જેતપુરની ખાનગી સ્કુલના 2 શિક્ષકોએ
2 બાળકોને માર મારતા વાલીઓમાં રોષ
જેતપુર તા.13 (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરની ખાનગી સ્કુલના 2 માસ્તરોએ આજે 2 બાળકોને માર મારતા સરકારી હોસ્પિટલ બિછાનેથી મારનો ભોગ બનેલા બાળકોના વાલીએ પોલીસ ઉપરાંત પત્રકારોને બોલાવી વિગતો આપતા ચકચાર જાગી હતી.
મળતી વિગતો મુજબ જેતપુરમાં આવેલી અને ફી વધારા મુદ્દે વાલીઓને મચક નાં આપનારી એક ખાનગી સ્કુલના બે વિદ્યાર્થીઓ સગા ભાઈઓ બામન અબ્બાસભાઈ શબ્બરભાઈ (ઉ.વ.10 - ધો.5) તથા બામન હુસેન શબ્બરભાઈ(રહે.લાદી રોડ, નગીના મસ્જીદ સામે, દાઉદી એપાર્ટમેન્ટ, બ્લોક નંબર-3) એમ બંને ભાઈઓને શાળાના શિક્ષકો સંદીપ સર અને વિઘ્નેશ સર એમ બંનેએ તમાચા મારી, ચીંટીયા ભરી, કાન ખેંચી માર મારતા આ બંને બાળકોને વાલી સબ્બર હાતિમભાઈ બામન એ સરકારી હોસ્પીટલમાં દાખલ કર્યા હતા.
હોસ્પિટલ ખાતે પોતાના બાળકોના ગાલે ચાંભા બતાવી બાળકોના પિતાએ રોષભેર જણાવેલ કે ત્રણ ચાર દિવસ પહેલા પણ પોતાના પુત્રોને ઉપરોક્ત શિક્ષકોએ ફટકાર્યા હતા. પણ ડરના માર્યા બાળકોએ ઘરે વાત કરી નહોતી, જ્યારે આ વાતનું આજે પુનરાવર્તન થતા, હવે આ વાત સહન ના કરી સૌની સમક્ષ આ ઘટના મુકવી ઉચિત લાગી છે. બીજીબાજુ શાળા સંચાલક એ આ ઘટના તપાસી સંબંધિત શિક્ષકોને કોઈ પણ બાળકને માર ના મારવાની સુચના આપી હોવાની વાત દોહરાવી હતી.
બોક્સ: ફી વધારા મુદ્દે પણ ગાજી હતી આ શાળા !!
જેતપુર : જેતપુરના ઉપરોક્ત બંને બાળકોને ખાનગી શાળાના શિક્ષકોએ માર માર્યા હોવાની ઘટના જાણી ગયેલા જેતપુર વાલી મંડળના ઉપપ્રમુખ મહમદ સાંઘ હોસ્પિટલ દોડી આવી પત્રકારો સમક્ષ એવી ફરિયાદો ઉચ્ચારી હતી કે ફી વધારા મુદ્દે પણ વાલીઓ સાથે રકઝક કરી વિવાદોના વમળમાં રહેતી ઉક્ત શાળાના શિક્ષકો હવે આવી રીતે બાળકોને મારવા માંડ્યા હોય, સંબંધિતો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર 9974262812
માત્ર કાર્યાલયની જાણ માટે :
સ્કુલનું નામ સ્પેસ ઈંગ્લીશ સ્કુલ છે. આપણી પાસે હોસ્પીટલમાં દાખલ બાળકોનું, વાલીનું અને વાલીમંડળના ઉપપ્રમુખનું વિડીઓ રેકોર્ડીંગ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો