જેતપુરના વાણીજ્ય વેરા અધિકારીને વિદાયમાન અપાયું
જેતપુર તા.3
જેતપુર ખાતે આવેલ વાણીજ્ય વેરા કચેરી ના અધિકારી તરીકે ફરજ બજાવતા કે.પી.વ્યાસ વય મર્યાદાને કારણે નિવૃત થતા હોઈ તેથી તમને અહીની વાણીજ્ય વેરા સ્ટાફ તેમજ ટેક્ષ કન્સલ્ટ આસો.દ્વારા તેમને વિદાય આપવામાં આવી હતી
વિદાય સમારંભ માં વેચાણ વેરા વિભાગ માં અધિકારી દેસાઈ, ચીચ્યા ,ધોળિયા, હઠીલા, શાહ , મામલદાર ભોરણીયા , નીખીલ મેહતા, તેમજ ટેક્ષ આસો. ના પ્રમુખ મુકેશભાઈ મેર ઉપસ્તિત રહ્યા હતા અને વિદાયમાન વ્યાસને શાલ ઓઢાડી સન્માન કરી તેમની યાદગીરી રૂપી મોમેન્ટો આપેલ હતો. પત્રકારત્વ કરી વાણીજ્ય વેરા તંત્રમાં ક્લાર્ક થી માંડી એક અધિકારી સુધી પહોચેલા વ્યાસે પોતાની ફરજને વાગોળી, ફરજ દરમિયાન સાથ અને સહકાર આપનાર તમામ કર્મીઓ અભાર માની હજુ પણ કોઈ કામ હોય તો હાકલ કરવા અનુરોધ કર્યો હતો.
જેતપુર ચેમ્બરમાથી બે અગ્રણિ ઉધ્યોગપતિઓના
અચાનક રાજીનામાથી શહેરભરમા ચક્ચાર
જેતપુર તા 3
જેતપુર ચેમ્બર્સ ઓફ કોમર્સની તાજેતરમાજ રચાયેલી નવી બોડીમા શહેરના મોટા ગજાના બે અગ્રણી ઉધ્યોગ્પતિઓ રાજુભાઇ પટેલ અને જયંતીભાઈ રામોલિયાણી પણ નિમણુંકો થઇ હતી.
બિજીબાજુ કોઇ રાજ્કીય સમીકરણો રચાયા હોય કે જે હોય તે પણ ઉપરોક્ત બન્ને ખમતિધર ઉધ્યોગપતિઓ અચાનક રાજીનામાં ધરી દેતા શહેરભરમા એવી ચર્ચાઓ જાગી છે કે શહેરની વ્યાપારી સંસ્થા એવી ચેમ્બર્સ ઓફ કોમર્સ તરફ્થી પોત પોતાના મોઢા ફેરવી લેવામા આ મોટા ગજાના માથાઓને ક્યા પરિબળો અસર કરી ગયા કે તેઓને આમ અચાનક રાજીનામા ધરી દેવા પડ્યા ??
કે કઇ બાબતોએ તેઓને આમ કરવા મજ્બુર કર્યા ?
જો કે આ વાતનુ સત્ય ખાળવા કરાયેલ સંપર્ક દરમિયાન ઉધ્યોગપતિ જયંતિભાઈ રામોલિયાએ જણાવેલ કે જેતપુર ચેમ્બર્સ ઓફ કોમર્સમા હાલ પટેલ ઉમેદ્વારોની સંખ્યા વધી હોય તેમજ અન્ય ઉમેદ્વારોને તક મળે તે માટે તેઓએ રાજીનામા ધરી દિધા છે. શહેરીજનોમા ચર્ચાતી એક અન્ય ચર્ચા મુજબ ઉપરોક્ત બન્ને માન્ધાતાઓએ વર્તમાન પ્રમુખથી નારાજ થઇને રાજીનામા આપ્યા છે ?!
પણ આ વાતને અસમર્થન આપી બન્ને ઉધ્યોગપતિઓ રાજુભાઇ અને જયંતીભાઈએ જણાવેલ કે ના ભાઇ એવુ કાઇ નથી. અત્રે એ પણ નોંધનીય છે કે આ બંને ઉદ્યોગપતિઓના રાજીનામાથી ખાલી પડેલી જગ્યાઓ પર પ્લાસ્ટિક મેન્યુફેક્ચરીંગ એશો.ના સભ્ય હરેશભાઈ ગાંધી અને પ્લાઈવુડ એશો.ના સભ્ય જયેશભાઈને રૈયાણીને આમંત્રિત સભ્યો તરીકે નિમાયા હોવાનું ચેમ્બર મંત્રી હરેશ ગઢિયાએ જણાવ્યું છે.
જેતપુરની ભાદર નદીમાંથી રેતી ચોરવાનો સિલસિલો જારી
વધુ 4 શખ્શો રેતી ચોરી કરતા પકડાયા
જેતપુર તા.3
જેતપુરની ભાદર નદીમાં બેરોકટોક રેતીની ચોરીની સંબંધિત ખાણ ખનીજ તંત્રને અનેક વખત ફરિયાદો કરાઈ હોવા છતાં કોઈએ રેતી ચોરી અટકાવી નહોતી. બીજીબાજુ આ ફરિયાદ સ્થાનિક ડીવાયએસપીને કરાતા તેઓએ રવિવારની રાત્રીના ભાદર નદીમાં ચેકિંગ હાથ ધરતા ત્યાં વરસાદી પાણીથી તણાઈને આવેલી રેતીનો મોટો જથ્થો ચોરતા દેવશી પાલા, ભૂપત રાણા અને ભીખુ રણમલ સહીત ચાર શખ્શો રેતી ચોરતા ટ્રેકટરો સમેત પકડાઈ જતા તમામ સામે ખનીજ ચોરીનો શહેર પોલીસ દફતરે ગુનો નોંધાવ્યો હતો. સ્થાનિક એસપી જાતે રેતી ચોરીનો મામલો પકડી પાડી કડક કાર્યવાહી કરતા આવી ખનીજ ચોરી સાથે સંકળાયેલ તત્વો ભયભીત બન્યા છે.
જેતપુરના અગ્રણી વેપારીને ભુમાફીયાએ
આપી જાનથી મારી નાખવાની ધમકી
જેતપુર તા.3
જેતપુરના એક અગ્રણી વેપારીને જુનાગઢના એક ભુમાફીયાએ મોબાઈલ ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ અહી અનેકવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા દયાનંદ એન્જીનીયરીંગવાળા પ્રવીણભાઈ મનુભાઈ ગજેરાની જેતપુરની સીમમાં આવેલી જમીન બાબતે લાંબા સમય થયા તકરારો થતી આવે છે.
બીજીબાજુ જુનાગઢના યુવરાજ ગોવાળિયા નામના કોઈ યુવાને સાટાખત કરી દેજે નહીતર જાનથી મારી નાખીશ તેવી પ્રવીણભાઈ ગજેરાને મોબાઈલ ઉપર ધમકી દેતા આ વેપારીએ શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાવતા પોલીસે યુવરાજની શોધખોળ આદરી છે.
જેતપુરના યુવાને ઝેરી દવા પિતા દવાખાને
જેતપુર તા.3
જેતપુરના બાપુની વાડી વિસ્તારમાં રહેતા પ્રજાપતિ યુવાન નીલેશ રમેશભાઈએ કોઈ અકળ કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે અહીના દવાખાને ખસેડેલ છે. પોલીસે દવાખાને દોડી જઈને નિલેશની પૂછપરછ હાથ ધરી હતી.
KASHYAP JOSHI JETPUR JETALSAR 99742 6282
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો