બેંક કાઉન્ટર ઉપર આવતી નકલી નોટના બદલામાં ગ્રાહકને સંપુર્ણ રકમ મળશેઃ RBI
મુંબઇ તા.ર૯ : ભારતીય રિઝર્વ બેંકના પ્રિન્સીપલ ચીફ જનરલ મેનેજર બી.પી.વિજયેન્દ્રએ તા.ર૭ના રોજ બહાર પાડેલા પરિપત્રમાં જણાવ્યુ છે કે, બેંક કાઉન્ટર પર આવતી નકલી નોટના બદલામાં ગ્રાહકને સંપુર્ણ રકમ મળશે. આમ આદમીના ખિસ્સામાં આવી જતી બનાવટી ચલણી નોટ માટે હવે તેણે નાણાકીય નુકસાન ભોગવવુ નહિ પડે. બનાવટી નોટના બદલામાં બેંકો સાચી નોટ આપી દેશે. બનાવટી ચલણી નોટો બારામાં રિઝર્વ બેન્કે નિયમો હળવા કરીને બેંકો માટે ખાસ પરિપત્ર ઇસ્યુ કર્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકોને ખાસ પરિપત્ર પહોંચાડયો છે. જેમાં એવી સુચના આપવામાં આવી છે કે બેંક ગ્રાહક તરફથી બનાવટી ચલણી નોટ આવે તો સ્વીકારી લેવી અને તેના બદલામાં સાચી નોટરૂપે મુળ રકમ પાછી આપવી. આના બદલામાં રિઝર્વ બેન્ક બનાવટી ચલણી નોટ પેટે સંબંધિત બેંકોને રપ ટકા રકમ પરત આપશે. જો કે આ સરળ નિયમનો લેભાગુ કે દેશદ્રોહી તત્વો દુરૂપયોગ ન કરે તે માટે બનાવટી નોટ પેશ થવાની પેટર્ન તથા ટ્રેન્ડની ચકાસણી કરવા અને રિઝર્વ બેંક તથા પોલીસનું ધ્યાન દોરવાની સુચના આપવામાં આવી છે. રિઝર્વ બેન્કે પરિપત્રમાં જણાવ્યુ છે કે બનાવટી ચલણી નોટની પરખ કે ચકાસણી બેંકની બેક ઓફિસ અથવા કરન્સી ચેસ્ટમાં કરીને તેમાં જમા કરાવવાની રહેશે. બેંકના કાઉન્ટર ઉપર પેશ થતી આવી નોટના સીરીયલ નંબર જેવા આંકડા તથા અન્ય ઉપણોની ચકાસણી કરવાની રહેશે અને ત્યારબાદ યોગ્ય-પુરી રકમ સંબંધિત બેંકે ગ્રાહકને પરત આપવાની રહેશે અથવા ખાતામાં જમા કરી દેવી પડશે. કાઉન્ટર પર અવાતી બનાવટી નોટ બેંકની બેક ઓફિસ કે કરન્સી ચેસ્ટને સોંપીને ઉંડાણપુર્વક ચકાસણી કરવા ઉપરાંત મશીન મારફત ચકાસણી કરવી પડશે. મશીન ચકાસણીમાં શંકાસ્પદ માલુમ પડતી નોટનું પછી પરિક્ષણ કરવાનું રહેશે. બનાવટી માલુમ પડેલી નોટ અલગ રાખીને રિઝર્વ બેન્ક અથવા પોલીસને જાણ કરવી પડશે. નોટ પેશ કરનારને લેખિત સ્વીકૃતિ આપવાની કોઇ જરૂર ન હોવાનું પણ પરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યુ છે. અત્યાર સુધી નાણાકીય વ્યવહારમાં બનાવટી નોટ આવી જાય તો સંબંધિત વ્યકિતએ ભોગ બનવુ પડતુ હતુ. બેંકોમાં બનાવટી નોટ પકડાય તો તે જપ્ત કરી લેવાની અથવા ગ્રાહકને ફાડી નાખવાની સુચના આપવામાં આવતી હતી.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો