દાહોદ ખાતે ગઈકાલે ભાજપ અગ્રણી અને લોકપ્રિય નગરસેવક શ્રી નીરજ (ગોપી) દેસાઈ ઉપર થયેલ અનિષ્ટ તત્વો દ્વારા ગોઝારા હુમલાને લઈને ગઈકાલથી નગરમાં એક પ્રકારના અજંપાનું અને દહેશતનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે અને હાલમાં હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા શ્રી ગોપી દેસાઈને વડોદરા ખાતે સ્ટર્લીંગ હોસ્પિટલમાં ગઈ રાત્રે લઇ જવાયા બાદ ઓપરેશન કરતા હાલમાં તબિયત સુધારા ઉપર હોવાનું જાણવા મળ્યું છે. તો દાહોદ ખાતે ગઈરાત્રે શ્રી દશાનીમા વણિક સમાજની એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહરી ગોપી દેસાઈ ઉપર થયેલા હુમલાને વખોડી કાઢી એક આવેદન, મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ઈ-મેઈલ દ્વારા મોકલવામાં આવ્યું હતું તો આજે તા: ૩-એપ્રિલના રોજ દેસાઈવાડના (પુષ્ટિ સર્કલ) જનતા ચોક ખાતેથી એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી દશાનીમા વણિક સમાજના સ્ત્રી-પુરુષો-યુવાનો સહિતના લગભગ સદસ્યો સ્વયંભુ રીતે ઉમટી પડ્યા હતા અને આ રેલીમા શહેરના અન્ય સમાજવાસીઓ, નગર સેવા સદનના ભાજપ પ્રેરિત નગરસેવકો, અને અન્ય અનેક એન.જી.ઓ.ના હોદ્દેદારો મળીને લગભગ ૨૫૦૦ થી ૩૦૦૦ જેટલી જનમેદની જોડતા શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બનવા પામી હતી. સ્વયંશિસ્ત એવી આ રેલી દેસાઈવાડથી એમ.જી.રોડ થઈને નગર પાલિકા ચોકથી ગઢીના કિલામાં આવી હતી જ્યાં વણિક સમાજના પ્રમુખ શ્રી પરાગભાઈ શાહ અને ઉપપ્રમુખ શ્રી નયનભાઈ દેસાઈની અધ્યક્ષતામાં પ્રાંત અધિકારીને આવેદન આપ્યા બાદ દાહોદ એસ.પી. શ્રીમતી નિપુણાબેન તોરવણેને આવેદનપત્ર આપ્યું હતું. અત્રે ઉપસ્થિત તમામ લોકોએ જીલ્લા પોલીસવડાને આવા તત્વોને ૨૪ થી ૪૮ કલાકમાં ઝડપી લેવાની વિનંતી કરતા જણાવ્યું હતું કે પોલીસ તંત્ર જો આ કિસ્સામાં નિષ્ક્રિયતા દાખવશે તો આ આંદોલન ''દાહોદ બંધ''ના એલાનથી લઈને અન્ય જલદ કાર્યક્રમો દ્વારા વધુ આગળ વધવા પામશે.આ સાથે આપ આ રેલીની અનેક તસ્વીરો
જોઈ શકો છો:
Regards......આભાર....
Gopi Sheth (U.S.A) Cell:- 856-438-0021 E-mail: dostiyaarki@gmail.com
Sachin Desai (Dahod) Mob.: 94265 95111 Email: sachindahod@gmail.com
To view 44 more photos click on below photo or click on link http://new.dahod.com/?page_id=292


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો