંડ આપવો પડશે કહી લુંટ્યા !!

ખોડલધામ ખાતે દર્શન કરી બાવળના છાયડે બેઠેલા 
રાજકોટના બે વેપારીઓ પાસેથી રૂ.૭૫૦૦ ની લુંટ 
ચલાવતા કાઠી બાપુ ! દંડ આપવો પડશે કહી લુંટ્યા !!
જેતપુર તા.૧૬ (કશ્યપ જોશી દ્વારા)
ગઈકાલે બપોરે જેતપુરના કાગવડ મોણપર ગામની સીમમાં એક ખેતરમાં બેઠેલા રાજકોટના એક વેપારી સહીત બે શ્રધ્ધાળુઓને એક કાઠી બાપુએ ડારો ડફારો આપી રૂપિયા ૭૫૦૦/- લુંટી લીધા હોવાની જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ આર.એન.કરમટીયાએ તપાસનો ધમધમાટ શરુ કરી કસુરવાર બાપુને ઝાલી લેવા ચક્ર્રો ગરિમાન કર્યા છે. 

મળતી વિગતો મુજબ રાજકોટના નાના માવા વિસ્તારમાં મલય રેસીડેન્સીમાં રહેતા મનસુખભાઈ મોહનભાઈ પટેલ અને તેમના મિત્ર રાજુભાઈ ગઈકાલે જેતપુર તાલુકાના કાગવડમાં આવેલ માં ખોડલધામના દર્શન માટે આવ્યા હતા.
દરમિયાન દર્શન કરી આ બંને રાજકોટવાસી શ્રદ્ધાળુઓ મોણપર - કાગવડની સીમમાં આવેલ એક ખેતરમાં ઉભેલા બાવળના છાયડે બપોરનું વાળું(ભોજન)કરી રહ્યા હતા ત્યારે ત્યારે જીલુભાઈ નામના કાઠી દરબાર બાપુ ત્યાં ચડી આવી, '' મારા ખેતરમાં તમારે જમવા બેસાય જ કેમ ? હવે તમારે દંડ આપવો પડશે તેવું બોલી માથાકૂટ કરતા મનસુખભાઈ અને રાજેશભાઈને જમવાનું બગડ્યું હતું.

આવા સમયે જટ મામલો વધારે બિચકે તે પહેલા ખેતરમાંથી બહાર નીકળવા પ્રયાસ કરતા આ બંને મનસુખભાઈ અને રાજેશભાઈને રોકી ઉપરોક્ત બાપુએ મનસુખભાઈના ખિસ્સામાંથી રૂપિયા ૭૫૦૦/- રોકડા પડાવીને લુંટ કરી, આ બાબતે જો કોઈને કહેશો તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા, રાજકોટના વેપારી મનસુખભાઈ સાહેદ રાજુભાઈ સાથે ડઘાઈને જેતપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ કરવા પહોચી ગયા હતા.

જેતપુર તાલુકા ફોજદાર આર.એન.કરમટીયાએ રાજકોટના મનસુખભાઈ પટેલની ફરિયાદ પરથી જીલુભાઈ કાઠી દરબાર નામના માણસ સામે વિધિવત ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોણપર અને કાગવડ ગામના જાગૃત માણસોએ વણમાંગ્યો દાખલો આપતા જણાવેલ કે આજે છાંયડા અને પાણીના પરબ માટે દાતાઓ મરી પડે છે, ત્યારે આ બનાવમાં બાપુએ ડારા ડફારો બતાવી રાજકોટના બે શ્રધ્ધાળુઓને આમ લુંટી લીધા તે ખોટું તો થયું જ છે. !!

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 

ટિપ્પણીઓ નથી: