જેતપુર ચેમ્બર ઓફ કોમર્સની આગામી 17 મી જુલાઈએ ચુંટણી
જેતપુર તા.9
આગામી 17 મી જુલાઈએ જેતપુર ચેમ્બર ઓફ કોમર્સની સને 2015 થી 2018 ના વર્ષ માટેની ચુંટણી ઘોષિત કરાઈ છે. આ માટે આજે તા.10 ઉમેદવારી ફોર્મ વિતરણનો છેલ્લો દિવસ છે. તા.11 ના રોજ ઉમેદવારી પત્રો સ્વીકારાશે, તા.12 ના રોજ ઉમેદવારી પત્રો ચકાસાશે, તા. 13 ના રોજ ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની તારીખ નક્કી કરાઈ છે. જયારે તા.17.7. ના રોજ અહીના જુનાગઢ રોડ ઉપર આવેલ રોટરી હોલ ખાતે બપોરના 2 થી 7 દરમિયાન મતદાન નક્કી કરાયું હોવાનું જેતપુર ચેમ્બરના સેક્રેટરી જણાવે છે.
હિતેશ સાવલિયા જેતપુર
જેતપુરમાં કાલે પ્રજાપતિ જ્ઞાતિના તેજસ્વી છાત્રોનો સત્કાર સમારંભ
જેતપુર તા.9
આવતીકાલ તા.11 ના રોજ અહીના ભાદર રોડ પર આવેલ પ્રભુવાડી ખાતે વરિયા વૈષ્ણવ પ્રજાપતિ જ્ઞાતિના તેજસ્વી છાત્રોને સત્કારવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય મંત્રી જયેશ રાદડિયા, પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા, યાર્ડ ચેરમેન દિનેશ ભુવા, ઉદ્યોગપતિ જયંતીભાઈ રામોલીયા વિગેરે હાજર રહી આયોજકો અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારશે..
નવાગઢમાં અપૂરતી સેવાઓની ફરિયાદ કરાઈ
જેતપુર તા.9
જેતપુરના નવાગઢના ખાટકીવાળમાં અપૂરતું પાણી, લાઈટ, સફાઈ અને રોડ રસ્તા પરત્વે અજીમુદ્દીન ફખરુદ્દીન કાદરીએ સંબંધિતોને ફરિયાદ કરી છે. આ બાબતે પાલિકા પ્રમુખે જણાવેલ કે થોડા દિવસો પહેલાજ નવાગઢમાં જરૂરીયાતવાળા વિસ્તારોમાં પાણીની પાઈપ લાઈન નખાઇ છે. ગંદકી હટાવવા પાલિકા તંત્રના સાધનો ક્રમશ બધા વિસ્તારોમાં ફરી રહ્યા છે. વરસાદી તારાજીમાં ઘણા વિસ્તારોમાં આવી પરિસ્થિતિ ઉભી થઇ હોય, લોકોનો સહકાર જરૂરી છે.
જેતપુરના પછાત વિસ્તારોમાં 2000 દફતર વિતરણ કરાયા
જેતપુર તા.9
જેતપુરના વોર્ડ નંબર 3 અને 14 માં આવતા પછાત વિસ્તારો જેવા કે ગોંદરા, ગોંડલ દરવાજા, દલીતવાસ, ભાદર સામા કાંઠો, હાર્વો ઘાટ વિગેરે વિસ્તારોમાં રાજકોટ જીલ્લા ડેરીના સહયોગથી બાળકોને નોટબૂક, વોટર બેગ્સ, નાસ્તા બોક્સ, કંપાસ વી વસ્તુઓ સાથેના 2000 દફતર દીપક લુણી, કિરણ લુણી તેમજ પાલિકા પ્રમુખ રમાબેન મકવાણાના હસ્તે વિતરણ કરાયા હોવાનું જણાવ્યું છે.
ફોટો : કશ્યપ જોશી : સમાચાર : કશ્યપ જોશી : જેતપુર : 9974262812



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો