રૂપાવટીના યુવાને જન્મ દિવશે ગૌસેવા બતાવી
જેતલસર પંથકમાં અનેકવિધ રીતે હાથ ધરાતી ગૌસેવા
જેતલસર તા.22
જેતલસર અને પંથકના ગામોમાં અનેકવિધ રીતે હાથ ધરાઈ રહેલી ગૌસેવા સૌમાં સરાહનીય બની છે.
આ બાબતે એવી વિગતો મળી કે કામધેનું ગૌ રક્ષક ગ્રુપના સદસ્ય અને ગૌ સેવા પ્રેમી ભાવેશ બાલધાએ તાજેતરમાં પોતાના જન્મ દિવશે અન્યોનું અનુકરણ કરવાને બદલે મોજશોખ પાછળ ખર્ચાનારી પાંચ હજાર જેવી રકમની નીરણ, ચારો, ખોળ ખરીદી ગામની ગાયોને ખવડાવી ગૌસેવા બતાવી અન્યોને રાહ ચીંધ્યો હતો. ભાવેશે પોતાની ધાર્મિક લાગણી બતાવતા કહેલ કે આખું વર્ષ થોડા પૈસા બચાવો અને પ્રતિ વર્ષ જન્મ દિવશે આ રકમથી ગૌસેવા કરવાનું સૌ ચાલુ કરે તો જીવન ધન્ય થઇ જાય.
ફોટો લાઈન : કશ્યપ જોશી જેતલસર 99742 62812





ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો