અનુયાયીઓ

ગુરુવાર, 29 ડિસેમ્બર, 2011

લેબર કોન્‍ટ્રેકટરે મજૂરોની વિગત પોલીસમાં જણાવવી ફરજિયાત


લેબર કોન્‍ટ્રેકટરે મજૂરોની વિગત પોલીસમાં જણાવવી ફરજિયાત
રાજકોટ 
રાજકોટ શહેરમાં ઘરફોડ ચોરીના બનાવોમાં પકાડાયેલા આરઓ ગુન્‍હાના બનાવના દિવસો અગાઉ વિવિધ કારણોસર મજૂરીકામ મેળવી શહેરના વિસ્‍તારોમાં રોકાણ (મુકામ) કરતા હોય છે. અને આજુ-બાજુની પરિસ્‍થિતિનો સર્વે કરી મિલ્‍કત વિરૂધ્‍ધના ગુન્‍હાઓ આચરતા હોય છે. મજૂરીકામના બહાના હેઠળ આતંકવાદઓ પણ આશરો મેળવતા હોય છે. આ સંજોગોમાં જાહેર જનતાના જાન-માલ અને મિલ્‍કતની સલામતી તથા સુરક્ષા માટે રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી ગીથા જૌહરી દ્વારા જારી કરાયેલા હુકમો મુજબ, પોલીસ કમિશ્નરશ્રીની હકુમત હેઠળ આવતા સમગ્ર વિસ્તારોમાં લેબર કોન્‍ટ્રેકટરો અને મુકાદમોએ પોતાની પાસે મજૂરીકામે રાખેલ મજૂરો અને કામકાજ માટે સપ્‍લાય કરતા મજૂરોના અલગ-અલગ ફોર્મ ભરી ફરજિયાતપણે સ્‍થાનિક પોલિસસ્‍ટેશનમાં આપવાના રહેશે. અને મજૂરો જયારે મજૂરીકામ છોડી, શહેર છોડી જતા રહે, ત્‍યારે  લેબર કોન્‍ટ્રેકટરો અને મુકાદમોએ તે અંગેની જાણ નામ/સરનામા સહિતની વિગતો સાથે સ્‍થાનિક પોલિસસ્‍ટેશનમાં કરવાની રહેશે.
તા. ૦૧-૦૧-૨૦૧૨ થી તા.૨૯-૦૨-૨૦૧૨ સુધી આ હુકમ અમલમાં રહેશે, તથા આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
રાજકોટ પોલિસ કમિશ્‍નરેટ વિસ્તારમાં આવેલા મલ્ટીપ્લેકસ બિલ્ડીંગો, હોટેલો, બહુમાળી ભવનો, મોલ, ધાર્મિક સ્‍થળો, શો-રૂમ્‍સ વગેરેમાં મેટલ ડીટેકટર, સિકયોરીટી ગાર્ડ અને સી.સી. કેમેરા મુકવાના રહેશે
રાજકોટ
- રાજકોટ શહેરમાં કોઇ આતંકવાદી બનાવ બનતો અટકાવવા, જાહેર સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી ગીથા જૌહરીએ એક જાહેરનામુ પ્રસિધ્ધ કરી રાજકોટ શહેર પોલિસ કમિશ્‍નરેટ વિસ્તારમાં તા. ૦૧-૦૧-૨૦૧૨થી તા.૨૯-૦૨-૨૦૧૨ સુધી બેંકીંગ સંસ્‍થાઓ, એ.ટી.એમ.સેન્‍ટરો, સોના,ચાંદી અને ડાયમંડના કિમતી ઝવેરાત વેચનાર દુકાનો તથા શો-રૂમ, શોપીંગ મોલ, મલ્ટીપ્લેકસ થીયેટર, શોપીંગ સેન્‍ટર, કોમર્શીયલ સેન્‍ટર, હોટેલ, ગેસ્‍ટ હાઉસ, લોજીંગ-બૉર્ડિંગ, ધર્મશાળા, અતિથિગૃહ, વિશ્રામગૃહ, બહુમાળી બિલ્ડીંગો, મોટા ઔદ્યોગિક એકમો,  મોટા ધાર્મિક સ્‍થળોના માલિકો, ઉપભોક્તાઓ, વહીવટકર્તાઓએ તેમના ધંધાના સ્‍થળોના પ્રવેશ દ્વારો ઉપર પુરતા પ્રમાણમાં તાલીમબધ્ધ સીકયોરિટી ગાર્ડને મેટલ ડીટેકટર સાથે ફરજ પર નિયુકત કરવા ફરમાવેલ છે. પ્રવેશદ્વાર ઉપર તથા બહાર નીકળવાના દ્વાર પર, રીસેપ્‍શન કાઉન્‍ટર, લોબી, બેઝમેન્‍ટ, પાર્કીંગ તથા જાહેર જનતા માટેના પ્રવેશની તમામ જગ્‍યાઓ આવરી લે તેટલી સંખ્‍યામાં સી.સી. ટી.વી. કેમેરાની વ્યવસ્થા કરવાની રહેશે. આ કેમેરા સારી ગુણવત્‍તાવાળા વધુ રેન્‍જના(માણસોના ચહેરા સ્‍પષ્‍ટ ઓળખી શકાય અને વાહનના નંબર વાંચી શકાય તેવા) ગોઠવવાના રહેશે. તથા બિલ્‍ડીંગના બહારના ભાગે પી.ટી.ઝેડ કેમેરા ગોઠવવાના રહેશે. કોઇ પણ જગ્‍યાની અંદરના ભાગનું સંપૂર્ણ કવરેજ સતત થાય, પ્રવેશતા અને બહાર નીકળતા તમામ માણસોની અવર-જવર તથા ચહેરા સ્‍પષ્‍ટ જોઇ શકાય, તમામ પાર્કીગની જગ્‍યાનું સંપૂર્ણ કવરેજ થાય, તથા રીસેપ્‍શન કાઉન્‍ટર, બેઝમેન્‍ટ, અને જાહેર પ્રજા માટેના પ્રવેશની તમામ જગ્‍યાઓનું સૂપૂર્ણ કવરેજ થાય, તે રીતે આ કેમેરા ગોઠવવાના રહેશે. આ સી.સી. ટી.વી.ના રેકોર્ડીંગના ડેટા ઓછામાં ઓછા ૩૦ દિવસ સુધી સાચવવાના રહેશે. આ કેમેરા સતત ૨૪ કલાક સુધી ચાલુ રહે તે જોવાની જવાબદારી માલિકો, ઉપભોક્તાઓ, વહીવટકર્તાઓની રહેશે. સી.સી. ટી.વી.કેમેરાની અને સિકયોરિટી ગાર્ડની વ્‍યવસ્‍થા હાલ હયાત તમામ ઉકત એકમોએ આ જાહેરનામાની પ્રસિધ્‍ધિથી દિન-૭માં કરવાની રહેશે. નવા શરૂ થતા એકમોએ  ઉપરોકત વ્‍યવસ્‍થા કર્યા બાદ જ ધંધો શરૂ કરવાનો રહેશે. રાજકોટ શહેર પોલિસ કમિશ્‍નર વિસ્‍તારમાં આ હુકમ તા. ૦૧-૦૧-૨૦૧૨ થી તા.૨૯-૦૧-૨૦૧૨ સુધી લાગુ રહેશે.
હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
દ્વિચક્રીય વાહનો માટે જી.જે.૩-ઇજી(GJ-3-EG) સીરીઝ શરૂ થશે
રાજકોટ 
 પ્રાદેશિક વાહનવ્યવહારની કચેરી, રાજકોટ દ્વારા દ્વિચક્રી વાહનો માટે તા.૦૭/૦૧/૨૦૧૨ના રોજ જી.જે.૩-ઇજી(GJ-3-EG) થી ૯૯૯૯ સુધીના નંબરોની નવી સીરીઝ શરૂ કરવામાં આવનાર છે. જેમાં પસંદગીનાં નંબર મેળવવા અરજદારે નિયત ફી રૂ ૫૦૦/- કે તેથી રકમની ઓફર સહિતની અરજી એક જ ડીમાન્ડ ડ્રાફટ/પે ઓર્ડર સામેલ કરી પોસ્‍ટ ખાતા મારફત રજી. ટપાલ/રજી. એ.ડી.થી કરવાની રહેશે. જી.જે.૩-ઇજી સીરીઝ માટે પસંદગી નંબરોની અરજી નીચે દર્શાવેલ વિગતો ધ્‍યાને લઇ કરવાની રહેશે તથા નીચે દર્શાવેલ વિગતે પસંદગી નંબરની ફાળવણી કરવામાં આવશે.
જી.જે.૩-ઇજી સીરીઝના પસંદગી નંબરો માટે અરજી સેલ સર્ટિફીકેટ (ફોર્મ-ર૧)ની તારીખથી તા.૪-૧-૨૦૧૨ ના રોજ દિવસ ૩૦ પૂર્ણ થયેલ ન હોય તેવા અરજદારોએ અરજી કરવી. તે સિવાયની અરજી કરેલ હશે તો દફતરે કરવામાં આવશે.
પોષ્‍ટ ખાતા મારફત મોકલેલ કવર ઉપર ‘‘ઇજીમાં પસંદગી નંબર માટે’’ ફકત લખવાનું રહેશે. કવર ઉપર લેવા માંગતા વાહન નંબર લખવાના રહેશે નહિ. તા. ૪-૧-૧૨ સુધી મળેલ અરજીઓ જ માન્‍ય રહેશે. ત્‍યાર બાદ મળેલ અરજીઓ દફતરે કરવામાં આવશે.
નમૂનો-ર૦ રજીસ્‍ટ્રેશનની હુકમ થયેલ, અસલ દસ્‍તાવેજો સાથે ડી.ડી/પે ઓર્ડર મોકલવાના રહેશે તેમજ પસંદગી નંબર માટેની અરજીમાં ‘‘પસંદગી’’ નંબર તથા સીરીઝ સાથે દર્શાવવાની રહેશે તેમજ ઓફરની રકમ તથા ડી.ડી./પે ઓર્ડરની વિગત દર્શાવવાની રહેશે. પસંદગી નંબર માટે એકજ ડી.ડી./પે ઓર્ડર સામેલ રાખવાનો રહેશે.
પે. ઓર્ડર/ડી.ડી.છ(૬) માસની અંદરનો હોવો જોઇએ તેમજ એક જ પસંદગી નંબર માટે એક સરખી રકમની ઓફર હોય તેવા કિસ્‍સામાં નાના અંગ્રેજી આલ્‍ફાબેટ A-B-C ના ક્રમ મુજબ જે અરજદારનો નામનો આલ્‍ફાબેટ પ્રથમ હશે તેને નંબરની ફાળવણી કરવામાં આવશે.
કવર પર અરજદારનું પુરુ નામ સરનામું દર્શાવવાનું રહેશે.
એકજ પસંદગી નંબર માટે એક થી વધુ અરજીઓ આવેલ હશે તેવા કિસ્‍સામાં જે વાહનમાલિકશ્રીએ વધુ રકમનો ડી.ડી./પેઓર્ડર સાથે અરજી કરેલ હશે તેને ફાળવવામાં આવશે.
પોસ્ટ ખાતા મારફત અરજીઓ ખોલી તેનું વર્ગીકરણ કરી જે અરજદારને  નંબરની ફાળવણી કરેલ હશે, તેનું લીસ્‍ટ તા.૭.૧.૨૦૧૨ના રોજ નોટિસ બોર્ડ પર પ્રસિધ્‍ધ કરવામાં આવશે. આ તારીખ સિવાય પસંદગીના નંબરના અરજદારે પૂછપરછ માટે રૂબરૂ સંપર્ક સાધવો નહીં.
પસંદગી નંબર માટે આવેલ અરજી અંગે કોઇ વિવાદ ઉભો થશે તો તેવા કિસ્‍સામાં પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારીશ્રીએ લીધેલ નિર્ણય આખરી ગણવાનો રહેશે. પસંદગી નંબર માટે આવેલ અરજીઓ તે નોંધાયેલ અરજીના પત્રકો તથા દફતરે કરેલ અરજીઓ સીરીઝ શરૂ થયાની તારીખથી ત્રણ માસ સુધી કચેરીના હિતમાં જાળવામાં આવશે.     
જી.જે.૩-ઇજી(GJ-3-EG) સીરિઝમાં નિયત ફી રૂ. ૫૦૦/- રોકડેથી વસૂલી પસંદગી નંબરોની ફાળવણી તા.૧૦.૧.૨૦૧૨થી કરવામાં આવશે. જેનો સમય સવારના ૯.૦૦થી ૧૧.૦૦ સુધીનો રહેશે.
પસંદગી નંબરની ફાળવણી દરમ્‍યાન કોઇ કર્મચારી કે અધિકારીની ફરજમાં રૂકાવટ કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો તે વ્યકિત સામે કાયદેસરની કામગીરી હાથ ધરી પોલીસ હવાલે કરવામાં આવશે. જેની પણ નોંધ લેવા શ્રી વાય.પી.પંડયા,પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારી, રાજકોટ દ્વારા જણાવાયુ છે.
પેઇન્‍ટીંગ, શિલ્‍પ, ગ્રાફિક, વ્‍યવહારિક કલા, ફોટોગ્રાફી અને બાળ ચિત્રકલાનું રાજય કલા પ્રદર્શન યોજાશે.
રાજકોટ તા. ૨૮ ડીસેમ્બર ગુજરાત રાજય લલિતકલા અકાદમી દ્વારા પેઇન્‍ટીંગ, શિલ્‍પ, ગ્રાફિક, વ્‍યવહારિક કલા, ફોટોગ્રાફી અને બાળ ચિત્રકલાઓનું રાજય કલા પ્રદર્શન યોજાશે.
આ રાજય કલા પ્રદર્શનમાં ભાગ લેવા માટે કલાકારો/કલાના ચાહકો/કલાસંસ્‍થાના વિદ્યાર્થીઓ/શાળાઓના ૧ થી ૧૦ ધોરણના વિદ્યાર્થીઓ પાસેથી અરજી મંગાવવામાં આવે છે. આ અંગેના નિયત અરજીપત્રકો ગુજરાત રાજય લલિત કલા અકાદમી, રવિશંકર રાવળ કલા ભવન, લો ગાર્ડન, ભાઇકાકા ભવન સામે, એલીસબ્રીજ, અમદાવાદ ખાતેથી મેળવી તા.૧૯.૧.૨૦૧૨થી તા.૨૩.૧.૨૦૧૨ દરમ્‍યાન બપોરના ૧૨ થી સાંજના ૫ વાગ્‍યા સુધી રવિવાર સહિતના દિવસોમાં સ્‍વીકારવામાં આવશે. આ પ્રદર્શનમાં રજૂ કરવાની કૃતિઓ આ જ સરનામે રજૂ કરવાની રહેશે. આ રાજય કલા પ્રદર્શનમાં કુલ રૂ. ૧ લાખ ૭૦ હજારના ૭૫ ઇનામો અને કલાકારો/કલાકારોના પરિવારજનો તરફથી અન્‍ય ઇનામો આપવામાં આવશે, તેમ ગુજરાત રાજય લલિતકલા અકાદમી, અમદાવાદના સચિવશ્રી જીતેન્‍દ્ર ઠક્કરની યાદીમાં જણાવાયું છે.

લોકોને વીજ ઉપકરણોના ઉપયોગનું પૂરતુ જ્ઞાન મળી રહે તે માટે
ગુજરાત એનર્જી ટ્રાંસમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા સલામતિ-પ્રદર્શન અને પરિસંવાદ તા.૩૧ થી ર જાન્‍યુઆરી સુધી યોજાશે
લોકોને વીજ ઉપકરણોના ઉપયોગનું પૂરતુ જ્ઞાન મળી રહે તથા વીજ અકસ્‍માતનો ભાગ ન બને તે હેતુથી  ગુજરાત એનર્જી ટ્રાંસમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા સલામતિ-પ્રદર્શન અને પરિસંવાદનું ઉદઘાટના તા.૩૧/૧૨/૧૧ ના સવારે ૧૦ વાગ્‍યે ટાઉન હોલ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી પ્રો.વસુબેન ત્રિવેદીના હસ્‍તે થશે. જેમાં મુખ્‍ય મહેમાન તરીકે મેયર શ્રીમતી અમીબેન પરીખ તથા ધારાસભ્‍યશ્રી લાલજીભાઇ સોલંકી તેમજ અતિથિ વિશેષ તરીકે કલેકટરશ્રી સંદિપકુમાર, કમિશનરશ્રી અનુપમ, જિલ્‍લા પોલીસ અધિક્ષકશ્રી સુભાષ ત્રિવેદી ઉપસ્‍થિત રહેશે. આ પ્રદર્શન તા.૩૧ થી ર જાન્‍યુઆરી સુધી સવારે ૧૦ થી સાંજના ૬ વાગ્‍યા સુધી ખુલ્‍લુ રહેશે. તેમજ નેત્ર પરીક્ષણ શિબિર તથા રકતદાન શિબિર યોજાશે. તેમ ગુજરાત એનર્જી ટ્રાંસમિશન કોર્પોરેશન લિમિટેડના  અધિક્ષક ઇજનેરશ્રી ત્રિવેદી અને કાર્યપાલક ઇજનેરશ્રી હિંડોચાની એક યાદીમાં જણાવાયુ છે.
નરેગા યોજના અંતગર્ત જિલ્‍લા લોકપાલને રજૂઆત અને ફરિયાદ અંગે કેમ્‍પ યોજાશે.
મહાત્‍મા ગાંધી રાષ્‍ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના (એમજી નરેગા) અંતગર્ત જિલ્‍લા લોકપાલ દ્વારા પ્રશ્નોની રજૂઆત/ફરીયાદ લેખીતમાં રૂબરૂ  આપવા તથા સાંભળવા કેમ્‍પનું જાન્‍યુઆરી માસમાં આયોજન કરવામાં આવ્‍યુ છે.
જેમાં તા. ૭ ના રોજ કાલાવડ, તા. અને ૨૩ ના રોજ જામનગર જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સી, સરદાર પટેલ ભવન, રામેશ્વર ખાતે, તા. ૧૧ ના રોજ ભાણવડ, તા. ૧૩ ના રોજ ધ્રોલ, તા. ૧૬ ના રોજ જામજોધપુર, તા. ૧૮ ના રોજ લાલપુર, તા. ૨૧ ના રોજ કલ્‍યાણપુર બપોરે (૩ થી પ) અને ખંભાળિયા, તા. ૨૭ ના રોજ જોડીયા, તા. ૨૮ ના રોજ દ્રારકા ખાતે ૧૨-૦૦ થી ૨-૦૦ કલાકે યોજાશે. તમામ તાલુકા માટે સરકીટ હાઉસ, તાલુકા પંચાયતના અતિથિગૃહમાં કાર્યક્રમ યોજાશે.. તેમ જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સી જામનગરની  યાદીમાં જણાવાયુ છે.
અધતન એમ્‍યુઝમેન્‍ટ પાર્કનું ખાતમુર્હૂત મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રીના હસ્‍તે થશે
જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્‍વર્ણિમ જયંતિ મુખ્‍યમંત્રીશ્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્‍ટ અન્‍વયે રૂ.૫.૫૦ કરોડના ખર્ચે જામનગરના મેહુલ નગર ટેલિફોન એકક્ષચેન્‍જ સામે નિર્માણ થનાર અધતન એમ્‍યુઝમેન્‍ટ પાર્કનું ખાતમુર્હૂત મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી પ્રો.વસુબેન ત્રિવેદીના હસ્‍તે તા.૨૯/૧૨/૧૧ ના સવારે ૧૦ વાગ્‍યે  થશે.
જેમાં કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને મેયર શ્રીમતી અમીબેન પરીખ તથા અતિથિ વિશેષ તરીકે ધારાસભ્‍યશ્રી લાલજીભાઇ સોલંકી તેમજ શહેર ભાજપ અધ્‍યક્ષશ્રી અશોક નંદા ઉપસ્‍થિત રહેશે. તેમ મહાનગર પાલિકાની  એક યાદીમાં જણાવાયુ છે.
આયુર્વેદ ઔષધાલયમાં નિઃશૂલ્‍ક સર્વરોગ નિદાન કેમ્‍પ્‍ા યોજાયો
જગત ગુરૂ શંકરાચાર્ય મેમોરીયલ ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત આયુર્વેદ ઔષધાલયમાં નિઃશૂલ્‍ક સર્વરોગ નિદાન કેમ્‍પ્‍ા યોજાયો હતો. આ તકે દીપ પ્રાગ્‍ટય બ્રહમચારી નારાયણાનંદ સ્‍વામી દારા કરવામાં આવ્‍યુ હતું. આ તકે સ્‍વામી પરિપૂર્ણાનંદ સરસ્‍વતીજી, શ્રી હસમુખભાઇ ઘઘડા, વૈધો ઉપસ્‍થિત રહયા હતા. ૨૫૦ દર્દીઓએ આ કેમ્‍પનો લાભ લીધો હતો.
પર માં રાજય કલા પ્રદર્શન માટે કલાકૃતિઓનો સ્‍વીકારાશે
ગુજરાત રાજય લલિતકલા અકાદમી, અમદાવાદ દ્વારા પર મુ રાજય કલા પ્રદર્શન યોજાશે. જેના માટે શિલ્‍પકલા, ફોટોગ્રાફીના ક્ષેત્રે તેમજ બાળ  ચિત્રકલાના ક્ષેત્રના કલાકારોને પ્રોત્‍સાહન મળે તે માટે કલાકારો, કલાના ચાહકો, કલા સંસ્‍થાના વિધાર્થીઓ, શાળાના ધો.૧ થી ૧૦ના વિધાર્થીઓએ પોતાની કૃતિઓ મોકલી આપવાની રહેશે. આવા કલાકારોની પોતાની કલાકૃતિઓ નિયત અરજી પત્રકો સાથે તા.૧૯ થી ૨૩ જાન્‍યુઆરી સુધીમાં ગુજરાત રાજય લલિતકલા અકાદમી, એલિસબ્રિજ, અમદાવાદ ખાતે મોકલી આપવા શ્રી જિતેન્‍દ્ર ઠકકર, સચિવશ્રી, ગુજરાત રાજય લલિતકલા અકાદમી, અમદાવાદની યાદીમાં જણાવાયું છે.
પારૂલ    

MONGHADAR KALAR ANE CHUNAA NE JAAKARO AAPO. APNAVO WALLPAPER.


રવિવાર, 25 ડિસેમ્બર, 2011


www.lokcharcha.in

www.lokcharcha.in
www.lokcharcha.in

જેતલસર જંકશન માં જુગાર દરોડો..

જેતલસર જંકશન માં જુગાર દરોડો..
જેતલસર જંકશનમાં અનો નામનો એક શખ્શ લાંબા સમય થયા પોતાના ઘરમાં લોકોને ભેગા કરી જુગાર રમાડતો હોવાની બાતમી પરથી જેતપુર તાલુકા ફોજદાર વ્યાસ સહિતના સ્ટાફે ગઈ કાલે અનો ઉમર ના રહેણાંક મકાન પર જુગાર દરોડો પડતા ત્યાંથી  સદા તેર હાજરની  રોકડ મત્તા સાથે  ૭ ઇસમો પકડાઈ ગયા હતા.
પકડાયેલા શખ્સો માં અનો ઉમર , ભુપત્ગીરી મોતીગીરી મેઘનાથી,ભીખુ કરશન કોળી, રમેશ ખોડા પરમાર, સતીશ, હરેશ તથા જૈમલ કરશન નો સમાવેશ થતો હોવાનું તાલુકા પોલીસ જણાવે છે.

નરેન્‍દ્રભાઇ મોદી : સમગ્ર ગુજરાતમાં ખેલકૂદનું જનઆંદોલન જગાવીએ ગુજરાત રાષ્‍ટ્રિયકક્ષાની રમતસ્‍પર્ધાઓના વિક્રમો તોડવાનું સામર્થ્‍ય બતાવશે ખેલ મહાકુંભ-2011નું શાનદાર સમાપન વિકલાંગ રમતોસ્‍તવના સામર્થને બિરદાવ્‍યું



ફ્રાંસની કંપની ખેલમહાકુંભથી પ્રેરાઇને સ્‍પોર્ટસ વિલેજ સ્‍થાપશે
ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ખેલમહાકુંભ-2011નું શાનદાર સમાપન કરતાં પાંચ વર્ષમાં ગુજરાતમાં ખેલકૂદ સ્‍પર્ધાઓને એવી ઉંચાઇ ઉપર લઇ જવાનો નિર્ધાર વ્‍યકત કર્યો હતો કે રાષ્‍ટ્રિયકક્ષાની રમતોના વિક્રમો સાથે ગુજરાત બરોબરી કરશે.
સમાજજીવનમાં ક્રમશઃ ખેલકૂદ માનવીય ગરિમા અને રમત ક્ષેત્રમાં ક્ષમતાવર્ધન અને માનવસંશાધન કૌશલ્‍ય નિર્માણનું સામર્થ્‍ય બનશે એમ તેમણે જણાવ્‍યું હતું.
ભારતનો સૌથી વિરાટ એવો ગુજરાતનો આ દ્વિતિય રમતોત્‍સવ ખેલ મહાકુંભ તા.11-11-11ના રોજ શરૂ થયેલો અને 6,92,000 મહિલા ખેલાડીઓ સહિત 18,24,000 જેટલા રમતવીરોએ 1500થી વધુ સ્‍થળો ઉપર ગામ, તાલુકા, અને જિલ્લાકક્ષાએ 17 જેટલી વિવિધ રમત સ્‍પર્ધાઓમાં પોતાનું કૌવત બતાવ્‍યું હતું અને આખરી સ્‍પર્ધામાં 88 જેટલા જુના વિક્રમો તોડીને નવા સ્‍થાપવામાં આવ્‍યા છે અને તેમાં પણ 42 રેકર્ડસ તો મહિલા ખેલાડીઓએ સ્‍થાપ્‍યા છે.
આ વર્ષે ખેલ મહાકુંભ ઉપરાંત વિકલાંગો માટેની 15 રમતોમાં 58,305 તથા સાગરકાંઠાની બીચ સ્‍પોર્ટસમાં 3650 સાગરખેડુ રમતવીરોએ ભાગ લીધો હતો. કુલ મળીને 5,429 ખેલાડીઓએ મેડલ જીત્‍યા હતાં.
મુખ્‍યમંત્રીશ્રીએ વિકલાંગ ખેલાડીઓ સહિત વિજેતા ખેલાડી ભાઇ-બહેનોનું અભિવાદન કરીને કુલ રૂા.40 કરોડના પુરસ્‍કારો એનાયત કર્યા હતા.
આ ખેલમહાકુંભમાં રમતોમાં ભાગ લઇને આટલો વિરાટ પ્રતિસાદ આખા ગુજરાતની જનતાના લાખો ખેલાડીઓ અને વરિષ્‍ઠ તથા વિકલાંગ ખેલાડીઓને મુખ્‍યમંત્રીએ અભિનંદન આપ્‍યાં હતા અને ખેલદિલીની ભાવનાથી ગુજરાતનું ગૌરવ વધારવા માટે ધન્‍યવાદ આપ્‍યા હતા.
સમગ્ર જનતાએ રાજ્‍યમાં ખેલમહાકૂંભમાં ખેલદિલીની ભાવનાથી જે ઉત્તમ રમતોનું વાયુમંડળ રચ્‍યું તે પણ અભિનંદનને પાત્ર છે એમ તેમણે જણાવ્‍યું હતું.
વિકલાંગ ખેલાડીઓને પોતાના આત્‍મવિશ્વાસથી વિવિધ રમતોમાં પોતાનું કૌશલ્‍ય બતાવવા માટે મુખ્‍યમંત્રીશ્રીએ આ વર્ષનો ખેલમહાકૂંભ વિકલાંગ ખેલાડીઓને સમર્પિત કર્યો હતો.
તેમણે જણાવ્‍યું કે, આપણા ખેલમહાકૂંભની સ્‍પર્ધાનું હાર્દ એ પણ હતું કે, આપણે આપણી રમતોના જુના વિક્રમો તોડીએ અને નવા રેકર્ડ પ્રસ્‍થાપિત કરીએ. ગુજરાત જેવા રાજ્‍યમાં ભાગ્‍યેજ ખેલ પારિતોષિક મળતા તેવા વાતાવરણમાં 88 જેટલી રમતોમાં નવા વિક્રમો સ્‍થપાયા એમાં પણ 42 તો મહિલા ખેલાડીઓએ સ્‍થાપ્‍યા છે.
ગુજરાત હવે ખેલકૂદના ક્ષેત્રમાં પણ દેશમાં ગૌરવભેર ઉન્‍નત મસ્‍તક રાખી શકે એવી સ્‍થિતિનું નિર્માણ થયું છે તેમ તેમણે જણાવ્‍યું હતું. ગુજરાત આધુનિક બનશે. છ કરોડ ગુજરાતીઓની માનવીય ગરિમાથી ખેલકૂદ ક્ષેત્ર આ ગરિમાની અભિવ્‍યકિતનું માધ્‍યમ બન્‍યુ છે એમ તેમણે જણાવ્‍યું હતું.
ગુજરાતમાં ફ્રાન્‍સની કંપની ખેલમહાકુંભથી પ્રેરિત થઇને સ્‍પોર્ટસ વિલેજ સ્‍થાપશે તેવી જાહેરાત કરતાં મુખ્‍યમંત્રીશ્રીએ આ ખેલમહાકુંભના સમાપનની ઘોષણા સાથે આગામી વર્ષના ખેલમહાકૂંભની પૂર્વ તૈયારીઓનું ઉદ્‌ઘાટન પણ ગૌરવપૂર્વક જાહેર કર્યું હતું. 
રમત-ગમત, યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી શ્રી ફકીરભાઇ વાઘેલાએ ખેલ મહાકુંભના આ વિરાટ રમતોત્‍સવથી ગુજરાતે દેશ અને દુનિયાના ખેલકુદ નકશામાં આગવું સીમાચિન્‍હ્‌ અંકિત કર્યું છે, તેનો હર્ષ વ્‍યકત કરતાં ગુજરાત અને ગુજરાતીઓના જિનેટીક સિસ્‍ટમમાં ખેલકુદ પ્રત્‍યેનો જે લગાવ ઉભો થયો છે તે આવનારા દિવસોમાં ગુજરાતને રમત-ગમત ક્ષેત્રે આગવા કિર્તિમાન હાંસલ કરાવશે તેવો વિશ્વાસ વ્‍યકત કર્યો હતો. 
તેમણે ખેલમહાકુંભના આ રમતોત્‍સવના સફળ આયોજન માટે મુખ્‍યમંત્રીશ્રીના પ્રેરક નેતૃત્‍વને રમ્‍યું ગુજરાત જીત્‍યું ગુજરાતનું સૂત્ર દેશ અને દુનિયામાં ગુંજતુ કરવાનું આગવું અભિયાન ગણાવ્‍યું હતું. 
સ્‍પેશિયલ ઓલિમ્‍પીક ભારતના અધ્‍યક્ષ અને નિવૃત એરમાર્શલ ડેન્‍જીલ કિલરે વર્લ્‍ડ સ્‍પેશિયલ ઓલિમ્‍પીકના શ્રી થીમોટીના મુખ્‍યમંત્રીશ્રીએ શુભેચ્‍છા અને પ્રસંશા કરતાં પત્રનું પઠન કર્યું હતું.
આ પ્રસંગે રાજ્‍ય મંત્રી મંડળના વરિષ્‍ઠ મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્‍યશ્રીઓ, અમદાવાદ શહેરના મેયરશ્રી અને મહાપાલિકાની વિવિધ કમિટિના પદાધિકારીઓ સહિત વિશાળ સંખ્‍યામાં રમતપ્રેમી નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતાં. 
આ પ્રસંગે વિજેતા ખેલાડીઓની વિવિધ જિલ્લા ટુકડીઓની માર્ચપાસ્‍ટ પણ યોજવામાં આવી હતી તેમજ રસ્‍સા ખેંચ, જમ્‍પીંગ રોપ અને ટેકવાડોનના નિદર્શનો પ્રસ્‍તુત કરાયા હતા.


વાયબ્રન્‍ટ ગુજરાત લેકચર સીરીઝનો પ્રારંભ વિશ્વવિખ્‍યાત અર્થશાષાી પ્રો. જગદીશ ભગવતીનું વ્‍યાખ્‍યાન ગુજરાત વિકાસ વિષય વસ્‍તુ ઉપર પ્રેરક ચિંતન પ્રો. જગદીશ ભગવતીઃ


વાયબ્રન્‍ટ ગુજરાત લેકચર સીરીઝનો પ્રારંભ
વિશ્વવિખ્‍યાત અર્થશાષાી પ્રો. જગદીશ ભગવતીનું વ્‍યાખ્‍યાન
ગુજરાત વિકાસ વિષય વસ્‍તુ ઉપર પ્રેરક ચિંતન
પ્રો. જગદીશ ભગવતીઃ 
ગુજરાત મોડેલ સમૃદ્ધિ પોષક અને વિકાસ સાતત્‍યની અનુભૂતિ કરાવે છે
સામાજિક, આર્થિક પરિવર્તનની ગતિ વધુ તેજીલી બનાવીએ
મુખ્‍ય મંત્રીશ્રીઃ
ગુજરાતે માત્ર વિકાસની દિશા જ નહીં, વિકાસના મોડેલની નામના મેળવી છે
વિશ્વવિખ્‍યાત અર્થશાષાી પ્રો. જગદીશ ભગવતીએ વાયબ્રન્‍ટ ગુજરાત વ્‍યાખ્‍યાન શ્રેણીનો પ્રારંભ કરતાં ગુજરાત મોડેલને વિકાસના સાતત્‍ય અને સમૃદ્ધિને પોષક ગણાવ્‍યું હતું. વિકાસવૃદ્ધિ માટે સંપત્તિનું સર્જન જેટલું આવશ્‍યક છે એટલું તેનું સામાજિક દાયિત્‍વ પણ સાથોસાથ વિસ્‍તરવું જોઇએ. જનતાની વધતી આકાંક્ષાઓને ઝડપથી મૂર્તિમંત કરવાની સાથે શિક્ષણ અને આરોગ્‍ય જેવી સામાજિક, આર્થિક પરિવર્તનની સેવાઓની પણ પૂર્તિ થવી જોઇએ. આ દિશામાં ગુજરાત મોડેલ પ્રભાવક છે જેને વધુ ગતિશીલતા અપાશે તો નિર્ધારિત લક્ષ્ય ઝડપથી હાંસલ થશે.
ગરવા ગુજરાતી પ્રો. જગદીશ ભગવતી કોલંબીયા યુનિવર્સિટીના સિનીયર પ્રોફેસર છે અને તેમણે તથા તેમના ભાઇ નિવૃત્ત મુખ્‍ય ન્‍યાયમૂર્તિ શ્રી પ્રફુલ્લભાઇને પદ્મવિભૂષણની તથા પ્રોફેસર જગદીશ ભગવતીના વિદૂષી પત્‍ની શ્રીમતી પદમાબેનને પદ્મભૂષણના ઇલ્‍કાબથી વિભૂષિત કરેલા છે.
મુખ્‍ય મંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ સમગ્ર ભગવતી પરિવારની પ્રતિભા સંપન્નતા અને આઝાદીની લડતમાં યોગદાનથી લઇને ન્‍યાયતંત્ર અને શિક્ષણ ક્ષેત્રે સહિત યશસ્‍વી પ્રદાન કર્યું છે, તેમ જણાવીને આ ગુજરાત પ્રેમી ખ્‍યાતનામ અર્થશાષાી થકી વાયબ્રન્‍ટ ગુજરાત લેકચર સીરીઝનો પ્રારંભ સીમાચિહ્‌નરૂપ ગણાવ્‍યો હતો.
પ્રો. જગદીશ ભગવતીએ સમૃદ્ધિની સિદ્ધિઓ વિશે લોકરંજક માન્‍યતાઓના વિષયવસ્‍તુ સાથે ગુજરાતના પ્રયોગમાંથી અને ગુજરાત માટેના બોધપાઠ ઉપર વ્‍યાખ્‍યાન શ્રેણીનું પ્રથમ ચિંતન રજૂ કર્યું હતું.
આર્થિક સંપન્નતાને સામાજિક દાયિત્‍વની ભાવનામાં રૂપાંતર કરવામાં ગુજરાત- અનુભવને કેન્‍દ્રવર્તી ગણાવતાં પ્રો. જગદીશ ભગવતીએ જણાવ્‍યું કે, આર્થિક સમૃદ્ધિ અને સામાજિક શ્રેયનો એજન્‍ડા અલગ નથી.
વૈશ્વિકરણનું ૧૯૯૧નું મોડેલ માત્ર સંપન્ન વર્ગ માટે નહીં, વંચિતોના વિકાસ અને જીવન સુધારણાને પણ આવરી લે તે જરૂરી છે, એમ તેમણે જણાવ્‍યું હતું. વૈશ્વિકરણના લાભ નિરક્ષરતા, ગરીબી, બિમારી જેવી સમસ્‍યાના નિરાકરણ માટે ઉપલબ્‍ધ થવા જોઇએ તેના ઉપર ભાર મુકતાં પ્રો. જગદીશ ભગવતીએ જણાવ્‍યું કે, ગુજરાત માત્ર વિકાસના દરનું  મોડલ નથી પણ વિકાસની પ્રક્રિયામાં ગુણાત્‍મક સુધારા કરીને પ્રગતિની હરોળમાં પાછળ રહી ગયેલાઓને જોડવામાં સફળ
રહ્યું છે.
તેમણે જણાવ્‍યું કે, વિકાસ ગરીબોની જીવનની પ્રગતિમાં પરિવર્તન લાવનારો હોવો જોઇએ. ગરીબોની સમસ્‍યાનું સાતત્‍યપૂર્ણ સમાધાન થવું જોઇએ. ગરીબી નિવારણ માટે આર્થિક વિકાસ-ગ્રોથ જરૂરી છે પણ તે સાધન છે, આપણું લક્ષ્ય તો ગરીબી નાબૂદીનું છે.
ગરીબી સંલગ્ન બધી જ સમસ્‍યાના ઉકેલ માટેની વ્‍યૂહરચના વિકાસના સાતત્‍યમાં કેન્‍દ્રવર્તી હોવી જોઇએ એ હકીકત ઉપર ભાર મુકતાં પ્રો. જગદીશ ભગવતીએ જણાવ્‍યું કે, વિકાસ ગ્રોથની નીતિઓ આવક વૃદ્ધિમાં પરિણમે એ આવશ્‍યક છે. ભારતની આર્થિક નીતિઓ અને સુધારાઓનું વિશ્‍લેષણ કરતાં તેમણે જણાવ્‍યું કે, સમૃદ્ધિ અને સંપત્તિના વિતરણની વ્‍યૂહરચનામાં સામાજિક-આર્થિક પરિવર્તનનો મહિમા હોવો જોઇએ. આરોગ્‍ય સેવા, લઘુત્તમ રોજગાર, શિક્ષણ, આવાસ અને જીવન આવશ્‍યક માળખાકીય સુવિધાઓમાં પરિવર્તનનો અહેસાસ થવો જોઇએ. રાજકીય નીતિઓ અને તેની અસરો આ સંદર્ભમાં મુલવવી જોઇએ, એમ તેમણે જણાવ્‍યું હતું. વિશ્વની આ સંદર્ભની ઉત્તમ વ્‍યૂહરચનાને સ્‍થાનિક વાતાવરણમાં પરિવર્તિત કરવા પણ તેમણે જણાવ્‍યું હતું.
ગુજરાતની જાહેર છબી અને ઓળખ વિકાસની બની છે અને વિકાસ માત્ર વેપાર વણજનો નહીં, સામાજિક-આર્થિક પરિવર્તનના સુધારા સાથેનો છે. ગુજરાત એક્‍સપીરિયન્‍સ આની પ્રતિતી કરાવે છે, એમ સ્‍પષ્‍ટપણે પ્રો. જગદીશ ભગવતીએ જણાવ્‍યું હતું.
દેશમાં આર્થિક સુધારાની ગતિ ધીમી પડી ગઇ છે તેને ગતિશીલ બનાવવી પડે. ભૂતકાળમાં લાયસન્‍સ રાજની નીતિઓએ ભ્રષ્‍ટાચારની ગતિવિધિ અને અસરો વકરાવી હતી. પરવાના પદ્ધતિના દૂષણોએ અનેક ભ્રષ્‍ટ રીતિ-નીતિને જન્‍માવી અને રાજકારણ કે પ્રશાસનતંત્ર તેમાંથી બાકાત રહ્યા નથી. ભ્રષ્‍ટાચાર નાબૂદ કરવા માટે પારદર્શી સુધારાની પદ્ધતિ અપનાવવાની જરૂર ઉપર ભાર મુકતાં પ્રો. જગદીશ ભગવતીએ જણાવ્‍યું કે, ગુજરાત અને બિહાર આ દિશામાં દ્રષ્‍ટાંત પુરું પાડી રહ્યા છે.
‘‘ગુજરાત અનુભવ''ની ભૂમિકા વિકાસવ્‍યૂહ સંદર્ભમાં દર્શાવતાં પ્રો. જગદીશ ભગવતીએ જણાવ્‍યું કે, પ્રગતિથી જનતાની આકાંક્ષા પણ વધી જાય છે અને તેથી વિકાસનું સાતત્‍ય અને સર્વદેશીક વાતાવરણ સર્જાય તો સામાજિક સંતુલન જળવાય. જે ગુજરાતની દિશા યોગ્‍ય છે તે દર્શાવે છે. ગુજરાતે આર્થિક સુધારાને માનવીય સ્‍પર્શ આપ્‍યો છે અને તેને વધુ સઘન વ્‍યાપક બનાવવાના પ્રયાસો થઇ રહ્યા છે તેનું શ્રેય તેમણે મુખ્‍ય મંત્રીશ્રીને આપ્‍યું હતું.
પ્રો. જગદીશ ભગવતીએ ગુજરાતે વિકાસ અને ટેકનોલોજીના વિનિયોગ સાથે કૃષિ વિકાસ ઊંચો દર હાંસલ કર્યો છે તેની વ્‍યૂહરચનાને પણ પ્રભાવક ગણાવી હતી. પ્રબુદ્ધ નાગરિકોએ વિશ્વના સામાજિક-આર્થિક પરિવર્તન સંદર્ભમાં પ્રો. જગદીશ ભગવતી સાથે રસપ્રદ પ્રશ્નોત્તરી કરી હતી.
મુખ્‍ય મંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગુજરાતના મોડેલની દેશમાં ચર્ચા થાય છે તે માત્ર વિકાસની નોંધ નથી પરંતુ વિકાસના મોડેલ તરીકેની પ્રશંસા થાય છે અને આ ફલશ્રુતિ આપણને વધુ સારું કરવાની પ્રતિબદ્ધતા માટે પ્રેરે છે, એમ જણાવ્‍યું હતું.
વિશ્વના સાંપ્રત પ્રવાહોને અનુરૂપ ગુજરાતની વિકાસયાત્રાને પ્રોત્‍સાહક નીતિ નિર્ધારણ માટેની ચિંતન પ્રક્રિયા ઉભી કરવા માટે વાયબ્રન્‍ટ ગુજરાત વ્‍યાખ્‍યાન શ્રેણીની ભૂમિકા દર્શાવતાં મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું કે, આખો ભગવતી પરિવાર ગુજરાતની ગૌરવરૂપ અમાનત છે. ગુજરાતનું મૂલ્‍યાંકન અને તારીફ કરીને ગુજરાતને સાચી દિશામાં પ્રેરતા પ્રો. જગદીશ ભગવતીના મંતવ્‍યોને મુખ્‍ય મંત્રીશ્રીએ ખૂબ જ પ્રેરણાદાયી ગણાવ્‍યા હતા.
મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું કે, વિકાસના વ્‍યૂહમાં માત્ર ભૌતિક પ્રગતિ કે માળખાકીય સુવિધા પર્યાપ્ત નથી પરંતુ વિકાસ સાથે પર્યાવરણને સુસંગત પ્રકૃતિનું તાદાત્‍મ્‍ય વ્‍યવસ્‍થા સાથે જોડવું પડશે. ગત ૩૦૦ વર્ષમાં જે પ્રદૂષણના પાપ કર્યા છે તે વધુ ના થાય પરંતુ પ્રાકૃતિક શક્‍તિઓને વિકાસમાં જોડવા ગુજરાત તત્‍પર છે.
વાયબ્રન્‍ટ ડેમોક્રેસી, ટેલેન્‍ટ અને યુથ પાવર એ ભારતની તાકાત છે અને ગુજરાત તેમાં અગ્રીમ યોગદાન આપવા માંગે છે તેનો નિર્ધાર વ્‍યકત કરતાં શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ નારી શક્‍તિને વિકાસમાં નિર્ણાયક બનાવવા ઉપર ભાર મુકયો હતો.
મુખ્‍ય મંત્રીશ્રીએ વિકાસમાં જનભાગીદારી વ્‍યાપક ફલક વિકસાવવા, લોક સુખાકારીને સુદૃઢ કરવા માટે ટેકનોલોજીનો વિનિયોગ કરવામાં ગુજરાત અગ્રેસર છે અને હવે તો ગુજરાતે લોંગ ડીસ્‍ટન્‍સ લર્નિંગ માટે ૩૬ મેગાહર્ટસ્‌નું આખું ટ્રાન્‍સપોન્‍ડર ઉપયોગમાં લેવાની પહેલ કરી છે, એમ પણ તેમણે જણાવ્‍યું હતું.
આ વ્‍યાખ્‍યાન શ્રેણીમાં વિવિધ સામાજિક-આર્થિક ક્ષેત્રના અગ્રણીઓ, પ્રબુદ્ધ નાગરિકો, રાજ્‍ય મંત્રીમંડળના સભ્‍યો, મુખ્‍ય સચિવશ્રી અને વરિષ્‍ઠ સચિવશ્રીઓ તથા નિવૃત્ત સનદી અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
માહિતી કમિશનર શ્રી વી. થીરૂપુગલે સ્‍વાગત પ્રવચનમાં પ્રો. જગદીશ ભગવતીનો પરિચય અને વ્‍યાખ્‍યાન શ્રેણીની ભૂમિકા આપી હતી.

નાતાલ પર્વની શુભકામના પાઠવતા મુખ્‍યમંત્રીશ્રી
મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ સૌ ખ્રિસ્‍તી પરિવારો-નાગરિકોને નાતાલ પર્વની શુભકામનાઓ પાઠવી છે.
મુખ્‍યમંત્રીશ્રીએ ‘મેરીક્રિસમસ'ની શુભેચ્‍છાઓ પાઠવતા જણાવ્‍યું છે કે, પ્રભુ ઇસુના કરૂણા, પ્રેમ અને ભાઇચારાની ભાવનાને આત્‍મસાત કરીને આ પર્વની ઉજવણી કરીએ.
ગુરૂજનોનું સન્‍માન આપણી ભારતીય સંસ્‍કૃતિની પ્રણાલી રહી છે

મજબૂત સમાજ-રાષ્‍ટ્રના નિર્માણમાં આવા શિક્ષણવિદોની આવશ્‍યકતાઃ રાજ્‍યપાલ ર્ડા. કમલાજી
ભારતીય પરંપરામાં ગુરૂજનોના સન્‍માનની વિશિષ્‍ટતા રહી છે, તેમ મહામહિમ રાજ્‍યપાલ ર્ડા. કમલાજીએ સરદાર વલ્લભભાઈ એજ્‍યુકેશન ટ્રસ્‍ટ દ્વારા આયોજીત શિક્ષણ ક્ષેત્રે ઉત્‍કૃષ્‍ઠ સેવા પ્રદાન કરવા માટે ટ્રસ્‍ટના નિયામક તથા પ્રિન્‍સીપાલ શ્રી દર્શનસીંગ શીખનું સન્‍માન કરતાં જણાવ્‍યું હતું. ર્ડા. કમલાજીએ કહ્યું હતું કે, અંધકારમાંથી પ્રકાશ તરફ લઇ જનારા ગુરૂનું આદર સ્‍થાન રહ્યું છે. શ્રી શીખની શૈક્ષણિક સેવાઓને બિરદાવી વિદ્યાર્થી જગતમાં મહત્‍વપૂર્ણ યોગદાન આપવા અભિનંદન પાઠવી એમનું યોગદાન અમૂલ્‍ય રહેશે તેમ જણાવ્‍યું હતું. શિક્ષણ જગતમાં આવા શિક્ષણવિદ્‌ની ખૂબ જ જરૂરિયાત છે. આપણા સમાજ અને રાષ્‍ટ્રના નિર્માણમાં વિદ્યાર્થીઓને સક્ષમ બનાવવાની ઉત્‍કૃષ્‍ઠ કામગીરી ગુરૂજનોની છે.

સરદાર પટેલ એજ્‍યુકેશન ટ્રસ્‍ટ દ્વારા પ્રકાશિત અને શ્રી દર્શનસીંગ શીખ લિખિત ‘‘શિક્ષણને સમર્પિત જીવન સુવર્ણ પૃષ્‍ઠ'' પુસ્‍તકનું ર્ડા. કમલાજીના વરદ્‌હસ્‍તે વિમોચન કરાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ટ્રસ્‍ટ સાથે શ્રી દર્શનસીંગ શીખ છેલ્લા પાંચ દાયકાથી સંકળાયેલા છે. તેમણે અથર્શાષા વિષય પર ર૪થી વધુ પુસ્‍તકો પ્રકાશિત કર્યા છે. પ્રખર શિક્ષણવિદ અને આદર્શ વહીવટકર્તા એવા પ્રિન્‍સીપાલ દર્શનસીંગ શીખ માને છે કે શિક્ષણનો પાયો મજબૂત હશે તો મજબૂત સમાજ અને મજબૂત રાષ્‍ટ્રનું નિર્માણ થાય જ.
આ સન્‍માન સમારોહમાં સરદાર પટેલ એજ્‍યુકેશન ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ, પૂર્વ મંત્રી શ્રી નરહરી અમીન, શ્રીમતી ઉર્મિલાબેન પટેલ, ગુજરાત લૉ સોસાયટીના એકઝીકયુટીવ વાઇસ પ્રેસીડેન્‍ટ શ્રી સુધીરભાઈ નાણાવટી, શિક્ષણ જગતના વિદ્વાનો, વિદ્યાર્થીઓ, નગરજનો વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

શહેરી ગરીબ કલ્યાણમેળો ૯ હજાર કરતા વધુ જરૂરતમંદોએ ૪૬ કરોડ કરતા વધુ રકમની સાધન સહાય મેળવી વચેટીયાઓનું રાજ હટાવી સીધે સીધા લાભ આપવાનું આયોજનઃમંગુભાઈ પટેલ ગરીબોને છેતરવાની ધરેડ પડી હતી તેને દુર કરી રસ્તો કાઢયોઃ મંત્રી નરોત્તમભાઈ પટેલ


શહેરી ગરીબ કલ્યાણમેળો
૯ હજાર કરતા વધુ જરૂરતમંદોએ ૪૬ કરોડ કરતા વધુ રકમની સાધન સહાય મેળવી
વચેટીયાઓનું રાજ હટાવી સીધે સીધા લાભ આપવાનું આયોજનઃમંગુભાઈ પટેલ
ગરીબોને છેતરવાની ધરેડ પડી હતી તેને દુર કરી રસ્તો કાઢયોઃ મંત્રી નરોત્તમભાઈ પટેલ
સૂરતઃ - પડિત દિનદયાળ ઈન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા શહેરી ગરીબ કલ્યાણ મેળામાં ચોર્યાસી વિસ્તારના નવ હજાર કરતા વધુ જરૂરતમંદોને ૨૪ જેટલી વિવિધ યોજના હેઠળ ૪૬ કરોડ કરતા વધુ રકમની સાધન સહાય સીધે સીધી એનાયત કરવામાં આવી હતી.
જિલ્લા પ્રભારીમંત્રીશ્રી મંગુભાઈ પટેલ, અન્નવિભાગના મંત્રીશ્રી નરોત્તમભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોના હસ્તે એક જ સ્થળે સમૂહમાં હાથોહાથ સાધન સહાય કરવાના પ્રસંગે શ્રી મંગુભાઈએ ગરીબ કલ્યાણ મેળો મુખ્યમંત્રીશ્રીના અભ્યાસનું પરિણામ હોવાનું જણાવી કહ્યું હતું કે, યોજનાઓ તો વર્ષોથી ચાલતી આવી છે. પણ યોજનાઓનું અનુદાન વણવપરાયેલું રહેતું, ગરીબો સુધી યોજના પહોચતી નહીં, વચેટીયાઓનું રાજ હતું જે પધ્ધતિ ધ્યાને આવતા મ્યુખ્યમત્રીશ્રીએ વીતેલા ત્રણ વર્ષથી ગરીબ કલ્યાણ મેળાઓ ગુજરાતના તમામ ગામડાઓ શહેરોમાં યોજવાનું આયોજન કર્યું.જેના પ્રથમ વર્ષે ૩૦૦ ગરીબ કલ્યાણ મેળામાં ૩૨૮૭ કરોડની સાધન સહાય ચૂકવાઈ.
હવે પદાધિકારીઓ-અધિકારીઓ ધરે ધરે પંહોચી ફોર્મ ભરાવીને યોજનાનો લાભ ગરીબને આપી રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રીની ગરીબી સામે લડવાની લડાઈનો મૂળ હેતું આજના આ મોધવારીના સમયે જરૂરતમંદ વ્યકિતઓની આવકમાં વધારો કરવા માટેનો હોવાનું જણાવી ઉમ્મીદ યોજના અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
રાજયના અન્ન વિભાગના મંત્રીશ્રી નરોત્તમભાઈ પટેલે ગરીબ કલ્યાણ મેળાનું હાર્દ સમજાવી કહ્યું હતું કે, રાજય સરકારની યોજનાનો લાભ મેળવવા માટે કચેરીમાં દોડા કરતો લાભાર્થીને હવે ધર બેઠા પદાધિકારી-અધિકારીઓ આવીને ફોર્મ ભરાવી જાય છે. જરૂરતમંદોને શોધી-શોધીને તેમના હક્કો અપાવવાનું કાર્ય મુખ્યમંત્રીશ્રીની દેન છે. તેમણે ગરીબોને છેતરવાની જે ધરેડ પડી ગઈ હતી તે દૂર કરી રસ્તો કાઢયો છે. મંત્રીશ્રીએ વિવિધ યોજના હેઠળ મળતા લાભોની પણ વિગતો આપી હતી.
તેમણે સૂરત શહેરમાં વાતાનુકુલિત હોલમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ હોવાનું જણાવી સૌને અભિનંદન આપ્યા હતા.
પ્રારંભમાં મેયરશ્રી રાજેન્દ્ર દેસાઈએ મહાનુભાવોને આવકાર્યા હતા.
આ પ્રસંગે યોજનનો લાભ મેળવી ચૂકેલા લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા.
આ પ્રસંગે સાંસદસર્વશ્રી સી.આર.પટેલ, દર્શનાબેન જરદોશ, ધારાસભ્યશ્રી કિશોરભાઈ વાકાવાલા, નાનુભાઈ વાનાણી, શાસકપક્ષના નેતા દયાશંકરસિંગ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ભીમજીભાઈ પટેલ, કમિશનરશ્રી મનોજકુમાર દાસના હસ્તે પણ સાધન સહાય એનાયત કરવામાં આવી હતી.
આભારવિધિ ડેપ્યુટી મેયર શ્રીમતી વર્ષાબેન રાણાએ કરી હતી.


આજના શહેરી ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓએ શું કહ્યુંઃ
રીક્ષા માટે લોન મેળવી ચૂકેલા ફિરોજ ખાનઃ  
ભાડાની રીક્ષા ચલાવતા ફિરોજખાન ગુલાબખાન પઠાનને સુરત શહેરી ગરીબ કલ્યાણમેળામાં એસ.વાય.એસ.યોજના હેઠળ રીક્ષા ખરીદવા માટે મહાનગરના યુ.સી.ડી. વિભાગ અંતર્ગત બેકમાંથી રૂા.૧.૩૪ લાખની લોન મળતા આનંદીત થઈ ઝુમી ઉઠયા હતા. તેઓ છે કે, ભાડાની રીક્ષા ચલાવતો ત્યારે આવક કરતા ખર્ચાઓ વધારે થતા. ધરની પરિસ્થિતિ સારી નહોતી. જયારે આજે હું મારી માલિકીની રીક્ષા મળતા મારી બધી જ સમસ્યા હલ થઈ ગઈ છે તેમજ લોનના હપ્તા બાદ કરતા સારૂ એવી બચત થઈ રહે છે.

"ઉમ્મીદ' થકી કોમ્યુટર ઓપરેટર થઈઃ 
ધરની પરિસ્થિતિને કારણે હું ભણી શકી નથી પણ ઉમ્મીદને કારણે હું મારા પરિવારને મદદરૂપ થઈ શકું છું એવા શબ્દો છે વિશ્વકર્માબહેનના. તેણીએ કહ્યું કે, મારા પિતા ફર્નિચરનું કામ કરીને પેટીયું રળતા જેના કારણે મારી અધ્ધવચ્ચે ભણવાનું મુકી દેવું પડયું. પણ જયારે ધરની નજીક પાડેસરામાં ઉમીદ યોજના સેન્ટરની મુલાકાત લઇને ઉમીદ યોજના હેઠળ ત્રણ મહિનાની કોમ્યુટર, ટેલી, માર્કેટીગની તાલીમ લઇ આજે હું કોમ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરીને ધરમાં મદદરૂપ થઈ રહી છું.જેના માટે હું હદયથી રાજય સરકારનો આભાર માનું છું.

રસ્તા પર ધંધો કરતો આજે પોતાની દુકાન ધરાવું છુંઃ હિતેશ
પહેલા રસ્તા પર ગીફટ આર્ટિકલ્સ, ઝવેલરી વેચતો પણ આજે ધરની દુકાનમાં ધરાવતો થયો છું તેમ  હિતેશભાઈ જાવડેએ જુસ્સાભેર પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેઓ કહે છે કે,  મહાનગર પાલિકાના યુ.સી.ડી.ના અર્બન કેમ્પમાં સુવર્ણ શહેરી ગરીબ કલ્યાણ યોજના હેઠળ રૂા.૨ લાખની લોન મળી તેમજ સરકારની ૨૫ ટકા સબસીડી સાથે આજે હું મારા ધરની દુકાન ધરાવીને ગર્વભેર ધધો કરતો થયો છું.

ઝુંપડપટ્ટીમાંથી પાકા ધરમાં આવ્યોઃરાજુભાઈ
રાજુભાઈ કહે છે કે એક સમયે ધરતીનગર ખાતેની ઝુંપડપટ્ટીમાં કાદવ કીચડના રસ્તાઓ, પીવાના પાણી માટે લાબી લાઈનો, પાણી ટપકતા ઝુંપડીમાં રહેતો હતો. પણ ગરીબ કલ્યાણ મેળામાં કોસાડ ખાતે તમામ ભૌતિક સુવિધાઓથી સજ્જ ધરનું ધર મળતા તમામ મુશ્કેલીઓનું નિવારણ આવ્યું છે.

રમતગમત રાજ્યમંત્રી આજે સૂરતમાંઃ
સૂરતઃ - સહકાર, રમતગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િાના રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ આવતીકાલ તા. ૨૪મીના રોજ સાંજે ૭.૦૦ વાગ્યે બારડોલી ખાતે સુરત જિલ્લા લેઉવા પાટીદાર સમાજની વાડી ખાતે સુરત જિલ્લા લેઉવા પાટીદાર સમાજ અને અમેરીકા લેઉવા પાટીદાર સમાજ આયોજીત વોલીબોલ ટુનામેન્ટ વિજેતા ટ્રોફી એનાયત કાર્યક્રમમાં હાજરી આપશે.

આજે કુટીરઉઘોગમંત્રી સુરતમાંઃ
સૂરતઃ - કુટીર ઉઘોગમંત્રીશ્રી રણજીતભાઈ ગીલીટવાલા આવતીકાલ તા.૨૪મીના રોજ સાંજે ૬.૦૦ વાગે રંગઉપવન, નાનપુરા ખાતે મૂક બધીર વિકાસ ટ્રસ્ટનો વાર્ષિક ઉત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે. તા.૨૫મીએ સવારે ૬.૦૦ વાગે સુરતથી સાપુતારા જવા રવાના થશે. તા.૨૬મીએ સવારે ૮.૦૦ વાગે સુરતથી ગાંધીનગર જવા રવાના થશે.

રમતગમત રાજ્યમંત્રી સૂરતમાંઃ
પી.પી.સવાણી હાર્ટ ઇન્સ્ટિટયુટના ઉદ્‍ધાટનમાં હાજરી આપશેઃ
સૂરતઃ - સહકાર, રમતગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ તા. ૨૫મીના રોજ સવારે ૯ઃ૦૦ વાગ્યે ધારૂકાવાળા કોલેજ કમ્પાઉન્ડ, વરાછા રોડ ખાતે આવેલી પી.પી.સવાણી હાર્ટ ઈન્સ્ટિટયુટ એન્ડ મલ્ટી સ્પેશ્યલિટી હોસ્પિટલના ઉદ્‍ધાટન સમારંભમાં હાજરી આપી અનુકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે.

પ્રોહીબીશનની પ્રવૃતિ જણાય તો પોલીસ કંટ્રોલમાં જાણ કરશોઃ પોલીસ અધિક્ષક
સૂરતઃ- સૂરત જિલ્લા ગ્રામ્યના પોલીસ અધિક્ષકશ્રી પિયુષ પટેલે એક અખબારી યાદી દ્વારા જણાવ્યું છે કે, આગામી તા.૨૯/૧૨/૨૦૧૧ના રોજ ગ્રામ પંચાયતની ચંૂટણી યોજાનાર છે. ગુજરાત રાજયમાં પ્રોહીબીશનની પ્રવૃત્તિ ઉપર કાયમી બાંધ છે. તેમ છતા ચૂંટણી દરમિયાન ખલેલ ન પહોચે તેમજ કાયદો અને વ્યવસ્થાની કામગીરી જળવાઈ રહે તે માટે સમગ્ર જિલ્લામાં  પ્રોહીબીશનની પ્રવૃત્તિ સદંતર બંધ કરવા માટેના પ્રયત્નો શરૂ છે.  આથી આવી ગુનાહિત પ્રવૃત્તિની માહિતી જો કોઈને મળે તો તે અંગેની જાણ સૂરત ગ્રામ્ય કંટ્રોલ રૂમના ફોન નંઃ (૦૨૬૧)૨૬૫૧૮૩૨,૨૬૫૧૮૩૩ તેમજ ફેકસ નંબરઃ૦૨૬૧-૨૬૫૧૮૩૪ પર સંપર્ક સાધવા

એકલવ્ય મોડેલ રેસીડેન્સયલ સ્કુલમાં પ્રવેશ મેળવવો છે?ઃ
સૂરતઃ- ગુજરાત રાજય ડેવલપમેન્ટ રેસીડેન્સીયલ એજયુકેશન ઈન્સ્ટીટયુશન્સ સોસાયટી (ગુજરાત સરકારના આદિજાતિ  વિભાગ દ્વારા સંચાલિત) ૩જો માળ, બિરસા મુન્ડા ભવન, સેકટર-૧૦એ, ગાંધીનગર દ્વારા એકલવ્ય મોડેલ રેસીડેન્સયલ સ્કુલમાં પ્રવેશ મેળવવા માટે સરકારી આશ્રમ શાળા અને ગ્રાન્ટ ઈન એડ શાળાઓના પાંચમાં ધોરણમાં ભણતા વધુમાં વધુ ૧૩ વર્ષની વયના આદિજાતિના બાળકો માટે પ્રવેશ માહિતી પુસ્તિકા અને પ્રવેશ ફોર્મ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-૨, બી-૩, અઠવાલાઈન્સ, સુરત ખાતે થી કચેરીના સમય દરમિયાન મેળવી લેવા જિલ્લા શિક્ષણાધિકારીની યાદીમાં જણાવાયું છે.

સ્વામી વિવેકાનંદ સેવા ટ્રસ્ટ દ્વારા મહારકતદાન શિબિરનું આયોજન
સૂરતઃ-મી વિવેકાનંદ સેવા ટ્રસ્ટ દ્વારા આગામી તા.૨૫/૧૨/૧૧ના રોજ ૯.૦૦ થી 1.00 વાગ્યા દરમિયાન વૈશાલી જેમ્સ, કેસરબા માર્કેટ, ગોટાલાવાડી, કતારગામ ખાતે બટુકભાઈ પટોલીયાને ત્યાં મહારકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં હરીદ્વારના પ્રખર વેદાંતાચાર્ય મહામંડલેશ્વરના રામસ્વરૂપજી મહારાજ અને ભગવદસ્વરૂપ સ્વામીજી ખાસ ઉપસ્થિત રહેશે.

તરસાડા-કાકરાપાર-વ્યારા રસ્તા ઉપર મોટીચેર વેસ્ટ વિયરના પુલ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધઃ
સૂરતઃ તરસાડા-કાકરાપાર-વ્યારાના રસ્તા ઉપર આવેલા મોટીચેર પર વર્ષો જૂના વેસ્ટ વિયરના પુલની હાલમાં અવર જવરની ક્ષમતા ઓછી થઇ હોવાના કારણે સલામતીના ભાગરૂપે તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જે.આર.ડોડીયાએ એક જાહેરનામાં દ્વારા પુલ પરથી ભારે વાહનો પર નિયંત્રણ ફરમાવ્યો છે. આ વાહનોને વ્યારા જનક હોસ્પિટલ ત્રણ રસ્તાથી સીધા નેશનલ હાઇવે નં.૬ ઉપર થઇ બાજીપુરા સુમુલ ડેરી-મઢી થઈ માંડવી તરફ ડાયવરઝન કરવામાં આવ્યા છે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. આ હુકમનો અમલ તા. ૧૩.૨.૨૦૧૨ સુધી રહેશે.

સાપુતારા ખાતે તા.૨૫ મીએ ગ્લાઇડવેન્ચર પેરાગ્લાઇડીગ ટેન્ડમ ફેસ્ટીવલ ખુલ્લો મૂકાશે
  સાપુતારા ખાતે ગુજરાત રાજય પ્રવાસન નિગમ આયોજીત તા.૨૫ મીએ ગ્લાઇડવેન્ચર પેરાગ્લાઇડીગ ટેન્ડમ ફેસ્ટીવલનુ઼ ગર્વનર હિલ સાપુતારા  ખાતે ૧૦-૦૦ કલાકે પ્રવાસન, બિન નિવાસી ગુજરાતી પ્રભાગ, અન્ન,નાગરીક પુરવઠો અને ગ્રાહકોની બાબતોના રાજયકક્ષાના મંત્રીશ્રી જીતેન્દ્ર આર.સુખડીયાના હસ્તે ઉદ્‍ધાટન કરાશે. આ પ્રસંગે પ્રમુખસ્થાને રણજીત ગીલીટવાલા મંત્રીશ્રી રાજયકક્ષાના કુટિર ઉધોગ, મીઠા ઉધોગ, છાપકામ અને લેખનસામગ્રી  તેમજ મુખ્ય મહેમાન તરીકે કમલેશભાઇ પટેલ અધ્યક્ષ ગુજરાત પ્રવાસન નિગમ ઉપસિથત રહેશે.
જયારે અતિથિવિશેષ  તરીકે  ધારાસભ્યશ્રી વિજયભાઇ પટેલ ડાંગ-આહવા અને શ્રી વિપુલ મિત્રા અગ્રસચિવ ટુરીઝમ, દેવસ્થાન, પવિત્ર યાત્રાધામ અને એવીયેશન, શ્રી દિનેશભાઇ દાસા નિયાકમશ્રી ગુજરાત પ્રવાસન નિગમ , શ્રી રમેશભાઇ ચૌધરી ઉપપ્રમુખશ્રી ડાંગ જિલ્લા પંચાયત અને ખાસ ઉપસ્થિતિ તરીકે શ્રી પી.કે.સોલંકી કલેકટર ડાંગ ઉપસ્થિત રહેશે.

ભવાનદગડ ખાતે તા.૨૪ મીએ રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિનની  ઉજવણી કરાશે
  ડાંગ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ અનુ ડાંગ જિલ્લા ગ્રાહક હિતરક્ષક મંડળ આહવા દ્રારા તા.૨૪-૧૨-૨૦૧૧ નાં રોજ  આદિવાસી કુમાર છાત્રાયલ ભવાનદગન આહવા ખાતે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિનની ઉજવણી કરવામાં આવશે. સેમીનારનુ઼ં ઉદ્‍ધાટન પી.કે.સોલંકી કલેકટરશ્રી  અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આહવા-ડાંગ કરશે. અતિથિવિશેષ તરીકે પ્રાંત અધિકારીશ્રી  અને ગ્રાહક સુરક્ષા અધિકારી ડાંગ આહવા ઉપસ્થિત રહેશે. જયારે મુખ્ય મહેમાન તરીકે શ્રી ગાંડાભાઇ પટેલ ડાંગ સ્વરાજ આશ્રમ આહવા, શ્રી ગુણવંતભાઇ પરીખ આશ્રમ શાળા કાલીબેલ અને આચાર્યશ્રી ભવાનદગડ પ્રાથમિક શાળા હાજર રહેશે.

ડાંગ જિલ્લાના પ્રવાસે રાજયકક્ષાના મંત્રીશ્રી જીતેન્દ્ર સુખડીયા
  પ્રવાસન,બિન નિવાસી ગુજરાતી પ્રભાગ, અન્ન,નાગરીક પુરવઠો અને ગ્રાહકોની બાબતોના રાજયકક્ષાના મંત્રીશ્રી જીતેન્દ્ર આર.સુખડીયા તા.૨૪-૧૨-૨૦૧૧  શનીવારે  ૧૬-૦૦ કલાકે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત લેકચર સીરીઝ કાર્યક્રમમાં હાજરી આપી ૧૮-૦૦ કલાકે ગાંધીનગરથી સાપુતારા આવવા રવાના થશે.  તા.૨૫-૧૨-૨૦૧૧ રવિવારે ૧૦-૦૦ કલાકે ગુજરાત રાજય પ્રવાસન નિગમ આયોજીત ગ્લાઇડવેન્ચર પેરાગ્લાઇડીગ ટેન્ડમ ફેસ્ટીવલનું મંત્રીશ્રીના હસ્તે ગર્વનર હિલ સાપુતારા ખાતે ઉદ્‍ધાટન કરાશે.

સુબીરમાં  પ્રકૃતિ શિક્ષણ કાર્યક્રમ યોજાયો
 ડાંગ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને સુરત નેચર કલબના સંયુકત પ્રયાસથી ડાંગના સરકારી શાળાના સાત હજાર વિધાર્થીઓ માટે પર્યાવરણ શિક્ષણ બસ દ્રારા  નેચર કલબ સુરત આપે છે. તાજેતરમાં સુબીર ખાતે સરકારી ઉ.માધ્યમિક શાળા તથા  પ્રાથમિક શાળા  ખાતે ચાલતી દ્રષ્ટ્રિ ઇકોકલબના સંયુકત ઉપક્રમે આ પ્રકૃતિ શિક્ષણનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી વસનજીભાઇ, શ્રી ગમનભાઇ તથા સરકારી ઉ.મા. શાળાના ઇનચાર્જ આચાર્યશ્રી આશાબેને  પ્રદર્શનમાં બસમાં ભાગ લેનાર વિધાર્થીઓને આવકાર્યા હતા.આ પ્રસંગે સુરતના દિગંતભાઇ તથા શ્રી પરમારભાઇએ વિગતવાર પૂર્ણ માહિતી આપી શાળાઓને કીટ્સ પણ આપવામાં આવી હતી.આભારીવધિ ડી.બી.મોરે કરી હતી.

ડાંગઃ ૨૬ મી જાન્યુઆરી-૨૦૧૨ નાં આયોજન અંગેની બેઠક મળશે
  ડાંગ જિલ્લામાં આગામી  ૨૬ મી જાન્યુઆરી-૨૦૧૨ ના આયોજન માટે અધિકારીશ્રીઓની બેઠક  તા.૩-૧-૨૦૧૨ નાં રોજ ૧૨-૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં રાખવામાં આવેલ છે જેમાં જિલ્લાના તમામ અધિકારીશ્રીઓને હાજર રહેવા કલેકટરશ્રી ડાંગ આહવાની અખબારી યાદીમાં જણાવેલ છે.

શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ ઃ
નવસારી જિલ્લામાં ૧.૧૫ લાખ બાળકોના આરોગ્યની તપાસણી કરાઇ
નવસારીઃ  નવસારી જિલ્લામાં શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત શાળાઓમાં ભણતા બાળકોની ચકાસણી કરવામાં આવી રહી છે. જેમાં પાંચ સપ્તાહ અંત સુધી ૧૧૫૮૫૦ બાળકોની તપાસણી કરવામાં આવી હોવાનું મખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઘ્વારા જણાવાયું છે.
શાળા આરોગ્ય કાર્યક્રમ હાલ છઠૃા સપ્તાહની કામગીરી ચાલી રહી છે. પાંચમાં સપ્તાહ અંતિત નવસારી જિલ્લામાં ૩૦૪૮૨૯ બાળકો પૈકી ૧૧૫૮૫૦ બાળકોની આરોગ્ય તપાસણી થઇ ચૂકી છે. જે પૈકી ૩૪૬૬૬ ખામીવાળા બાળકોને તબીબી અધિકારી દ્વારા તપાસ હાથ ધરી સ્થળ પર સારવાર આપવામાં આવી છે. જે પૈકી ૨૨૧૮ બાળકોને સ્પેશ્યાલીસ્ટ સારવાર માટે સંદર્ભ સેવા માટે રીફર કરવામાં આવ્યા છે. જે પૈકી ૧૨૭૮ બાળકોની સારવાર પુર્ણ થઇ છે. જેમાં ૮૨ બાળકો બાળરોગ નિષ્ણાંત દ્વારા', ૮૬૯ બાળકો આંખની નાની મોટી બિમારી, ૧૭૫ દાંતના રોગો, ૬૭ ચામડીના રોગો, ૫૦ કાન-નાક-ગળાના રોગો માટે તથા ૩૫ અન્ય નિષ્ણાંત દ્વારા તપાસવામાં આવ્યાં છે. તે પૈકી હ્દયરોગ, કીડની તથા કેન્સર જેવી ગંભીર બિમારી માટે ૧૭ બાળકોને સુપર સ્પેશ્યાલીટી સારવાર માટે રીફર કરવમાં આવ્યાં છે. જેમાં ૫ હ્દયરોગ તથા ૨ કેન્સર સારવાર માટે સુપરસ્પેશ્યાલીટી સારવાર અપાઇ છે.
આથી તમામ વાલીઓને અનુરોધ છે જયારે પણ શાળા આરોગ્ય તપાસણી ચાલતી હોય ત્યારે આપનાં બાળકોને જરૂરથી શાળાએ મોકલશો તથા તબીબી અધિકારીનાં સલાહ-સૂચન મુજબ સાથ સહકાર આપી આપના બાળકોને તંદુરસ્ત બનાવવાનાં અભિયાનમાં મદદરૂપ થશો. આ કાર્યક્રમ અંતર્ગત ૦ થી ૧૮ વર્ષના શાળાએ જતાં આંગણવાડીમાં જતાં તમામ બાળકો તેમજ ૦ થી ૧૪ વર્ષના શાળાએ ન જતાં બાળકોની પણ તપાસ હાથ ધરવામાં આવે છે.                                              

આજે સયાજી વૈભવ પુસ્તકાલય ખાતે વાર્તાલાપ ઃ
નવસારીઃ  શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય ખાતે તા.૨૪/૧૨/૧૧ ના રોજ સાંજે ૬-૦૦ કલાકે પ્રસિધ્ધ સાહિત્યકાર-સર્જક ધ્રુવભટૃનો "અકૂપાર' પુસ્તક પર વાર્તાલાપ કરશે. આ વાર્તાલાપ સાંભળવા નગરજનોને પુસ્તકાલય પરિવાર ઘ્વારા આમંત્રણ પાઠવ્યું છે.

સર જે.જે.પ્રાયમરી સ્કુલના બાળકો સ્પર્ધામાં વિજેતા બન્યા ઃ
નવસારીઃ  નવસારી ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ દ્વારા વિવિધ સ્પર્ધાઓમાં ફિલાટેલી કવીઝ સ્પર્ધા, પત્રલેખન સ્પર્ધા, ડ્રોઇંગ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવસારીની સર જે.જે.પ્રાયમરી સ્કુલ(ગુજરામી મિડિયમ)ના બાળકોએ ભાગ લીધો હતો. ફિલાટેલી કવીઝ સ્પર્ધામાં પ્રથમક્રમે નાયક કથન, દ્વિતિયક્રમે પટેલ દર્શન, તૃતીયક્રમે સોની સૃષ્ટિ વિજેતા, પત્રલેખન સ્પર્ધામાં રાઠોડ હેનિલ વિજેતા, ડ્રોઇંગ સ્પર્ધામાં પ્રથમક્રમે વિશ્વા દેસાઇ અને દ્વિતિયક્રમે રાઠોડ હેનિલ વિજેતા જાહેર થયા છે. વિજેતા થેયલા બાળકો વડોદરા ખાતે રાજયકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. શિક્ષક સર્વશ્રીઓ સવિતાબેન પટેલ, ભારતીનબેન કંસારા અને અશોકભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ બાળકો વિજેતા બન્યા છે. વિજેતા બાળકોને શાળાના આચાર્ય શ્રીમતી તારકેશ્વરી સુરતી તથા શાળા પરિવારે અભિનંદન પાઠવ્યાં હતાં.

આજે બીલીમોરા ખાતે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિનની ઉજવણી ઃ
નવસારીઃ નવસારી જિલ્લાકક્ષાનો "રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિન'ની ઉજવણી તા.૨૪/૧૨/૧૧ ના રોજ સવારે ૧૦-૦૦ વાગે સાંઇબાબા મંદિરનો હોલ, બીલીમોરા ખાતે યોજાશે. એમ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી કે.જે.રાઠોડ ઘ્વારા જણાવાયું છે.                      





અખિલ ભારતીય ખાદી ગ્રામોદ્યોગના નવનિયુકત અધ્‍યક્ષશ્રી દેવેન્‍દ્રભાઇ દેસાઇનું સન્‍માન કરતા નાણાંમંત્રીશ્રી વાળા


અખિલ ભારતીય ખાદી ગ્રામોદ્યોગના નવનિયુકત અધ્‍યક્ષશ્રી દેવેન્‍દ્રભાઇ દેસાઇનું સન્‍માન કરતા નાણાંમંત્રીશ્રી વાળા
રાજકોટ
 નાણાંમંત્રી શ્રી વજુભાઇ વાળાએ અખિલ ભારતીય ખાદી ગ્રામોદ્યોગના નવનિયુકત અધ્‍યક્ષશ્રી દેવેન્‍દ્રભાઇ દેસાઇનું સન્‍માન કર્યું હતું.
હેમુ ગઢવી નાટય ગૃહ ખાતે યોજાયેલા સુરૂચિપૂર્ણ સમારોહમાં મંત્રીશ્રી વાળાએ ગાંધીવાદી મૂલ્‍યોના પ્રણેતા એવા સહકારી ક્ષેત્રના મૂલ્‍યનિષ્‍ઠ અગ્રણીશ્રી દેવેન્‍દ્રભાઇ દેસાઇને મોમેન્‍ટો અર્પણ કરતાં જણાવ્‍યું હતુ કે, શ્રી દેવેન્‍દ્રભાઇ દેસાઇએ રચનાત્‍મક પ્રવૃત્તિમાં જ તેમનું જીવન સમર્પિત કરી દીધું છે. ખાદી ગ્રામોદ્યોગના સવા કરોડ કર્મચારીઓના શ્રેયની જવાબદારી સુપેરે વહન કરવાની શ્રી દેવેન્‍દ્રભાઇને પરમ કૃપાળુ પરમાત્‍મા શકિત આપે, એવી શુભેચ્‍છા પણ તેમણે આ પ્રસંગે વ્‍યકત કરી હતી.
કેન્‍દ્રીય સરકારી આયોગ એવા ખાદી ગ્રામોદ્યોગના પંદરમાં અધ્‍યક્ષ તરીકે તાજેતરમાં જ કાર્યભાર સંભાળનાર ૭૭ વર્ષીય શ્રી દેવેન્‍દ્રભાઇ મેસાઇએ આ પ્રસંગે તેમજો પ્રતિભાવ આપતાં જણાવ્‍યું હતુ કે, ખાદી ગ્રામોદ્યોગના અધ્‍યક્ષ તરીકે તેમને દરિદ્રનારાયણની સેવા કરવાની તક મળી છે, ત્‍યારે તેઓ તેમનાથી શકય એવા તમામ પ્રયત્‍નો કરી છૂટશે. હવે ‘‘અમુલ’’માં પરિવર્તન થયેલ રાજકોટ સહકારી ડેરી-‘‘ગોપાલ’’ની સ્‍થાપના સમયના તથા રાનષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજી સાથેના સંસ્‍મરણો પણ તેમણે આ તકે વાગોળ્યા હતા અને તેમનું સન્‍માન કરવા બદલ સરગમ કલબના અધ્‍યક્ષશ્રી ગુણવંતભાઇ ડેલાવાળા પ્રત્‍યે આભારની લાગણી વ્‍યકત કરી હતી.
આ સન્‍માન સમારંભમાં બાન લેબ્‍સના મેનેજીંગ ડીરેકટરશ્રી મૌલેશભાઇ ઉકાણી, સિટિઝન બેંકના મેનેજીગ ડીરેકટરશ્રી અશ્વિનભાઇ મહેતા, બાલભવનના અધ્‍યક્ષશ્રી મનસુખભાઇ જોષી વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. આભારદર્શન શ્રી સંજયભાઇ કામદારે કર્યુ હતું.


સદભાવના મિશન
મુખ્‍યમંત્રીશ્રીના સદભાવના ઉપવાસ સંદર્ભે કરાયેલ વાહન પાર્કીગની વ્‍યવસ્‍થા

રાજકોટ
 આગામી તા. ર૬/૧૨/૧૧ના રોજ રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના સદભાવના ઉપવાસ સંદર્ભે નીચે મુજબની પાર્કીગ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.
વીઆઇપી પાર્કીગઃ કાર્યક્રમથી જમણી બાજુ રૂરલ એસ.પી.ના બંગલા સામેના રેસકોર્ષના દરવાજાથી એન્‍ટ્રી રેસકોર્ષ ગ્રાઉન્‍ડમાં.
આમંત્રીત/સામાજીક/ધાર્મિક એનજીઓ ગૃપ પાર્કીગ માધવરાવ સિધીયા ક્રિકેટ ગ્રાઉન્‍ડ આગળનો ભાગ રેસકોર્સ.
જનરલ પાર્કીગ બસ/ફોરવ્‍હીલર/ટુવ્‍હીલરઃ રીલાયન્‍સ ગ્રાઉન્‍ડ તથા રઘુનંદન સોસાયટીનું પાર્કીગ આઇકર વાટીકા ભવન પાછળ
એસ.ટી.બસો માટે પાર્કિગઃ મોરબી,માળીયા,ટંકારા, વાંકાનેર બસોના પાર્કીગ માટે એથ્‍લેટીકસ ગ્રાઉન્‍ડ રેસકોર્ષ.
પોલીસ સ્‍ટાફ તથા ગવર્નમેન્‍ટ વાહનોનું પાર્કિગઃ હોમગાર્ડ ઓફીસર કર્વાટર કમ્‍પાઉન્‍ડ ફોર વ્‍હીલર તથા ટુવ્‍હીલર વાહનો.
રાજકોટ શહેરની બસોનું પાર્કિગઃ ઇન્‍ડોર સ્‍ટેડીયમ
બહાર ગામથી આવતી બસો માટેનો રૂટઃ મોરબી, ટંકારા તથા માળીયામીયાણાથી સદભાવનામીશન કાર્યક્રમમાં આવતી બસો મોરબી બાયપાસ થઇ માધાપર ચોકડી ૧૫૦ ફુટ રીંગ રોડ, રેયા સર્કલ, હનુમાન મઢી, આમ્રપાલી, કિશાન પરા ચોક બાલભવન ગેઇટ થઇ એથ્‍લેટીકસ ગ્રાઉન્‍ડમાં પાર્કીગ કરશે.
વાંકાનેર તરફથી સદભાવના મીશન કાર્યક્રમમાં આવતી બસો કુવાડવા રોડ, ગ્રીનલેન્‍ડ ચોકડી, ડીલક્ષ પારેવડી ચોક, હોસ્‍પીટલ ચોક, ચૌધરી ચોક, ધરમ સિનેમા થઇ જીલ્‍લા પંચાયત ચોક, કિશાન પરા ચોક બાવભલન ગેઇટ થઇ એથ્‍લેટીકસ ગ્રાઉન્‍ડમાં પાર્કીગ કરશે.


હાથશાળ મંડળીઓને હિસાબી ઓડિટ કરાવી લેવા સૂચના
રાજકોટ
 મેનેજરશ્રી, જિલ્‍લા ઉદ્યોગ કેન્‍દ્ર, રાજકોટની અખબારી યાદીમાં જણાવાયું છે કે રાજકોટ જિલ્‍લામાં આવેલ હાથશાળ(પ્રાથમિક વણકર સહકારી મંડળી/એપેક્ષ વિવર્સ કો.ઓ.સો.) સહકારી સંસ્‍થાઓ, વ્‍યકિતગત હાથશાળ વણકરો, માસ્‍ટર વણકરો, સ્‍વસહાયજુથો અને સંયુકત જવાબદારી જુથો, જેઓએ બેંક લોન હાથશાળ વણાટના હેતુ માટે લીધેલ હોય અને તા. ૩૧/૩/૨૦૧૦ના રોજ મુદત વિતિ બાકી હોય અને બેંક તેમને નવી લોન આપવા તૈયાર હોય, તેઓએ જરૂરી આધાર પુરાવાઓ સાથે તા. ૩૧/૧૨/૨૦૧૧ સુધીમાં આ કચેરીનો સંપર્ક કરવા તેમજ પ્રાથમિક વણકર સહકારી મંડળીઓ/ એપેક્ષ વિવર્સ કો.ઓ.સો.એ તેમનું હિસાબી ઓડીટ તા. ૩૧/૩/૨૦૧૦ સુધીનુ ગુજરાત રાજય સહકારી અધિનિયમ કલમ-૮૪ હેટળ અચુક કરાવી લેવા જણાવવામાં આવે છે.


વિકલાંગો તથા તેમના પ્લેસમેન્ટ ઓફિસરને વિકલાંગ પારિતોષિક અંગેની અરજી કરવા અનુરોધ
રાજકોટ   વર્ષ-૨૦૧૧ માટે રાજય વિકલાંગ પારિતોષિક સ્પર્ધા માટે શારીરિક ક્ષતિ(વિકલાંગતા) ધરાવતા કર્મચારીઓ અને સ્વરોજગાર કરતી વિકલાંગ વ્યકિતઓ તથા  શારીરિક ક્ષતિ(વિકલાંગ) વ્‍યક્તિઓને થાળે પાડવાનું અને વિકલાંગોને રોજગાર પૂરો પાડવાનું કામ કરતા પ્લેસમેન્ટ ઓફિસર અને વિકલાંગોને કામે રાખતા નોકરીદાતાઓ પાસેથી અરજી મંગાવવામાં આવે છે.
આ એવોર્ડ માટેના નિયત અરજી ફોર્મ નજીકની રોજગાર કચેરી ખાતેથી વિના-મૂલ્યે  તા.૨૩-૧૨-૨૦૧૧ સુધી મળશે. પુરી વિગતો ભરેલા આ ફોર્મ ૨૮-૧૨-૨૦૧૧ સુધીમાં સંબંધિત રોજગાર કચેરીને રૂબરૂ અથવા ટપાલ દ્વારા મોકલી આપવાના રહેશે. શારીરિક ક્ષતિ  ધરાવતા કર્મચારીઓના કિસ્‍સામાં શારીરિક ક્ષતિ દેખાય તેવા તાજેતરના ત્રણ ફોટોગ્રાફસ અને ૪૦ ટકા કે તેથી વધુ ખોડ દર્શાવતું સિવિલ સર્જન પાસેથી ત્રણ માસની અંદર મેળવેલું વિકલાંગતાનું પ્રમાણપત્ર અરજી સાથે જોડવાનું રહેશે. અધૂરી વિગતોવાળા તથા સમયમર્યાદા બહાર મોકલેલા અરજીપત્રકો વિચારણામાં લેવામાં આવશે નહીં. આ અંગેની વધુ માહિતી માટે મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ૧/૩ બહુમાળી ભવન, રેઇસ કોર્ષ પાસે, રાજકોટ ફોન નં-૨૪૪૦૪૧૯ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

આર્ય સમાજ દ્વારા સામવેદ પારાયણ મહાયજ્ઞના પૂર્ણાહૂતી કાર્યક્રમમાં જામનગર સાંસ્‍કૃતિક નગરી બને  તેવી શુભેચ્‍છા વ્‍યકત કરતા રાજયના મહિલા અને બાળ વિકાસ મંત્રી પ્રો.વસુબેન ત્રિવેદી
જામનગર,
 આર્ય સમાજ દ્વારા સામવેદ પારાયણ મહાયજ્ઞના પૂર્ણાહૂતી કાર્યક્રમ તથા શ્રીમદ દયાનંદ કન્‍યા વિદ્યાલયનો ૮૫મો વાર્ષિકોત્‍સવ તેમજ સ્‍વામી શ્રધ્‍ધાનંદ બલિદાન દિવસની ઉજવણી રાજયના મહિલા અને બાળ વિકાસ મંત્રી પ્રો.વસુબેન ત્રિવેદીની ઉપસ્‍થિતીમાં યોજાય હતી.
સામવેદ પારાયણ શ્રી રામદેવજી શાસ્‍ત્રીએ તથા વેદપાઠી પં.મણિલાલ આર્ય તથા ટંકારાના બ્રહમચારીઓએ કરાવ્‍યું હતું.
ધર્મલાભના સહભાગી બનાવવા બદલ આર્ય સમાજના હોદેદારોનો આભાર વ્‍યકત કરતા મંત્રીશ્રી વસુબહેને કહયુ હતું કે, મારા લગ્‍ન આ જ સ્‍થળે આર્ય સમાજ વિધિથી થયા હતા. આજે જયારે આપણા દેશમાં વૈશ્‍વિક અને સાંસ્‍કૃતિક આક્રમણના કારણે આપણે ઘણુ બધું ભુલી ગયા છીએ ત્‍યારે આવતી કાલની પેઢી સજજ થાય તે માટે આ પ્રકારના કાર્યક્રમો સમાજને ઘણા ઉપયોગી છે. જામનગર સાંસ્‍કૃતિક નગરી બને, તેવું વાતાવરણ ઉભુ થાય તેવી સૌને શુભેચ્‍છા પાઠવી હતી. મંત્રીશ્રીએ શહીદોને પણ શ્રધ્‍ધા સુમન અર્પણ કર્યા હતા.
આ તકે આર્યસમાજના પ્રમુખ પ્રેમજીભાઇ રાણા, મંત્રી ડો.અવિનાશ ભટ્ટ, શાળાના આચાર્યશ્રી હર્ષાબેન શાહ, પ્રેમિલાબેન પિત્રોડા સહિતના આર્ય સમાજના હોદેદારો તથા ભાવિકો ઉપસ્‍થિત રહયા હતા.
રાષ્‍ટ્રીય અનુ.જાતિ આયોગના સભ્યશ્રીએ બેંક ઓફ બરોડાના કર્મચારીઓની લીધેલ મુલાકાત
જામનગર,
–રાષ્‍ટ્રીય અનુસુચિત જાતિ આયોગ અને રાજ્યસભાના સદસ્ય શ્રી રાજુભાઇ ૫રમારે બેંક ઓફ બરોડાના ઉચ્ચ અધિકારીઓને મળી આ બેંકમાં કાર્યરત અનુસુચિત જતિના કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી.
આ તકે ભારત સરકારના અનુસુચિત જાતિના આસીસ્ટન્ટ ડાયરેકટર શ્રી એ. સત્ય નારાયણ, સક્રેટરી
શ્રી મહેન્દ્ર પ્રસાદ, ઓફિસ સક્રેટરી શ્રી મુદાયાર, બેંક ઓફ બરોડાના લાયઝન ઓફિસર શ્રી મકવાણા, સિનિયર મેનેજર શ્રી ૫રમાર ઉ૫સ્થિત રહયા હતા.
બેંક ઓફ બરોડાના શેડયુઅલ કાસ્ટ એમ્પ્‍લોયસ વેલફર સોસાયટી એસોસિએશનના રિઝિયન સેક્રેટરી
શ્રી એસ. જી. ઝાલા અને સભ્ય શ્રી પી. જે. સોંદરવાએ શ્રી રાજુભાઇ ૫રમારની સાથે અનુ. જાતિના પ્રશ્નોની ચર્ચા કરી હતી, જેમાં કચ્છ અને જુનાગઢ જિલ્લાના કેટલાક અંતરિયાળ ગામોમાં કર્મચારીઓને રહેવા મકાનો સહિતની  સુવિધા આ૫વા રજુઆત કરી હતી.
સ્વાગત પ્રવચન બેંક ઓફ બરોડાના ડેપ્‍યુટી જનરલ મેનેજર શ્રી કપાસીએ કર્યુ હતું. આસીસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી સિંહાએ આભાર વિધિ કરી હતી.

અનોખા અને આગવા દ્રષ્‍ટિકોણથી જિલ્લાનો વિકાસઃ
ટીમ પોરબંદર ની તત્પરતા જિલ્લા ફરિયાદ-સંકલન સમિતિની મીટીંગમાં પ્રભારી સચિવશ્રી વિનય વ્યાસાનું આહવાન 
વહીવટીતંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓને અનોખા અને આગવા દ્રષ્‍ટિકોણથી જિલ્લાના વિકાસ નું મોડેલ તૈયાર કરવા જિલ્લાના પ્રભારી સચિવશ્રી વિનય વ્યાસાએ કરેલ  આહવાન ઝીલી લઇને ’’ટીમ પોરબંદર’’ ની વિભાવનાથી જિલ્લાના તંત્રે તત્પરતા વ્યકત કરી હતી.
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા આગવા અને અનોખા દ્રષ્‍ટિકોણથી પ્રજાલક્ષી અને વિકાસલક્ષી વિશિષ્‍ટ પ્રકારના આયોજનો વિચારીને અમલ મૂકવા ના થયેલા સૂચનનો ઉલ્લેખ કરીને શ્રી વ્યાસાએ વહીવટીતંત્રના વિવિધ વિભાગવાર હાલમાં થઇ રહેલી કામગીરીની સમીક્ષા પણ કરી હતી. જિલ્લા કલેકટરશ્રી ગીરીશભાઇ શાહ, નિવાસી અધિક કલેકટરશ્રી અને ઇન્‍ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચિરાગ ચાવડા, જિલ્લા પોલીસ વડાશ્રી દિપન ભદ્રન, પ્રાન્ત અધિકારીશ્રીઓ શ્રી દિપક શુકલા અને પંકજ ઔંધિયા, જિલ્લા આયોજન અધિકારીશ્રી વરસાણી, પુરવઠા અધિકારીશ્રી શાહ, નાયબ કલેકટરશ્રી નાયક તથા વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલ બેઠકમાં આ પ્રેરણાદાયી પહેલ થઇ હતી.
આ અંગે પ્રત્યેક વિભાગ દ્વારા વિચારણા બાદ થનારા સૂચનો સંકલિત કરીને જિલ્લાના વિકાસ અને લોક-સુખાકારી ની દિશામાં નવતર અને ઉત્સાહવર્ધક અભિગમ સાથે કામ કરવા માટે તબકકાવાર આયોજન પણ નકકી થયું હતું,


ભારતીય નૌકાદળમાં કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક
ભારતીય નૌકાદળ દ્વારા અપરણીત યુવાનો માટે વિવિધ જગ્‍યાઓ માટે જાહેરાત બહાર પડેલ છે. સ્‍ટીવાર્ડસની જગ્‍યા માટે એસ.એસ.સી. પાસ અને તા. ૦૧-૧૦-૨૦૧૨ ના રોજ ૧૭ થી ૨૧ વર્ષની વય ધરાવતા, કુક્સની જગ્‍યા માટે એસ.એસ.સી પાસ અને તા.૦૧-૧૦-૨૦૧૨ ના રોજ ૧૭ થી ૨૧ વર્ષની વય ધરાવતા, ટોપાઝની જગ્‍યા માટે ધો. ૬ પાસ અને તા. ૦૧-૧૦-૨૦૧૨ ના રોજ ૧૭ થી ૨૧ વર્ષની વય ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.
આ જાહેરાતના અરજી ફોર્મ ભારતીય નૌસેનાની વેબસાઇટ www.nausena-bharti.nic.in ઉપરથી મળી શકશે તથા વધુ માહિતી પણ આ વેબસાઇટ ઉપરથી મળી શકશે અરજી કરવાની છેલ્‍લી તા. ૬-૧-૨૦૧૨ છે. જેની નોંધ લેવા રોજગાર અધિકારી (જનરલ) પોરબંદર દ્વારા જણાવાયું છે.


પોલિસને જાણ કર્યા પછી જ મકાન ભાડે દેવું...
ભુજ,
 ત્રાસવાદી કે અસામાજિક તત્‍વો કચ્‍છ જિલ્‍લાના વિસ્‍તારમાં ગુપ્‍ત આશરો મેળવીને જાહેર સલામતિ અને શાંતિ ભંગ કરે તેમજ માનવ જીંદગીની ખુંવારી કે લોકોની સંપતિને નુકશાન પહોંચાડવાની કોશિષ કરે તે સામે જાહેર સુલેહશાંતિ જાળવવાના હેતુથી મકાન માલિકો ઉપર નિયંત્રણો જાહેર કરાયા છે.
જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ શ્રી એમ. થેન્‍નારસને તા. ૨૫/૧૨/૧૧ થી તા.૨૨/૨/૨૦૧૨ બંને દિવસો સહિત ૬૦ દિવસ માટે અમલમાં આવનાર એક જાહેરનામા દ્વારા જણાવ્‍યું છે કે, કચ્‍છ જિલ્‍લાની હદમાં આવેલ તમામ ગ્રામ્‍ય તથા શહેરી  વિસ્‍તારમાં સંબંધિત પોલીસ સ્‍ટેશનને જાણ કર્યા સિવાય કોઇ વ્‍યકિતને મકાન ભાડે આપી શકાશે નહીં.
ભાડે આપેલ મકાનની વિગતમાં ભાડુઆત અને સંબંધિત દલાલ કે જેઓએ ભાડુઆતની ઓળખાણ આપી હોય તે અંગેની માહિતીમાં મકાન માલિકનું નામ, ભાડે આપેલ મકાનની વિગત, વિસ્‍તારનું નામ, મકાનનું બાંધકામ ક્ષેત્રફળ, મકાન ભાડે આપવા અધિકૃતતા ધરાવતા વ્‍યકિતનું નામ, સરનામું, સંપર્ક નંબર, માસિક ભાડુ, જે વ્‍યકતિને ભાડે આપેલ હોય તેના પાકા નામ-સરનામા, સંપર્ક નંબર અને મકાન માલિક તથા ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્‍યકિતનું નામ, સંપર્ક નંબર સહિત જાહેરનામામાં સૂચિત નિયત કરાયેલી તમામ વિગતો જે-તે વિસ્‍તારના પોલીસ સ્‍ટેશન ખાતે આપવાની રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

અખિલ ભારતીય ખાદી ગ્રામોદ્યોગના નવનિયુકત અધ્‍યક્ષશ્રી દેવેન્‍દ્રભાઇ દેસાઇનું સન્‍માન કરતા નાણાંમંત્રીશ્રી વાળા
રાજકોટ
 રાજયના નાણાંમંત્રી શ્રી વજુભાઇ વાળાએ અખિલ ભારતીય ખાદી ગ્રામોદ્યોગના નવનિયુકત અધ્‍યક્ષશ્રી દેવેન્‍દ્રભાઇ દેસાઇનું સન્‍માન કર્યું હતું.
હેમુ ગઢવી નાટય ગૃહ ખાતે યોજાયેલા સુરૂચિપૂર્ણ સમારોહમાં મંત્રીશ્રી વાળાએ ગાંધીવાદી મૂલ્‍યોના પ્રણેતા એવા સહકારી ક્ષેત્રના મૂલ્‍યનિષ્‍ઠ અગ્રણીશ્રી દેવેન્‍દ્રભાઇ દેસાઇને મોમેન્‍ટો અર્પણ કરતાં જણાવ્‍યું હતુ કે, શ્રી દેવેન્‍દ્રભાઇ દેસાઇએ રચનાત્‍મક પ્રવૃત્તિમાં જ તેમનું જીવન સમર્પિત કરી દીધું છે. ખાદી ગ્રામોદ્યોગના સવા કરોડ કર્મચારીઓના શ્રેયની જવાબદારી સુપેરે વહન કરવાની શ્રી દેવેન્‍દ્રભાઇને પરમ કૃપાળુ પરમાત્‍મા શકિત આપે, એવી શુભેચ્‍છા પણ તેમણે આ પ્રસંગે વ્‍યકત કરી હતી.
કેન્‍દ્રીય સરકારી આયોગ એવા ખાદી ગ્રામોદ્યોગના પંદરમાં અધ્‍યક્ષ તરીકે તાજેતરમાં જ કાર્યભાર સંભાળનાર ૭૭ વર્ષીય શ્રી દેવેન્‍દ્રભાઇ મેસાઇએ આ પ્રસંગે તેમજો પ્રતિભાવ આપતાં જણાવ્‍યું હતુ કે, ખાદી ગ્રામોદ્યોગના અધ્‍યક્ષ તરીકે તેમને દરિદ્રનારાયણની સેવા કરવાની તક મળી છે, ત્‍યારે તેઓ તેમનાથી શકય એવા તમામ પ્રયત્‍નો કરી છૂટશે. હવે ‘‘અમુલ’’માં પરિવર્તન થયેલ રાજકોટ સહકારી ડેરી-‘‘ગોપાલ’’ની સ્‍થાપના સમયના તથા રાનષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજી સાથેના સંસ્‍મરણો પણ તેમણે આ તકે વાગોળ્યા હતા અને તેમનું સન્‍માન કરવા બદલ સરગમ કલબના અધ્‍યક્ષશ્રી ગુણવંતભાઇ ડેલાવાળા પ્રત્‍યે આભારની લાગણી વ્‍યકત કરી હતી.
આ સન્‍માન સમારંભમાં બાન લેબ્‍સના મેનેજીંગ ડીરેકટરશ્રી મૌલેશભાઇ ઉકાણી, સિટિઝન બેંકના મેનેજીગ ડીરેકટરશ્રી અશ્વિનભાઇ મહેતા, બાલભવનના અધ્‍યક્ષશ્રી મનસુખભાઇ જોષી વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. આભારદર્શન શ્રી સંજયભાઇ કામદારે કર્યુ હતું.

શુક્રવાર, 23 ડિસેમ્બર, 2011

સદભાવના મિશન-જૂનાગઢ સદભાવના મિશનમાં લાખો લોકોની લાગણીના પુરમાં ગુજરાતના વિકાસ, એકતા અને શાંતિની અભિવ્‍યકિત છે. નરેન્‍દ્રભાઇ મોદી



સદભાવના મિશનના એક દિવસના ઉપવાસ જૂનાગઢમાં સંપન્‍ન કરતા નરેન્દ્રભાઇ મોદીને સમર્થન આપવા હજારો નાગરિકોનો અવિરત પ્રવાહ
સોરઠની સંત શુરાની ધરતી ઉપર સદભાવના મિશનમાં જનશકિતનો સાક્ષત્‍કાર
૮૦૦૦ નાગરિકોએ સ્‍વૈચ્‍છીક અનશન કર્યા
જૂનાગઢ જિલ્‍લા માટે રૂ. ૬૦૦ કરોડના સોરઠ વિકાસ પેકેજ ઉપરાંત રૂ. ૧૦૫૫ કરોડના વિકાસ કામોની જાહેરાત 
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સદભાવના મિશનમાં ઉમટી રહેલા લાખો લોકોના મહેરામણના લાગણીના પુરની અભિવ્‍યકિતને ગુજરાતના વિકાસમાં જનતાની તાકાતની અભિવ્‍યકત ગણાવી હતી.
તેમણે જૂનાગઢમાં જણાવ્યું કે, જેમણે ગુજરાતને બદનામ કરવા ડિકશનેરીનો  એક પણ શબ્‍દ છોડયો નથી અને બધીજ સંસ્‍થાઓને કામે લગાડી દીધી છે. છતાં જનતાનું સમર્થન દશ-દશ વર્ષથી આ સરકારને મળી રહયું છે. તેનું કારણ ગુજરાતનો ધમધમતો વિકાસ છે. અને એની પાછળનું સત્‍ય છે, છ કરોડ ગુજરાતીઓની એકતા, શાંતિ અને ભાઇચારો.
ગુજરાતમાં સદભાવના મિશનમાં જનજનને જોડવાના સંકલ્‍પ સાથે ૩૩ ઉપવાસનું  જિલ્‍લા અભિયાન કરી રહેલા શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ આજે જૂનાગઢમાં એક દિવસના અનશનનું તપ કરતા, આખો દિવસ હજારો નાગરિકો શુભકામના અને સમર્થન આપવા ઉમટયા હતા. ૮૦૦૦ હજાર નાગરિકોએ પણ સ્‍વૈચ્‍છાએ ઉપવાસ કર્યા હતા.
સોરઠની સંત અને શુરાની ધરતી ઉપર સદભાવનાની જનશકિતનો સાક્ષાત્‍કાર કરાવતી આ ઘટનાના ઐતિહાસિક સંકેતને સમજવા તેમણે રાજકીય વિશ્લેષકોને અને જાહેર જીવનના હિતચિંતકોને અનુરોધ કર્યો હતો.
મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ઉપવાસની પરિભાષા સદભાવના મિશનથી નવી સર્જાઇ છે. મારા ઉપવાસનું વિશ્લેષણ સદભાવનાથી થશે તો, તેના અનેક સંકેત જાણવા મળશે.
“કોંગ્રેસે એમનું નકારાત્‍મકતાનું પોત પ્રકાશ્યું છે. અમે સંસ્‍કારોને ઉજાળ્યા છે.  સમાંતર કાર્યક્રમ કરીને કોગ્રેસે સળગતું લાકડું પકડયું છે  પણ તેમની બાંધી મુઠી ખુલી ગઇ છે.  ગયા દશકથી મેળ નથી પડતો અને હવે આવતા ૨૫ વર્ષ પણ પડવાનો નથી. લાગણીનો ધોધ, મહેરામણની ઉપસ્‍થિતિ આ સદભાવના મિશનમાં કેમ છે. તેનું રહસ્‍ય તેમણે પ્રગટ કર્યું હતું. દશ દશ વર્ષ સુધી ગુજરાતને બદનામ કરવા અને જુઠાણા  ફેલાવવા, ડિકશનેરીનો એકય શબ્‍દ બાકી નથી રાખ્યો છતાં જનતાનું સમર્થન સરકારને કેમ છે?  ગુજરાત વિરોધીઓ સામે ગુજરાતની જનતાનો આક્રોશ સદભાવના મીશનના અનશનમાં વ્‍યકત  થયો છે. જે ગુજરાતને તમે બદનામ કરી રહયા છો,  તે ગુજરાત તો વિકાસનો વાવટો ફરકાવી રહયો છે. આ લાગણીના પુરની અભિવ્‍યકિત એતો ગુજરાતની આવતી કાલની ચિન્‍તા અને વિકાસ માટેની અભિવ્‍યક્તિ છે.  એમ તેમણે જણાવ્‍યું હતું.
તેમણે  જણાવ્‍યું કે  ભુતકાળમાં ગુજરાતને જાતિવાદના ઝેર અને જ્ઞાતિવાદના વેરથી એકતા થવાની દીધીજ નહીં. ગામમાં એકતા થવાની વાત આવેતો  એકડ ચોગડ ચૌદશ ઉભો કરીજ દેવાય એવી સ્‍થિતી સર્જી દીધી હતી. ગુજરાતને આ ચૌદશિયાથી દુર રાખીને એકતાના મંત્રથી  વિકાસની યાત્રા આગળ ધપાવી છે. તેની જનતા જનાર્દનને તેમણે ભુમિકા  આપી હતી.
તેઓ લડાવતા હતા કારણ તેમને ખુરશી સલામત રાખવી હતી. વોટ બેન્‍ક ખાતર પ્રજાને રહેંસી નાખીને ભાગલા પાડોની અને રાજ કરવાની વિકૃતિ સર્જી દિધી હતી. જનતા અંદરો અંદર લડતી રહે કોમી હુલ્‍લ્‍ડ અને  રમખાણો થતાં રહે ‘‘વર મરો કન્યા મરો ખુરશીની વોટબેન્‍ક ભરો‘‘ એવી રાજકારણની અશાંતિમાંથી ગુજરાતે મૂકિત મેળવી લીધી છે. છ કરોડ ગુજરાતીઓની આ તાકાત આ શકિતમાં કેટલું સામર્થ્ય છે. એની પ્રતિતિ કરાવવા સદભાવના મિશન લઇને  જનતા વચ્‍ચે આવ્‍યો છું. એમ શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યું હતું.
ગુજરાત મોડેલ એટલે  માત્ર જયોર્તિગ્રામ, કન્‍યા કેળવણી, કૃષિ મહોત્‍સવ, ઔદ્યોગિક વિકાસમાં  સિમીત નથી  ગુજરાતના  વિકાસનું મોડેલ તો એની એકતાની તાકાત છે. ગુજરાત પોતાની શકિતને ઓળખે અને હિન્‍દુસ્‍તાનના જે રાજયોને વિકાસના માર્ગે જવું છે તે આ એકતાની શકિત ઓળખે અને એકતા શાંતિની બુનિયાદ ઉપર ઉભેલા વિકાસના મોડેલને અનુસરે એમ પણ મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું.
ગુજરાતનો વિકાસ નંબર એક ઉપર છે એ અમે નથી કહેતાં રાજીવ ગાંધી ફાઉન્‍ડેન્‍શન પ્‍લાનિંગ કમિશનનું  એગ્રીકલ્‍ચર માટેનું વર્કિંગ ગૃપ કેન્‍દ્રના પ્રવાસન મંત્રીએ ગુજરાતને શ્રેષ્‍ઠ પ્રવાસન રાજયનો આપેલો એવોર્ડ એ બધું જ સત્‍ય છે પણ આ સત્‍યને પચાવી શકવાની ગુજરાત વિરોધીઓમાં તાકાત જ નથી ગુજરાતનો વિકાસ થયો છે આર્થિક પ્રવૃતિ ધમધમે છે                                                            
તેનાથી બેંન્‍કોનો ગુજરાતમાં તેજ ગતીથી કારોબાર ચાલે છે. તેવી હકિકત સેન્‍ટ્રલ બેન્‍ક ઓફ ઇન્‍ડીયાના કુલ ૭૪ ઝોનમાંથી સર્વ શ્રેષ્‍ઠ  જાહેર થયેલાં છ ઝોનમાં એકલાં ગુજરાતના જ ચાર ઝોન છે. આખા દેશમાં ઇન્‍કમટેક્ષની આવકની વૃધ્‍ધિનો દર ગુજરાતનો સૌથી ઉંચો છે એ બતાવે છે કે, ગુજરાત વિકાસની કેટલી મોટી છલાંગ મારી રહ્યું છે તેમ પણ તેમણે જણાવ્‍યું હતું.
પ્રવાસન વિકાસ માટેના આ સરકારના વિકાસ વ્‍યુહના પરિણામે કચ્‍છ અને જૂનાગઢ વિશ્‍વના પ્રવાસન નકશામાં નવા આકર્ષણ બન્‍યા છે. ગીરના સિંહો જેાવા આવનારની સંખ્‍યા અમિતાભ બચ્‍ચનના અભિયાનથી એકજ વર્ષમાં ૧૩૦ ટકા વધારો સુચવે છે. ગીરના સિંહો વિશ્‍વ પ્રવાસીઓનું અનેરું આકર્ષણ બની ગયા છે. સોમનાથ મંદિરની આવકમાં ૪૦૦ ટકાનો વધારો થયો છે. જૂનાગઢ જિલ્‍લાના વિકાસની તાકાત જ આ પ્રવાસનમાં છે ગરીબમાં ગરીબને રોજગારી મળે એવી તાકાત આ પ્રવાસનમાં છે અને એને  એ ઉંચાઇ ઉપર સોરઠના વિકાસ પેકેજ દ્વારા લઇ જઇ રહ્યા છીએ. આ પ્રતિબધ્‍ધતા સાથે જૂનાગઢનો પ્રવાસન  વિકાસ ધમધમતો થવાનો છે.
તેમણે રૂ. ૬૦૦ કરોડના સોરઠ વિકાસ પેકેજ ઉપરાંત જૂનાગઢ શહેર અને જિલ્‍લાના વિકાસ કામો માટે રૂ. ૧૦૫૫ કરોડના પ્રોજેકટની જાહેરાત કરી હતી. જેમણે વિરોધ પક્ષની જવાબદાર ભૂમિકા પણ નિભાવવાની દરકાર નથી કરી તેને ગુજરાતના ૧૬૦૦ કિલોમીટરના દરિયા કાંઠે આખું નવું આધુનિક ગુજરાત ઉભું થઇ રહ્યું છે, તેની તાકાત નહી જ સમજાય એમ શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યું હતું.
જૂનાગઢ સહિત ડેરીને સજીવન કરીને કૃષિ અને દૂધ ઉત્‍પાદન દ્વારા કિસાનની આવક વધતી રહે ગીરની ગાયની સારી ઓલાદનું સવર્ધન થાય એ માટે આ સરકારે કમ્મર કસી છે. આ કામ કેમ એ લોકોને સુજયા નહીં જેઓ આજે ગુજરાતના વિકાસની ટીકા કરે છે. એવી મૌખિક આલોચના તેમણે કરી હતી.
અઢી લાખ જેટલાં સખીમંડળોની બહેનો મારફતે મિશન મંગલમ દ્વારા રૂા ૧૪૦૦ કરોડનો કારોબાર ચાલે છે. અને ગરીબ પરિવારની નારી શકિતના હાથમાં રૂા ૫૦૦૦ હજાર કરોડનો કારોબાર થવાનો છે. જે ગ્રામ અર્થતંત્રની તાકાત બનશે. ગુજરાત વિરોધીઓના અપ્‍પ્રચારના કારણે ગુજરાતે શું વિકાસનો માર્ગ છોડી દેવો ? છ કરોડ ગુજરાતીઓના આર્શિવાદ અને તપસ્‍યા એળે નહીં જવા દેવાય પુરી તાકાતથી સપના પુરા કરીશું એવો દ્રઢ વિશ્‍વાસ તેમણે જનતા જનાર્દનને ઉપવાસને સમર્થ આપવા માટે ભાવાવશ બનીને આભાર માન્‍યો હતો.
ગામ, જિલ્‍લો, રાજય બધે જ સદભાવનાનો મંત્ર લઇને વિકાસમાં એકતાથી આગળ વધીએ એવી અપીલ તેમણે કરી હતી.
એ.શેખ.
જુનાગઢ જિલ્લાના વિકાસ માટે ૧૦૫૫ કરોડ રૂપિયા ફાળવાશે
મુખ્યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ સોરઠ ખાતે આજે યોજાયેલા સદભાવના મીશનના જિલ્લા અભિયાનમાં ઉદ્દબોધન કરતાં જણાવ્‍યું હતુ કે, ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રનો ખૂબ વિકાસ થયો છે. જેનો સૌથી વધુ લાભ જુનાગઢ અને કચ્છ જિલ્લાને થયો છે. જુનાગઢ જિલ્લામાં આવનારા દિવસોમાં સર્વાંગી વિકાસ થાય અને સમગ્ર જિલ્લામાં પાણી, રસ્‍તા, નાળા – પુલ, શાળાના ઓરડાઓ, વીજળી અને આરોગ્‍ય સેવા સહિતની માળખાકિય સુવિધાઓ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૧૦૫૫ કરોડની ફાળવણી કરવામાં આવશે. જેના કારણે આગામી દિવસોમાં જુનાગઢ જિલ્લો પ્રવાસનની સાથે વિકાસ ક્ષેત્રે પણ નવી ઉંચાઈને આંબશે. આ માતબર રકમમાંથી દરિયાકાંઠાના વિકાસનું પણ આયોજન છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતુ કે, જુનાગઢ, સાસણ અને સોમનાથ વિસ્‍તારમાં સરકારશ્રીએ માળખાગત સુવિધાઓ વધારતાં પ્રવાસીઓ -  યાત્રિકો વધ્યા છે. સાસણમાં પ્રવાસીઓની સંખ્યામાં પણ ૧૩૦ ટકાનો વધારો થયો છે. જિલ્લામાં પ્રવાસન વિસ્‍તરતા હોટલ, રેસ્‍ટોરન્ટ, રિસોર્ટ પણ વધ્યા છે. સોમનાથ મંદિરના દર્શને આવતાં યાત્રિકો વધતા મંદિરની આવકમાં પણ ૪૦૦ ટકા જેટલો વધારો થયો છે, આમ જુનાગઢ જિલ્લો આગામી દિવસોમાં પ્રવાસન ક્ષેત્રે ધમધમતો થવાનો છે.
સદભાવના મિશન-જૂનાગઢ
જૂનાગઢ જાફર મેદાન ખાતેના હેલીપેડ પર મુખ્યમંત્રીશ્રીનું ઉષ્માભર્યુ સ્વાગત
જૂનાગઢઃતા.૨૨/૧૨/૨૦૧૧ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સદભાવના મિશનના જિલ્લા અભિયાન અંતર્ગત આજના જૂનાગઢ મહાનગરના સદભાવના મિશન કાર્યક્રમ અન્વયે જાફર મેદાન ખાતે હેલીપેડ પર મુખ્યમંત્રીશ્રીનું  ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું
હેલીપેડ પર રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર, શ્રી કનુભાઇ ભાલાળા, ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઇ મશરૂ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી દીવીબેન બારૈયા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી માધાભાઇ બોરીચા, જિતુભાઇ હિરપરા જિલ્લા પ્રભારી સચિવશ્રી વિપુલ મિત્રા, કલેકટરશ્રી એ.એમ.પરમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી  દિલીપ રાણા, જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી વિપ્રા ભાલ, કૃષિ યુનિ. વાઇસ ચાન્સેલરશ્રી એન.સી.પટેલ ,પોલીસ અધિક્ષકશ્રી દિપાંકર ત્રિવેદી વગેરે ઉપસ્થિત રહી સ્વાગત વિધિમાં જોડાયા હતાં.
સદભાવના મિશન-જૂનાગઢ
માહિતી વિભાગ અને જિલ્લા વહિવટી તંત્રએ ઉભા કરેલ પ્રદર્શનને મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇએ રસપૂર્વક નિહાળ્યું
જૂનાગઢઃતા.૨૨/૧૨/૨૦૧૧ કુષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે સદભાવના મિશન અંતર્ગત માહિતી વિભાગ દ્વારા ઉભા કરાયેલા ‘‘સૌનો સાથ સૌનો વિકાસ‘‘ પ્રદર્શન અને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ઉભા કરાયેલ વિવિધ સ્ટોલોનું પ્રદર્શન નિરીક્ષણ કરવા પધારેલ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનું કૃષિ અને સહકાર મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યુ હતું
રાજયકક્ષાના પ્રદર્શનમાં મુખ્યમંત્રીશ્રી પધાર્યા ત્યારે સંયુકત માહિતી નિયામકશ્રી એન.એ. પરમાર અને નાયબ માહિતી નિયામક જૂનાગઢ શ્રી કે.વી. ભગોરાએ પુષ્પગુચ્છ આપી તેમનું સ્વાગત કર્યુ હતું
મુખ્યમંત્રીશ્રીએ પ્રથમ માહિતી ખાતા દ્વારા ઉભા કરાયેલ પ્રદર્શનને નિહાળી ખીરસરા સખી મંડળ, જ્ઞાનશકિત પ્રદર્શન, બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, સકકરબાગ પ્રાણી સંગ્રહાલય અને ડો. પ્રદ્યુમન ખાચરના ઐતિહાસિક નગરી જૂનાગઢ તસ્વીર પ્રદર્શનનું રસપૂર્વક નિરીક્ષણ કરી સંચાલકો પાસેથી  સવિસ્તાર માહિતી મેળવી હતી.
વન વિભાગ, વાસ્મો, બાગાયત, કુષિ, પશુપાલન, કૃષિ અને ટેકનોલોજી કોલેજ, સર્વશિક્ષા અભિયાન,અર્બન હેલ્થ સોસાયટી, આરોગ્ય અને મહાનગરપાલિકાના સોલિડવેસ્ટ મેનેજમેન્ટ, ફાયર અને ઇમરજન્સી તેમજ હેરીટેઇઝ ઐતિહાસિક સ્મારક ચિત્ર પ્રદર્શન સ્ટોલની પણ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મુલાકાત લીધી હતી.
આ તકે મંત્રીશ્રી વાસણભાઇ આહિર, કનુભાઇ ભાલાળા, ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઇ મશરૂ, કલેકટરશ્રી, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, નાયબ કમિશ્નરશ્રી સહિત ઉચ્ચઅધિકારીઓ-પદાધિકારીઓ રસપુર્વક પ્રદર્શન નિહાળવા જોડાયા હતા.
સદભાવના મિશન-જૂનાગઢ
સદભાવનાની વિભાવનાને કારણે વિકાસ થયો છે.
- રામ મનિષા
જૂનાગઢઃતા.૨૨/૧૨/૨૦૧૧ નરસિંહ મહેતાની ભૂમિમાં સદભાવના મિશન દ્રારા સમાજમાં શાંતિ અને ભાઇચારાની જયોત જલાવવા આવેલ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી નુર છે.
ગુજરાતે મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં સાધેલ વિકાસની સુવાસ આજે ચોમેર ફેલાયેલ છે.  જેના પાયામાં સદભાવનાની વિભાવના જ હોઇ શકે નહિ તો આવો વિકાસ થાય જ નહિ. એમ દેવલપુરની એમ.બી.એ.ની વિદ્યાર્થીની રામ મનિષાએ જણાવ્યું હતું.
ગુજરાતમાં મહિલાઓ વિકાસમાં સહભાગી બની છે.
પૂર્વમેયર જયોતિબેન વાછાણી
જૂનાગઢઃતા.૨૨/૧૨/૨૦૧૧ પુર્વ મેયર-(જૂનાગઢ જયોતિબેન વાછાણીએ જણાવ્યું કે, સામાજીક કાર્યકર તરીકે મારા વિસ્તારમાં સદભાવના કાર્યક્રમ માટે પ્રજાજનોને મળતી હતી ત્યારે નાના મોટા સૌએ ઉપવાસ કરવાની તત્પરતા દાખવી હતી અને આજે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સદભાવનાની વિભાવનાને ચરિતાર્થ કરવા સૌં ઉમળકાભેર ભાગીદાર પણ થયા છે. તેમણે જણાવ્યું હતું કે, કન્યા કેળવણી અને ચિરંજવી યોજનાને કારણે મહિલાઓ ગુજરાતના સર્વાંગી વિકાસમાં સક્રિયપણે ભાગ લેતી થઇ છે.  
ગુજરાતનો વિકાસ ચોમેર ચર્ચામાં છે.
મનુભાઇ ચાવડા
જૂનાગઢઃતા.૨૨/૧૨/૨૦૧૧ સદભાવના મિશનથી ગુજરાતની ૬ કરોડની જનતામાં શાંતિ ભાઇચારો અને કોમી એકતાની સુવાસ ફેલાઇ છે.  જેનાથી આગામી સમયમાં ગુજરાત વિકાસની હરણફાળ ભરશે એમાં કોઇ શક નથી. છેલ્લા દાયકામાં ગુજરાતે કરેલ વિકાસ આજે ચોમેર ચર્ચામાં છે  ત્યારે સદભાવના મિશન વિકાસની ગતિને ઝડપી બનાવશે એમ મનુભાઇ ચાવડા, ઉપાધ્યક્ષ ઠાકોર, કોળી સમાજ વિકાસ બોર્ડ-ગાંધીનગરએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું.
સમરસ ગામોથી કોમી એકતાને બળ મળ્યું છે.
ઉપસરપંચશ્રી નથુભાઇ
જૂનાગઢઃતા.૨૨/૧૨/૨૦૧૧ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં જિલ્લાકક્ષાએ યોજાતા સદભાવના કાર્યક્રમથી સમાજમાં જાગૃતિ આવશે.  સરકારની સમરસ ગ્રામ યોજનાથી ગામે ગામ કોમી એકતાથી સદભાવના ઉજાગર થઇ છે તેમજ આવા કાર્યક્રમથી કોમી સંવાદિતાનું સર્જન થશે.  એમ નથુભાઇ કરશનભાઇ (ઉપ સરપંચ- ચીખલોદ્રા) એ પ્રતિભાવમાં જણાવ્યું હતું.
સદભાવના મિશન-જૂનાગઢ
સદભાવના અનશનની સાથે સાથે
મુખ્યમંત્રીશ્રીના આગમન સમયે રાધા દામોદર કુંડના સામવેદ પાઠશાળાના ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં.
ભવનાથ તળેટીના સ્થાનિક તમામ લોકો સ્વૈચ્છિક બંધ પાળીને સદભાવના મિશનમાં જોડાયા હતાં.
જૂનાગઢ જિલ્લાના પદાધિકારીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું ૧૦ ફુટના ફુલહારથી સ્વાગત કરાયું હતું.
મહા મંડલેશ્વર પૂ. ભારતીબાપુ અને વિવિધ સંતોમહંતોએ મુખ્યમંત્રીશ્રીનું ફુલહારથી અભિવાદન કર્યું હતું.
સદભાવના કાર્યકમમાં ‘વંદે માતરમ ‘ના નારાઓથી સભામંચ ગાજી ઉઠયો હતો.
મુખ્યમંત્રીશ્રીનું દલિત સમાજની ૧૦૧ બાળાઓએ માથે કળશ-શ્રીફળ ધારણ કરીને અભિવાદન કર્યુ હતું.
જૂનાગઢના સીનીયર સીટીઝનોએ પણ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યુ હતું અને મુખ્યમંત્રીશ્રીને સાફો પહેરાવ્યો હતો. જેમાં જુદા જુદા રમતવીરો પણ હતા.
રાષ્ટ્રીય, રાજય એવોર્ડ વિજેતા શિક્ષકો દ્વારા પણ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, પ્રજાપિતા બ્રહ્માકુમારીની બહેનો અને લઘુમતિ સમાજના સંતોએ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરીને સદભાવના માટે આશીર્વાદ પાઠવ્યા હતા. આહિર મહિલા મંડળની બહેનો દ્વારા પણ મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
શીખ અને સીંધી સમાજના ભાઇઓએ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું.
જૂનાગઢના પટેલ,નાગર સહિતના વિવિધ સમાજના લોકોએ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું.
મુસ્લિમ સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા મુખ્ય મંત્રીશ્રીનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
સગર સમાજ દ્વારા મુખ્યમંત્રીશ્રીના કન્યા કેળવણી ફંડમાં રૂ.૨૫,૦૦૦ અર્પણ કરાયા હતાં.
કાઠી,લોહાણા, સિંધી, શીખ, આચાર્યો, શિક્ષકો તથા ક્ષત્રિય, દલિત સમાજ-કેશોદ રામાનંદી સમાજ માળીયા હાટિના ક્ષત્રિય સમાજ, રઘુવંશી મહિલા મંડળે મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું.
ક્ષત્રિય, કાઠી સમાજે સુર્ય નારાયણ ભગવાનની સિલ્વર કલરની પ્રતિકૃતિ મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરી હતી.
ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ બેનાબેન ચુડાસમાએ મુખ્યમંત્રીશ્રીને ચાંદીનું નાળિયેર અને ચાંદીનું નાગરવેલ પાન અર્પણ  કર્યું હતું.
ઉમિયા સખીમંડળ, સીદી સમાજના અગ્રણીઓ ક્ષત્રીય સમાજ તથા બહેનોએ મુખ્યમંત્રીશ્રીનું પુષ્પહાર પહેરાવી સન્માનિત કર્યા હતા.
જુનાગઢના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ, કડવા પટેલ જ્ઞાતિ સમાજે મુખ્યમંત્રીશ્રીને સ્મૃતિચિહ્ન અર્પણ કર્યુ હતું.
૧૦૦ વર્ષના બ્રહ્મસમાજના જોશી પરિવારના વયોવૃધ્ધ માજીએ મુખ્યમંત્રીશ્રીને આર્શિવચન પાઠવ્યા અને તેમને દુઃખણા લઇ વધાવ્યા હતા.
જૈન સંપ્રદાયની મહાસતીજીઓ તથા અન્ય સંતો-મહંતોએ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરીને આશિર્વાદ આપ્યાં હતાં.
મેર સમાજના રાસે ઉપસ્થિત જનસુમદાયમાં ભારે આકર્ષણ ઉભુ કર્યું હતું.
૧૧૫ વર્ષના દેવીપૂજક સમાજના વૃધ્ધા ગંગામાંએ સદભાવના કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીને આશીર્વાદ પાઠવ્યા હતા. તેઓ મેંદરડા તાલુકાના દેવગઢ ગામના વતની છે. અને આ ઉમરે પણ બકરા ચારી શકે છે.
મુસ્લિમ સમાજના આગેવાનો ધર્મગુરૂ, યુવાનોએ શાલ તથા મેમેન્ટો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું.
કોળી સમાજ, ત્રિમૂર્તિ હોસ્પીટલ તબીબી સ્ટાફ અને કારડીયા રાજપૂત સમાજે મુખ્યમંત્રીશ્રીને સાફો પહેરાવીને તલવાર અર્પણ કરીને અભિવાદન કર્યું હતું.
ખેલ મહાકુંભ અને વિવિધ રમતોના વિજેતા રમતવીરોએ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું.
સદભાવના મિશનથી સમાજ એકતા તણે બંધાયો છે.
ભાવીની કોટેચા
જૂનાગઢઃતા.૨૨/૧૨/૨૦૧૧ સભદભાવના મિશન જનશકિતને પૂરકબળ આપનાર કાર્યક્રમ સાબિત થયો છે.  સાથો સાથ કોમી એકતા અને ભાઇચારાની લાગણીથી સમાજનો દરેક વર્ગ એકતાતંણે બંધાયો છે.  જે ગુજરાતના વિકાસમાં સહાયક પૂરવાર થઇ રહેવાનું જણાય છે.  મુખ્યમંત્રીશ્રીના સૌનો સાથ સૌનો વિકાસ સુત્રને સાર્થક કરવા અમો આ સદભાવના કાર્યક્રમમાં જોડાયા છીએ એમ સતવાવ (ઊના) ના રહેવાસી ભાવીની કોટેચાએ જણાવ્યું હતું.
સદભાવનાની સુવાસ જન જન સુધી પહોંચે છે.
સરોજબેન સભાડ
જૂનાગઢઃતા.૨૨/૧૨/૨૦૧૧ કુકરાસ ગામના સરોજબેને જણાવ્યું હતું કે, રાજયના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સદભાવના કાર્યક્રમથી સારી ભાવના, લાગણીની સુવાસ જનજન સુધી પહોંચે છે.  બીજા પ્રત્યે સારી ભાવના પ્રસારાવવાનો આ એક પ્રશંસનીય પ્રયાસ છે અને સદભાવના મિશને ભાઇચારાનું ઉતમ  ઉદાહરણ પુરુ પાડયું છે.
દરેક જિલ્લા મથકે સદભાવના કાર્યક્રમમાં યોજાતા પ્રદર્શનો થકી વિવિધ યોજનાની જાણકારી પણ આમ જનતાને મળી રહે છે.
ગુજરાતમાં વિકાસ માનવતાના ઉત્કર્ષને અર્પણ કરાયો છે.
જિલ્લા પ્રભારી મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી
જૂનાગઢઃતા.૨૨/૧૨/૨૦૧૧ છેલ્લા દશ વર્ષમાં ગુજરાતના તમામ ક્ષેત્રે થયેલ વિકાસ માનવતાના ઉત્કર્ષને અર્પણ કરાયો છે,  તેમ જણાવી જૂનાગઢ જિલ્લા પ્રભારી મંત્રી અને રાજયના કૃષિમંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીએ કહયું કે, ગુજરાતીઓમાં પડેલી શકિતઓને જગાડવાના યોગ્ય વાતાવરણનું સર્જન થયું છે.
સદભાવનાની શકિત આજે ગુજરાતના ગામડે ગામડે છલકતી થઇ છે.  પશુપાલન, કૃષિના વિકાસ સાથે ડેરી ઉદ્યોગોએ ગામડાને ધબકતા કર્યા છે.  જે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની દિર્ધ દ્રષ્ટ્રીનું પરિણામ છે.
દશ વર્ષ પહેલા ગુજરાતના કોઇને કોઇ શહેરમાં અજંપો અશાંતિ રહેતા તે સીનારિયો હવે બિલકુલ બદલાઇ ગયો છે અને સંપૂર્ણ શાંતિ ગુજરાતમાં સ્થપાઇ છે.  આ સદભાવના શકિત છે, તાકાત છે અને આ બધુ શકય બનું છે  ગુજરાત સરકારની રાજકીય ઇચ્છા શકિતથી તેમ પણ શ્રી સંઘાણીએ જણાવ્યું હતું.
પડતર જમીનને નવસાધ્ય કરવાની વાત હોય, કૃષિ સંશોધને લેબ ટુ લેન્ડ સુધી લાવવાનું હોય.  કૃષિ તજજ્ઞોને ખેડૂતો સુધી પહોંચાડવાનું આયોજન હોય, એક એક પગલા ગામડા અને ખેડૂતોના વિકાસ માટે વર્તમાન સરકારે લીધા છે,  તેમશ્રી પણ સંઘાણી જણાવ્યું હતું.
રાજય સરકારે પછાત વર્ગના લોકો માટે વિવિધ વસાહતોના નિર્માણ દ્રારા તેમના પુનઃસ્થાપનનું કામ કર્યું છે.
મંત્રીશ્રી વાસણભાઇ આહિર
જૂનાગઢઃતા.૨૨/૧૨/૨૦૧૧ સામાજીક અને શિક્ષણીક રીતે પછાત વર્ગ કલ્યાણ રાજય મંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, ૨૦૦૧ના ભૂકંપમાં કચ્છમાં ઉભી થયેલ વિકટ પરિસ્થિતિમાંથી કચ્છના લોકોને બહાર લાવીને મુખ્યમંત્રીશ્રીએ તેમના પ્રત્યેની સદભાવનાની સાથે કચ્છના વિકાસ માટેના સંનિષ્ઠ પ્રયાસો કર્યા જેના કારણે એક દશકામાં સમગ્ર ગુજરાતની સાથે કચ્છનો અવિરત વિકાસ થયો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સામાજીક શૈક્ષિણક રીતે પછાત વર્ગના લોકોને આવાસ મળી રહે તે માટે છેલ્લા ૭ વર્ષોમાં ૯.૭૭ કરોડની સહાય પુરી પાડવામાં આવી છે.  સાથો સાથ રાજયમાં જુદા જુદા સ્થળોએ પછાત વર્ગના લોકો માટે વસાહતના નિર્માણ દ્રારા તેમના પુનઃસ્થાપનનું કાર્ય પણ કરવામાં આવ્યું છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજયના શહેરોને બાજપાઇ નગર વિકાસ યોજના તથા શહેરી વિકાસ યોજના જેવી અનેક વિકાસ યોજનાઓ દ્રારા વિકાસશીલ શહેરો બનાવ્યાં છે.  સાથો સાથ દેશ અને દુનિયાને સદભાવના મિશન થકી નવી દિશા આપી છે.
પ્રદર્શનોથી વિકાસની વિગતો જાણવા મળે છે. .
ર્ડા.પ્રદ્યુમન ખાચર
જૂનાગઢઃતા.૨૨/૧૨/૨૦૧૧ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જિલ્લાકક્ષાએ  સદભાવના કાર્યક્રમ રાખવાનું સ્તુત્ત પ્રયાસ કર્યો છે.  જેનાથી હિન્દુ, મુસ્લીમ, શીખ, ઇસાઇ સહિત વિવિધ ધર્મો અને કોમના નાગરિકો વચ્ચે ભાઇચારો વધશે.  સદભાવના મિશનથી જિલ્લાકક્ષાએ યોજાતા પ્રદર્શનોમાં જિલ્લાની સંસ્કૃતિ અને વિરાસતને માણવાનો અવસર પ્રજાજનો પણ મળતો થયાનો મારો મત છે.  એમ જાણીતા ઇતિહાસ લેખક ર્ડા.પ્રદ્યુમન ખાચર પોતાના પ્રત્તીભાવમાં જણાવ્યું હતું.
નેશનલ કમીશન ફોર શેડયુઅલ કાસ્‍ટ, નવી દિલ્‍હીના સભ્‍યશ્રી જામનગરની મુલાકાતે
જામનગર, તા. ર૨ –નેશનલ કમીશન ફોર શેડયુઅલ કાસ્‍ટ, નવી દિલ્‍હીના સભ્‍યશ્રી તથા રાજયસભાના સદસ્‍યશ્રી રાજુભાઇ પરમાર તા.૨૩ અને ૨૪ ડિસેમ્‍બરના રોજ જામનગર જિલ્‍લાની મુલાકાતે આવશે.
તેઓ તા.૨૩ના સવારે ૧૧.૩૦ વાગ્‍યે બેંક ઓફ બરોડાના શેડયુલ કાસ્‍ટ એમ્‍પ્‍લોયઝ વેલફર એસોસિએશનના પ્રતિનિધિ મંડળ તથા બેંકના ઉચ્‍ચ અધિકારીઓ સાથે બેઠક યોજી શેડયુઅલ કાસ્‍ટના વિવિધ પ્રશ્‍નોની ચર્ચા વિચારણા કરશે. તેમજ બપોરે ૨.૩૦ કલાકે કલેકટર કચેરી ખાતે ધારાસભ્‍યો, પૂર્વ ધારાસભ્‍યો, સ્‍વૈચ્‍છિક સંસ્‍થાના પ્રતિનિધિઓ, સ્‍થાનિક શેડયુલ કાસ્‍ટના નેતાઓ, જિલ્‍લા કલેકટર તેમજ જિલ્‍લાના પોલીસ વડાને પણ મળશે.  તા.૨૪ નાર રોજ સવારે ૧૦.૩૦ વાગ્‍યે તથા બેંક ઓફ ઇન્‍ડિયાના શેડયુલ કાસ્‍ટ એમ્‍પ્‍લોયઝ વેલફર એસોસિએશનના પ્રતિનિધિ મંડળ તથા બેંકના ઉચ્‍ચ અધિકારીઓ સાથે બેઠક યોજશે. તેમજ ૨.૩૦ કલાકે મહાનગરપાલિકાનામાં અધિકારીઓ તથા અનુ.જાતિના આગેવાનોને મળશે. તેમ એક યાદીમાં જણાવાયુ છે.
જિલ્‍લા રોગ અટકાયત અને જિલ્‍લા સર્વેલન્‍સની કામગીરી અંગેની બેઠક તા.૫ જાન્‍યુઆરીના
સંચારી રોગચાળા અટકાયત માટે જિલ્‍લા રોગ અટકાયત અને જિલ્‍લા સર્વેલન્‍સની કામગરીની બેઠક તા.૫/૧/૧૨ ના રોજ સાંજે ૪ વાગ્‍યે જિલ્‍લા પંચાયત ખાતે યોજાશે. તેમ સભ્‍ય સચિવશ્રી, રોગચાળા અટકાયતથા માટેની સમિતિ અને મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવાયુ છે.
વિકલાંગ પારિતોષિકોની સ્‍પર્ધા માટે અરજીઓ મંગાવાઇ
વર્ષ – ૨૦૧૧ ના રાજય વિકલાંગ પારિતોષિકોની સ્‍પર્ધા માટે શારીરિક રીતે ક્ષતિ ધરાવતી શ્રેષ્‍ઠ વ્‍યકિતઓ/સ્‍વરોજગાર કરતી  વિકલાંગ વ્‍યકિતઓ, તેઓને કામે રાખતા શ્રેષ્‍ઠ નોકરી દાતા તથા વિકલાંગ વ્‍યકિતઓને થાળે પાડવાની કામગીરી કરતા પ્‍લેસમેન્‍ટ ઓફીસર્સ પાસેથી નિયત નમૂનામાં અરજી પત્રકો રોજગાર કચેરીમાંથી વિનામૂલ્‍યે મેળવી શકાશે. આ અરજી પત્રકો તા.૨૮/૧૨/૧૧ સુધીમાં જરૂરી આધાર સાથે રોજગાર કચેરીને મોકલી આપવા મદદનીશ નિયામક(રોજગાર)શ્રીની યાદીમાં જણાવાયુ છે.
વાડીનાર આજુબાજુનો વિસ્‍તાર પ્રતિબંધિત જાહેર કરાયો
જામનગર જિલ્‍લાના જામખંભાડિયા તાલુકાના વાડીનાર ગામમાં ઉપરાંત એસ્‍સાર વાડીનાર રિફાઇનરી તથા મરીન ફેસીલીટીઝની આજુબાજુના વિસ્‍તારને રાજયના ગૃહ વિભાગે એક નોટીફિકેશન દ્વારા પ્રતિબંધિત વિસ્‍તાર જાહેર કર્યો છે. જેમાં જાખર ગામના સર્વે નં.૩૬૧ થી માંડી જામનગર, ખંભાળિયા હાઇવે સુધીનો, ચામુંડા હોટલેને લગત વિસ્‍તાર તથા એસ્‍સાર પાવર પ્‍લાન્‍ટથી માંડીને ભરાણા સુધીનો વિસ્‍તાર તથા લાલપુર તાલુકાના લગત વિસ્‍તારો ઉપરાંત ખંભાળિયા-દ્વારકાના હાઇવેના પણ લગત વિસ્‍તારનો સમાવેશ થાય છે.
આ વિસ્‍તારને સુરક્ષાના મુદે પ્રતિબંધિત કર્યો છે. જેમાંથી પોલીસ, આર્મી જેવા વિભાગોને છૂટછાટ મળવા પાત્ર છે. તેમ એક યાદીમાં જણાવાયુ છે.
ખંભાળિયા વિસ્‍તાર વિકાસ સતામંડળની રચના કરાઇ
ગુજરાત સરકારશ્રીના શહેરી વિકાસ વિભાગના જાહેરનામા અન્‍વયે વાડીના વિકાસ સતા મંડળમાંથી અમુક વિસ્‍તાર અલગ કરી ખંભાળિયા વિસ્‍તાર વિકાસ સતામંડળની રચના કરવામાં આવી છે. ખંભાળિયા વિસ્‍તાર વિકાસ સતામંડળમાં ખંભાળિયા, ધરમપુર, શકિતનગર, રામનગર, હર્ષદપુર, હરીપર, દાંતા તથા કંચનપુર ગામોનો સમાવેશ થાય છે. આથી જયા સુધી આ કચેરીનું સ્‍થળ નકકી ન થાય ત્‍યાં સુધી આ ખંભાળિયા વિસ્‍તાર વિકાસ સતામંડળમાં  લે આઉટ પ્‍લાનની અરજી પ્રાંત કચેરી, ખંભાળિયા ખાતે સ્‍વીકારવામાં આવશે. જેની લાગતા વળગતાએ નોંધ લેવા મુખ્‍ય કારોબારી અધિકારીશ્રી, ખંભાળિયા વિસ્‍તાર વિકાસ સતામંડળની યાદીમાં જણાવાયુ છે.
પારૂલ

જેતપુર નજીક મેટાડોર હડફેટે છકડો રીક્ષા ચાલકનું પત્ની સામેજ કરુણ મોત...


ગુરુવાર, 22 ડિસેમ્બર, 2011

THANAGALOL NO MAHESH MANSUKH VAGHASIYA GERKAYDESAR GES SILINDAR SAATHE PAKDAYO


જેતપુર તાલુકાના થાનાગલોલ ગામેથી રાંધણ ગેસના ૬ બાટલા સાથે પટેલ યુવાન પકડાયો..

જેતપુર તાલુકાના થાનાગલોલ ગામેથી રાંધણ ગેસના ૬ બાટલા સાથે પટેલ યુવાન પકડાયો..
(કશ્યપ જોશી) જેતપુર તા.૨૨
રાજકોટની લોકલ ક્રાઈમ બ્રાન્ચે આજે જેતપુરના થાનાગલોલ ગામે રાંધણ ગેસ ના બાટલા નો કોમર્સિયલ ઉપયોગ કરતા સાંધી સિમેન્ટ ના એજન્ટ  મહેશ મનસુખ વઘાસીયા ને પકડી પાડ્યો હતો.
પોલીસ ની આ કામગીરીમાં એલ સી બી ના ફોજદાર જાની, બાપાલાલ ચુડાસમા, ધીરુભાઈ ડાંગર, રામભાઈ વિગેરે રોકાયા હતા. ફોજદાર જાની એ કહ્યું કે મહેશ પાસેથી રૂપિયા ૯૦૦૦ હજાર ના ૬ ગેસ સીલીન્ડર તથા રૂપિયા ૧૫ હજાર ની કિમતનું એક બાઈક કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.