જેતપુર તાલુકાના ચારણ સમઢીયાળા ગામના
વાલ્મિકી વૃદ્ધાને 100 ચો.પ્લોટની સનદ આપવામાં
પંચાયત તંત્રના 7-7 વર્ષથી રીતસરના ઠાગાઠૈયા !
10 દિવસમાં ઘટતું ના કરાય તો જેતપુર તાલુકા પંચાયત કચેરી સામે આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારતા વૃધાના પરિવારજનો
જેતપુર તા.10 (કશ્યપ જોશી દ્વારા )
જેતપુર તાલુકાના ચારણ સમઢીયાળા ગામના એક વાલ્મીકી સમાજના વિધવા વૃદ્ધાને ગામનું પંચાયત તંત્ર 100 વાર પ્લોટની સનદ આપવામાં 7-7 વર્ષ થયા મુહુર્ત શોધતું હોય, જો તાત્કાલિક આ પ્રશ્નનું નિવારણ નાં આવે તો આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારાઈ છે.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના ચારણ સમઢીયાળા ગામે રહેતા વાલ્મીકી સમાજના વિધવા વૃધ્ધા શાંતાબેન નાથાભાઈ ઘાવરીને સરકાર-પંચાયત દ્વારા 100 ચો.વાર પ્લોટ વિસ્તારમાં ઘરથાળનો મફત પ્લોટ મળ્યો છે.
આ વાતને 7 વર્ષના વહાણા વીતી ગયા પણ પોતાના પ્લોટની માલિકી બતાવતી પ્લોટની સનદ શાંતાબેનને આપવામાં સ્થાનિક પંચાયત તંત્ર રીતસરના ઠાગા ઠૈયા કરતુ હોય, આ વૃદ્ધા ઉપરાંત પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો છે.
આ બાબતે શાંતાબેનના પુત્ર અશોક ઘાવરી જણાવે છે કે આ બાબતે તેમના માતાના નામનો પ્લોટ સને 2007 ની 15 જાન્યુઆરીની લેન્ડ કમિટીમાં મંજુર થઇ ગયો છે. તા. 2.2.2007 ના રોજ પ્લોટ ફાળવવાનો હુકમ થઇ ગયો છે. સને 2009 ના વર્ષ દરમિયાન સ્થાનિક પંચાયતસુત્રોએ શાંતાબેનના પ્લોટની માપણી પણ કરી દીધી હતી. પણ આજે સાત વર્ષ પછી પણ સંબંધિત તંત્ર કોઈ વાજબી જવાબો આપતું નાં હોય, હવે 10 દિવસમાં સનદ નાં મળે તો જેતપુર તાલુકા પંચાયત કચેરી સામે ઉપવાસ આંદોલન છેડવાની શાંતાબેન અને તેમના પરિવારજનોએ ચીમકી ઉચ્ચારી છે.
બોક્સ: તલાટી મંત્રી અને ટીડીઓએ શું કહ્યું-કર્યું ??
જેતપુર : આ બાબતે ચારણ સમઢીયાળાના તલાટી મંત્રી ચૌધરીએ જણાવેલ કે શાંતાબેનને જ્યાં પ્લોટ મળ્યો છે તે બદલવાની વાત હોય, અને ગામના રીત-રસમો મુજબ દલીત અરજદારને દલિત(વણકરવાસ), વાલ્મીકી અરજદારને(વાલ્મિકીવાસ) માં મકાનો કે પ્લોટ ફાળવાતા આવતા હોવાની પરંપરા જાળવી રાખવા શાન્તાબેનનો પ્લોટ ફેરવવાની વાત ચાલી રહી છે. જયારે જેતપુરના ટીડીઓએ તા.29.10.2014 ના નં.ભૂમિહીન-વશી-905-14 ના પત્રથી સ્થાનિક ગ્રામ પંચાયતને તાકીદ કરી હતી કે અરજદારનો પ્લોટ મંજુર થયો હોય, અરજદારને પ્લોટની સનદ મળી ના હોય, પત્ર મળ્યે અરજદારને પ્લૂતના કબ્જા સોંપી, સનદ તૈયાર કરી તાલુકા પંચાયત કચેરીમાં તાત્કાલિક રજુ કરવા.
તાક: આ સાથે પ્લોટની સનદ માટે દર દર ભટકતા શાંતાબેન ધાવરીનો ફોટો મોકલેલ છે.
ફોટો અને સમાચાર : કશ્યપ જે.જોશી જેતપુર-જેતલસર 9974262812


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો