અનુયાયીઓ

બુધવાર, 28 જાન્યુઆરી, 2015

પ્રજા વિકાસના ફટાફટ કામોથી બોસનું ઉપનામ મેળવેલા જેતપુર પાલિકાના

પ્રજા વિકાસના ફટાફટ કામોથી બોસનું ઉપનામ મેળવેલા જેતપુર પાલિકાના 
સ્વર્ગીય પ્રમુખ વલ્લભભાઈની પુણ્યતિથી નિમિત્તે આજે 
મહા રક્તદાન શિબિર-લોકડાયરાનું આયોજન..
(જેતલસર (જેતપુર) તા.28
જેતપુર નગર પાલિકાના પ્રમુખ તરીકે રહ્યા ત્યાં સુધી ફરિયાદી ફરિયાદ સ્થળે પહોચે  તે પહેલાજ ફરિયાદ કે સમસ્યાનું ફટાફટ નિવારણ કરાવી બોસ નું ઉપનામ મેળવનાર  જેતપુર પાલિકાના પૂર્વ પ્રમુખ સ્વ.વલ્લભભાઈ મોહનભાઈ સખરેલીયા(બોસ)ની આજે તા.29 ના રોજ 7મી પુણ્યતિથી નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમોના આયોજનો થયા છે. 
જે બાબતે વિગતો આપતા સ્વર્ગસ્થ વલ્લભભાઈના પુત્ર અને હાલના જેતપુર પાલિકાના ઉપપ્રમુખ સુરેશભાઈ  સખરેલીયાએ જણાવેલ કે પોતાના પિતાની સુવાસ આજે 7 વર્ષ પછી પણ શહેરમાં ધબકતી હોય, આ સુવાસ નિરંતર પ્રજા વચ્ચેજ રહે તેની સ્મૃતિરૂપે દર વર્ષે કરાતા આયોજનો મુજબજ આજે તા.29 ના સવારે 9 કલાકે બાવાવાળા પરા સ્થિત ગૌ શાળા ચોકમાં એક ભવ્ય રક્તદાન કેમ્પ રખાયો છે. 
રાત્રે તે જ સ્થળે 8 કલાકે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું તેમજ 10 કલાકે ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયું છે. જેમાં ઉર્વશી  રાદડિયા,જયમંત દવે તથા સુખદેવ ધામેલીયા સહિતના કલાકારો ભજનની રમઝટ  બોલાવશે. આ ત્રણેય કાર્યક્રમોનો જેતપુર ઉપરાંત તાલુકના લોકોએ  લાભ લેવા અનુરોધ કરાયો છે.

ટિપ્પણીઓ નથી: