અનુયાયીઓ

બુધવાર, 28 માર્ચ, 2012

[વલસાડ સમાચાર અંક - 243] જીવનને જાણવા, જીવવા, જીતવા અને માણવા માટે મને પહેલેથી જ ઉત્કંઠા રહી છે.

જીવનને જાણવા, જીવવા, જીતવા અને માણવા માટે મને પહેલેથી જ ઉત્કંઠા રહી છે. બાળપણમાં દાદા-દાદી પાસેથી વાર્તાઓ સાંભળતો .. માતા-પિતા પાસેથી એમના અનુભવ જાણતો .. કિશોરાવસ્થાએ મિત્રો સાથે ધમાલમસ્તી કરતા કરતા ભણ્યો અને ન શીખવાનું ય શીખ્યો .. યુવાનીમાં જીવનની અટપટી આંટીઘૂંટીઓ ના પાઠ જાણ્યા ... સંસારની જવાબદારી સ્વીકારી .. નિભાવી .. અને હવે એમ લાગે છે કે, આ ધરતી પરના પ્રત્યેક વ્યક્તિ પાસે કોઈકને કોઈક "વાર્તા" એવી છે જે આપણને જીવનની ગુઢ બાબત અત્યંત સરળતાથી સમજવા માટે પ્રેરિત કરી શકે છે.

તેથી મારી જીવનસાથી તૃપ્તિએ અને મેં નક્કી કર્યું કે, ચાલો.. આપણે ગામે ગામ આપના વિડીયો કેમેરા સાથે અજાણ્યા લોકોને જાણવા જઈએ .. મળવા જઈએ ... તેમની પાસે તેમની ભાષામાં તેમની અદામાં તેમના જીવનની "વાર્તાઓ" સાંભળીએ ... અને આ માધ્યમ દ્વારા વિશ્વભરના લોકો સુધી પહોચાડીએ .. !!

અમારી વાત વિડીયો દ્વારા .. તમારો અભિપ્રાય અક્ષરો દ્વારા .. અખિલ ટીવી ડોટ કોમ પરથી આવી રીતે મારા વિડિયો બ્લોગને શામેલ કરી આપણી ઇન્ટરેકટીવીટી વધારવા આ પ્રયોગ કર્યો છે. આશા છે તમને ગમશે અને આપણી વચ્ચે વિવિધ વિષયો પર સંવાદ રચવા કારણ મળશે કારણકે, જીવન સફરમાં રોજે રોજ કંઇક નવું જાણવા જેવું આપણી આજુ બાજુના વિશ્વમાં બનતું જ હોય છે. મને ગમતા મેં જોયેલા અન્યોના વિડિયો પણ અહિ ચર્ચામાં લઇશું.

પહેલી એપ્રિલે ઉદયપુરથી નીકળીને પાલનપુર, ડીસા, પાટણ, સિદ્ધપુર, મહેસાણા, અમદાવાદ, વિદ્યાનગર, વડોદરા, ભરૂચ, બારડોલી થઈને વલસાડ ૧૨મિ એપ્રિલે પહોચશું. તે દરમ્યાન આ પ્રયોગ / પ્રયાસ અંતર્ગત જેમને મળવા ધારીએ છીએ તેમના નામ ' schedules ' પર્ ક્લિક કરવાથી જાણી શકાશે. તમે પણ આ પ્રયોગમાં / પ્રયાસમાં ભાગ લો એવી મારી ઈચ્છા છે.


અખિલ સુતરીઆ
 
with best regards,
 
AKHIL sutaria | www.akhiltv.com  | +91 9427 222 777  |  My Blog




પાલનપુર ખાતે સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી સમિતિની બેઠક યોજાઇ.



પાલનપુર ખાતે કલેકટરશ્રી જે.બી.વોરાના અધ્યક્ષસ્થાને સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી સમિતિની બેઠક યોજાઇ હતી. આ પ્રસંગે કલેકટર શ્રી જે.બી.વોરાએ જણાવ્યું હતું કે, સશક્ત રાષ્‍ટ્રનું નિર્માણ થાય અને અંધશ્રધ્ધા વિહિન સમાજની રચના માટે  સ્વામી વિવેકાનંદનો સંદેશ સામાન્ય જન સમુદાય સુધી પહોંચાડવો જરૂરી છે. તેમણે કહ્યું કે, વિવેકાનંદજીના વિચારોથી લોકોના જીવનમાં સુખ અને સમૃધ્ધિ આવશે. કલેકટરશ્રીએ સભ્યોને માર્ગદર્શન આપતા જણાવ્યું કે, દરેક સભ્ય પોતાની આવડત અને આગવી કોઠાસૂઝથી આ ઉજવણીમાં સહભાગી બને. બેઠકમાં ક્વીઝ સપર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, રેડીયો નાયક, સાહિત્ય તૈયાર કરવું, જ્ઞાન કસોટી યોજવી, પ્રવાસ અને ટ્રેકિંગનું આયોજન, વ્યસનમુક્તિ અભિયાન ચલાવવું, નિબંધ સ્પર્ધા,, સેમિનાર, જિલ્લાની તમામ શાળાઓમાં સ્વામી વિવેકાનંદના ફોટા મુકવા જેવા વિવિધ મુદાઓની ચર્ચા કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વામી વિવેકાનંદના વિચારો, આદર્શો, જીવની, ક્વોટસ, સ્લોગનો, સમાજના છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે રાજય સરકાર દ્વારા તા.૧૨/૦૧/૨૦૧૨ થી તા.૧૨/૦૧/૨૦૧૪ સુધી સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ઉજવણી સમિતિના જિલ્લા ઇન્ચાર્જશ્રી ગણપતભાઇ જોષી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.કે.પટેલ, શ્રી ડો. કિશોરભાઇ આસ્નાની, શ્રી ગિરિશભાઇ ઠાકર,             શ્રી એચ.એ.મોઢ અને સમિતિના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
પાટણ
પાટણ જિલ્‍લા લેન્‍ડ રેકર્ડઝ વર્ગ-૩ કર્મચારી મંડળના હોદે્દારોની સર્વાનુમતે વરણી
પાટણ જિલ્‍લા લેન્‍ડ રેકર્ડઝ વર્ગ-૩ કર્મચારી મંડળની જનરલ મીટીંગ ગુજરાત રાજય લેન્‍ડ રેકર્ડઝ વર્ગ-૩ કર્મચારી મંડળના અધ્યક્ષસ્‍થાને સિંધવાઇ માતા મંદિર પરિસરમાં યોજાઇ હતી. જેમાં પ્રમુખ તરીકે શ્રી કે.યુ.પરમાર, કાર્યકારી મહામંત્રી તરીકે શ્રી એ.એમ. ત્રિવેદી, સંગઠ્ઠન મંત્રી તરીકે શ્રી જે.ડી. સાધુ, ખજાનચી તરીકે શ્રી એ.કે. પટેલ, ઓડીટર તરીકે શ્રી વી.જી. શુકલ અને કારોબારી સભ્‍યો સર્વશ્રી કે.સી.કટારીયા, શ્રી કે.એસ.પટેલ, શ્રી આર.એસ.ઠાકરડા, શ્રી કે.ટી.પરમાર, શ્રી એ.એ.મનસુરીની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે
મહેસાણા
મહેસાણામાં મહિલા સંમેલન યોજાશે
મહેસાણા જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સંમેલન તથા માતા યશોદા એવોર્ડ વિતરણ સમારંભ યોજાનાર છે.આગામી 31 માર્ચ 2012 ના રોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મહિલા સંમેલન,માતા યશોદા એવોર્ડ વિતરણ,કન્યા કેળવણી નીધિ સહાય વિતરણ તથા મહિલા ખેલાડીઓને પુરસ્કાર વિતરણ સમારંભ યોજાનાર છે.
આ કાર્યક્રમમાં શેહરી વિકાસ મંત્રીશ્રી નીતીનભાઇ પટેલ,સાંસદ સભ્યશ્રીઓ,માન ધારાસભ્યશ્રીઓ,બોર્ડ નિગમના ચેરમેનશ્રીઓ,જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખશ્રીઓ તેમજ જિલ્લાના અગ્રણીઓ અધિકારીશ્રીઓ હાજર રહેનાર છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ. દ્વારા યોજાનાર પરીક્ષાઓ દરમ્યાન ઝેરોક્ષ મશીનોના ઉપયોગ પર પ્રતિબંધ.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા તા. ૨૯/૦૩/૨૦૧૨ થી તા. ૧૯/૦૪/૨૦૧૨ સુધી યુનિવર્સિટી સંચાલિત જિલ્લાની પરિશિષ્‍ટ મુજબની કોલેજોમાં વિવિધ અભ્યાસક્રમોની પ્રથમ તબક્કાની વાર્ષિક પરીક્ષા યોજાનાર છે. જેથી પરીક્ષા મુકત અને ન્‍યાયી વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષા કેન્‍દ્રો ખાતે પરીક્ષામાં કોઇ ગેરરીતી ન થાય અને પરીક્ષાની શુદ્વતા જળવાય તે હેતુસર શ્રી સુધીર બી. પટેલ (જીએએસ) અધિક જીલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી બનાસકાંઠા- પાલનપુર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩ (૧) થી મળેલ સત્તાની રૂએ તા. ૨૯/૦૩/૨૦૧૨ થી તા. ૧૯/૦૪/૨૦૧૨ (બંને દિવસો સહિત) પરિશિષ્‍ટ મુજબના પરીક્ષા સ્થળોની હદ મર્યાદાથી બહાર ૨૦૦ મીટરના ત્રિજયા વિસ્‍તારમાં આવેલ તમામ ઝેરોક્ષ મશીનોના પરીક્ષાના સમય દરમ્‍યાન  ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મુકવા હુકમ કરવામાં આવ્‍યો છે.



અ. નં.
પરીક્ષા કેન્‍દ્રનુ નામ
પરીક્ષા સ્‍થળ
પાલનપુર
૧.જી.ડી.મોદી આર્ટસ કોલેજ, પાલનપુર
૨.આર.આર.મહેતા કોલેજ ઓફ સાયન્‍સ એન્‍ડ સી. એલ.પરીખ કોલેજ ઓફ કોમર્સ.
૩. મહિલા આર્ટસ કોલેજ,પાલનપુર
૪.લો કોલેજ
૫.ડી.ડી.ચોક્સી કોલેજ ઓફ સેકન્ડરી એજ્યુકેશન
૬. બ.કાં.કેળવણી મંડળ સંચાલિત પી.જી.ડી.સી.એ.કોલેજ
૭.એ.એસ.પટેલ બી.સી.એ. એન્ડ પી.જી.ડી.સી.એ. કોલેજ

ડીસા
ડી. એન. પી. આર્ટસ એન્‍ડ કોર્મસ કોલેજ
અંબાજી
અંબાજી આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજ
થરા
કાંકરેજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ
વડગામ
આર્ટસ કોલેજ,વડગામ
થરાદ
સરકારી આર્ટસ અને કોમર્સ કોલેજ
ભાભર
આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ
લવાણા તા.દિયોદર
આર્ટસ કોલેજ
દિયોદર
જી.વી.વાઘેલા આર્ટસ અને કોમર્સ કોલેજ
૧૦
ધાનેરા
આર્ટસ કોલેજ
૧૧
મડાણાગઢ તા.પાલનપુર
નૂતન ભારતી ગ્રામ સેવા મહાવિધાલય
૧૨
છાપી તા.વડગામ
છાપી બી.બી.એ કોલેજ
૧૩
રતનપુરતા.પાલનપુર
લોકનિકેતન મહાવિધાલય
  
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ. પાટણ દ્વારા લેવાનાર પરીક્ષાઓને અનુલક્ષી પ્રસિધ્‍ધ કરાયેલ જાહેરનામુ.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા તા. ૨૯/૦૩/૨૦૧૨ થી તા. ૧૯/૦૪/૨૦૧૨ સુધી યુનિવર્સિટી દ્વારા નિયત પરીક્ષા કેન્દ્રો ખાતે વિવિધ અભ્યાસક્રમોની પ્રથમ તબક્કાની વાર્ષિક પરીક્ષા યોજાનાર છે.આ પરીક્ષાઓનુ સંચાલન સરળતાથી થાય, પરીક્ષાઓ શાંત અને સ્‍વચ્‍છ વાતાવરણમાં યોજાય તેમજ વિશ્વસનિયતાનુ વાતાવરણ સર્જાય, અસામાજીક તત્‍વોના ત્રાસ અને ભય વગર ખંડ નિરીક્ષકો નિરીક્ષણ કરે અને પરીક્ષાર્થીઓ શાંત અને સુમેળભર્યા વાતાવરણમાં નિર્ભયતાથી પરીક્ષા આપે તે માટે બનાસકાંઠા જિલ્‍લાના પરિશિષ્‍ટમાં જણાવ્યા મુજબના પરીક્ષા કેન્‍દ્રોની અંદર તથા તેની હદ મર્યાદાથી બહારના ૨૦૦ મીટરની ત્રિજ્યા વિસ્‍તારમાં નીચેના કૃત્‍યો કરવા ઉપર પ્રતિબંધ મુકવા શ્રી સુધીર બી. પટેલ (જીએએસ) અધિક જીલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી બનાસકાંઠા- પાલનપુરને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ થી મળેલ સત્તાની રૂએ તા. ૨૯/૦૩/૨૦૧૨ થી   તા. ૧૯/૦૪/૨૦૧૨ સુધી (બંને દિવસો સહિત) પરીક્ષા કેન્‍દ્રોના સ્‍થળે, પરીક્ષા સમય દરમ્‍યાન જે તે પરીક્ષા કેન્‍દ્રના સ્‍થળના હદ મર્યાદાથી બહાર ૨૦૦ મીટરની ત્રિજયાના વિસ્‍તારમાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્‍વયે મળેલ અધિકારની રૂએ નીચેના કૃત્‍યો કરવા પ્રતિબંધ મૂકવા હુકમ કરવામાં આવ્‍યો છે.
 ૧. પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સબંધિત કામગીરીમાં રોકાયેલ ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્‍ય કોઇ બિન અધિકૃત માણસોએ પરીક્ષા કેન્‍દ્રની અંદર તથા પરીક્ષા કેન્‍દ્રોની હદ મર્યાદાથી બહારના ૨૦૦ મીટરની ત્રિજયા વિસ્‍તારમાં દાખલ થવુ નહી.
૨. કોઇપણ ઇસમે તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા/કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી નહી.
૩. પરીક્ષા સબંધી ચોરી કરાવી શકાય તેવી કોઇ વસ્‍તુ/ઇલેકટ્રોનિક યંત્ર, પુસ્‍તક, કાપલીઓ, ઝેરોક્ષ નકલનુ વહન કરવુ નહી કે કરાવવામાં મદદગારી કરવી નહી.
૪. કોઇપણ વ્‍યકિત પેજર, સેલ્‍યુલર ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટ, વોકી ટોકી સેટ, સાથે ન લઇ જઇ શકશે નહી. અથવા તેનો ઉપયોગ કરી શકશે નહી.
૫. પરીક્ષાર્થીઓને શાંતિ અને લેખનકાર્યમાં અડચણ વિક્ષેપ ધ્‍યાનભંગ થાય તેવુ કોઇ કૃત્‍ય
    કરવું/કરાવવુ નહી.
આ આદેશ કાયદો અને વ્યવસ્થાનો ચાર્જ સંભાળતા અધિકારીશ્રીઓ/સુરક્ષા કર્મચારીશ્રીઓ, શિક્ષણ વિભાગે નિમેલા નિરિક્ષકો, સ્કોર્ડ અધિકારીશ્રીઓ અને પરીક્ષા સંચાલનના અધિકારીશ્રીઓને લાગુ પડશે નહીં. આ આદેશનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર ઠરશે.
અ. નં.
પરીક્ષા કેન્‍દ્રનુ નામ
પરીક્ષા સ્‍થળ
પાલનપુર
૧.જી.ડી.મોદી આર્ટસ કોલેજ, પાલનપુર
૨.આર.આર.મહેતા કોલેજ ઓફ સાયન્‍સ એન્‍ડ સી. એલ.પરીખ કોલેજ ઓફ કોમર્સ.
૩. મહિલા આર્ટસ કોલેજ,પાલનપુર
૪.લો કોલેજ
૫.ડી.ડી.ચોક્સી કોલેજ ઓફ સેકન્ડરી એજ્યુકેશન
૬. બ.કાં.કેળવણી મંડળ સંચાલિત પી.જી.ડી.સી.એ.કોલેજ
૭.એ.એસ.પટેલ બી.સી.એ. એન્ડ પી.જી.ડી.સી.એ. કોલેજ
ડીસા
ડી. એન. પી. આર્ટસ એન્‍ડ કોર્મસ કોલેજ
અંબાજી
અંબાજી આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજ
થરા
કાંકરેજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ
વડગામ
આર્ટસ કોલેજ,વડગામ
થરાદ
સરકારી આર્ટસ અને કોમર્સ કોલેજ
ભાભર
આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ
લવાણા તા.દિયોદર
આર્ટસ કોલેજ
દિયોદર
જી.વી.વાઘેલા આર્ટસ અને કોમર્સ કોલેજ
૧૦
ધાનેરા
આર્ટસ કોલેજ
૧૧
મડાણાગઢ તા.પાલનપુર
નૂતન ભારતી ગ્રામ સેવા મહાવિધાલય
૧૨
છાપી તા.વડગામ
છાપી બી.બી.એ કોલેજ
૧૩
રતનપુર તા.પાલનપુર
લોકનિકેતન મહાવિધાલય
ગાંઘીનગર
જિલ્‍લા રોજગાર વિનિમય કચેરી, ગાંઘીનગર દ્વારા છત્રાલ ખાતે ઔઘોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું
શ્રમ અને રોજગાર વિભાગ, નિયામકશ્રી, રોજગાર અને તાલીમ, ગાંઘીનગર સંચાલિત જિલ્‍લા રોજગાર વિનિમય કચેરી, ગાંઘીનગર અને જીઆઇડીસી છત્રાલના સંયુકત્ત ઉપક્રમે સ્‍વામી વિવેકાનંદની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણી પ્રસંગે આજરોજ ચોથા ઔઘોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન છત્રાલ જીઆઇડીસી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ૨૦૦ જેટલા વિવિઘ અભ્યાસ કરી ચુકલા નોકરીવાંચ્છુ ઉમેદવારો ઉપસ્‍થિત રહયાં હતાં.
આ પ્રસંગે રોજગાર અઘિકારી શ્રી સુદેશ અમીને જણાવ્યું હતું કે, ગાંઘીનગર જિલ્લાની તમામ જીઆઇડીસી ખાતે આ પ્રકારના ભરતી મેળાનું આયોજન કરવામાં આવી રહયું છે. આજે અહીં જિલ્લાનો ચોથો ભરતી મેળો યોજાઇ રહ્યો છે. આગામી સમયમાં દેશભરમાં ૪.૫૦ કરોડ જેટલી રોજગારીની તકો ઉભી થવાની છે. હાલમાં સમગ્ર દેશમાં ગુજરાત રાજય રોજગારી આપવામાં અગ્રેસર છે. તે ઉપરાંત રાજય સરકાર દ્રારા આવા ભરતી મેળામાં દૂરથી આવતાં નોકરી વાંચ્છુ ઉમેદવારોને એસ.ટી બસની ફ્રી કૂપન આપવામાં આવે છે. તા. ૧૨ મી એપ્રિલ-૨૦૧૨ના રોજ અમદાવાદ ખાતે સમગ્ર રાજયમાંથી ઔઘોગિક ભરતી મેળા દ્રારા રોજગારી મેળવનાર ઉમેદવારાને માન.મુખ્ય મંત્રીશ્રીના હસ્‍તે નિમંણૂક પત્ર આપવામાં આવશે.
છત્રાલ જીઆઇડીસીના પ્રમુખ શ્રી રમેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્રારા ભરતી મેળાનું જે આયોજન કરવામાં આવી રહ્યું છે. તે કામ ઘણું પ્રશંસનીય છે. સરકારશ્રીના આ ઉમદા અભિગમ બાદ નોકરીવાંચ્છુ ઉમેદવારો પોતાની વિચારઘારામાં બદલાવ લાવશે. તો ચોક્કસ આ કાર્યનું પરિણામ અકલ્પનીય હશે. દરેક યુવાનોએ અબ્રાહમ લિંકનની એક વાત યાદ રાખવી પડશે કે, દેશે તમારા માટે શું કર્યું છે... તેના કરતાં આપે દેશ માટે શું કર્યું છે તે વાત મહત્વની છે. દરેક વ્યકિતએ કોઇ પણ કામ કે નોકરી નાની  કે મોટી ન સમજવી પણ જે કાર્ય કરો છો તે પુરી નિષ્‍ઠાથી અને લગનથી કરશો તો આપ જીવનમાં અવશ્ય સફળ થશો.
ઘી એ.એલ.ઝવેરી હાઇસ્‍કુલના આચાર્ય શ્રી એમ.આર.બાવરીયાએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્રારા સ્‍વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતિના વર્ષને યુવા વર્ષ તરીકે ઉજવવામાં આવી રહયું છે. આ વર્ષે રાજયના યુવાનો રોજગારી આપવા રાજય સરકાર દ્રારા અનેક સુચારું આયોજન કરવામાં આવ્યા છે. અમેરિકા જેવા દેશોમાં પોતાના ઘંઘા કરતા નોકરીને વઘુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. હાલમાં ઔઘોગિક ક્ષેત્રે કુશળ કારીગરો આપવા માટે રાજય સરકાર દ્રારા અનેક કૌશલ્ય વર્ઘન તાલીમ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. જેના થકી રાજયના અનેક યુવક-યુવતીઓ પગભર બન્યા છે.
જિલ્‍લા માહિતી કચેરી,ગાંઘીનગરના નાયબ માહિતી નિયામક શ્રી પ્રજ્ઞાબેન પટેલે ગુજરાતના જાણીતા કવિ ઉમાશંકર જોષીની કવિતાની પંક્તિને ટાંકી કહ્યું હતું કે, દરેક યુવાનોએ જીવનમાં આગળ આવવા માટે નોકરીમાં હમેશાં પ્રમાણિકતા, નિષ્‍ઠા, ઘગશ અને સખત મહેનતથી કામ કરવું જોઇએ.  નિરમા કંપનીના શ્રી કરશનભાઇ પટેલની વાત કહી કહ્યું હતું કે જીવનમાં સેવેલા સ્વપ્‍નને સાકાર કરવા માટે નાનકડા કામથી શરૂઆત કરવી પડે છે. આ કામ, અનુભવ થકી આપ તમારા સ્‍વપ્ન  કે લક્ષ્‍યાંક સુઘી પહોંચી શકો છો. કદાચ એવું પણ બને આજે અહિં નોકરી મેળવનાર ઉમેદવાર પોતાની કાર્યશૈલી અને અથાગ મહેનતથી પોતાની કંપનીનો માલિક પણ હોઇ શકે છે. 
આ પ્રસંગે કલોલ નાગરિક સહકારી બેંકના મેનેજીંગ ડીરેકટર શ્રી નટુભાઇ પટેલ, નિશા ગ્રૃપ ઓફ કંપનીના શ્રી ઇશ્વરભાઇ શ્રીમાળી, રત્નમણિ ગ્રૃપના શ્રી સંદિપભાઇ, કોસમોસ ગ્રૃપના શ્રી ડી.આર. રાઠોડ સહિત અનેક કંપનીના માલિકો અને મેનેજરો ઉપસ્‍થિત રહયાં હતાં.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી નિકુંજ રાવલે કર્યું હતું. તેમજ આભાર વિઘિ રોજગાર વિનિમયના શ્રી એન.એમ.હાલાણીએ કરી હતી
ભાવનગર
વન્‍ય પ્રાણીઓના હુમલાની સામે સાવચેતી રાખવાના કેટલાક સૂચનો

ભાવનગર જિલ્‍લામાં વન વિસ્‍તાર તથા રેવન્‍યુ વિસ્‍તારમાં વન્‍ય પ્રાણી સિંહ તથા દીપડાનો વસવાટ તથા અવર-જવર થવાથી ખાસ કરીને સીમ, વગડામાં ખેતી, મજૂરી કરતા વ્‍યકિતઓ ઉપર વન્‍ય પ્રાણીના હુમલા થવાના બનાવો દિન પ્રતિદિન વધી રહયા છે. જેથી લોકો તેમજ જાનમાલની સલામતી માટે વન વિભાગ દ્વારા કેટલાક સૂચનો કરવામાં આવ્‍યા છે.
    તદઅનુસાર,
Ø     શકય હોય ત્‍યાં સુધી દંગાઓ ગામની નજીક રાખવા.
Ø     વન્‍ય પ્રાણીઓની અવર-જવરવાળા રસ્‍તા પર કે તેની નજીકમાં દંગાઓ ન બનાવવા.
Ø     દંગાઓ છુટા છવાયા નહીં પરંતુ સમૂહમાં બનાવવા.
Ø     દંગાઓ ફરતે અસરકારક ફેન્‍સીંગ બનાવવી તથા રાત્રી દરમ્‍યાન લાઇટની વ્‍યવસ્‍થા કરવી.
Ø     ખાસ કરીને બાળકો તથા સ્‍ત્રીઓએ રાત્રે બહાર ખુલ્‍લામાં સુવું નહીં.
Ø     ઘર/દંગામાં સુતી વખતે બારી-બારણા બંધ કરીને સુવાનું પસંદ કરવું.
Ø     બાળકોને મા-બાપની વચ્‍ચે સુવડાવવા. એકલા કે દૂર ન સુવડાવવા. શકય હોય તો બાળકોના પગ કે કપડા એક દોરી વડે અન્‍ય કોઇ પુખ્‍ય ઉમરના કે મા અથવા પિતાની સાથે બાંધેલા રાખવા.
Ø     રાત્રી દરમિયાન ખુલ્‍લામાં સુતા હોય અને લાઇટની વ્‍યવસ્‍થા ન હોય તો બાજુમાં ફરજીયાત તાપણું રાખવું.
Ø     રાત્રે સુતા સમયે ટોર્ચ તથા લાકડી બાજુમાં રાખવી.
Ø     વહેલી સવારે કે સાંજે બાળકોને એકલા ન રાખવા. મળત્‍યાગ માટે જવા જેવી પ્રવૃતિ મોટાઓએ પણ આ સમય દરમિયાન શકય હોય તો ટાળવી.
Ø     પાલતુ પ્રાણીઓ જેવા કે મરઘા/બકરા/કુતરા હોય તો દીપડાથી સુરક્ષીત રૂમ કે વાડામાં રાખવા.
Ø     માંસાહારી ખોરાક તેમજ માછલા ધોયેલું પાણી તથા એઠવાડ રહેણાંકની બાજુમા ન નાખવો.
Ø     શેરડી કાપવાની કામગીરીમાં એકલદોકલ ન જવું તથા કામગીરી શરૂ કરતા પહેલા દેકારા- પડકારા કરી તે સ્‍થળ પર દીપડા કે અન્‍ય વન્‍ય પ્રાણીની હાજરીની ચકાસણી કરી લેવી.
Ø     વન્‍ય જીવોના શિકારની પ્રવૃત્તિવાળા શંકાસ્‍પદ વ્‍યકિતઓ જણાય તો તુરંત જ નજીકની પોલીસ, મામલતદાર કે વન વિભાગની કચેરીએ જાણ કરવા નાયબ વન સંરક્ષકશ્રી, ભાવનગર વન વિભાગ, ભાવનગર દ્વારા જણાવાયું છે.

ખેડુત ખાતેદારને હવે ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્‍દ્રમાંથી નમૂના નં.૭ અને નં.૧૨ની નકલ મળી રહેશે


જમીન વહીવટ સરળતાના ભાગરૂપે
ખેડુત ખાતેદારને હવે ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્‍દ્રમાંથી નમૂના નં.૭ અને નં.૧૨ની નકલ મળી રહેશે
અમરેલી 
જમીન વહીવટ સરળતાના ભાગરૂપે રાજ્ય સરકારે જમીન રેકર્ડના ગામ નમૂના નં./૧૨માંથી ગામ નમૂના નં.૧૨ને અલગ કરતા, ગામ નમૂના નં.૧૨ની નિભાવણી તલાટી દ્વારા કરવામાં આવનાર હોય, ગ્રામ્ય કક્ષાએ -ગ્રામ કેન્દ્રોમાંથી ગામ નમૂના નં. અને ૧૨ની નકલ મળી રહેશે. જ્યારે તાલુકા મથકે આવેલ -ધરા કેન્દ્ર ખાતેથી ફક્ત ગામ નમૂના નં.૭ની નકલ મળી રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા અમરેલી-કલેક્ટરશ્રી ડી.. સત્યાની યાદીમાં જણાવાયુ છે.   

ગામનું પાણી બતાવવાની તક !!
વાસ્‍મો દ્વારા રાજયની શ્રેષ્‍ઠ પાણી સમિતિઓને પુરસ્‍કૃત કરાશે
પોરબંદર 
રાજયના છેવાડાના ગ્રામીણ વિસ્‍તારોમાં લોકભાગીદારીથી પાણી વિતરણ વ્‍યવસ્‍થાનું સુચારૂ માળખું તૈયાર કરવાની નેમથી કાર્યરત વાસ્‍મો દ્વારા રાજયના જુદા જુદા વિસ્‍તારોમાં પાણી વિતરણ સમિતિઓ દ્વારા લોકોને પીવાનું પાણી નિયમિત ઉપલબ્‍ધ કરાવાય છે.જેને પ્રોત્‍સાહિત કરવાના ભાગરૂપે શ્રેષ્‍ઠ પાણી સમિતિ પુરસ્‍કાર યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જે અન્‍વયે જુદા જુદા સ્તરે પાણી સમિતિઓની હરીફાઇ યોજાશે.તેમાંથી જિલ્‍લા કક્ષાએ, ઝોન કક્ષાએ અને રાજય કક્ષાએ શ્રેષ્‍ઠ પાણી સમિતિઓની પસંદગી કરી તેઓને પુરસ્‍કાર અને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરાશે.
ગ્રામ સ્‍તરે પીવાના સ્‍વચ્‍છ પાણી અને સ્‍વચ્‍છતાના વ્‍યવસ્‍થાપન અર્થે સને ૨૦૦૨માં વાસ્‍મોની રચના કરવામાં આવી હતી. વાસ્‍મો દ્વારા ગામલોકો પોતાની ગ્રામ્‍ય પાણી પુરવઠા યોજનાઓ બનાવી તેના સુચારૂ સંચાલન વડે ઘરોઘર પીવાનું પાણી પહોંચતું કરી રહયા છે.લોકભાગીદારીથી સંચાલીત આ યોજના અન્‍વયે અમલી પાણી પુરવઠા યોજનાની મરામત અને નિભાવણી ની જવાબદારી પણ ગ્રામજનોની હોય છે. ગુણવત્તાસભર પાણી વ્‍યવસ્‍થાપનની તેઓની કાર્યક્ષમતામાં દિનપ્રતિદિન વધારો થાય તથા દર વર્ષે સમિતિઓની કામગીરીનું મેલ્‍યાંકન થાય તથા સારૂ કાર્ય કરતી સમિતિઓને પ્રોત્‍સાહન મળી રહે તે હેતુંથી આ યોજના શરૂ કરવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી આપતાં વાસ્‍મોના મુખ્‍ય કારોબારી અધિકારી શ્રી યુ.આર.પંડયા એક યાદીમાં જણાવ્‍યુંછે કે આ યોજના ત્રણ તબ્‍બકામાં અમલી બનશે.  જેમાં સૌ પ્રથમ જિલ્‍લા કક્ષાએ હરીફાઇ થશે.જેમાં નક્કિ કરેલા માપદંડોને આધારે ચકાસણી કરી શ્રેષ્‍ઠ ત્રણ પાણી સમિતિઓ પસંદ કરવામાં આવશે. જેનું પરીણામ જુન-જુલાઇ ૨૦૧૨માં જાહેર થશે. આ શ્રેષ્‍ઠ સમિતિઓની ઝોનમાં આવેલ અન્‍ય શ્રેષ્‍ઠ પાણી સમિતિઓ સાથે હરીફાઇ થશે.જેનું પરિણામ ઓકટોબર-નવેમ્‍બર ૨૦૧૨માં જાહેર થશે.ત્‍યારબાદ દરેક ઝોનમાંથી પસંદ થયેલ શ્રેષ્‍ઠ સમિતીઓ વચ્‍ચે હરીફાઇ યોજાશે.જેનું પરીણામ જાન્‍યુઆરી-૨૦૧૩માં જાહેર થશે.જિલ્‍લા કક્ષાએ પ્રથમ દ્વિતિય અને તૃતિય ક્રમે પસંદ થયેલી શ્રેષ્‍ઠ ત્રણ પાણી સમિતિને અનુક્રમે રૂપીયા ૫૦૦૦, ૩૦૦૦ તથા ૨૦૦૦ તથા પ્રમાણપત્ર એનાયત થશે. ઝોન કક્ષાએ પસંદ થયેલી શ્રેષ્‍ઠ ત્રણ સમિતિઓને અનુક્રમે દસ હજાર,સાત હજાર અને પાંચ હજાર તથા પ્રમાણપત્ર જયારે રાજય કક્ષાએ પ્રથમ દ્વિતિય અને તૃતિય ક્રમે પસંદ થયેલી શ્રેષ્‍ઠ ત્રણ પાણી સમિતિને અનુક્રમે રૂપીયા પચીસ હજાર, વીસ હજાર તથા પંદર હજાર નો રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્ર એનાયત કરાશે. ગત વર્ષે ગત વર્ષે પોતાની યોજના પૂર્ણ કરી તેનું યોગ્‍ય રીતે નિભાવણી તથા મરામત કરનાર સમિતિઓ પણ આ યોજનાનો લાભ મેળવી શકશે.
ઉલ્‍લેખનિય છેકે રાજય કક્ષાએ કુલ ૧૭૭૯૬ ગામોમાં આવી પાણી સમિતીઓની રચના થઇ ચુકી છે. જયારે ૮૪૪૮ ગામેની લોકભાગીદારીથી સંચાલીત પોતાની આગવી યોજનાપૂર્ણ થઇ ચુકી છે. લોકભાગીદારીના આ અભિગમને સર્વત્ર વ્‍યાપક આવકાર સાંપડી રહયો છે તથા તેના સકારાત્‍મક પરિણામો પણ મળી રહયા છે. હાલ આ યોજના વડે લોકભાગીદારીથી વિકાસના ફળને ચાખ્‍યા બાદ લોકો પોતાના આગવા જ્ઞાનનો ઉપયોગ કરી અન્‍ય વિકાસના કામો પણ હાથ ધરી રહયા છે. માત્ર ભૌતિક પાણીના વિતરણ ઉપરાંત સમિતિઓ દ્વારા જળ સંચય અને બચાવ અર્થે પાણીની કુલ ઉપલબ્‍ધતા, ગામની જરૂરીયાત નક્કિ કરી વધારાના જળના સંચયની યોજનાઓ પણ તૈયાર થવા લાગી છે.જે આ યોજનાની વિશેષ ઉપલબ્‍ધી ગણાવી શકાય. ૨૦૧૦માં કાપામ આંતરરાષ્‍ટ્રીય એવોર્ડ, ૨૦૦૯માં યુનાઇટેડ નેશન્‍સ પબ્લીક સર્વીસ એવોર્ડ જેવા પ્રતિષ્‍ઠીત આંતર રાષ્‍ટ્રીય એવોર્ડ ઉપરાંત વહીવટી ઉતકૃષ્‍ટતા માટે પાણી સમિતિઓને પ્રોત્‍સાહિત કરવાના આયોજન માટેનો વર્ષ ૨૦૦૮માં પ્રધાનમંત્રી પુરસ્કાર જેવા દેશ વિદેશના ઇનામોથી નવાજેશ પામેલી આ યોજનાની સફળતાને અનુસરવા અને માર્ગદર્શન મેળવવા દેશના અન્‍ય રાજયો પણ ગુજરાતની મુલાકાત લઇને રાજયના આ આગવા જળ મોડેલનો અભ્‍યાસ કરી રહયા છે. જે રાજય અને ગ્રામ્‍ય વિસ્‍તારના લાભાર્થીઓ માટે ગર્વ લેવા જેવી બાબત છે.
રાજયના જળ સંપત્તી વિભાગના સંસદિય સચિવશ્રી એલ.ટી.રાજાણીનો પોરબંદર ખાતેનો પ્રવાસ કાર્યક્રમ
પોરબંદર 
રાજયના જળ સંપત્તી વિભાગના સંસદિય સચિવશ્રી એલ.ટી.રાજાણી તા. ૩૧મીએ પોરબંદર ખાતે ચોપાટી મેદાન પર યોજાનાર માતા યશોદા એવોર્ડ વિતરણ સમારોહમાં ઉપસ્‍થિત રહેશે. ત્‍યારબાદ અનુકુળતાએ અન્‍ય કાર્યક્રમ અન્‍વયે પ્રસ્થાન કરશે.
 દેશ સેવા સાથે રોજગારીની ઉત્તમ તક
તા. ૧૮ થી ૨૫ એપ્રીલ દરમિયાન રાજકોટ ખાતે ભારતીય સૈન્યમાં વિવિધ કેટેગરી માટે ભરતીમેળો યોજાશે.
પોરબંદર જિલ્‍લાના ઉમેદવારો માટે તા. ૨૧મીએ ભરતી રાખેલ છે. 
પોરબંદર,. 
.આર્મી રીક્રુટમેન્‍ટ કચેરી જામનગર દ્વારા સીટી પોલીસ હેડકવાર્ટર, રેસકોર્સ ગ્રાઉન્‍ડ, રાજકોટ ખાતે આગામી તા.૧૮ એપ્રીલ થી ૨૫ એપ્રીલ સુધી સૌરાષ્‍ટ્ર, કચ્‍છ અને દિવ વિસ્‍તારમાં વસતા યુવાનો માટે મીલીટરીની સોલ્જર જનરલ ડયુટી, સોલ્‍જર ટેકનીકલ, સોલ્‍જર કલાર્ક, સોલ્‍જર ટેકનિકલ નર્સીંગ આસીસ્‍ટન્‍ટ તથા સૌલજર ટ્રેડમેન કેટગરીની ભરતી કરવા માટે જિલ્‍લાવાર મેળાનું આયોજન કરેલ છે.
ભરતી કાર્યક્રમ મુજબ તા. ૧૮ એપ્રિલે સુરેન્‍દ્રનગર, તા.૧૯ એપ્રિલે રાજકોટ, તા.૨૦મી એપ્રિલે જુનાગઢ, તા.૨૧ એપ્રિલે જામનગર પોરબંદર તથા કચ્છ, તા.૨૩ એપ્રિલે ભાવનગર તથા દીવ, તા.૨૪ એપ્રિલે અમરેલી જિલ્‍લાના તથા તા. ૨૫ એપ્રિલે ખાસ એન.સી.સી. સર્ટી. ધરાવતા તથા સ્‍પોર્ટસમેન રાજય/રાષ્‍ટ્રીય કક્ષાના તથા માજી સૈનિકોના ઉમેદવારોએ સવારે ૪-૩૦ કલાકે ભરતીના સ્‍થળે હાજર રહેવાનું રહેશે. પોતાના જરૂરી પ્રમાણપત્રો/દાખલા અસલ તથા તેની પ્રમાણિત ઝેરોક્ષ નકલો તેમજ તાજેતરના ફોટોગ્રાફસ સાથે સ્‍વખર્ચે હાજર રહેવા જિલ્‍લા સૈનિક કલ્‍યાણ અને પુનર્વસવાટ અધિકારી જામનગરની યાદીમાં જણાવાયું છે. આ અંગેની વધુ વિગત માટે નજીકની જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરવો. 
અગરીયા શ્રમિકોને રાહત દરે સાયકલ અપાશે
ભુજ, 
કચ્‍છમાં મીઠાના અગરોમાં કામ કરતા અગરીયા શ્રમિકોને ઓળખ કાર્ડ આપવામાં આવે છે. તેમ છતાં ઓળખ કાર્ડ આપવામાં બાકી રહી ગયા હોય તેવા શ્રમિકો જયાં કામ કરતા હોય તે એકમના માલિકનું પ્રમાણપત્ર તથા અન્‍ય કોઇ જગ્‍યાએથી ઓળખ કાર્ડ મળ્યું નથી તેવું સોગંદનામસાથે અરજદારે ભુજ ખાતેની સરકારી શ્રમ અધિકારીની કચેરી તથા અંજારની મદદનીશ સરકારી શ્રમ અધિકારીની કચેરી તેમજ ગ્રામ કક્ષએ શ્રમયોગી કલ્‍યાણ કેન્‍દ્ર મુકામે અરજી કરવી. અગરીયા શ્રમિકોને રાહત દરે સાયકલ આપવાની યોજના અમલમાં હોતા ૬૦૦ રુપિયાના ફાળા સાથે જણાવેલ કચેરીઓમાં સંપર્ક કરવા જણાવાયું છે.
જિલ્‍લા ઓર્ગેનાઇઝર કે.બી. સોઢાના જણાવ્‍યા અનુસાર, ગ્રામ કક્ષાએ અંજાર તા. માં કિડાણા, ખેડોઇ, ટપ્‍પર અને ભચાઉ તા. ના ચીરઇ, વાંઢિયા, જંગી, લાકડિયા. રાપર ઉપરાંત તા.ના ગાગોદર, આડેસર અને મુન્‍દ્રાના ભદ્રેશ્‍વર તેમજ અબડાસાના જખૌમાં સંપર્ક કરવા જણાવાયું છે.
કચેરીઓમાં સોમ તથા ગુરુવારે, રવિવાર તથા જાહેર રજાના દિવસે અરજી કરવી.