અનુયાયીઓ

ગુરુવાર, 29 જાન્યુઆરી, 2015

જેતપુરમાં બોટલ યોજાયેલ રક્તદાન કેમ્પમાં 101 બોટલ રક્ત એકત્રિત થયું




 જેતપુરમાં બોટલ યોજાયેલ રક્તદાન કેમ્પમાં 
        101 બોટલ રક્ત એકત્રિત થયું 
જેતપુર તા.29
જેતપુરમાં આજે પાલિકાના સ્વર્ગીય પ્રમુખ વલ્લભભાઈ બોસની પુણ્ય તિથી નિમિતે બાવાવાળા પરામાં આવેલ ગૌશાળા ચોકમાં ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં સાંસદ રાદડિયા, પાલિકા પ્રમુખ રમાબેન, યાર્ડ ચેરમેન દિનેશ ભુવા, પાલિકા ઉપપ્રમુખ સુરેશભાઈ સખરેલીયા, જીથુડી હનુમાનજી મંદિરના મહંત રામદયાલદાસ બાપુ, વિગેરેની હાજરીમાં રક્દાતાઓએ રક્તદાનની સરવાણી ચાલુ કરતા કેમ્પના અંત સુધીમાં 101 બોટલ રક્ત એકત્રિત થયું હતું. રક્ત એકત્રિત કરવાની સેવા સ્થાનિક બ્લડ બેન્કના સ્ટાફે કરી હતી.
કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર 9974262812

ટિપ્પણીઓ નથી: