અનુયાયીઓ

શુક્રવાર, 10 જુલાઈ, 2015

ભાદર નદીના સામા કાંઠે જવાની ધાબી તૂટી જતા ઉદ્યોગપતિઓ સહીત પ્રજા હેરાન પરેશાન

ભાદર નદીના સામા કાંઠે જવાની ધાબી તૂટી જતા 
ઉદ્યોગપતિઓ સહીત પ્રજા હેરાન પરેશાન 
ગોંડલ દરવાજા અને ભાદર સામાં કાંઠા વિસ્તારો વિખુટા પડી ગયા : ભારે વરસાદે સર્જી ઉપાધી !
જેતપુર તા.10
 ચોમાસાની શરૂઆતમાજ વરસાદે જેતપુરના અમુક ગામોમાં હોનારત જેવી  સ્થિતિ પેદા કરતા જનજીવન મુશ્કેલીમાં મુકાયું હતું. તાલુકાના વાડાસડા, ખીરસરા, અમરનગર વિગેરે ગામોના ચેકડેમો, નદી, નાલા અને તળાવો તેમજ વોંકળામાં ભારે પાણીનો ભરાવો થતા આ તમામ ઘસમસતા પાણી જેતપુર સુધી પહોચી ભાદર નદીમાં ભળતા, ભાદર નદીમાં ઘોડાપુર આવ્યા હતા.
આવા ઘોડાપૂરમાં જેતપુરના ગોંડળ દરવાજા વિસ્તારથી ભાદર નદીના સામા કાંઠે જવા બનાવાયેલી ધાબી ધરાસયી થઇ જતા બંને વિસ્તારો એકમેકથી વાહન વ્યવહાર માટે વિખુટા પડી ગયા છે.
નદીની ધાબી તૂટી જતા સામાકાંઠાની પ્રજા ઉપરાંત અનેક સાડી કારખાના આવેલા હોય, આ સાડી એકમો પર પહોચવા ઉદ્યોગપતિઓ તેમ કારીગર વર્ગને ભારે હાલાકી ભોગવવી પડે છે.
કોઈ નાનું વાહન પણ તૂટેલી ધાબી પરથી પસાર થઇ શકતું નથી. રાહદારીઓ જોખમ ખેડી ધાબીની પાતળી દીવાલ પર ચાલી સામા કાંઠે અને સામા કાંઠેથી ગોંડલ દરવાજા વિસ્તારમાં આવી રહ્યા છે. સામા કાંઠા વિસ્તારમાં જવા માટે રેલવેના જુના પુલ ઉપરથી જઈ શકાય પણ તે બહુ  અંતર થઇ જતું હોય, ગરીબ તેમજ મધ્યમ વર્ગીય પ્રજાને ભારે હાલાકી ભગાવવી પડે છે.
આ બાબતે લાગતા વળગતા સત્તાધીસો તાકીદે ભાદર નદીની તૂટેલી ધાબી રીપેર કરાવે તેવી પ્રજા માંગ પ્રબળ બની છે.
ફોટો અને સમાચાર કશ્યપ જે. જોશી જેતપુર 9974262812

ટિપ્પણીઓ નથી: