રામોદના આશાસ્પદ યુવાનનો જુનાગઢના વિલિંગડન ડેમમાં ઝંપલાવી આપઘાત !
મમ્મી-પપ્પા મારી પત્ની શીતલનું ધ્યાન રાખજો
હું મારી મરજીથી ઈશ્વરશરણે જઉં છું !!
7 દિવસ થયા ગુમસુધ્ધા સુધીરની લાશ જુનાગઢના ડેમમાંથી મળતા પટેલ પરિવાર શોકમાં ગરક !
જેતપુર તા.12
જેતપુર શહેરમાંથી ભેદી સંજોગોમાં ગુમ થયેલ રામોદના આશાસ્પદ પટેલ યુવાનની લાશ આજે જુનાગઢના વિલિંગડન ડેમમાંથી મળી આવતા યુવાનના પરિવારજનો અને જેતપુરના મિત્રોમાં શોકનો માહોલ છવાયો છે.
આ બાબતે મળતી વિગતો મુજબ મૂળ ગોંડલ તાલુકાના રામોદના વતની હંસરાજભાઈ ગોવિંદભાઈ રામાણીના પુત્ર સુધીર હંસરાજભાઈ રામાણી(ઉવ.28) એ જેતપુરના કણકિયા પ્લોટમાં ભક્તિ મેડીકલ સ્ટોરથી વ્યવસાય શરુ કર્યો હતો.
છેલ્લા સાતેક વર્ષ થયા જેતપુરમાં રહી, મેડીકલ સ્ટોરના વ્યવસાય સાથે સંકળાયેલ સુધીર શુશીલ સંસ્કારો અને એકપણ જાતનું વ્યસન ધરાવતો નહોતો..
એકદમ સીધી લીટીનું જીવન વિતાવતા, હસમુખો સ્વભાવ ધરાવતો અને ત્રણેક વર્ષ પહેલાજ લગ્નગ્રંથીથી જોડાયેલ સુધીર ગઈ તારીખ 5-8-2015 ના રોજ ભેદી સંજોગોમાં પોતાના બજાજ ડિસ્કવર બાઈક નંબર જીજે-3, ડીએસ 5633 સાથે ગુમ થતા તેમના સ્વજનોએ વહાલસોયા સુધીરને શોધવા સૌરાષ્ટ્ર અને સોરઠ પંથકને ખુંદી નાખ્યો હતો, પણ સુધીરન ક્યાય ભાળ નાં મળતા અંતે જેતપુર શહેર પોલીસમાં તેમની ગુમ થયાની જાણ કરાઈ હતી.
બીજીબાજુ સુધીરને શોધવા તેમના જેતપુરના મિત્ર વર્તુળે પણ અથાગ પ્રયત્નો કર્યા હતા.. આમછતાં સુધીરનો ક્યાય પત્તો લાગ્યો નહોતો.
બીજીબાજુ ગઈકાલે જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવેલ વિલિંગડન ડેમ વિસ્તારમાં સુધીરનું ઉપરોક્ત બાઈક મળી આવતા ભવનાથ પોલીસ ચોકીના જમાદાર ડાભીએ આરટીઓની તપાસ દરમિયાન બહાર આવેલી વિગતો મુજબ કોટડાસાંગાણી પોલીસને જાણ કરી હતી. કોટડા સાંગાણી પોલીસે રામોદ ખાતે ગુમ થયેલ સુધીરના મોટા બાપુજી ગોરધનભાઈ હંસરાજભાઈ રામાણીને જાણ કરી બોલાવ્યા હતા.
દરમિયાન ગઈકાલે સાંજે જુનાગઢ ભવનાથ પોલીસની ગુમ સુધીરની જાણ થઇ હતી કે સુધીરનું બાઇક વિલિંગડન ડેમ પાસેથી મળી છે. પુત્રનું બાઈક મળ્યાના સમાચાર સાથેજ તેમનામોટા બાપુજી ગોરધનભાઈ સહિતના સ્વજનો અને મિત્રો તેમજ સ્થાનિક ફોરેસ્ટ તંત્ર જુનાગઢ ખાતે ડેમની આજુબાજુ તપાસ આદરતા ડેમના એક છેડે એક યુવાનની ફૂલી ગયેલી અને જળચરોનો શિકાર થઇ ગયેલી લાશ મળી આવી હતી.
આવા સમયે પોલીસ તંત્રે લાશની અંગજડતી કરતા મૃતક યુવાનના ખિસ્સામાંથી એક મોબાઈલ, બાઈકની ચાવી અને રૂપિયા 200 રોકડા મળી આવ્યા હતા. દરમિયાન મૃતક યુવાનના સ્વજનો અને મિત્રોએ આ લાશના કપડા પરથી સુધીર રામાણીની જ હોવાનું જણાવતા 7 દિવસ થયા ભેદી સંજોગોમાં ગુમ સુધીરની લાશ સાથે મિત્રો અને પરિવારજનોનો ભેટો થતા ત્યાં ઉપસ્થિત સૌ ભાંગી પડ્યા હતા. સુધીરની લાશને પ્રથમ જૂનાગઢની સરકારી હોસ્પીટલે ખસેડી હતી. પણ લાશની કોહ્વ્વાઈ ગયેલી હાલતને જોઇને ફરજ પરના તબીબે વિશેષ પીએમ માટે જામનગર ખસેડી હતી.
બોક્સ: મમ્મી-પપ્પા મને લાડ લડાવ્યા, હવે પત્ની શીતલને સાચવજો !
જેતપુર: જેતપુરમાં પોતે જ્યાં બેસીને ભક્તિ મેડીકલના ટેબલના ખાનામાંથી સુધીરે લખેલી એક સ્યુસાઇડ નોટ પરિવારજનોને મળી હતી. જેમાં સુધીરે લખ્યું હતું કે ''હું મારી મરજીથી જઉં છું, હું જે પગલું ભરવા જઈ રહ્યો છું તેનો પણ હું એકમાત્ર જવાબદાર છું, મમ્મી-પપ્પા તમે મને ઘણા લાડ લડાવ્યા ! હવે મારી પત્ની શીતલને સાચવજો, ધ્યાન રાખજો''!
બોક્સ: મનગમતું આનંદનું સ્થળ જ મોત નું સ્થળ બન્યું !!
જેતપુર : સુધીરના મોતના અવસાન સાંભળી ભાંગી પડેલા જેતપુરના અમુક મિત્રે જણાવેલ કે જયારે પણ સુધીરને ફુરસદ મળતી ત્યારે માઈન્ડ ફ્રેસ કરવા અને આનંદ કરવા અવાર નવાર જુનાગઢના વિલિંગડન ડેમના રમણીય વાતાવરણમાં પહોચી જતો, જ્યારે આજે મનગમતા આનંદના સ્થળ એવા તે જ ડેમ માંથી તેમનો મૃતદેહ મળી આવતા મિત્રવર્તુળમાં શોક છવ્વી ગયો છે.
ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતપુર જેતલસર 9974262812





ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો