
જેતલસર જંકશનના કોળી યુવાનનું શંકાસ્પદ મોત
જેતલસર તા.28
જેતપુર તાલુકાના જેતલસર જંકશનના મફતિયા પરામાં રહેતા કમલેશ ભગવાનજી ડેડાણિયા નામના 23 વર્ષના કોળી યુવાનનું આજે સાડાબાર વાગ્યાની આસપાસ, જુનાગઢ રોડ પર સાગર સિમેન્ટ નજીક અગ્મ્યો કારણોસર મોત નીપજતા કમલેશની ડેડબોડીને પીએમ માટે જેતપુરની સરકારી હોસ્પીટલે ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબની જાણ પરથી જેતપુર તાલુકા પોલીસના જમાદાર એ.આર.ખરાડીએ કમલેશના મોતનું કારણ શોધવા ચક્રો ગતિમાન કરેલ છે.
કશ્યપ જોશી જેતલસર 99742 62812

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો