જેતપુરમાં બ્રહ્મસમાજના તેજસ્વી
તારલાઓને સન્માન્વાનું આયોજન
જેતપુર તા.5
જેતપુર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજના તેજસ્વી તારલાઓને સત્કારવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તા.19.7.2015 ના રોજ યોજાનાર આ કાર્યક્રમનો લાભ લેવા ઈચ્છતા ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓના વાલીઓએ વિજય ઝેરોક્ષ - તીનબત્તી ચોક, સરસ્વતી બૂક સ્ટોર - સ્ટેન્ડચોક, અવધ વિદ્યાલય - ભાદર સામા કાંઠે, જેતપુર ખાતેથી ફોર્મ્સ મેળવી, ભરી તા. 8.7.2015 સુધીમાં પરત કરી જવા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ સહિતની કારોબારી સમિતિનો અનુરોધ છે.
સમસ્ત બ્રહ્મસમાજ જેતપુર દ્વારા
11-11 સમુહલગ્ન-યજ્ઞોપવીતનું આયોજન
જેતપુર તા.5
સમસ્ત બ્રહ્મસમાજ, જેતપુર દ્વારા આગામી 6-12-2015 ના રોજ અહી માત્ર બ્રહ્મસમાજના 11 સમૂહલગ્ન તથા 11 બટુકોના યજ્ઞોપવીત(જનોઈ)નું આયોજન કરવામાં આવ્યું છે. આ બંને કાર્યક્રમોનો લાભ લેવા ઈચ્છતા યુવક યુવતીઓના તેમજ બટુકોના વાલીઓએ પ્રમુખ જેન્તીભાઈ જોશી(9426900363), મંત્રી હિતેશભાઈ રાવલ(9426968307), કારોબારી સભ્યો પ્રવીણભાઈ વ્યાસ(9879683835), ઉપેન્દ્રભાઈ વ્યાસ(9979441244), તથા આશિષ પંડ્યા(9429474711) નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.
કશ્યપ જોશી જેતપુર (જેતલસર)

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો