અનુયાયીઓ

બુધવાર, 28 જાન્યુઆરી, 2015

3 ઉમેદવારોના ફોર્મ કેન્સલ થયા, 2 ઉમેદવારી પાછી ખેંચતા

જેતપુરમાં વોર્ડ નં. 1 ની પેટા ચૂટણીમાં હવે 6 ઉમેદવારો મેદાને

ભાજપ-કોંગ્રેસ અને 3 અપક્ષો વચે ખેલાશે ચુંટણી  જંગ

sSxI5 HMQLf

 

જેતપુરમાં વોર્ડ નં. 1 ની આગામી 7  ફેબ્રુઆરીના રોજ યોજાનાર પેટા ચુંટણી લડવા અગાઉ 11 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જે ઉમેદવારી પાછી ખેંચવાના આજના દિવસે ચુંટણી ચિત્ર સ્પષ્ટ થયું હોય તેમ 3 ઉમેદવારોના ફોર્મ કેન્સલ થયા હતા, અને 2 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચતા હવે 6 મુરતિયા ચૂતાની માટે મેદાનમાં રહ્યા હોવાની વિગતો મળી રહી છે.

આજે જેતપુરની ઉપરોક્ત વોર્ડની પેટા ચુંટણીમાં નોંધાવાયેલ ઉમેદવારી પાછી ખેંચવાના દિવસે પ્રતાપભાઈ ઓડેદરા અને દેવશીભાઈ જીન્જુવાડિયા એમ બે ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી લીધા હતા. તો કંચનબેન ગોહેલ અને આશાબેન બાવીશાના બે ડમી ફોર્મ મળી કુલ 3 ઉમેદવારોના ફોર્મ કેન્સલ થતા 11 ઉમેદવારોમાંથી હવે વોર્ડ નં. 1 ની પેટા ચૂટણીમાં 6 ઉમેદવારો પોત પોતાના મતદારોને રીઝવવા પ્રયાસ કરશે

આજે ચુંટણીના સ્પષ્ટ થયેલા ચિત્રમાં રાકેશ ગોહેલ(ભાજપ), બળદેવભાઈ પંચાસરા(કોંગ્રેસ), તથા અપક્ષો આશાબેન વિનુભાઈ બાવીશા, સુલેમાનભાઈ સુમરા, જયંતીભાઈ વરડાન્ગર, તથા શુરેશભાઈ એંધાણી એમ 6 ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે.

 

 

ટિપ્પણીઓ નથી: