શ્રી લાલજી ધૂન કીર્તન મંડળ દ્વારા જેતલસર પંથકના
રૂપાવટી ગામે ચાલતા ભવ્ય ભક્તિ મનોરથમાં
એક મહિનો ભક્તિના રંગે રંગાશે હજારો ભક્તો !
તા.15-8 થી તા.13-9 એમ આખો શ્રાવણ માસ દરમિયાન ચાલનાર ભક્તિ મનોરથનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને અનુરોધ
જેતલસર તા. 21
જેતલસર પંથકના રૂપાવટી ગામે છેલ્લાં 20 વર્ષ થયા કાર્યરત શ્રી લાલજી ધૂન કીર્તન મંડળ દ્વારા ગામના ગોપાલભાઈ બાલધાના નિવાસસ્થાને આખો શ્રાવણ માસ દરમિયાન ચાલનારા અને શરુ થયેલ ભક્તિ મનોરથમાં રોજ રાત્રીના બહોળી સંખ્યામાં ભક્તજનો ભક્તિના રંગે રંગાતા હોવાની વિગતો મળી રહી છે.
આ બાબતે વિગતો આપતા આયોજક ગણના ગોપાલભાઈ, ભાવેશભાઈ તથા ચિરાગભાઈએ જણાવેલ કે તેઓના રૂપાવટી ગામમાં છેલ્લાં 19 વર્ષથી ચાલતા શ્રી લાલજી ધૂન કીર્તન મંડળના 20 માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે આ વાતને ધાર્મિક કાર્યક્રમોથી વધાવવા માટે આખો શ્રાવણ મહિનો ભક્તિ મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે.
ગામના કનૈયા ગ્રુપ, ગજાનંદ ગ્રુપ, જય સરદાર ગ્રુપ, સ્વાધ્યાય યુવા ગ્રુપ, ગોપી મંડળ, પ્રેમવતી મહિલા મંડળ, જય ખોડલ લેઉવા પટેલ સમાજ, કામધેનું ગૌ રક્ષક ગ્રુપ અને જય ભગીરથ યુવક મંડળ એમ તમામ ધાર્મિક મંડળોના સાથ સહકાર વચ્ચે તા.15.8 થી તા.13.9 સુધી ચાલનારા આ ભક્તિ મનોરથ કાર્યક્રમમાં જેતલસર, ચાંપરાજપુર, વાંકુંના ખારચિયા, ખજૂરી ગુંદાળા, બોરડી સમઢીયાળા, જેતપુર, દેવકીગાલોલ, બામણગઢ, ખીરસરા, ફરેણી અને રાજકોટ વિગેરે શહેરો અને ગામોના ભક્તિ કીર્તન મંડળો પધારી પોતાના કાર્યક્રમો રજુ કરશે, તો નવા રણુંજાથી પુ. કરશનદાસ બાપુ, જેતપુર, નવાગઢ, ફરેણી અને અમરેલીના સંતો મહંતો રૂપાવટી ગામે પધારી પોત પોતાની અમૃતવાણી અને દર્શનનો લાભ આપનાર હોય, ધર્મપ્રેમી જનતાએ આ ભવ્ય ભક્તિ મનોરથનો લાભ લેવા ગોપાલભાઈ બાલધા સહિતના આયોજક ભક્તગણે અનુરોધ કર્યો છે.
કશ્યપ જે. જોશી જેતલસર (જેતપુર) 9974262812

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો