છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ખંભાતમાં ત્રણ ઇંચઃ સાત તાલુકામાં એક ઇંચ વરસાદ
ગાંધીનગર
અત્યાર સુધીમાં ચાલુ ચોમાસાની મોસમનો કુલ સરેરાશ વરસાદ ૫૪૨ મી.મી. થયો છે. જે ૫૯ ટકા જેટલો થવા જાય છે.
રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળેલાં અહેવાલો મુજબ આજે તા. ૨૦-૮-૨૦૧૧ના રોજ સવારે ૭-૦૦ કલાકે પુરા થતા ૨૪ કલાક દરમિયાન આણંદ જિલ્લાના ખંભાતમાં ૭૯ મી.મી. એટલે કે ત્રણ ઇંચ વરસાદ થયો છે. જયારે ધંધૂકા ૨૭ મી.મી., તારાપુર ૨૫ મી.મી., લુણાવાડા ૩૨ મી.મી., વ્યારા ૨૮ મી.મી., કામરેજ ૨૭ મી.મી., ઉમરપાડા ૨૩ મી.મી. કપરાડા ૨૩ મી.મી. એટલે કે એક ઇંચથી વધુ વરસાદ થયો છે. રાજ્યના ૧૭ તાલુકાઓમાં અર્ધા ઇંચ જેટલો વરસાદ થયો છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં વરસાદ નથી.

રાજ્યના ૩૪ જળાશયો છલોછલ ભરાયા
સરદાર સરોવર ખાતે નર્મદા ડેમ ખાતે નર્મદાની જળસપાટી ૧૨૨.૯૭ મીટર ડેમ ૧૦૦ ટકા ભરાયો
૬૧ જળાશયો માટે હાઇએલર્ટ, ૧૫ જળાશયો માટે એલર્ટ અને ૧૭ જળાશયો માટે સામાન્ય ચેતવણી
ગાંધીનગર,
સરદાર સરોવર ખાતે નર્મદા ડેમ ખાતે નર્મદાની જળસપાટી ૧૨૨.૯૭ મીટર ડેમ ૧૦૦ ટકા ભરાયો
૬૧ જળાશયો માટે હાઇએલર્ટ, ૧૫ જળાશયો માટે એલર્ટ અને ૧૭ જળાશયો માટે સામાન્ય ચેતવણી
ગાંધીનગર,
રાજ્યમાં વરસી રહેલાં વરસાદને કારણે આજે તા. ૨૦-૮-૨૦૧૧ના રોજ સવારે ૭-૦૦ કલાક સુધીમાં ૩૪ જેટલા જળાશયો છલોછલ ભરાઇ ચૂકયા છે. જેમાં સૌરાષ્ટ્રના ૨૭, કચ્છ-૧, મધ્ય ગુજરાતના ૩, અને દક્ષિણ ગુજરાતના ૩ જળાશયોનો સમાવેશ થાય છે.
સરદાર સરોવર ડેમ ખાતે નર્મદા નદીની જળસપાટી ૧૨૨.૯૭ મીટર રહી છે અને ૫૨૬૫.૮૪ મીલીયન ક્યુબીક મીટર જળસંગ્રહ છે. જે ટકાવારીમાં જોઇએ તો ૧૦૦ ટકા જેટલો થવા જાય છે. સરદાર સરોવર નર્મદા ડેમની મહત્તમ સપાટી ૧૨૧.૯૨ મીટર છે.
રાજ્યના ૬૧ જેટલા જળાશયો ૯૦ ટકાથી ઉપર ભરાતા હાઇએલર્ટ, ૧૫ જળાશયો ૮૦ થી ૯૦ ટકા ભરાતાં એલર્ટ અને ૧૭ જળાશયો ૭૦ થી ૮૦ ટકા ભરાતાં તેના માટે સામાન્ય ચેતવણી રાજ્ય પૂરનિયંત્રણ કક્ષ તરફથી આપવામાં આવી છે. રાજ્યના ૨૦૦ જેટયલા જળાશયોમાં આજે ૧૦૭૧૨.૯૨ મીલીયન ક્યુબીક મીટર જળસંગ્રહ થયો છે.

બી.ટી. કોટન બિયારણના વાવેતરની કામગીરી બાળકોના આરોગ્ય પર વિપરીત અસર પહોંચાડે છે
બી.ટી. કોટન બિયારણથી બાળ શ્રમિકોને દૂર રાખવા અપીલ
ગાંધીનગર
બી.ટી. કોટન બિયારણથી બાળ શ્રમિકોને દૂર રાખવા અપીલ
ગાંધીનગર
રાજ્યના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં મુખ્યત્વે અને કેટલેક અંશે વડોદરા જિલ્લામાં બી.ટી. કોટનના બિયારણનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. આ બિયારણના વાવેતર બાદ તેના ફલીનીકરણની કામગીરી માટે નાના બાળકોને કામે રાખવામાં આવતા હોવાની રજુઆતો સરકારને મળે છે. આ ક્ષેત્રે કામ કરતાં શ્રમિકો પેકી મોટા ભાગના શ્રમિકો પડોશી રાજ્ય રાજસ્થાનમાંથી સ્થળાંતર કરીને આવતા હોવાનું જણાયું છે. આ રાજસ્થાનના શ્રમિકો પોતાના પરિવાર સાથે સ્થળાંતર કરતાં હોઇ, તેઓની સાથે બાળકો પણ આવતા હોય છે.
બી.ટી. કોટન બિયારણની કામગીરીમાં બાળકો શ્રમિકો તરીકે કાર્ય કરે તે બાળકોના આરોગ્ય અને શિક્ષણને વિપરીત અસરો પહોંચાડે છે. અન્ય રાજ્યના બાળશ્રમિકો તથા સ્થાનિક બાળકોને બી.ટી. કોટન બિયારણની ફલીનીકરણની કામગીરીથી દૂર રાખવા ખેડૂત મિત્રોને ગ્રામશ્રમ આયુક્ત દ્વારા અપીલ કરવામાં આવી છે.
વધુમાં બાળશ્રમિકોને કામે રાખવાથી બાળશ્રમિક ધારાની જોગવાઇઓમાં ભંગ થતો હોવાનું જણાશે તો તે માટે જવાબદાર ખેડૂતો સામે સખત કાયદેસરની કાર્યવાહીઓ કરવામાં આવશે. જેની સંબંધિતોએ નોંધ લેવા પણ જણાવાયું છે.

ત્રણ આઇ.એ.એસ. કેડરના અધિકારીઓની બદલી
ગાંધીનગ
ગાંધીનગ
રાજ્ય સરકારે ત્રણ આઇ.એ.એસ. કેડરના અધિકારીઓની બદલી કરી છે. તદ્દઅનુસાર પંચમહાલના અધિક કલેકટર શ્રી કે.બી. ઉપાધ્યાયની બદલી સંકલિત બાળવિકાસ યોજનાના નિયામક તરીકે મહિલા અને બાળ વિકાસ કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગર ખાતે કરાઇ છે. જ્યારે ભરૂચ જિલ્લાના અધિક કલેકટર શ્રી વી. બી. મેકવાનની બદલી જોઇન્ટ કમિશનર(પ્લાનીંગ) સરદાર સરોવર પૂનર્વસન એજન્સી, વડોદરા તરીકે કરવામાં આવી છે. આ ઉપરાંત સમાજસુરક્ષા ખાતું, ગાંધીનગરના નિયામક શ્રી વી. સી. વર્માની બદલી જોઇન્ટ કમિશનર(પુનર્વસન) અને નિયામક (ફરિયાદ નિવારણ સેલ) તરીકે સરદાર સરોવર પુનર્વસન એજન્સી, વડોદરા ખાતે કરવામાં આવી છે.
જન્માષ્ટમી અને પર્યુષણ પર્વે કતલખાના બંધ રાખવા રાજ્ય સરકાર દ્વારા સૂચના
ગાંધીનગર
ગાંધીનગર
રાજ્ય સરકારે આગામી જન્માષ્ટમી અને પર્યુષણના પર્વો નિમિત્તે તા. રર-૮-ર૦૧૧ને જન્માષ્ટમી તેમજ તા. રપ-૮-ર૦૧૧થી તા. ૧-૯-ર૦૧૧ સુધીના પર્યુષણના દિવસો દરમિયાન મહાનગરપાલિકાઓ/નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલાં તમામ કતલખાનાઓને બંધ રખાવવા તેમજ માસ-મચ્છી-મટનના વેચાણ ઉપર પ્રતિબંધ મુકાવવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તેમજ સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો છે. રાજ્ય સરકારે સુરતના શાંતિનાથ ચેરિટેબલ ટ્રસ્ટની રજૂઆતોને ધ્યાને લઇને આ નિર્ણય કર્યો છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો