અનુયાયીઓ

સોમવાર, 16 નવેમ્બર, 2015

જેતપુર તાલુકા પંચાયતની ૨૦ બેઠકો પર ૫૩ મુરતિયાઓ વચ્ચે ખેલાશે ચુંટણી જંગ..

જેતપુરતાલુકા પંચાયતની ૨૦ બેઠકો પર 
૫૩ મુરતિયાઓ વચ્ચે ખેલાશે ચુંટણી જંગ..
૧૯ ભાજપ-૧૯ કોંગ્રેસ-૧૫ અપક્ષ અને ૩ બસપાના ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ ખેલાશે. 

જેતપુર તા.૧૬(કશ્યપ જોશી દ્વારા)
જેતપુર તાલુકા પંચાયતની આગામી ૨૯ મી તારીખે યોજાનાર ચુંટણીમાં ઉમેદવારી પત્રો પાછા ખેંચવાના દિવસે આજે ચિત્ર સ્પષ્ટ થઇ જતા હવે કુલ ૫૩ ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ ખેલાનાર હોવાનું જેતપુર મામલતદાર કચેરીના સર્કલ ઓફીસર નીખીલ મેહતાએ જણાવ્યું હતું.

મળતી વિગતો મુજબ જેતપુર તાલુકા પંચાયતની આગામી ૨૯ મી નવેમ્બરે યોજાનાર ચૂટણીમાં કુલ ૨૦ બેઠકો પર ૫૩ ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ ખેલાશે. આમાં ૧૯ ભાજપ, ૧૯ કોંગ્રેસ, ૧૫ અપક્ષ અને ૩ બહુજન સમાજવાદી પાર્ટી ના ઉમેદવારોનો સમાવેશ થાય છે.

આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના દિવસે જેતપુરની વાડાસડા બેઠક પર અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનાર રમાબેન ચંદુભાઈ કરકર નામના ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું. કારણ તે જ બેઠક પર તેમના પતિ ચંદુભાઈ રવજીભાઈ કરકરે પણ ફોર્મ ભર્યું હતું. તેઓએ ઉમેદવારી ચાલુ રાખી છે. 

જયારે અમરનગર બેઠક પર કોંગીના ઉમેદવારે જાતિનું પ્રમાણપત્ર નહિ રજુ કરતા આજે તેમનું ફોર્મ રદ થતા ભાજપના રસીલાબેન વિનુભાઈ વસોયા આપોઆપ બિન હરીફ જાહેર થયા હતા. આ બાબતે સ્ટેશન વાવડીના સામાજિક કાર્યકર રોહિત ગીરધરલાલ ભટ્ટીએ જણાવેલ કે તેમના સ્ટેશન વાવડી ગામના જાનકીબેન કેતનભાઈ સુવાગીયાએ કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું હતું. પણ જાનકીબેન પોતાની જાતિનું પ્રમાણપત્ર રજુ કરવામાં નિષ્ફળ નીવડતા તેઓનું ફોર્મ રદ થયું હતું.

કશ્યપ જોશી જેતલસર જેતપુર 

ટિપ્પણીઓ નથી: