અનુયાયીઓ

સોમવાર, 3 ઑગસ્ટ, 2015

કાલાવડ પોલીસ સ્ટેશનના એક ફોજદારી ગુનામાં જામીન પડેલા શખ્શના દસ્તાવેજો બોગસ નીકળતા ખળભળાટ, જેતપુરના સર્કલ ઓફિસરે કાલાવડ પોલીસને ગુનો નોંધવા જણાવતા ચકચાર

કાલાવડ પોલીસ સ્ટેશનના એક ફોજદારી ગુનામાં જામીન પડેલા 
શખ્શના દસ્તાવેજો બોગસ નીકળતા ખળભળાટ, જેતપુરના સર્કલ 
ઓફિસરે કાલાવડ પોલીસને ગુનો નોંધવા જણાવતા ચકચાર
જેતપુર તા.3
કાલાવડ પોલીસ સ્ટેશનમાં એક ફોજદારી ગુનામાં જામીનગીરી નોંધાવનાર જેતપુર તાલુકાના મોટા ગુંદાલાના પટેલ શખ્શના દસ્તાવેજો બોગસ નીકળતા જેતપુરના મામલતદાર ભોરણીયાએ ડેપ્યુટી કલેકટરને જાણ કરી બનાવટી દસ્તાવેજ રજુ કરનાર શખ્શ સામે કાલાવડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવા તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ થોડા સમય પહેલા કાલાવડ પોલીસમાં એક ફોજદારી ગુના સબબ જામીનગીરી માટે રજુ થયેલ  જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામના ગોપાલ બચુભાઈ વેકરીયાના 7/12, 8(અ)ના દાખલા બોગસ નીકળતા ચકચાર જાગી છે. આ વાત ત્યારે બહાર આવી કે કાલાવડ પોલીસે આ શખ્શના જમીન માટે રજુ થયેલા કાગળો ખરી કરવા માટે જેતપુરના મામલતદારને મોકલ્યા હતા. દરમિયાન મામલતદાર ભોરણીયાએ આ કાગળો તપાસતા કંઇક બનાવતી કારસ્તાન કરાયાનું માલુમ પડતા તેઓ તાત્કાલિક ગોંડલના ડેપ્યુટી કલેકટરને વાકેફ કરતા ડીસીએ કાલાવડ પોલીસમાં ફરિયાદ નોંધાવવાનું જણાવતા, જેતપુરની મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર નીખીલ મહેતાએ સરકાર તરફી ફરિયાદી બની મોટા ગુંદાળાના પટેલ શખ્શ સામે ઇન્ડિયન પીનલ કોડ ક્રમાંક 465, 467,468, 471 મુજબ ગુનો નોંધવાનું કાલાવડ પોલીસને લેખિતમાં જણાવતા આ બારાનો ગુનો કાલાવડ પોલીસમાં નોંધનાર હોવાનું જેતપુરના નીખીલ મહેતા જણાવે છે.

બોક્સ: કેવી રીતે બનાવટી કાગળો બનાવાયા ?
જેતપુર : જેતપુરના સર્કલ ઓફિસર નીખીલ મહેતાએ જણાવેલ કે કાલાવડ પોલીસમાં જામીનગીરીમાં રજુ થયેલ કાગળોમાં કબ્જેદારનું નામ તેમજ ગામ બદલી ગોપાલે પોતાનું નામ લખી દસ્તાવેજ સાથે ચેડા કરેલ છે. ખરેખર કાગળોમાં જણાવેલ સર્વે નંબર જેતપુરનો નહિ પણ મોટા ગુંદાળાનો બતાવે છે. એટલે આવો બોગસ દસ્તાવેજ કરવા કોની કોની મિલીભગત સામેલ છે ? તે પોલીસ તપાસ દરમિયાન બહાર આવશે.
KASHYAP J.JOSHI JETASLAR JETPUR -9974262812

ટિપ્પણીઓ નથી: