જેતપુર તાલુકાના ખેડૂતો સાથે સરકારનો હળાહળ અન્યાય ! 2014-15 ના વર્ષમાં....
એક ટકો'ય પાક વીમો મંજુર ના કરતા કાલે 500 ખેડૂતોને
સાથે રાખી કોંગ્રેસ આપશે સંબંધિતોને આવેદન...
રાજકોટ જીલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ જગદીશ પાંભરનો ખેડૂતોને અનુરોધ..એ..હાલો, હાલો વિરોધ કરવા,
જેતપુર તાલુકાને પાકિસ્તાનનો ભાગ ગણે છે કે શું ? અહીના ખેડૂતોની નુકશાની કેમ કોઈને દેખાતી નથી ?
જેતપુર તા.4
પાક વીમો મંજુર કરવા બાબતે જેતપુર તાલુકા સાથે વર્તમાન સરકારે કરેલા ઘોર અન્યાય અને ઉપેક્ષાનો વિરોધ કરવા આવતીકાલ તા.6 ને ગુરુવારે રાજકોટ-જેતપુરના કોંગ્રેસી આગેવાનો 500 થી પણ વધુ ખેડૂતોને સાથે રાખીને અહીના મામલતદારને આવેદન પાઠવી ઘટતું કરાવવાની માંગ દોહરાવશે.
આ બાબતે વિગતો આપતા જેતપુરના ઉદ્યોગપતિ અને દાતા જગદીશભાઈ પાંભર(રાજકોટ જીલ્લા કોન્ગ્રેસ ઉપપ્રમુખ) એ જણાવેલ કે ખેતી પ્રધાન દેશના ખેડૂતોને વધુ એક વખત હેરાન પરેશાન કરાયાની વિગતો એવી છે કે સને 2014-15 ના વર્ષની પાક વીમા આકારણીમાં સંબંધિત સરકારી તંત્રો જેતપુર તાલુકાને સાવ ભૂલી ગઈ હોય કે જાણી જોઇને ભેદભાવ રખાયો હોય તેમ એક પણ ટકો પાક વિમાની રકમ મંજુર નાં કરાઈ હોય, ખેડૂતોમાં ભારે રોષ સાથે અસંતોષ ફેલાયો છે.
કોંગ્રેસ પ્રદેશ ઉપપ્રમુખ ચંદુભાઈ શિંગાળા, રાજકોટ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ચોવટિયા, ઉપ પ્રમુખ જગદીશ પાંભર, અન્ય કોગ્રેસી આગેવાનો બચુભાઈ હિરપરા, વિપુલ વૈષ્ણવ, કિશોર પાદરીયા, પી.એલ.વસોયા, નારણ ઠુંગા, ભરત ધાધલ, પોપટ જેઠવા, ગોવિંદ ડોબરિયા, વિઠ્ઠલ બુટાણી વી આગેવાનોની આગેવાની તળે આવતીકાલ તા.6 ને ગુરુવારના રોજ મુખ્ય મંત્રી અને કૃષિ મંત્રીને ઉદેશીને લખાયેલા અને અત્રેના મામલતદારને અપાનાર આવેદનમાં જણાવાયું છે કે જેતપુર તાલુકાનો ડ્રોપ કટિંગ સર્વે તાત્કાલિક ફરીથી સર્વે કરાવી, આકારણી માટે તટસ્થ અધિકારીની નિમણુક કરી જેતપુર તાલુકાનો પાક વીમો મંજુર કરવો જરૂરી છે, અન્યથા ખેડૂતો સરકાર પરનો વિશ્વાસ ગુમાવશે તો આગામી ચુંટણીમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા વગર નહિ રહે.
બોક્સ: ખેડૂતોને મોટી સંખ્યામાં હાજર રહેવા અનુરોધ..
જેતપુર: જેતપુર ખાતે 500 થી પણ વધુ ખેડૂતોને સાથે રાખી પાક વીમો મંજુર કરવામાં થયેલા અન્યાયની માંગ કરવા માટે જેતપુર તાલુકાભરમાંથી ખેડૂતોને ઉમટી પડવા હાકલ કરી કરી જેતપુરના જગદીશ પાંભરે જણાવ્યું છે કે વર્તમાન ગુજરાત સરકાર જેતપુર તાલુકાને પાકિસ્તાનનો ભાગ ગણતું હોય તેમ એક પણ ટકો પાક વીમો મંજુર કર્યો નાં હોય જો ખેડૂત મૂંગા મોઢે બેસી રહેશે તો હજુ પણ આનાથી વધુ અન્યાય સહન કરવાનો ખેડૂતોને વારો આવશે, એટલુજ નહિ જો જેતપુર તાલુકાને ઉપરોક્ત વર્ષનો પાક વીમો નહિ ચૂકવાય તો જોયા જેવી કરવા કોંગ્રેસ આંદોલનના હથીયારો સજાવશે તેવું જગદીશ પાંભર જણાવે છે.
કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 99742 6282
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો