રાજ્યમાં મોસમનો કુલ વરસાદ પ૩૭ મી.મી. પ૯ ટકા જેટલો વરસાદ
ભરૂચ જિલ્લાના જંબુસરમાં ૩ ઇંચ
કડી-ગાંધીનગર-આમોદ-માંડવી અને કપરાડામાં એક ઇંચ વરસાદ
રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદનો વિરામઃ
ગાંધીનગર,
ચાલુ ચોમાસાની મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ પ૩૭ મી.મી. થયો છે. જે પ૯ ટકા જેટલો થવા જાય છે. રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ આજે તા. ૧૮-૮-ર૦૧૧ના સવારે ૭-૦૦ કલાકે પૂરા થતાં ર૪ કલાક દરમિયાન રાજ્યમાં ભરૂચ જિલ્લાના જંબુસરમાં ૮પ મી.મી. એટલે કે, ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કડી-ર૭ મી.મી., ગાંધીનગર-૩૭ મી.મી., આમોદ ૩ર મી.મી., માંડવી ૩૬ મી.મી. અને કપરાડામાં ર૧ મી.મી. એટલે કે એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે ધંધૂકા, વડોદરા, સંખેડા, ધોધંબા, દાહોદ, ધાનપુર, વાગરા, નાંદોદ, ઉચ્છલ, માંગરોળ, ઓલપાડ, નવસારી અને પારડીમાં અર્ધા ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
રાજ્યના ૩૩ જળાશયો છલોછલ ભરાયા
સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે
નર્મદાની જળસપાટી ૧૨૨.૩૬ મીટર ડેમ ૧૦૦ ટકા ભરાયો
૫૯ જળાશયો માટે હાઇએલર્ટ, ૧૬ માટે એલર્ટ અને ૧૨ માટે સામાન્ય ચેતવણી
ગાંધીનગર,
સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે
નર્મદાની જળસપાટી ૧૨૨.૩૬ મીટર ડેમ ૧૦૦ ટકા ભરાયો
૫૯ જળાશયો માટે હાઇએલર્ટ, ૧૬ માટે એલર્ટ અને ૧૨ માટે સામાન્ય ચેતવણી
ગાંધીનગર,
રાજ્યમાં વરસી રહેલાં વરસાદને કારણે આજે તા. ૧૮-૮-ર૦૧૧ના રોજ સવારે ૭-૦૦ કલાક સુધીમાં ૩૩ જેટલા જળાશયો છલોછલ ભરાઇ ચૂકયા છે. જેમાં સૌરાષ્ટ્રના ૨૬, કચ્છ-૧, મધ્ય ગુજરાતના ર(બે) અને દક્ષિણ ગુજરાતના ૩ જળાશયનો સમાવેશ થાય છે.
સરદાર સરોવર ડેમ ખાતે નર્મદા નદીની જળસપાટી ૧૨૨.૩૨ મીટર રહી છે. અને ૫૨૬૫.૮૪ મીલીયન કયુબીક મીટર જળસંગ્રહ છે. જે ટકાવારીમાં જોઇએ તો ૧૦૦ ટકા જેટલો થવા જાય છે. સરદાર સરોવર નર્મદા ડેમની મહત્તમ સપાટી ૧ર૧.૯ર મીટર છે.
રાજ્યના ૫૯ જેટલાં જળાશયો ૯૦ ટકાથી ઉપર ભરાતાં હાઇએલર્ટ, ૧૬ જળાશયો ૮૦થી ૯૦ ટકા ભરાતાં એલર્ટ અને ૧૨ જળાશયો ૭૦થી ૮૦ ટકા ભરાતાં સામાન્ય ચેતવણી રાજ્યના પૂર નિયંત્રણ કક્ષ તરફથી આપવામાં આવી છે. રાજ્યના ૨૦૦ જેટલાં જળાશયોમાં આજે ૧૦૫૨૭.૭૬ મીલીયન કયુબીક મીટર જળસંગ્રહ થયો છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો