અનુયાયીઓ

શુક્રવાર, 2 ઑગસ્ટ, 2013

ગુજરાત હાઉસીંગ બોર્ડ

ગુજરાત હાઉસીંગ બોર્ડ રાજકોટ-વડોદરા અને સુરતમાં ૧૩ માળની બહુમાળી ઇમારત બનાવશે

અમદાવાદ તા.૩૧ : ગુજરાતમાં સસ્‍તા મકાનો આપવાની જાહેરાતનો અમલ હવે શરૂ થયો છે. ગુજરાત હાઉસીંગ બોર્ડ મુખ્‍યમંત્રી ગૃહ યોજના હેઠળ રાજકોટ, વડોદરા અને સુરતમાં પાર્કીંગ વત્તા ૧૩ માળની બહુમાળી ઇમારતો બાંધવા જઇ રહ્યુ છે જે માટેના અરજીપત્રકો આવતીકાલથી આપવાનું શરૂ થશે. સ્‍વયં નાણા સંચાલિત યોજના હેઠળ રાજકોટમાં મુંજકા ખાતે એલઆઇજી વર્ગ માટે ૧-બીએચકેના ૪૧૬ ફલેટનું નિર્માણ કરવામાં આવશે. આ ફલેટની અંદાજીત કિંમત રૂ.૧ર,૧ર,૦૦૦ છે. જયારે રાહતદરે મકાન ફાળવવાની અંદાજીત કિંમત રૂ.૯ લાખ નક્કી થઇ છે અને અરજી સાથે રૂ.ર૦,૦૦૦ આપવાના રહેશે. રાજકોટ ઉપરાંત વડોદરાના તરસાલી ખાતે એલઆઇજી અને એમઆઇજી માટે અનુક્રમે ૧-બીએચકે અને ર-બીએચકેના પ૭ર અને પર૦ મકાનો તથા ગણેશપુરા સુરત ખાતે ૩૧૨ અને ૩૧ર ફલેટો બાંધવામાં આવશે. આજરોજ અખબારોમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા પ્રસિધ્‍ધ કરવામાં આવેલી જાહેરાતમાં જણાવાયુ છે કે યોજનાનું માહિતીપત્રક હાઉસીંગ બોર્ડની વેબસાઇટ ગુજરાત હાઉસીંગ બોર્ડ ડોટ ઓઆરજી ડોટ ઇન ઉપરથી મેળવી શકાશે અને ડાઉનલોડ પણ થઇ શકશે. કોરા અરજીપત્રક અને યોજનાનું બ્રોશર રૂ.૧૦૦ જમાકરાવીએથી માત્ર કોટક મહિન્‍દ્ર બેંકમાંથી મળી શકશે. યોજનાની માહિતી બોર્ડની તમામ કચેરીઓમાં પણ નોટિસ બોર્ડ ઉપર મુકવામાં આવી છે. હાઉસીંગ બોર્ડના કમિશ્‍નરની સહીથી આજે પ્રસિધ્‍ધ કરવામાં આવેલી જાહેરાતમાં જણાવાયુ છે કે, આવતીકાલથી જરૂરી ડિપોઝીટ જમા કરાવી સંપુર્ણ વિગતો ભરેલ અરજીપત્રક કોટક બેંક ૧-૮ થી ૩૧-૮ સુધીમાં જમા કરાવી શકાશે. હાઉસીંગ બોર્ડ દ્વારા જણાવાયુ છે કે સુરતની સાઇટ ખાતે સેમ્‍પલ હાઉસ ૧૦-૮ પછી જોવા મળશે. આ ફલેટની સ્‍કીમ વાર્ષિક રૂા.અઢી લાખની આવક ધરાવતા લોકો માટેની હોવાનું જાણવા મળે છે.

ટિપ્પણીઓ નથી: