અનુયાયીઓ

શુક્રવાર, 8 નવેમ્બર, 2013

પ્રાદેશિક માહિતી કચેરી, વડોદરા (મધ્‍ય ગુજરાત ઝોન) - (સમાચાર યાદી તા. ૭/૧૧/૨૦૧૩)

 

વડોદરા

તૃતિય ખેલ મહાકુંભ વડીલજનોને રમતા કરશે

વડોદરા, , નવેમ્બર,૨૦૧૩ (ગુરુવાર) વર્ષે તૃતિય ખેલ મહાકુંભ નવેમ્બર મહિનાના ઉત્તરાર્ધમાં શરૂ થશે. તેમાં કુલ ૨૦ રમતો ચાર વયજુથો (૧૬ વર્ષથી નીચે/૧૬ વર્ષથી ઉપર અને ૪૫ વર્ષથી ઉપર અને ૬૦ વર્ષથી ઉપરના) માં રમાડવાનું આયોજન છે. આમ, ખેલ મહાકુંભના પગલે ધણાં વર્ષોથી રમતના મેદાન પર પગ મુકયો હોય તેવા વડીલજન રમતવીરોને રમવાની તક મળશે. ૪૫ વર્ષથી ઉપરના વયજુથમાં તા.૧/૧/૧૯૫૩ના રોજ કે તે પછી જન્મેલા અને તા.૩૧/૧૨/૧૯૬૭ સુધીની જન્મતારીખ ધરાવતા પ્રૌઢજનો ભાગ લઈ શકશે. બેઠક (સીટ) કક્ષાએ ભાઇઓ/બહેનો માટે રસ્સા ખેંચ અને ફક્ત ભાઇઓ માટે શુટીંગ બોલની, તાલુકા કક્ષાએ ભાઇઓ/બહેનો માટે યોગાસન અને ચેસની તથા જિલ્લા કક્ષાએ બેડમિન્ટન, સ્વીમીંગ, ટેબલ ટેનિસ અને લોન ટેનિસની હરિફાઇઓ યોજાશે. ૬૦ વર્ષથી ઉપરના વયજુથમાં તા.૧/૧/૧૯૫૩ પહેલાં જન્મેલા વડીલજનો ભાગ લઈ શકશે. તેમાં સીટ કક્ષાએ ભાઇઓ/બહેનો માટે રસ્સા ખેંચ, તાલુકા કક્ષાએ ભાઇઓ/બહેનો માટે યોગાસન અને ચેસની તથા જિલ્લા કક્ષાએ બેડમિન્ટન, સ્વીમીંગ, ટેબલ ટેનિસ અને લોન ટેનિસની રમતો રમાશે.  

અજાણ્યા વૃદ્ધ પુરુષનું મરણ

વડોદરા, , નવેમ્બર,૨૦૧૩ (ગુરુવાર) તા. ૨જી નવેમ્બરની રાત્રિએ એસએસજી હોસ્પિટલ પાછળના ફૂટપાથ પર અંદાજે ૬૫ વર્ષની ઉંમરના અજાણ્યા વૃદ્ધ પુરુષનું કુદરતી મરણ થયું છે. મૃતકે શરીર પર ચોકડીવાળુ શર્ટ અને ભૂખરા રંગનું પેન્ટ પહેર્યું છે. તેના વાલીવારસોને સત્વરે રાવપુરા પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.

 

આણંદ

૧૪-નવેમ્બરે ઉમરેઠ ખાતે બેરોજગારો માટે નામ નોંધણી કેમ્પનું આયોજન

ઉમરેઠ તાલુકાના ઉમેદવારોએ હાજર રહેવું

આણંદ - ગુરૂવાર - જિલ્લા રોજગાર કચેરી, આણંદ દ્વારા આગામી તા.૧૪-૧૧-૨૦૧૩ના રોજ તાલુકા પંચાયત કચેરી- ઉમરેઠ ખાતે  સવારે ૧૧/૦૦ થી ૧૪/૦૦ કલાક દરમિયાન બેરોજગારોની નામ નોંધણી કરવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ઉમેદવારોની નામ નોંધણી, તાજી કરાવવી (રીન્યુઅલ), વધારાની લાયકાત ઉમેરવી, વ્યવસાય માર્ગદર્શનની કામગીરી માટે રોજગાર કચેરીના જુનિયર રોજગાર અધિકારી હાજર રહેશે.

ઉમેદવારોના ડેટા ફોટા સાથે રાખવાના હોઇ તાલુકા / જિલ્લા મથકે ઉમેદવાર આવે ત્યારે પાસપોર્ટ સાઇઝના ફોટા તથા શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રો તેમજ ઝેરોક્ષ નકલ સાથે હાજર રહેવું.

ઉમેદવારે નામ નોંધણી, રીન્યુઅલ, વ્યવસાય માર્ગદર્શન વિગેરેની વધુ જાણકારી મેળવવા માટે રોજગાર ખાતાની વેબસાઇટ www.talimrojgar.org દ્વારા પણ મેળવી શકશે તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રી એસ.આર. વિજયવર્ગીય દ્વારા જણાવાયું છે.

સારોલના ગીતાબેન  ગુમ થયા છે

આણંદ - ગુરૂવાર - પોલીસ અધિક્ષકશ્રી-આણંદની યાદીમાં જણાવ્યાનુંસાર કલ્યાણપુરા મું.સારોલ તા.બોરસદ ખાતે રહેતા ગીતાબેન રમેશભાઇ જાદવ ગુમ થયેલ છે. તેણીની ઉંમર ૨૫ વર્ષ, પાતળો  બાંધો, રંગે ધઉવર્ણ , ઉંચાઇ ૪.૪ ફૂટ, શરીરે લાલ રંગની સાડી  પહેરેલ છે. ગીતાબેન રમેશભાઇ જાદવ અંગેની જાણકારી હોય તો ભાદરણ પોલીસ સ્ટેશનના ફોન નંબર ૦૨૬૯૬-૨૮૮૬૩૩ તથા એલ.સી.બી. આણંદના ફોન નંબર ૦૨૬૯૨-૨૫૫૭૦૦ ઉપર જાણ કરવા જણાવાયું છે.

દેણાપુરા-અડાસના જયેશભાઇ (લાલો) ગુમ થયા છે

આણંદ - ગુરૂવાર - ભાથીજીના મંદીર પાસે, ભાઠી વિસ્તાર મું. દેણાપુરા -અડાસ, તા.જી.આણંદના રહેવાસી જયેશભાઇ રામસીંગભાઇ પરમાર અસ્થિર મગજના કારણે ક્યાંક ચાલી ગયેલ છે. તેમની ઉંમર ૨૮ વર્ષ, મધ્યમ બાંધો, રંગે ધઉંવર્ણ , ઉંચાઇ ફૂટ, શરીરે ભુરા રંગનું પેન્ટ તથા રાખોડી રંગનું અખી બાયનું શર્ટ પહેરેલ છે. ગુમ થનાર જયેશભાઇ રામસીંગભાઇ પરમાર અંગે જાણકારી મળે તો વાસદ પોલીસ સ્ટેશનના ફોન નંબર-૦૨૬૯૨-૨૭૪૨૪૫ તથા એલ.સી.બી. આણંદના ફોન નંબર- ૦૨૬૯૨-૨૫૫૭૦૦ ઉપર જાણ કરવા પોલીસ અધિક્ષકશ્રી-આણંદની યાદીમાં જણાવાયું છે.

આણંદ જિલ્લાના તાલુકા મથકો ખાતે તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૭-નવેમ્બરે યોજાશે

અરજદારોએ ૧૦-નવેબર સુધીમાં  અરજી  મોકલવી

આણંદ (શહેર) ખાતે જિલ્લા કલેકટર ર્ડો.રાહુલ ગુપ્તા, આંકલાવ ખાતે જિલ્લા વિકાસ અધિકારી ર્ડો.કુલદીપ આર્ય અને બોરસદ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી આર.વી.અસારી  ઉપસ્થિત રહેશે

આણંદ - ગુરૂવાર - આણંદ જિલ્લામાં તાલુકા કક્ષાનો તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ (સ્વાગત) જે-તે તાલુકા મથકે નિયત સ્થળે તા. ૨૭/૧૧/૨૦૧૩ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે યોજાશે.

આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ ફરિયાદ નિવારણ કાર્યક્રમ (સ્વાગત) માટે તા.૧૦/૧૧/૨૦૧૩ સુધીમાં સબંધિત કચેરીમાં અરજીઓ રજૂ કરવાની રહેશે. ગ્રામ્ય સ્વાગત કાર્યક્રમ અંતર્ગત આપના જિલ્લા કે તાલુકાના પ્રશ્નો સબંધિત તલાટી-કમ-મંત્રીને ઉપરોક્ત મુદત સુધીમાં રજુ કરી શકશે. તાલુકા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત આણંદ (શહેર) ખાતે જિલ્લા કલેકટર ર્ડો.રાહુલ ગુપ્તા, આંકલાવ ખાતે જિલ્લા વિકાસ અધિકારી ર્ડો.કુલદીપ આર્ય અને બોરસદ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી આર.વી.અસારી  ઉપસ્થિત રહેશે તેમ કલેકટર કચેરીની યાદીમાં જણાવાયું છે.

 

નડિયાદ

મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે રીલાયેબલ મલ્‍ટી સ્‍પેશ્‍યાલીટી હોસ્‍પિટલ ખુલ્‍લી મૂકાશે

આગામી તા.૧૦મી નવેમ્‍બરના રોજ મુખ્‍યમંત્રીશ્રી ખેડા જિલ્‍લાની મુલાકાતે

માહિતી બ્‍યુરોઃ નડિયાદઃ ૦૭ નવેમ્‍બર, ૨૦૧૩ (ગુરુવાર)- ખેડા જિલ્‍લાના નવરિચત ગળતેશ્‍વર તાલુકામાં આવેલ રોજવા, હાંડિયા ચોકડી નજીક રીલાયેબલ હોસ્‍પિટલ રીસર્ચ અને ઇન્‍ટીટયુટ ઓફ સાયન્‍સની નવ નિર્મિત રીલાયેબલ મલ્‍ટી સ્‍પેશ્‍યાલીટી હોસ્‍પિટલને આગામી તા. ૧૦મી નવેમ્‍બર ૨૦૧૩ના રોજ રાજયના મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના વરદ હસ્‍તે ખુલ્‍લી મુકવામાં આવનાર છે. આ હોસ્‍પિટલના માધ્‍યમથી ખેડા, લુણાવાડા અને અરવલ્‍લી જિલ્‍લાના રહીશોને અધ્યતન હોસ્‍પિટલની સગવડો મળી રહેશે તેમ હોસ્‍પિટલના ટ્રસ્‍ટી મંડળે જણાવ્‍યું છે. આ નવ નિર્મિત હોસ્‍પિટલમાં એનેસ્‍થીસીયા, ટ્રોમા, ગાયનેકોલોજીસ્‍ટ, ઇ.એન.ટી. સ્‍પેશ્‍યાલીસ્‍ટ, ન્‍યુરોલોજીસ્‍ટ અને ન્‍યુરો સર્જન, યુરોલોજીસ્‍ટ, કિડની ટ્રાન્‍સપ્‍લાન્‍ટેશન, આઇ.સી.યુ., સીટી સ્‍કેન, એકસ-રે, ઇ.સી.જી., સોનોગ્રાફી, પેથોલોજી લેબોરેટરી, છાતીના રોગો, હદ્દય રોગ, હાડકાના રોગો, દાંતના રોગ, બાળકોના રોગ, આંખના રોગ અને ચામડીના રોગોના નિષ્‍ણાંત ડોકટરોની સેવા ઉપલબ્‍ધ થશે તેમ ચેરમેનશ્રી અબ્‍દુલરશીદ શેખની યાદીમાં જણાવાયું છે.

આ સમારંભમાં આરોગ્‍ય મંત્રીશ્રી નિતિનભાઇ પટેલ, સામાજીક ન્‍યાય અને અધિકારિતા વિભાગના મંત્રી અને જિલ્‍લા પ્રભારી મંત્રીશ્રી રમણલાલ વોરા, વિધાનસભાના મુખ્‍ય દંડકશ્રી પંકજભાઇ દેસાઇ, માતર મત વિસ્‍તારના ધારાસભ્‍યશ્રી દેવુંસિંહ ચૌહાણ તેમજ જિલ્‍લાના અગ્રણીઓ ઉપસ્‍થિત રહેનાર છે.   

 

 

ટિપ્પણીઓ નથી: