રાજકોટ જિલ્લાની હાથશાળ સંસ્થાઓને હિસાબો ઓડીટ કરાવવા સુચના
રાજકોટ રાજકોટ જિલ્લામાં આવેલ હાથશાળ(પ્રાથમિક વણકર સહકારી મંડળી-એપેક્ષ વિવર્સ કો.ઓ.સો.) સહકારી સંસ્થાઓ, વ્યકિતગત હાથશાળ વણકરો, માસ્ટર વણકરો, સ્વસહાયજુથો અને સંયુકત જવાબદારી જુથો જેઓએ બેંક લોન હાથશાળ વણાટના હેતુ માટે લીધેલ હોય અને તા. ૩૧/૩/૨૦૧૦ના રોજ મુદત વિતિ બાકી હોય અને બેંક તેમને નવી લોન આપવા તૈયાર હોય તેઓએ જરૂરી આધાર પુરાવા સાથે તા. ૩૧/૧૨/૧૧ સુધીમાં જનરલ મેનેજરશ્રી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર રાજકોટ કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે. તેમજ પ્રાથમિક વણકર સહકારી મંડળીઓ-એપેક્ષ વિવર્સ કો.ઓ.સો.એ તેમનું હિસાબી ઓડીટ તા. ૩૧/૩/૨૦૧૦ સુધીનું ગુજરાત રાજય સહકારી અધિનિયમ કલમ-૮૪ હેઠળ અચુક કરાવી લેવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર રાજકોટના જનરલ મેનેજરશ્રીની યાદીમાં જણાવવામાં આવેલ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો