Kashyap joshi jetpur jetalsar
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
મંગળવાર, 6 જાન્યુઆરી, 2015
શનિવાર, 3 જાન્યુઆરી, 2015
બુધવાર, 31 ડિસેમ્બર, 2014
ખાલી જગ્યાના રોગથી પીડાતી જેતપુરની સરકારી હોસ્પિટલને પૂરતા સ્ટાફનું ઇન્જેક્શન આપો !!
રવિવારની રાત્રીએ 2 પ્રસુતા ગાયનેક તબીબ વગર ભારે હેરાન પરેશાન થઇ !
ખાલી જગ્યાના રોગથી પીડાતી જેતપુરની સરકારી
હોસ્પિટલને પૂરતા સ્ટાફનું ઇન્જેક્શન આપો !!
જેતલસર-બોરડી સમઢીયાળાના યુવાનોએ બંને પ્રસુતાઓને મહામહેનતે અન્યત્ર ખસેડી !
(કશ્યપ જોશી દ્વારા) જેતલસર(જેતપુર) તા.31
જેતપુરની સરકારી હોસ્પિટલમાં પૂરતા તબીબી સ્ટાફને અભાવે અનેક દર્દીઓ પારાવાર હેરાન પરેશાન થઇ નાછુટકે મોઘીદાટ દાકતરી સારવાર લેવા મજબૂર થતા હોવાનો એક કિસ્સો ગત રવિવારની રાત્રીએ બહાર આવતા સેવાભાવી અને જાણકાર વર્તુળોમાં હોસ્પિટલસુત્રો પ્રત્યે રોષની લાગણી ફેલાઈ હોવાનું જાણવા મળે છે.
આ બાબતે મળતી વિગતો મુજબ ગયા રવિવારે રાત્રીના 10 વાગ્યે જેતપુરની સરકારી હોસ્પીટલમાં 2 પ્રસુતાઓ પ્રસવની વેદના સાથે દાખલ થઇ હતી. પણ આ અદ્યતન અને એક સમયે તબીબી સારવામાં એ ગ્રેડ મેળવી ચુકેલી સરકારી હોસ્પિટલમાં ગત રવિવારના રોજ ધોરાજી રોડ પર રહેતા
ગરીબ પરીવારના કાળુભાઈ પરમારના પત્ની લીલાબેનને અને બોરડી સમઢીયાલા ગામે કુમન બુટાણી નામના ગૌસેવકની વાડીએ ખેત મજુરી કરતી પરપ્રાંતિય મહિલા બાઈલીબેન રવીનભાઈ ચૌહાણ એમ બંને પ્રસવ વેદના બંધ કરવા હોસ્પીટલમાં કોઈ ગાયનેક તબીબ નાં હોય આ બંને પ્રસુતાઓ
કલાકો સુધી કણસતી રહી હતી.
દરમિયાન સરકારી હોસ્પીટલનો આ મામલો જેતલસરના જાગૃત ખેડૂત યુવાન અરવિંદ રૂપાપરાએ રાત્રિનાજ હોસ્પીટલના મેડીકલ ઓફિસર નિકિતાબેન પડિયાને રજુઆતો કરતા મહિલા તબીબે પોતાની કક્ષાએથી જરૂરી જડપી સારવાર અપાવી સરકારી હોસ્પીટલમાં ગાયનેકની જગ્યા પર કોઈ તબીબ ના હોય અન્ય હોસ્પીટલમાં બંને મહિલાઓને રીફર કરાવી હતી.
જેમાં લીલાબેન નામની મહિલાને જુનાગઢ સરકારી દવાખાને ખસેડાઈ હતી. અને બાઈલીબેનને અહીના ખાનગી મેટરનિટી હોમમાં ખસેડાઈ હતી. કહેવાનું તાત્પર્ય એ છે કે 52 ગામડાઓના જેતપુર તાલુકા મથકે ઉભી થયેલી અદ્યતન સરકારી હોસ્પીટલની અંદર જો આંટો મારવામાં આવે તો આ હોસ્પિટલ ખાલી જગ્યાઓના રોગથી પીડાતી હોય સ્થાનિક રાજકીય નેતાગીરી પણ હોસ્પીટલમાં જરૂરી સારવાર, સેવા ઉપલબ્ધ કરવામાં રીતસરની વામણી સાબિત થઇ રહી છે.
માત્ર ફોટા પડાવી સેવાના દેખાડા કરતા સ્થાનિક રાજકારણીઓએ કદી કોઈ જગ્યાએ અસરકારક રજુઆતો કરવાનું મુનાશીબ માન્યું ના હોય, અહી રોજ સવાર પડે ને કેટ કેટલા ગરીબો આરોગ્યલક્ષી સરકારી સેવાઓથી વંચિત રહી જઈ મોઘીદાટ તબીબી સારવારમાં મજબુરવશ આર્થિક ભાર વેંઠી રહ્યા છે.
બોક્સ: દર્દીની સમજવામાં ગફલતથી પૈસા ચુકવવા પડ્યા !!
જેતલસર: રવિવારની પ્રસુતાઓની આ ઘટના સમયે જેતપુરની સરકારી હોસ્પીટલમાં ગાયનેક સારવાર મફત અપાશે તેવું એક ખાનગી પ્રસુતિગૃહનું બોર્ડ વાંચી ગયેલા બૈલીબેન સાથેના સેવાભાવીઓ કુમન બુટાણી વિગેરે અહીના કોર્ટ નજીકના એક ખાનગી પ્રસુતિગૃહમાં દાખલ થયા થયા હતા. પણ સારવાર દરમિયાન ઉપરોક્ત પરપ્રાંતીય મહિલાને રૂ.3500 થી 4000 ખર્ચ ચૂકવવો પડ્યો હતો. દર્દીના આવા આક્ષેપની તપાસમાં કોરાટ પ્રસુતિ ગૃહ સુત્રોએ જણાવેલ કે તેમના દવાખાનામાં ગાયનેક સારવાર અને તપાસ મફત જ કરાય છે પણ ઓપરેશન દરમિયાન સ્ટીચ, બ્લડ, અન્ય બહારથી મંગાવવી પડેલી દવાનો ચાર્જ વસુલવો પડતો હોય છે જે દર્દીને પણ પુંછીને જ કરાયો હોય છે.
બોક્સ: જેતપુરની હોસ્પીટલમાં કઈ પોસ્ટ પર કેટલી જગ્યાઓ ખાલી છે ?
જેતલસર: જેતપુરની સરકારી હોસ્પીટલમાં કઈ પોસ્ટ ઉપર કેટલી ખાલી જગ્યા છે ? તે વાતની જાણકારી દરમિયાન સરકારી હોસ્પિટલ જેતપુરના સુપ્રિન્ટેન્ડન્ટ સુખાન્દીએ જેતલસર - જેતપુરના યુવા પત્રકાર કશ્યપ જોષીને જણાવેલ કે અહિ ખાલી જગ્યા ઉપર નીમણુંકો કરવા તેઓ દ્વારા દર મહીને આરોગ્ય કમિશ્નરને રજુઆતો કરાય છે પણ કઈ ઘટતું ના થયું હોય તે પણ દેખીતું છે. આવો વસવસો વ્યક્ત કરતા સુખાનંદીએ જણાવેલ કે જેતપુર સરકારી હોસ્પીટલમાં ક્લાસ-1 વર્ગમાં સુપ્રી., રેસીડેન્ટ મેડીકલ ઓફિસર, પેથોલોજીસ્ટ, એનેશ્થેતીસ્ટ,રેડિયોલોજીસ્ટ, તથા ઓર્થોપેડિક સર્જન એમ તમામ જગ્યાઓ પર 1-1-1-1-1 જગ્યાઓ ખાલી છે. વર્ગ-2 માં 1 મેડીકલ ઓફિસર, વર્ગ-3 માં સીની. જૂની- ક્લાર્ક, મેટ્રન, હેડ અને સ્ટાફ નર્સ એમ તમામ જગ્યાઓ પર 1-1-1-1-1 જગ્યાઓ ખાલી છે. વર્ગ-4 માં કુક અને આયા 1-1, વોર્ડ સર્વન્ટ - 4, મેલ-ફીમેલ સ્વીપર-3 જગ્યાઓ ખાલી છે. હોસ્પીટલના પીપીયું(પબ્લિક પેશન્ટ યુનિટ)માં લેબ ટેકનીશ્યન અને ઓટી નર્સ સહીત 8 જગ્યાઓ ખાલી છે. આ તમામ ખાલી ખુરશીઓ પર તાકીદે નિમણુંકો કરાય તો દર્દી આલમની હેરાનગતિ થાય તેવું સુખાનંદીનું કહેવું થતું હતું.
બોક્સ: અદ્યતન ટ્રોમાં સેન્ટરમાં 35 જગ્યાઓ ખાલી !!
જેતલસર: જેતપુરની સરકારી હોસ્પીટલમાં કે વિશાળ ટ્રોમાં સેન્ટર કાર્યરત કરાયું છે. પણ આ સેન્ટરમાં પણ ઓર્થોપેડિક સર્જન-1, એનેસ્થેટિસ્ટ-1, તબીબી અધિકારી-3, રેડિયોગ્રાફર-1, સ્ટાફ નર્સ-15, લેબ.ટેક.-1, ઓટી ટેકનીશ્યન-2, વર્ગ-4 માં નાર્શિંગ એટેન્ડેન્ટ-5 તથા સફાઈ કર્મચારી-6 એમ કુલ 35 જગ્યાઓ ખાલી હોય, ટ્રોમાં સેન્ટરમાં જે રીતથી અને જે ઝડપથી આરોગ્યલક્ષી સારવાર થવી જોઈએ તે નાં થતી હોવાનું હોસ્પિટલસુત્રોમાંથી જાણવા મળે છે.
કશ્યપ જે.જોશી, જેતલસર(જેતપુર) 99742 62812
મંગળવાર, 30 ડિસેમ્બર, 2014
ખાલી જગ્યાના રોગથી પીડાતી જેતપુરની સરકારી હોસ્પિટલને પૂરતા સ્ટાફનું ઇન્જેક્શન આપો !!
રવિવારની રાત્રીએ 2 પ્રસુતા ગાયનેક તબીબ વગર ભારે હેરાન પરેશાન થઇ !
ખાલી જગ્યાના રોગથી પીડાતી જેતપુરની સરકારી
હોસ્પિટલને પૂરતા સ્ટાફનું ઇન્જેક્શન આપો !!
જેતલસર-બોરડી સમઢીયાળાના યુવાનોએ બંને પ્રસુતાઓને મહામહેનતે અન્યત્ર ખસેડી !
(કશ્યપ જોશી દ્વારા) જેતલસર(જેતપુર) તા.30

(કશ્યપ જોશી દ્વારા) જેતલસર તા.30

જેતલસર: જેતપુરની સરકારી હોસ્પીટલમાં કઈ પોસ્ટ ઉપર કેટલી ખાલી જગ્યા છે ? તે વાતની જાણકારી દરમિયાન સરકારી હોસ્પિટલ જેતપુરના સુપ્રિન્ટેન્ડન્ટ સુખાન્દીએ જણાવેલ કે અહિ ખાલી જગ્યા ઉપર નીમણુંકો કરવા તેઓ દ્વારા દર મહીને આરોગ્ય કમિશ્નરને રજુઆતો કરાય છે પણ કઈ ઘટતું ના થયું હોય તે પણ દેખીતું છે. આવો વસવસો વ્યક્ત કરતા સુખાનંદીએ જણાવેલ કે જેતપુર સરકારી હોસ્પીટલમાં ક્લાસ-1 વર્ગમાં સુપ્રી., રેસીડેન્ટ મેડીકલ ઓફિસર, પેથોલોજીસ્ટ, એનેશ્થેતીસ્ટ,રેડિયોલોજીસ્ટ, તથા ઓર્થોપેડિક સર્જન એમ તમામ જગ્યાઓ પર 1-1-1-1-1 જગ્યાઓ ખાલી છે. વર્ગ-2 માં 1 મેડીકલ ઓફિસર, વર્ગ-3 માં સીની. જૂની- ક્લાર્ક, મેટ્રન, હેડ અને સ્ટાફ નર્સ એમ તમામ જગ્યાઓ પર 1-1-1-1-1 જગ્યાઓ ખાલી છે. વર્ગ-4 માં કુક અને આયા 1-1, વોર્ડ સર્વન્ટ - 4, મેલ-ફીમેલ સ્વીપર-3 જગ્યાઓ ખાલી છે. હોસ્પીટલના પીપીયું(પબ્લિક પેશન્ટ યુનિટ)માં લેબ ટેકનીશ્યન અને ઓટી નર્સ સહીત 8 જગ્યાઓ ખાલી છે. આ તમામ ખાલી ખુરશીઓ પર તાકીદે નિમણુંકો કરાય તો દર્દી આલમની હેરાનગતિ થાય તેવું સુખાનંદીનું કહેવું થતું હતું.
બોક્સ: અદ્યતન ટ્રોમાં સેન્ટરમાં 35 જગ્યાઓ ખાલી !!
જેતલસર: જેતપુરની સરકારી હોસ્પીટલમાં કે વિશાળ ટ્રોમાં સેન્ટર કાર્યરત કરાયું છે. પણ આ સેન્ટરમાં પણ ઓર્થોપેડિક સર્જન-1, એનેસ્થેટિસ્ટ-1, તબીબી અધિકારી-3, રેડિયોગ્રાફર-1, સ્ટાફ નર્સ-15, લેબ.ટેક.-1, ઓટી ટેકનીશ્યન-2, વર્ગ-4 માં નાર્શિંગ એટેન્ડેન્ટ-5 તથા સફાઈ કર્મચારી-6 એમ કુલ 35 જગ્યાઓ ખાલી હોય, ટ્રોમાં સેન્ટરમાં જે રીતથી અને જે ઝડપથી આરોગ્યલક્ષી સારવાર થવી જોઈએ તે નાં થતી હોવાનું હોસ્પિટલસુત્રોમાંથી જાણવા મળે છે.
કશ્યપ જે.જોશી, જેતલસર(જેતપુર) 99742 62812
રવિવાર, 28 ડિસેમ્બર, 2014
જેતલસર જંકશનના કોળી યુવાનનું શંકાસ્પદ મોત

જેતલસર તા.28
જેતપુર તાલુકાના જેતલસર જંકશનના મફતિયા પરામાં રહેતા કમલેશ ભગવાનજી ડેડાણિયા નામના 23 વર્ષના કોળી યુવાનનું આજે સાડાબાર વાગ્યાની આસપાસ, જુનાગઢ રોડ પર સાગર સિમેન્ટ નજીક અગ્મ્યો કારણોસર મોત નીપજતા કમલેશની ડેડબોડીને પીએમ માટે જેતપુરની સરકારી હોસ્પીટલે ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબની જાણ પરથી જેતપુર તાલુકા પોલીસના જમાદાર એ.આર.ખરાડીએ કમલેશના મોતનું કારણ શોધવા ચક્રો ગતિમાન કરેલ છે.
કશ્યપ જોશી જેતલસર 99742 62812
શનિવાર, 27 ડિસેમ્બર, 2014
આખરે જેતપુરની હાઇસ્કુલમાં ચાલતા શૈક્ષણિક ભષ્ટ્રાચારના પડદા ઉપડી ગયા !

ખાનગી ટ્યુશન કલાસીસમાં ભણતા અને કમરીબાઇ હાઈસ્કુલમાં ડમી નામો ધરાવતા ધો.11 સાયન્સના 85 વિધાર્થીઓ અચાનક ભણતા ઉઠી જતા ભારે ચકચાર !!
આઆટીઆઆઈ એક્ટીવિસ્ટ કહે છે અમોએ શૈક્ષણિક ભષ્ટ્રાચાર ખુલ્લો પાડ્યો છે. હવે કોણ કેવા પગલા ભરશે તે રામજાને !!
જેતપુર તા.27 ( કશ્યપ જોશી દ્વારા)
જેતપુરની કમરીબાઇ હાઈસ્કુલમાંથી તા.14-11-2014 થી 28-11-2014 એમ પંદર દિવસ દરમિયાન ધો.11 વિજ્ઞાન પ્રવાહના 85 વિદ્યાર્થીઓ અચાનક લીવીંગ સર્ટીફીકેટ લઇ જઈને કમરીબાઇ શાળામાંથી ભણતા ઉઠી જતા ઓફ થી ટાઉન બની છે. જો કે આવા શૈક્ષણિક ભષ્ટ્રાચારને ખુલ્લો પાડવા મથતા આઆટીઆઆઈ એકટીવીસ્ટ યુવાનો મહમદ અબુભાઈ સાંધ અને યોગેન્દ્રસિંહ બહાદુરસિંહ ગોહિલની જહેમતને મહત્વની સફળતા મળી હોવાની વિગતો સાંપડી રહી છે.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ માહિતી માંગવાના કાયદાથી જેતપુર શહેરમાં ચાલતા અનેકવિધ ભષ્ટ્રાચારોની પોલ ખોલવા મથતા ઉપરોક્ત બંને યુવાનોની નજરમાં એવી વાત આવી હતી કે શહેરના અનેક ખાનગી ટ્યુશન કલાસીસ સંચાલકો પોતપોતાના કલાસીસ ઉપરાંત શહેરની સૌથી જૂની અને સરકારી શાળા કમરીબાઇ હાઈસ્કુલના સંચાલકો અને શિક્ષકો સાથે રીતસરના ચોખટાં ગોઠવી કમરીબાઇ હાઈસ્કુલમાં ડમી વિદ્યાર્થીઓ ભણાવી રહ્યા છે.
આવી ચૌકાવનારી શૈક્ષણિક પોલંપોલ વિગતો બહાર આવતા શહેરના આ યુવાનોએ રાજ્યના મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, જીલ્લા શીક્ષણાધિકારી વિગેરેને રજુઆતો કરી હતી કે કમરીબાઇ હાઈસ્કુલમાં શૈક્ષણિક કાર્યમાં રીતસરની ગેરરીતી ચાલતી હોય તપાસવા જેવું છે. શિક્ષણ જગત માટે આંચકારૂપ આ રજૂઆતનું સત્ય ખાળવા અને કસુરવારો સામે પગલા ભરવા મુખ્યમંત્રીએ ગાંધીનગર સ્થિત શિક્ષણ વિભાગના અગ્ર સચિવને કમરીબાઇ શાળાની ગેરરીતી રોકવા આદેશો કર્યા હતા.
પણ રજૂઆતકરતા યુવાનોના આક્ષેપો મુજબ રાજકોટ જીલ્લા શિક્ષણાધીકારીએ જાણે આ તપાસને રફેદફે કરવા રીતસરનું ડીંડક કર્યું હોય તેમ અમુક સરકારી બાબુઓને ચેકિંગ માટે વેકેશનમાં કમરીબાઇ હાઇસ્કુલમાં મોકલ્યા હતા ! પરિણામે રજૂઆત કરનાર અરજદારોનો આક્ષેપ છે કે જ્યાં વાડ જ ચીભડા ગળતી હોય ત્યાં કોની સામે ? કેવી ? તપાસ કરવી તે વાસ્તવિકતા બહાર આવ્યા વગર રહી નથી !
બીજીબાજુ કમરીબાઇ હાઈસ્કુલના સંચાલકોની ખાનગી ટયુશનના હાટડાઓ સાથેની મિલીભગત વચ્ચે કૈક રંધાતું હોવાનું જાણી ગયેલા યુવાનોએ હાલના દિવસોમાં આ શાળામાં ધો.11 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની કેટલી સંખ્યા છે ? તેઓ નિયમિત અભ્યાસ માટે આવે છે કે કેમ ? તે વાતની માહિતી માંગતા એક મોટી વાતનો ધડાકો થયો હતો કે તા.14.11.14 થી 28.11.14 એમ પંદર દિવસ દરમિયાન કમરીબાઇ હાઈસ્કુલમાંથી 85 વિદ્યાર્થીઓ લીવીંગ સર્ટીફીકેટ લઈને શાળામાંથી ભણતા ઉઠી ગયા છે !!
આ વાતને એટલેકે માત્ર 15 દિવસમાં 85-85 વિધાર્થીઓ લીવીંગ સર્ટી લઇ ગયા કે પકડાવી દેવાયા ? તે વાત એ સૂચવે છે કે આ તમામ વિધાર્થીઓ અત્યાર સુધી ભણતા હતા ખાનગી ટ્યુશન હાટડાઓમાં અને ડમી નામો ધરાવતા હતા સરકારી શાળા ક્મરીબાઈમાં !! હવે આ સરકારી શાળાના ખાનગી ટ્યુશન કલાસીસો સાથેના રીતસરના ચોખઠાની આ ઘટના બાબતે કોણ ? કેવી તપાસ કરાવશે ? તે વાતનો મદાર અરજદારોએ ઈશ્વર ઉપર છોડ્યો છે.
બોક્સ: શહેરના 85 વિધાર્થીઓ શા માટે કમરીબાઈ
હાઈસ્કુલમાંથી ભણતા ઉઠી ગયા ??
જેતપુર: માત્ર 15 દિવસમાં જેતપુરની આ શાળામાંથી 85 છાત્રો ભણતા ઉઠી ગયાની વાતનો ફોડ પાડતા મહમદભાઈ અને યોગેન્દ્રસીહ ગોહિલે જણાવેલ કે લાંબા સમય થયા અન્ય ખાનગી ટ્યુશન ક્લાસીસોમાં ભણતા અને માત્ર ડમી છાત્રો તરીકે કમરીબાઈ હાઈસ્કુલના રેકર્ડ ઉપર બોલતા વિદ્યાર્થીઓની વાત અખબારો દ્વારા પ્રજા વચ્ચે આવી જતા સંભાળવા મળેલ કે શાળાના આચાર્યે શિક્ષકોને કડક આદેશો આપ્યા હતા કે જે છાત્રો અહી અભ્યાસ માટે આવે તેઓનીજ હાજરી પૂરવી.. જે વાત ખાનગી ટ્યુશન સંચાલકોને મૂંજવી જતા, ટ્યુશન સંચાલકો એ જ બાળકોનો અભ્યાસ નાં બગડે એટલે કમરીબાઈ હાઈસ્કુલમાંથી ભણતા ઉઠાડી લઇ અન્ય શાળાઓમાં ગુપચાપ પ્રવેશ આપવી દીધો !!
શાળાના પ્રિન્સીપાલ પુરોહિત શું કહે છે ?
જેતપુર: તમારી શાળામાંથી 1, 2, 3 નહિ પણ 85 વિધાર્થીઓ ધો.11 ના વિજ્ઞાન પ્રવાહમાંથી અચાનક ભણતા ઉઠી જઈ પોતપોતાના લીવીંગ સર્ટી લઇ ગયા કે તમોએ પકડાવી દીધા ? તે વાતના સવાલનો જવાબ આપતા કમરીબાઇ શાળાના પ્રિન્સીપાલ પુરોહિતે જણાવેલ કે, દરેક વિદ્યાર્થીઓએ લીવીંગ સર્ટિ ની માંગણી કરતી અરજીઓ દ્વારા એલસી લઇ ગયા છે. અમોએ કોઈ છાત્રોને સામેથી એલસી આપ્યા નથી ! (પુરોહિત મો.94299 38944)
બોક્સ: શિક્ષકો ફાજલ નાં થાય તે માટેનું કારસ્તાન ?!
જેતપુર: જેતપુરના અરજદારોએ એક ઘડારૂપ ઉદાહરણ આપતા જણાવેલ કે ગોંડલ તાલુકાના સુલ્તાનપુર ગામમાં શાળામાં શિક્ષકોના અભાવે ગ્રામજનો દ્વારા ગામ બંધ તેમજ શિક્ષણ બહિસ્કાર જેવા આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરી ગજબની જાગૃતિ બતાવાઈ છે. જયારે જેતપુરની કમરીબાઇ હાઈસ્કુલમાં આળસુ શિક્ષકો ફાજલ નાં થાય તે માટે રેકર્ડ ઉપર ડમી છાત્રો દ્વારા પુરતી સંખ્યા બતાવવાનું કારસ્તાન આચરાયું હોય, જવાબદારો સામે આકરા પગલા ભરવા જ રહ્યા તેવું કહેવું ખોટું નથી.
બોક્સ: આર્થિક વહીવટની ઓફર છતાં અરજદારો અડગ
જેતપુર: જેતપુરની આ સરકારી શાળાના આ કૌભાંડને બહાર લાવવા મથતા બંને અરજદારોને ઘણી વખત આર્થિક વહીવટ માટે ઓફર કરાઈ હતી. અને પ્રકરણ સંકેલી લેવાની ભલામણો થઇ હતી. પણ પૈસાને બદલે પ્રતિષ્ઠાને મહત્વ આપતા આ બંને યુવાનો વિષે ચર્ચાતી બ્લેકમેઈલિંગ ની વાતો પર પૂર્ણવિરામો અને પ્રશ્નાર્થ ચિન્હો મૂકી ગયાનું જણાય છે. બન્ની ખોખારો ખાઈને કહ્યું છે કે આ શાળાના કસુરવારોને શિક્ષા કરાવીનેજ જંપવું છે પછી ભલે મોતનો સામનો કરવો પડે !!
સમાચાર સાથે :
1...અરજદારોની ફરિયાદની નકલ-3
2...મુખ્યમંત્રીના હુકમની નકલ-1
3...શિક્ષણ સચિવની જીલ્લાશિક્ષણાધીકારીને કરેલ હુકમની નકલ-1
4...85 વિધાર્થીઓના નામ કે જેઓ કમરીબાઇ શાળામાંથી ભણતા ઉઠી ગયા નકલ-3
5...હાજરી પત્રક અને નોટીસની નકલ-2
6... સમાચારના 7 પેઈજ જેપીજી સ્વરૂપે
7...સમાચારની એક ફાઈલ વર્લ્ડ એક્શેલ ડોક્સ માં
કશ્યપ જોશી જેતલસર જેતપુર - 99742 62812
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)