મુખ્યમંત્રી સમરસ ગ્રામપંચાયતોના સરપંચોનું શાનદાર અભિવાદન કરશે.
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા. ૬ઠ્ઠીના રોજ સૂરત ખાતે
દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓની સમરસ ગ્રામ પંચાયતોના સરપંચોનું શાનદાર અભિવાદન
કરશે.
સૂરત ઇન્ટરનેશનલ
એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર,
સરસાણા ખાતે સૂરત ભરૂચ, નર્મદા, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ
જિલ્લાની કુલ ૨૨૧ સમરસ ગ્રામપંચાયતો અને સરપંચોને ૫ કરોડ ૫૬ લાખ ૩૧ હજાર ૨૫૦ ના
પ્રોત્સાહક પુરસ્કારો એનાયત કરશે.
સવારે ૧૦:૦૦
સાંજે નમતા પોર સુધી ચાલનારા આ ગૌરવવંતા કાર્યક્રમોમાં સૂરતની ૮૮ સામાન્ય સમરસ ગ્રામપંચાયતોને રૂા. ૨,૨૭,૬૨,૫૦૦ નું અનુદાન, ભરૂચ જિલ્લાની ૫૭ ગ્રામપંચાયતોને ૧,૪૨,૮૭,૫૦૦, નર્મદા જિલ્લાની ત્રણ ગ્રામપંચાયતોને ૬,૫૦,૦૦૦, વલસાડની ૨૨ ગ્રામપંચાયતોને ૪૮,૬૨,૫૦૦, નવસારીની ૩૯
ગ્રામપંચાયતોને ૯૯,૫૬,૨૫૦, તાપીની ૧૧ ગ્રામપંચાયતોને ૨૯,૧૨,૫૦૦ અને ડાંગની એક સમરસ ગ્રામપંચાયતને ૨ લાખનું સમરસ પુરસ્કાર પદાન થશે.
ઉલ્લેખનીય છે કે, ગામડાંમાં ચૂંટણીના વેર-ઝેરથી પેઢીઓ સુધી સંઘર્ષ થતો હતો
તે બરબાદીથી ગામડાને બચાવવાના સમરસ ગ્રામપંચાયતના અભિગમને વિશાળ આવકારદાયક
પ્રતિભાવ મળ્યો છે.
૨૧મીએ જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતીની બેઠક :
સૂરતઃ મંગળવારઃ- સૂરત જિલ્લા સંકલન અને ફરીયાદ
સમિતિની બેઠક આગામી તા.૨૧/૪/૧૨ ના રોજ કલેકટર કચેરીના સભાખંડમાં કલેકટરશ્રી
એ.જે.શાહના અધ્યક્ષસ્થાને યોજાશે. અધિકારીઓ માટે યોજાનારી બેઠક સવારે ૧૧.૦૦ વાગે
યોજાશે. જયારે પ્રજાના પ્રતિનિધિઓ સાથે
યોજાનારી બેઠક બપોરે ૧૨.૦૦ વાગે યોજાશે.
પર્વતારોહણ કેન્દ્ર ગીરનાર ખાતે ઉનાળા વેકેશન દરમિયાન વિવિધ તાલીમ
શિબિર યોજાશેઃ
યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા જૂનાગઢ ખાતે આવેલા
પંડિત દિનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ કેન્દ્ર,
ગીરનાર ખાતે વિવિધ તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં
૮થી ૧૩ વર્ષના બાળકો માટે સાત દિવસના સમયગાળાના એડવેન્ચર કોર્ષ તેમજ ૧૪થી ૪૫
વર્ષની વય મર્યાદાવાળા યુવક યુવતીઓ માટે દસ દિવસના બેઝીક કોર્ષનું આયોજન કરવામાં
આવ્યું છે. તા.૯ એપ્રિલથી ૨૫ જૂન સૂધી ચાલનારા શિબિરમાં ભાગ લેવા માટે ઇન્સ્ટ્રક્ટર
ઈન્ચાર્જશ્રી, પંડિત દિનદયાળ ઉપાધ્યાય કેન્દ્ર, ગીરનાર, રાધાકૃષ્ણ સોસાયટી, ગીરનાર
દરવાજા, જૂનાગઢ ખાતેથી અરજી ફોર્મ તથા માહિતી પત્ર દ્વારા કે
રૂબરૂ મેળવી શકાશે. પોતાના પુરા નામ તથા સરનામા સાથે સંર્પણ વિગતો દર્શાવતો પત્ર
તથા ટિકિટ સાથે પોતાના સરનામાવાળું કવર મોકલી આપવાથી ફોર્મ અને માહિતી મોકલી
આપવામાં આવશે. શિબિરમાં વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.
માનદરવાજાનો
અક્રમ ક્યાંક ચાલ્યો ગયો છેઃ
સૂરતઃ
મંગળવારઃ-ખટોદરા પોલીસના જણાવ્યા પ્રમાણે માનદરવારજા બાખડ મહોલ્લો ખાતે રહેતા શેખ
સમીલ શેખ ફકીરાનો ૨૦ વર્ષીય ભાઇ શેખ અક્રમ
ગઇ તા. ૨૯મીના રોજ પોતાના ઘરેથી ગોલવાડ કામ અર્થે જવાનું કઇ પરત ફર્યો નથી. શરીરે
પાતળા બાંધાનો રંગે ઘઉં વર્ણ ઊંચાઇ પાંચ ફૂટ આ યુવાને સફેદ રંગનું પેન્ટ તથા શર્ટ
પહેર્યું છે. વચ્ચેના દાંત થોડા મોટા છે. જમણા હાથે વાગેલાનું નિશાન છે. તે હિન્દી
અને ઉર્દુ ભાષા જાણે છે. આ યુવાન અંગે માહિતી મળે તો નજીકના પોલીસ સ્ટેશનનો
સંપર્ક સાધવા જણાવવામાં આવ્યું છે.
મિશન મંગલમ
યોજના
અગરબત્તી બનાવવા માટેના તાલીમવર્ગનો પ્રારંભઃ
રાજય સરકાર દ્વારા મિશનલ મંગલમ
યોજના અંતર્ગત બહેનોને આર્થિક રીતે પગભર કરવા માટે કામરેજ તાલુકાના કામરેજ ગામની
ભાર્ગવવાડીમાં અગરબત્તી બનાવવા માટે મશીનો પર બહેનોને તાલીમ આપી પગભર કરવાનો
ટ્રેનીગ પ્રોગ્રામ હાલમાં જ શરૂ કરવામાં આવ્યો છે. આ તાલીમના અધ્યક્ષસ્થાને જ્લ્લિા
વિકાસ અધિકારી રેમ્યા મોહને તાલીમવર્ગને ખુલ્લો મૂકયો હતો. આ પ્રસંગે કામરેજના
પ્રાંત અધિકારી, તાલુકા
વિકાસ અધિકારી, ડ્રીસ્ટ્રીકટ લાઈવલીહુડ મેનેજરશ્રી, આઈસીના પ્રતિનિધિશ્રી, શકિત ફાઉન્ડેશનના
ડાયરેકટરશ્રી તેમજ મિશન મંગલમ સ્ટાફ હાજર રહ્યા હતા.
બાળકોને વિકાસની પુરતી તકો પ્રાપ્ત થાય તેવા સઘન પ્રયાસો
કરવા અપીલ કરતા અધિક નિવાસી કલેકટર શ્રી પી.બી.બ્રહ્મભટ્ટ
વલસાડ ખાતે સંકલિત બાળ સુરક્ષા અંતર્ગત ઓરિએન્ટેશન વર્કશોપ
યોજાયો
વિશ્વની કુલ વસ્તીના ૪૦ ટકા હિસ્સો
બાળકોનો છે. ભારત વિશ્વનો સૌથી યુવાન દેશ છે એવા સંજોગોમાં આવતીકાલનું ભાવિ એવા
બાળકોને તેમના વિકાસની પુરતી તકો પ્રાપ્ત થાય એવા સઘન સહિયારા પ્રયાસો કરવામાં આવે
એ ખુબ જરૂરી હોવાનું વલસાડના અધિક નિવાસી કલેકટર શ્રી પી.બી.બ્રહ્મભટ્ટે સંકલિત
બાળ સુરક્ષા અંતર્ગત યોજાયેલા ઓરિએન્ટેશન વર્કશોપ દરમિયાન જણાવ્યું હતું.
સરકાર દ્વારા બાળકોને ધ્યાનમાં લઇને શરૂ કરવામાં આવેલી સંકલિત બાળ
સુરક્ષા યોજના અંતર્ગત અદિના પેલેસ હોટેલમાં યોજાયેલા વર્કશોપ દરમિયાન તેમણે
સમાજથી નિષ્કાસિત થયેલા બાળકોની જરૂરિયાત સમજી તેમની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ
કરાવવાના સંકલિત પ્રયાસરૂપે આ યોજના અમલમાં આવી હોવાનું જણાવી તેમણે આવા બાળકો
પ્રત્યે કાયદાની, તંત્રની,
સમાજની અને સ્વૈચ્છિક સંગઠનોની ભૂમિકા પર પ્રકાશ પાડયો હતો. તેમણે
જિલ્લામાં કાર્યરત જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારી/કર્મચારીઓને આ યોજનાનો હેતુ
બર લાવવા અથાગ પ્રયત્ન કરવા અનુરોધ કર્યો હતો.
એમ.એસ. યુનિવર્સીટીના એસોસીએટ પ્રોફેસર લીનાબેન મહેતાએ આ વર્કશોપ દરમિયાન
જુવેનાઇલ જસ્ટીસ એકટ, બાળકોના
અધિકારો અને જુવેનાઇલ જસ્ટીસ એકટના મુળભૂત સિદ્ધાંતોની કોમ્પ્યુટર પ્રેઝન્ટેશન
દ્ધારા ગહન સમજ આપી હતી. તેમણે યોજનાનો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે,
સંજોગોના શિકાર બાળકોને નૈતિક બળ પુરૂં પાડવા માટે આ યોજના કાર્યરત
કરવામાં આવી છ હોવાનું જણાવીને બાળકોને લગતા કાયદાઓ અંગે સચોટ માર્ગદર્શન પુરૂં
પાડયું હતું.
જિલ્લા બાળ સુરક્ષા એકમના નવનિયુકત કર્મચારી ગણ અને જિલ્લાની સ્ટેક હોલ્ડર
એજન્સીઓના પ્રશિક્ષણાર્થે યોજાયેલા આ સેમિનારમાં યુનિસેફના કન્સલ્ટન્ટ શ્રી
ધ્રુવકુમાર જોષીએ બાળકોના વિકાસ આડેના અવરોધક પરિબળોને દુર કરી વિકાસનો માર્ગ
કંડારવા માટેની સંકલિત બાળ સુરક્ષા યોજના હોવાનું જણાવ્યું હતું. તેમણે ૧૯૮૯માં
યોજાયેલી યુનોની બાળ કન્વેશનમાં બાળકોના વિશેષાધિકારોનો સ્વીકાર કર્યો હતો. ત્યારપછી
સમગ્ર વિશ્વએ બાળકોના વિશેષાધિકારોને માન્યતા આપી બાળકોના અધિકારો પ્રત્યે વિશેષ
ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાનું ઉમેરીને ગુજરાત રાજય બાળ સુરક્ષા સોસાયટી અંગે
માહિતી આપી હતી. તેમણે કોમ્પ્યુટર પ્રેઝન્ટેશન દ્વારા બાળ સુરક્ષા યોજના, તેના ઉદ્દેશો, તેમાં આવરી લેવાયેલા બાળ વિકાસના વિવિધ પાસાઓ, સ્ટેક
હોલ્ડર એજન્સી અને સરકારી તંત્રની જવાબદારીઓ, જિલ્લા બાળ
વિકાસ એકમની કામગીરી અંગે વિશદ છણાવટ કરી હતી.
આ ઉપરાંત રાજય કક્ષાની બાળ સુરક્ષા ટીમના પ્રોજેકટ મેનેજર શ્રી વિજયકુમાર
ક્રિヘયિને સંસ્થાકીય અને બિન સંસ્થાકીય બાળ સંભાળની
પ્રક્રિયા, સંકલિત બાળ સુરક્ષા અંતર્ગત
બાળ સંભાળ અને બાળ સુરક્ષામાં સ્ટેક ઓલ્ડર એજન્સીની ભૂમિકા અંગે જરૂરી માહિતી
અને માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા બાળ સુરક્ષા એકમના લિગલ પ્રોબેશન ઓફિસર પાયલ
પારેખે સ્વાગત પ્રવચન તેમજ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આભારવિધિ સમાજ
સુરક્ષા અધિકારી શ્રી આર.બી.ચૌધરીએ આટોપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા પ્રોબેશન
ઓફિસર વિનોદકુમાર ભોયે સહિત સમાજ સુરક્ષા કચેરીના અધિકારી/કર્મચારી અને જિલ્લા બાળ
સુરક્ષા એકમના અધિકારી/કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમ દરમિયાન વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મીનાબેન ચૌધરી, જસ્ટીસ શ્રી પી.પી.શાહ, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પી.ભારતી, એસ.સી/એસ.ટી
સેલના ડી.વાય.એસ.પી શ્રી ચૌહાણ, રોજગાર અધિકારી શ્રી પટેલ,
મદદનીશ શ્રમ આયુકત શ્રી મંદાની અને વિવિધ સ્ટેક હોલ્ડર એજન્સીના
સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.
ધરમપુર કોલેજમાં આઇ.એ.એસ પરીક્ષા અંતર્ગત તાલીમ શિબિર યોજાશે
:
શ્રી વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધરમપુર અને ડૉ.સૌરભ દેસાઇ ચેરિટેબલ
ટ્રસ્ટ, પલસાણાના સંયુકત ઉપક્રમે વનરાજ કોલેજ, ધરમપુર ખાતે સ્નાતક કે તેથી વધુ અભ્યાસ કરેલા આઇ.એ.એસની પરીક્ષા આપવા
માંગતા વિદ્યાર્થીઓ માટે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૬/૪/૨૦૧૨ના
રોજથી શરૂ થનાર આ શિબિરનો સમય સવારનો બે કલાકનો રહેશે. આ પૂર્વે તાલીમ પામેલ
ઉમેદવારો પણ આ શિબિરમાં ભાગ લઇ શકશે. વધુમાં વનરાજ કોલેજ તથા આજુબાજુની કોલેજના
વર્તમાન તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ કાર્યક્રમમાં ભાગ લઇ શકશે. રસ ધરાવતા
ઉમેદવારોને કોલેજ કાર્યાલય સંપર્ક કરી નામ નોંધાવવા આચાર્ય શ્રી યોગેશભાઇ ભટ્ટ
તરફથી જણાવાયું છે.
વલસાડ જિલ્લામાં સભા સરઘસ પર પ્રતિબંધ
આગામી તા.૫મી
અપ્રિલના રોજ યોજાનારી ગુજરાત માધ્યમિક
અને ઉચ્ચતર માધ્યમિકની ગુજકેટ- ૨૦૧૨ની પરીક્ષાના સરળ સંચાલન તેમજ પરીક્ષાર્થીઓ
નિર્ભય રીતે પરીક્ષા આપી શકે તથા પરીક્ષા સંચાલકો જાહેર પરીક્ષાનું સુચારૂ સંચાલન
કરી શકે તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે એ હેતુથી
જિલ્લાના વલસાડ, વાપી
અને પારડી શહેરના અધિકૃત પરીક્ષા કેન્દ્રોની હદમાં તા.૫મી એપ્રિલના સવારના ૦૯:૦૦
કલાકથી સાંજના ૧૭:૦૦ કલાક સુધી ચાર કરતા વધુ માણસોની સભા ભરવી કે બોલાવવી નહિં અથવા
સરઘસ કાઢવું નહિં. પરીક્ષા સ્થળોના ૧૦૦ મીટરની ત્રિજયામાં ખાનગી વાહનો, ગેરરીતીમાં મદદ કરવાના ઇરાદાથી જતી અનધિકૃત વ્યકિતઓએ પ્રવેશ કરવો
નહિં.પરીક્ષાર્થીના લેખનકાર્યમાં અડચણરૂપ થાય તેવું કૃત્ય કરવું નહિં.પરીક્ષા
સંબંધી ચોરી ગણાય તેવી કોઇ ચીજવસ્તુ ઇલેકટ્રોનીક આઇટમ, પુસ્તક,
કાપલીઓનું, ઝેરોક્ષ નકલોનું વહન કરવું નહિં કે
કરાવવું નહિં કે તેમ કરવામાં મદદગારી કરવી નહિં. પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની
ત્રિજયામાં તા.૫/૪/૨૦૧૨ સવારે ૦૯:૦૦ થી સાંજના ૧૭:૦૦ સુધી ઝેરોક્ષ મશીન ચાલુ રાખી
શકાશે નહિં.
આ હુકમ નીચેની વ્યક્તિઓને લાગુ પડશે નહિં. લગ્નના વરઘોડા કે સ્મશાન
યાત્રા કે રેલ્વે કે એસ.ટીમાં મુસાફરીમાં જનાર બોનોફાઇડ વ્યક્તિઓ તેમજ
એચ.એસ.સી./એસ.એસ.સી પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓ તથા પરીક્ષા કામગીરી સાથે
સંકળાયેલ અધિકૃત કર્મચારીઓ/ અધિકારીશ્રીઓ,
કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે મુકાયેલા પોલીસ કર્મચારીઓ તથા
અધિકારીઓ, કેન્દ્રના સંવાહકશ્રીઓ, સંચાલકો,
સ્થળ સંચાલકો, ઝોન પ્રતિનિધિ, ખંડ નિરીક્ષકો, વોટરમેન, બેલમેન
તથા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ/જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા ઓળખપત્ર
આપવામાં આવેલ હોય તેવા નિરીક્ષણ ટુકડીઓ સહિતના અધિકૃત કર્મચારીઓને લાગુ પડશે
નહિં.આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર કસુરવાર સામે પગલા લેવા કાયદેસરની કાર્યવાહી
કરવામાં આવશે. એમ, અધિક નિવાસી કલેકટર શ્રી પી.બી.બ્રહ્મભટ્ટ
તરફથી જણાવાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો