અનુયાયીઓ

સોમવાર, 1 જુલાઈ, 2013

મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે સી.એ. સ્‍ટુડન્‍ટના નેશનલ કન્‍વેન્‍શનનો પ્રારંભ

અમદાવાદમાં મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે સી.એ. સ્‍ટુડન્‍ટના નેશનલ કન્‍વેન્‍શનનો પ્રારંભ
ભારતના ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટનો અભ્‍યાસ કરતાં 3500 સી.એ. સ્‍ટુડન્‍ટની ઉપસ્‍થિતિ
દેશ અને સમાજની અર્થવ્‍યવસ્‍થાના સ્‍વાસ્‍થ્‍યને ટકાવવાનું સામર્થ્‍ય CA પ્રોફેશનલ્‍સમાં જ છે
કાળાનાણાંના દુષણમાંથી દેશને મુકિત અપાવવા CAને આહવાન

મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ અમદાવાદમાં ચાર્ટર્ડ એકાન્‍ટન્‍ટ (સી.એ.)નો અભ્‍યાસ કરતાં ભારતભરના 3500 સી.એ. સ્‍ટુડન્‍ટના રાષ્‍ટ્રિય સંમેલનને સંબોધતા જણાવ્‍યું હતું કે, રાષ્‍ટ્રની અર્થ શકિતને મજબૂત બનાવવા માટે સી.એ. પોતાની વ્‍યવસાયિક કુશળતાથી યોગદાન આપે. ''દેશ અને સમાજની સ્‍વસ્‍થ અર્થવ્‍યવસ્‍થાને ટકાવી રાખવાનું સામર્થ્‍ય સી.એ. પ્રોફેશનલમાં જ છે'' એમ તેમણે જણાવ્‍યું હતું. ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાન્‍ટન્‍ટ ઓફ ઇન્‍ડિયા (ત્‍ઘ્‍ખ્‍ત્‍) ના ઉપક્રમે અમદાવાદ ચેપ્‍ટરની સ્‍વર્ણિમજયંતીના અવસરે નેશનલ કન્‍વેન્‍શન ઓફ સી.એ. સ્‍ટુડન્‍ટનું અમદાવાદમાં આયોજન થયું હતું. અગાઉ ત્‍ઘ્‍ખ્‍ત્‍ ની સ્‍વર્ણિમ જયંતિ વખતે પણ શ્રી નરેન્‍દ્રભાઇ મોદી મુખ્‍ય મહેમાન તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા. ત્‍ઘ્‍ખ્‍ત્‍ નો મંત્ર યા એષઃ સુપ્‍તેષુ જાગતિ (જ્‍યાં બધા સૂતેલા છે તેમાં જે જાગે છે તે) નો ઉલ્લેખ કરતાં શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યું કે સી.એ.નો વ્‍યવસાય-પ્રોફેશન એવો છે જે સમાજની આર્થિક વ્‍યવસ્‍થા અને સ્‍વાસ્‍થ્‍યની ચિંતા કરનારો છે. સી.એ. પ્રોફેશનલ્‍સનું દાયિત્‍વ કોઇ તબીબ કરતાં ઓછું નથી. શરીરમાં સડી ગયેલાં અંગનું વાઢ-કાપ કરનારા તબીબો દર્દીના સ્‍વાસ્‍થ્‍યની રક્ષા કરીને તારણહાર બને છે પરંતુ સમાજમાં કલાયન્‍ટના ઓડિટ માટે જે સી.એ. કાર્ય કરે છે તેનું મહત્‍વ નથી, પણ તેની તાકાત અનોખી છે. આજે દેશમાં કાળાનાણાંના દુષણે સમાતંર અર્થતંત્ર ઉભૂ કરીને તેના ઉપર કોઇનું નિયંત્રણ ના રહે તેવું નાસૂર બનાવી દીધું છે એવી ચેતવણી આપતા મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે કાળાનાણાને રોકવા માટેનો એક જ સાચો ચોકીદાર છે - સી.એ. પ્રોફેશનલ. કાળા નાણાની મૂળમાં જઇને પૂરા વ્‍યવસાયી કૌશલ્‍યથી નવા કાળા નાણાના સર્જનને જરૂર રોકી શકાય તે માટેનું દાયિત્‍વ સી.એ. પ્રોફેશનલો નિભાવે તેવું આહ્‌વાન તેમણે કર્યું હતું. ગુજરાતનો વિકાસ સાચા રસ્‍તે ચાલી રહ્યો છે અને તેથી જ વિકાસની મંઝીલ સામે આવી જાય છે એમ ગુજરાતના સુચારૂ અર્થતંત્રના વ્‍યવસ્‍થાપનની સિધ્‍ધિઓના સંદર્ભમાં મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું. યુવાનોને આહ્‌વાન આપતા તેમણે જણાવ્‍યું કે ''કંઇ બનવાનું સપનું રાખશો નહીં, જીવનમાં કંઇક કરવાનું સપનું જગાવજો''. ગુજરાત અને ભારતની વર્તમાન સરકારોની આર્થિક સ્‍થિતિની તુલના કરતા મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે કેન્‍દ્ર સરકારનો બિનવિકાસ ખર્ચ 67 ટકા છે માત્ર 33 ટકા જ દેશના વિકાસ પાછળ ખર્ચાય છે. જો આ જ સ્‍થિતિ હોય તો નૌજવાનોને રોજગારી, ગરીબોને પેટની પીડા માટે અનાજ અને માળખાકીય સુવિધાનો વિકાસ કઇ રીતે થાય એવો વેધક સવાલ તમેણે ઉઠાવ્‍યો હતો. ગુજરાતમાં અર્થતંત્રના સશકત વ્‍યવસ્‍થાપનના આખા દાયકાનો ઉલ્લેખ કરી તેમણે જણાવ્‍યું કે ગુજરાતમાં 65 થી 70 ટકા નાણાં વિકાસ-ખર્ચમાં થાય છે. મૂડી રોકાણ કરનારા માટે સી.એ.ના ઓડિટરૂપે કંપનીના બેલેન્‍સશીટનું મહત્‍વ જીંદગીનું છે. ગરીબ માનવીની પરસેવાની કમાણીનું રોકાણ સાચુ છે તેવો ભારોસો સી.એ. ઉપર જ હોય છે તેમ તેમણે જણાવ્‍યું હતું.

સમાજના ગરીબ માનવીના અર્થ વ્‍યવસ્‍થાપનનો ભરોસો સી.એ. ઉપર હોય ત્‍યારે સી.એ.ના પ્રોફેશનનો પ્રભાવ સમાજ ઉપર કેવી રીતે વિસ્‍તરે તેનું મંથન કરવાની હિમાયત તેમણે કરી હતી. કોર્પોરેટ ઓડિટ સેકટરના દાયરામાંથી બહાર નીકળીને સમાજ માટે સી.એ.નું દાયિત્‍વ કેટલું મહત્‍વનું છે તેની સમાજ અને સામાન્‍ય માનવીને અનુભૂતિ કરાવવા તેમણે અનુરોધ કર્યો હતો. સમાજ અને દેશમાં ફાઇવસ્‍ટાર એકટીવિસ્‍ટ-એનજીઓની ફાઇનાન્‍સીયલ વ્‍યવસ્‍થાનું ઓડિટ સમાજહિત માટે કરવાની જરૂર ઉપર તેમણે ભાર મૂકયો હતો. સમાજ સેવા સંગઠનો સાર્વજનિક જીવનની સૂચિતા જાળવે તે માટે એન.જી.ઓ.ના ઓડિટને ગંભીરતમ ધોરણે કરવા તેમણે સૂચવ્‍યું હતું. ગુજરાતની પ્રગતિની ગતિ અને તાકાત કેટલી ઉંચી છે તેના દ્રષ્‍ટાંત આપતા શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યું કે 1960થી 2000 સુધીના 40 વર્ષમાં ગુજરાતમાં વિકાસ ખર્ચ 55000 કરોડ થયેલ જ્‍યારે છેલ્લા દશ વર્ષમાં બે પંચવર્ષીય યોજનામાં વિકાસ ખર્ચ રૂા.1.75 લાખ કરોડની હરણફાળ ઉપર પહોંચી ગયો હતો. ગુજરાતમાં 11મી પંચ વર્ષીય યોજના સુધીમાં કુલ જોગવાઇ રૂા.2.30 લાખ કરોડ હતી જ્‍યારે એકલી 12મી  પંચવર્ષીય યોજના રૂા.2.51 લાખ કરોડ ઉપર પહોંચી ગઇ છે એમ તેમણે જણાવ્‍યું હતું.
સી.એ.ના પ્રોફેશનલ ઓડિટમાં હવે ટેકનોલોજીના પ્રભાવથી ફોરેન્‍સિક સાયન્‍સ યુનિવર્સિટી દ્વારા ફોરેન્‍સીક ઓડિટની દિશા પણ ખૂલી છે એમ તેમણે જણાવ્‍યું હતું.

આ પ્રસંગે ઇન્‍સ્‍ટિટૂટ ઓફ ચાર્ટર્ડ એકાન્‍ઉટ્‍સ ઓફ ઇન્‍ડિયાના પ્રેસિડેન્‍ટ સુબોધકુમાર અગ્રવાલ, અમદાવાદ બ્રાન્‍ચના ચેરમેન પુરૂષોત્તમ ખંડેલવાલ, ત્‍ઘ્‍ખ્‍ત્‍ ના કે.રઘુ, બોર્ડ ઓફ સ્‍ટડીઝના ચેરમેન વિજય ગર્ગ, વેસ્‍ટર્ન ઇન્‍ડિયા સી.એ. સ્‍ટુડન્‍ટ એસોસીએશનના ચેરમેન સુધોધ કેડીયા, અમદાવાદ બ્રાન્‍ચના વાઇસ ચેરમેન શ્રી અનિકેત તલાટી, અમદાવાદ બ્રાન્‍ચના સેક્રેટરી શ્રી અમરીશ પટેલ, વેસ્‍ટર્ન ઇન્‍ડિયા સ્‍ટુડન્‍ટ એસોસિએશનના વાઇસ ચેરમેન શ્રી અંકિત કોટેચા સહિત સી.એ.ના વિદ્યાર્થીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

ટિપ્પણીઓ નથી: