અનુયાયીઓ

બુધવાર, 19 ઑક્ટોબર, 2011

MAHITI KHAATANA SAMACHARO


ગુજરાતના કૃષિ મંત્રીશ્રીનો શ્રી શરદ પવારને પત્ર
ગુજરાતના કિસાનોને રવિપાકમાં ડી.એ.પી. ખાતરની ૧.ર૦ લાખ મે. ટન જરૂર સામે માત્ર રર૮૦૦ મે.ટનની ફાળવણીનો ધોર અન્યાય
કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંધાણીએ કેન્દ્રના કૃષિમંત્રીશ્રી શરદ પવારને પત્ર પાઠવીને ગુજરાતના કિસાનોની ડી.એ.પી. ખાતરની રવિપાકો માટેની ૧.ર૦ લાખ મે.ટનની જરૂરિયાત સામે માત્ર રર૮૦૦ મે.ટન ડી.એ.પી. ખાતરની ફાળવણીને હળાહળ અન્યાય કરનારી ગણાવી ઉગ્ર વિરોધ વ્યકત કર્યો છે.
શ્રી દિલીપભાઇ સંધાણીએ ગુજરાત જેવા કૃષિ ક્ષેત્રે અગ્રીમ અને કૃષિ વિકાસ દરમાં દેશમાં અગ્રેસર રહેલા રાજ્યના ખેડૂતોને હળાહળ અન્યાય કરવાની કેન્દ્રની યુ.પી.એ. સરકારની માનસિકતાની આલોચના કરતો પત્ર કેન્દ્રીય કૃષિમંત્રીશ્રી શરદ પવારને પાઠવ્યો છે.
કૃષિમંત્રીશ્રીએ પત્રમાં જણાવ્યું છે કે ગુજરાતમાં વરસે ચોમાસું સારૂ રહ્યું છે અને સિંચાઇ હેઠળના વિસ્તારોના જળાશયોમાં ૯પ ટકા જેટલો જળસંગ્રહ થતાં, રાજ્યમાં ૪૦ લાખ હેકટર જમીનમાં રવિપાકની વિપૂલ સંભાવના છે ત્યારે , કેન્દ્રની સરકારે ગુજરાતના ધરતીપૂત્રોને આર્થિક પાયમાલીમાં ધકેલી દેવાના મેલા ઇરાદા સામે 1 લાખ ર૦ હજાર મેટ્રિક ટનની ડી.એ.પી. ખાતરની માંગ સામે માત્ર રર હજાર આઠસો મે.ટન ડી.એ.પી. ખાતરનો જથ્થો મંજૂર કર્યો છે જે કિસાનોની હામ તોડનારો છે.
અગાઉ ખરીફ-ર૦૧૧ મોસમમાં એપિ્રલ-૧૧ થી સપ્ટેમ્બર-ર૦૧૧ના માસના ચોમાસુ પાકોના સમયમાં પણ રાજ્યના કિસાનોની લાખ ૮૦ જાર મેટ્રિક ટન ડી.એ.પી. ખાતરની જરૂરિયાત સામે 1 લાખ ર૭ હજાર મેટ્રિક ટન ઓછા ડી.એ.પી. ખાતરની ફાળવણી કરી હતી, તેની પૂર્તિ કરવાની વાત તો એક તરફ રહી, પરંતુ હવે તો, રવિ પાકના વિપુલ ઉત્પાદન દ્વારા સમૃધ્ધિના માર્ગે જઇ રહેલા ગુજરાતના કિસાનોને પાયમાલ કરવાની મૂરાદ ધરાવતી હોય તેમ કેન્દ્ર સરકારે રવિ મોસમ માટે પણ અત્યંત અપૂરતો ડી.એ.પી. જથ્થો ગુજરાત માટે મંજૂર કરી ગુજરાતને હળાહળ અન્યાયની પરંપરામાં વધુ એક વરવું પ્રકરણ ઉમેર્યું છે તેમ પણ શ્રી દિલીપભાઇ સંધાણીએ કેન્દ્રીય કૃષિમંત્રીશ્રીને પાઠવેલા પત્રમાં રાજ્યના લાખો ધરતી પૂત્રોની ઉગ્ર લાગણીનો પ્રતિધોષ પાડતા જણાવ્યું છે, અને ચેતવણી આપી છે કે ગુજરાતના કિસાનો કેન્દ્રના અન્યાયને સાંખી લેશે નહીં.
રાજ્યમાં સામાજિક આર્થિક અને જાતિ આધારિત વસતિ ગણતરી ૧પ ડિસેમ્બરથી  
ગાંધીનગરઃ મંગળવારઃ કેન્દ્ર સરકારની સૂચના અને તાંત્રિક સહાય હેઠળ સમગ્ર દેશમાં હાથ ધરાનાર સામાજિક-આર્થિક અને જાતિ આધારિત વસતિ ગણતરીની કામગીરી ગુજરાત રાજ્યમાં તા. ૧પ ડીેસેમ્બર, ર૦૧૧થી શરૂ થનાર છે. આ વસતિ ગણતરીની કામગીરી રાજ્યના તમામ શહેરી વિસ્તારો અને તમામ ગામડાંઓમાં હાથ ધરાનાર છે. આ કામગીરી માટે ગ્રામ્ય વિસ્તાર માટે રાજ્ય કક્ષાએ અધિક કમિશનર, ગ્રામ વિકાસને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરેલ છે, તે જ રીતે શહેરી વિસ્તાર માટે સચિવ, શહેરીવિકાસ અને શહેરી ગૃહનિર્માણની નોડલ અધિકારી તરીકે નિમણૂંક કરેલ છે. આ ઉપરાંત કલેકટરને જિલ્લાના મુખ્ય વસતિ ગણતરી અધિકારી તરીકે તથા મ્યુનિસિપલ કમિશનરને સંલગ્ન મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના મુખ્ય વસતિ ગણતરી અધિકારી તરીકે નિયુક્તિ અંગે જાહેરનામું બહાર પાડેલ છે.
તાલુકા કક્ષાએ મામલતદારોને સેન્સસ ચાર્જ અધિકારી તરીકે  અને ચીફ ઓફીસરોને સંલગ્ન નગરપાલિકા વિસ્તાર માટે સેન્સસ ચાર્જ અધિકારી તરીકે નિમવામાં આવેલ છે. તેમ અધિક કમિશનર અને નોડલ ઓફિસર, ગ્રામવિકાસે એક યાદીમાં જણાવ્યું છે.
ધોરણ ૧૦ની ફેલોશીપ શિષ્યવૃત્ત્િાના અરજીપત્રકો ૩૦ ઓકટોબર સુધીમાં મોકલી આપવા
ગાંધીનગરઃ મંગળવારઃ ગુજરાત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવ્યા મુજબ ધોરણ-૧૦ની માર્ચ ૨૦૧૧ની પરીક્ષામાં વધુ ગુણ મેળવ્યા હોય તેવા એસ.સી/ એસ.ટી/ ઓ.બી.સી/ જનરલ વિઘાર્થીઓને ફેલોશીપ શિષ્યવૃત્ત્િાના ફોર્મ સબંધિત શાળાઓએ વિઘાર્થીઓ પાસે ભરાવીને જરૂરી આધારો સાથે તા.૩૦-૧૦-૨૦૧૧ સુધીમાં મોકલી આપવા.
આ ફોર્મ હિસાબી અધિકારી, ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી, ર્ડા. જીવરાજ મહેતા ભવન, બ્લોકનં ૧૨/૨, ગાંધીનગરને મોકલી આપવાના રહેશે. અગાઉ આ ફોર્મ આપવા માટેની અંતિમ તા.૩૦-૯-૨૦૧૧ હતી તે લંબાવીને તા.૩૦-૧૦-૧૧ કરવામાં આવી છે તેની નોંધ લેવી.
ગ્રાહક તકરાર નિવારણ પંચમાં દિવાળી વેકેશન
ગાંધીનગરઃ મંગળવારઃ રાજયના ગ્રાહક તકરાર નિવારણ પંચમાં તા.૨૪-૧૦-૨૦૧૧ થી તા.૬-૧૧-૨૦૧૧ સુધી (બંન્ને દિવસો સહિત) દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.
આમ છતાં ગુજરાત સરકારે જાહેર કરેલી રજાઓ સિવાયના દિવસોમાં પંચની કચેરી કાર્યરત રહેશે.વેકેશન દરમિયાન જાહેર રજાના દિવસ સિવાય તેની અવધિમાં વકાલતપત્રો અને જવાબો સ્વિકારવામાં આવશે. તેમજ કોઇ અરજદારે વેકેશન દરમિયાન કેસ ચલાવવો હશે તો કચેરીને અગાઉથી જાણ કરવાની રહેશે તેમ રજીસ્ટ્રાર ગ્રાહક તકરાર નિવારણ પંચની યાદીમાં જણાવાયું છે.
રાજ્ય સરકાર દ્વારા ખેતમજૂર માટે લધુત્તમ વેતન રૂા. ૧ર૦ નક્કી કરાયું
ગાંધીનગરઃ મંગળવારઃ રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ, ગાંધીનગરના એક જાહેરનામા દ્વારા ખેતકામ કરતા ખેતમજૂર માટે દૈનિક લધુત્તમ વેતન રૂા. ૧ર૦/- જાહેર કરવામાં આવ્યું છે. વધુમાં કાયમી મજૂર કે જેને એક મહિનાથી બાર મહિના માટે ખેતમજૂરી કામ માટે રાખવામાં આવે છે, જેને ચાકર, ભાગિયા, હાથી અથવા સાથી તરીકે ઓળખવામાં આવે છે તેમના માટે વાર્ષિક રૂા. ૪૩,૮૦૦/- નક્કી કરવામાં આવ્યા છે. ઉપરોક્ત વેતનમાં પુરૂષ અને મહિલાઓને સરખું વેતન આપવામાં આવશે તેમજ પાર્ટટાઇમ કામ કરનાર ખેતમજૂરને પ૦ ટકા વેતન આપવામાં આવશે
રાજ્ય સરકાર દ્વારા જરદોસી કામના કામદારો માટે લધુત્તમ દૈનિક વેતન નક્કી કરાયું
ગાંધીનગરઃ મંગળવારઃ રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ, ગાંધીનગરના એક જાહેરનામા મુજબ રાજ્યમાં જરદોસી કામ કરતાં રોજગારો માટે લધુત્તમ દૈનિક વેતન નક્કી કરવામાં આવ્યું છે. જેમાં સ્કિલ્ડ રોજગારો માટે ઝોન-૧માં લધુત્તમ દૈનિક વેતન રૂા. ૧પ૬.૮૦ અને ઝોન-રમાં રૂા. ૧પપ.૮૦, સેમિ સ્કિલ્ડ રોજગારો માટે ઝોન-૧માં રૂા. ૧પપ.૮૦ અને ઝોન-રમાં રૂા. ૧પ૪.૮૦ તેમજ અન સ્કિલ્ડ રોજગાર માટે ઝોન-૧માં રૂા. ૧પ૪.૮૦ અને ઝોન-રમાં રૂા. ૧પ૩.૮૦ દૈનિક વેતન નક્કી કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઝોન-૧માં મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ તેની આજુબાજુના ૧૦ કિ.મી. વિસ્તારનો સમાવેશ થાય છે. તેમજ ઝોન-રમાં ઝોન-૧ સિવાયના રાજ્યના તમામ વિસ્તારનો સમાવેશ થાય છે. ઉપરોક્ત વેતનમાં પુરૂષ અને મહિલા કામદારોને સમાન વેતન આપવામાં આવશે. વધુમાં તેમને દૈનિક વેતનના બેઝીક રેટ પ્રમાણે દૈનિક ર૦ પૈસા અથવા માસિક પ.ર૦ પૈસા ખાસ ભથ્થુ આપવામાં આવશે.

સંયુકત રાષ્‍ટ્રસંઘ દિન નિમિત્‍તે વિવિધ સરકારી કચેરીઓ પર સંયુકત રાષ્‍ટ્રસંઘનો ધ્‍વજ ફરકાવવામાં આવશે.
રાજકોટ તા.  ૧૮ ઓકટોબર ગુજરાત સરકારના સામાન્‍ય વહીવટ વિભાગના જણાવાયા અનુસાર આગામી ૨૪ ઓકટોબરે સંયુકત રાષ્‍ટ્રસંઘ દિનની ઉજવણી નિમિત્‍તે જયાં રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવવામાં આવે છે, તે સરકારી કચેરીઓ પાસે સંયુકત રાષ્‍ટ્રસંઘનો ધ્‍વજ હોય તે કચેરીઓમાં રાષ્‍ટ્રધ્‍વજની સાથે સંયુકત રાષ્‍ટ્રસંઘનો ધ્‍વજ ફરકાવવામાં આવશે.
લોખંડી પુરૂષ સરદાર વલ્‍લભભાઇ પટેલની જન્‍મજયંતી નિમિત્‍તે પુષ્‍પાંજલિનો કાર્યક્રમ યોજાશે.
રાજકોટ તા. ૧૮ ઓકટોબર રાષ્‍ટ્રના લોખંડી પુરૂષ સરદાર વલ્‍લભભાઇ પટેલની ૧૩૬મી જન્‍મજયંતી નિમિત્‍તે ૩૧ ઓકટોબર-૨૦૧૧ના રોજ સરદાર સ્‍મારક ટ્રસ્‍ટ તરફથી કિસાનપરા ચોક, રેસ કોર્સ રીંગ રોડ, રાજકોટ ખાતે સાંજે ૫.૧૫ થી ૫.૪૫ સુધી પ્રાર્થના અને પુજય સરદારજીની પ્રતિમાને સુતાંજલિ-પુષ્‍પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાશે, તેમ સરદાર વલ્‍લભભાઇ પટેલ સ્‍મારક ટ્રસ્‍ટના મંત્રીઓ શ્રી ઉષાકાંત માંકડ અને અલ્‍પનાબહેન ત્રિવેદીની યાદીમાં જણાવાયું છે.
એરમેન ભરતી મેળાના આયોજન અંગેની બેઠક
રાજકોટ તા. ૧૮ ઓકટોબર રાજકોટ જિલ્‍લા કલેકટર ડો. રાજેન્‍દ્રકુમારના અધ્‍યક્ષસ્‍થાને એરમેન ભરતી મેળાના આયોજન અંગેની બેઠક ૨૦ ઓકટોબર-૨૦૧૧ના રોજ બપોરે ૪.૦૦ વાગે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. કમાન્‍ડિંગ ઓફિસર, ૬-એરમેન સીલેકશન સેન્‍ટર, મુંબઇ દ્વારા રાજકોટ ખાતે તા.૫ થી તા.૮ નવેમ્‍બર-૨૦૧૧ દરમ્‍યાન યોજાનાર આ ભરતી મેળો યોજાશે, તેમ મદદનીશ નિયામક(રોજગાર), રાજકોટની યાદીમાં જણાવાયું છે.
રાજકોટ ગ્રામ્‍ય પોલિસ દ્વારા ઇમરજન્‍સી હેલ્‍પલાઇનો શરૂ કરાઇ.
પ્રજાજનો એસ.ટી.ડી.કોડ સિવાય સીધો નંબર જોડી શકશે.
રાજકોટ તા. ૧૮ ઓકટોબર રાજકોટ ગ્રામ્‍ય  જિલ્‍લાના પોલિસ કન્‍ટ્રોલરૂમ ખાતે ચાર હેલ્‍પલાઇન નંબરો શરૂ કરાયા છે. ક્રાઇમ સ્‍ટોપર સેલ-૧૦૯૦, વુમન ક્રાઇસીઝ રીસ્‍પોન્‍સ સેન્‍ટર-૧૦૯૧, ટ્રાફિક હેલ્‍પલાઇન-૧૦૯૫ અને સીનિયર સિટિઝન હેલ્‍પલાઇન-૧૦૯૬ નામના પોલિસ ખાતા સંબંધિત આ હેલ્‍પલાઇન નંબરો નાગરિકોએ એસ..ટી.ડી.કોડ લગાવ્‍યા સિવાય સીધા જોડવાના રહેશે. આ સુવિધાનો લાભ લેવા રાજકોટ ગ્રામ્‍યના પોલિસ અધિક્ષકશ્રી પ્રેમવીરસિંહ યાદવની યાદીમાં જણાવાયું છે.
દ્વિચક્રીય વાહનો માટે જી.જે.૩-ઇડી સીરીઝ શરૂ થશે
રાજકોટ તા. ૧૮ ઓકટોબર -  પ્રાદેશિક વાહનવ્યવહારની કચેરી, રાજકોટ દ્વારા દ્વિચક્રી વાહનો માટે તા.૦૧/૧૧/૨૦૧૧ના રોજ જી.જે.૩-ઇડી(GJ-- ED) ૧ થી ૯૯૯૯ સુધીના નંબરોની નવી સીરીઝ શરૂ કરવામાં આવનાર છે. જેમાં પસંદગીનાં નંબર મેળવવા અરજદારે નિયત ફી રૂ ૫૦૦/- કે તેથી રકમની ઓફર સહિતની અરજી એક જ ડીમાન્ડ ડ્રાફટ/પે ઓર્ડર સામેલ કરી પોસ્‍ટ ખાતા મારફત રજી. ટપાલ/રજી. એ.ડી.થી કરવાની રહેશે. જી.જે.૩-ઇડી સીરીઝ માટે પસંદગી નંબરોની અરજી નીચે દર્શાવેલ વિગતો ધ્‍યાને લઇ કરવાની રહેશે તથા નીચે દર્શાવેલ વિગતે પસંદગી નંબરની ફાળવણી કરવામાં આવશે.
 જી.જે.૩-ઇડી સીરીઝના પસંદગી નંબરો માટે અરજી સેલ સર્ટિફીકેટ (ફોર્મ-ર૧)ની તારીખથી તા.૨૪-૧૦-૨૦૧૧ ના રોજ દિવસ ૩૦ પૂર્ણ થયેલ ન હોય તેવા અરજદારોએ અરજી કરવી. તે સિવાયની અરજી કરેલ હશે તો દફતરે કરવામાં આવશે.
પોષ્‍ટ ખાતા મારફત મોકલેલ કવર ઉપર ‘‘ઇડીમાં પસંદગી નંબર માટે’’ ફકત લખવાનું રહેશે. કવર ઉપર લેવા માંગતા વાહન નંબર લખવાના રહેશે નહિ. તા. ૨૪-૧૦-૧૧ સુધી મળેલ અરજીઓ જ માન્‍ય રહેશે. ત્‍યાર બાદ મળેલ અરજીઓ દફતરે કરવામાં આવશે.
નમૂનો-ર૦ રજીસ્‍ટ્રેશનની હુકમ થયેલ, અસલ દસ્‍તાવેજો સાથે ડી.ડી/પે ઓર્ડર મોકલવાના રહેશે તેમજ પસંદગી નંબર માટેની અરજીમાં ‘‘પસંદગી’’ નંબર તથા સીરીઝ સાથે દર્શાવવાની રહેશે તેમજ ઓફરની રકમ તથા ડી.ડી./પે ઓર્ડરની વિગત દર્શાવવાની રહેશે. પસંદગી નંબર માટે એકજ ડી.ડી./પે ઓર્ડર સામેલ રાખવાનો રહેશે.
પે. ઓર્ડર/ડી.ડી.છ(૬) માસની અંદરનો હોવો જોઇએ તેમજ એક જ પસંદગી નંબર માટે એક સરખી રકમની ઓફર હોય તેવા કિસ્‍સામાં નાના અંગ્રેજી આલ્‍ફાબેટ A-B-C ના ક્રમ મુજબ જે અરજદારનો નામનો આલ્‍ફાબેટ પ્રથમ હશે તેને નંબરની ફાળવણી કરવામાં આવશે.
કવર પર અરજદારનું પુરુ નામ સરનામું દર્શાવવાનું રહેશે.
એકજ પસંદગી નંબર માટે એક થી વધુ અરજીઓ આવેલ હશે તેવા કિસ્‍સામાં જે વાહનમાલિકશ્રીએ વધુ રકમનો ડી.ડી./પેઓર્ડર સાથે અરજી કરેલ હશે તેને ફાળવવામાં આવશે.
પોસ્ટ ખાતા મારફત અરજીઓ ખોલી તેનું વર્ગીકરણ કરી જે અરજદારને  નંબરની ફાળવણી કરેલ હશે, તેનું લીસ્‍ટ તા.૦૧.૧૧.૨૦૧૧ના રોજ નોટિસ બોર્ડ પર પ્રસિધ્‍ધ કરવામાં આવશે. આ તારીખ સિવાય પસંદગીના નંબરના અરજદારે પૂછપરછ માટે રૂબરૂ સંપર્ક સાધવો નહીં.
પસંદગી નંબર માટે આવેલ અરજી અંગે કોઇ વિવાદ ઉભો થશે તો તેવા કિસ્‍સામાં પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારીશ્રીએ લીધેલ નિર્ણય આખરી ગણવાનો રહેશે. પસંદગી નંબર માટે આવેલ અરજીઓ તે નોંધાયેલ અરજીના પત્રકો તથા દફતરે કરેલ અરજીઓ સીરીઝ શરૂ થયાની તારીખથી ત્રણ માસ સુધી કચેરીના હિતમાં જાળવામાં આવશે.      
જી.જે.૩-ઇડી(GJ-- ED) સીરિઝમાં નિયત ફી રૂ. ૫૦૦/- રોકડેથી વસૂલી પસંદગી નંબરોની ફાળવણી તા.૦૩.૧૧.૨૦૧૧થી કરવામાં આવશે. જેનો સમય સવારના ૯.૦૦થી ૧૧.૦૦ સુધીનો રહેશે.
પસંદગી નંબરની ફાળવણી દરમ્‍યાન કોઇ કર્મચારી કે અધિકારીની ફરજમાં રૂકાવટ કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો તે વ્યકિત સામે કાયદેસરની કામગીરી હાથ ધરી પોલીસ હવાલે કરવામાં આવશે. જેની પણ નોંધ લેવા શ્રી ડી.આર.પટેલ,પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારી, રાજકોટ દ્વારા જણાવાયુ છે.
૨૪ ઓકટોબર -‘‘યુનાઇટેડ નેશન્‍સ ડે’’
ખાસ લેખ- સોનલ જોષીપુરા


એલ.પી.જી. અર્થાત લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્‍લોબલાઇઝેશનના આ સમયમાં આર્થિક સધ્‍ધરતા સામે અન્‍ય બાબતો ગૌણ બની જાય છે. એટલે મહદ્દઅંશે વિશ્‍વમાં શાંતિનું સામ્રાજય જોવા મળે છે. પરંતુ, ૧૯૧૩ અને ૧૯૩૯ના વિશ્‍વયુધ્‍ધો પછી સમગ્ર વિશ્‍વમાં હિંસા, આતંક અને ખૂનામરકીના વાતાવરણ વચ્‍ચે વિશ્‍વના અગ્રણી દેશોના વડાઓએ એકઠા થઇ સંયુકત રીતે એક એવી સંસ્‍થા સ્‍થાપવાનું નક્કી કર્યું કે જે વિશ્‍વમાં શાંતિ અને સુલેહનું વાતાવરણ સ્‍થાપવાના પ્રયાસોમાં મદદરૂપ થાય. અને તેનું એક અલગ બંધારણ પણ હોય, જેથી અન્‍ય દેશોના વિવાદમાં તે મધ્‍યસ્‍થીની ભૂમિકા ભજવી શકે. આ હેતુઓની પૂર્તિ માટે ઇ.સ.૧૯૪૫ની ૨૪ ઓકટોબરે સંયુકત રાષ્‍ટ્રસંઘની સ્‍થાપના કરવામાં આવી હતી.આ દિવસની યાદમાં યુનાઇટેડ નેશન્‍સના સભ્‍ય દેશોમાં દર વર્ષે ૨૪ ઓકટોબરના રોજ યુનાઇટેડ નેશન્‍સ ડે(સંયુકત રાષ્‍ટ્રસંઘ દિન)ની ઉજવણી કરવામાં આવે છે.
યુનાઇટેડ નેશન્‍સ ડે(સંયુકત રાષ્‍ટ્રસંઘ દિન)ની ઉજવણી વિવિધ રાષ્‍ટ્રોમાં વિવિધ પ્રકારે કરવામાં આવે છે. યુનાઇટેડ નેશન્‍સના જીનિવા સ્‍થિત બિલ્‍ડીંગના જનરલ એસેમ્‍બલી હોલમાં આ દિવસે યુ.એન.ના જનરલ સેક્રેટરી સભ્‍ય દેશોના વડાઓ અને પ્રતિનિધિઓની સભાને સંબોધે છે. તેમની ગેરહાજરીમાં તેમના સંદેશાનું પઠન કરવામાં આવે છે. યુ.એન.ના સભ્‍ય દેશોની શાળાઓમાં ચર્ચાસભા, શાંતિયાત્રા, નિબંધ અને વકતૃત્‍વ સ્‍પર્ધા, ચિત્ર સ્‍પર્ધા, વગેરે યોજવામાં આવે છે, અને વિવિધ માધ્‍યમો દ્વારા એવો સંદેશો ફેલાવવામાં આવે છે કે, સમગ્ર વિશ્‍વ આપણાં બધાનું છે, જેમાં માનવહક્કોની જાળવણી, હિંસા અને અત્‍યાચારને દેશવટો તથા સંવાદ અને સહકાર દ્વારા શાંતિમય વિશ્‍વનું નિર્માણ બધાએ એક થઇને કરવાનું છે.
અત્રે એ ઉલ્‍લેખનીય છે કે, યુનાઇટેડ નેશન્‍સ ડે(સંયુકત રાષ્‍ટ્રસંઘ દિન)ના હાલના જનરલ સેક્રેટરી બાન કી મુન છે. જયારે ટ્રીગ્‍વે લી, દાગ હેમરશીલ્‍ડ, યુ થાન્‍ટ, કુર્ત વાલ્‍ધેઇમ, ઝેવિયર પેરેઝ ડી સ્‍યુલર, બુત્રોસ બુત્રોસ ઘાલી અને કોફી અન્‍નાન વગેરે અગાઉ આ પદ શોભાવી ચુકયા છે.
 યુનાઇટેડ નેશન્‍સ ડે(સંયુકત રાષ્‍ટ્રસંઘ દિન)ની ઉજવણી ભારત અને ગુજરાતમાં પણ કરવામાં આવે છે અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. રાજયભરની સરકારી કચેરીઓમાં રાષ્‍ટ્રધ્‍વજની સાથે સંયુકત રાષ્‍ટ્રસંઘનો ધ્‍વજ ફરકાવવામાં આવે છે.
મતદારયાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરાયો.
રાજકોટ તા. ૧૮ ઓકટોબર -  મતદારયાદીની સંક્ષિપ્‍ત સુધારણા હાથ ધરવામાં આવી છે. જિલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો. રાજેન્‍દ્રકુમાર દ્વારા નીચે દર્શાવેલ યાદી જાહેર કરાઇ છે.
·                     પહેલી નવેમ્‍બર સુધી ચાલનારા મતદારયાદી સુધારણા કાર્યક્રમ અન્‍વયે ૨૩ ઓકટોબર સુધી નજીકના મતદાન મથકે બી.એલ.ઓ. સવારના ૯ વાગ્‍યાથી સાંજના ૬ વાગ્‍યા સુધી બેસશે.
·                     મતદારયાદીમાં મતદારો તેમના નામ ચકાસી શકશે.
·                     મતદારયાદીમાં નામ ઉમેરવા માટે ફોર્મ નં-૬, મતદારયાદીમાં નામ કમી કરવા માટે ફોર્મ નં-૭, મતદારયાદીમાં નામની વિગતો સુધારવા માટે ફોર્મ નં-૮ અને મતદારયાદીમાં બીજા ભાગમાં બદલવા માટે ફોર્મ નં-૮ ક ભરી શકાશે.
·                     આ માટે પહેલી નવેમ્‍બર સુધી સવારે ૧૦ થી ૬ સુધી અને ખાસ ઝૂંબેશના દિવસોએ સવારે ૯ થી ૬ સુધી હેલ્‍પલાઇન નંબર ૨૪૫૦૫૭૫ ઉપર મતદારયાદીમાં નામ હોવા અંગેની વિગતો મેળવી શકાશે.
·                     મતદારયાદીમાં ફોટો ન હોય તો રંગીન પાસપોર્ટ સાઇઝનો ફોટો બી.એલ.ઓ.ને આપી શકાશે.
બસિયા/સોનલ
ભારતીય અને ઓમાની લડાકુ વિમાનોની હવાઇ કવાયતોથી આકાશ ગુંજયુ
તા.૧૭  થી ૨૧ ઓકટોબર સુધી સંયુકત હવાઇ કવાયત
ઓમાની જવાનો ખમણ-ઢોકળા સાથે ગુજરાતી ગરબા પણ માણશે
ભારતીય હવાઇ દળ દ્બારા જામનગર એરફોર્સ મથક થી ભારતીય અને ઓમાની લડાકુ વિમાનોની તા.૧૭ થી ૨૧ ઓકટોબર દરમ્‍યાન સંયુકત હવાઇ કવાયતો યોજાઇ છે. જેનો આજે જામનગર એરફોર્સ મથકથી પ્રારંભ થયો હતો.આ કવાયતમાં હવામાં ઇંધણ ભરવા અને બોમ્‍બમારા સહિતનો સમાવેશ થશે.
રોયલ એરફોર્સ ઓમાનના ૬ જગુઆર લડાકુ વિમાન અને ૧૧૫ જવાનો સાથે ભારતીય એરફોર્સનાં જગુઆર અને મીગ સુપરસોનીક લડાકુ વિમાનો આ હવાઇ કવાયતમાં જોડાતા,  રસપ્રદ હવાઇ  કવાયતથી આકાશ ગુંજી ઉઠયુ હતુ.. તેમ જામનગર હવાઇ મથકના વડા એર ઓફીસર કમાન્‍ડીંગ એર કોમોડોર આર.નામ્‍બીયારે જામનગર હવાઇ મથક ખાતે જણાવ્‍યું હતું.
Exercise Eastern Bridge 2011 (’’એકસરસાઇઝ ઇસ્‍ટર્ન બ્રીજ ૨૦૧૧’’) અર્થાત પૂર્વીય સેતુ કવાયત ૨૦૧૧ ને એવું નામ આપવામાં આવ્‍યું છે. અત્રે ઉલ્‍લેખનીય છે કે, આ પહેલાં ૨૦૦૯ માં રોયલ એરફોર્સ ઓમાન દ્બારા ઓમાનના થુમ્‍બરૈતમાં સંયુકત હવાઇ કવાયત યોજાઇ હતી. ત્‍યારે ઇન્‍ડીયન એરફોર્સના લડાકુ વિમાનોએ ગોરખપુરથી થુમ્‍બરૈત જવા જામનગર હવાઇ મથક ખાતે ઇંધણ ભરાવ્‍યું હતું.
બે વર્ષ પહેલાં ઇન્‍ડીયન એરફોર્સની ટુકડીએ ઓમાનની મુલાકાત લીધી ત્‍યારે ઓમાન એરફોર્સ દ્બારા ભારતીય ભૂમિ પર ઉડવાની તીવ્ર ઇચ્‍છા બતાવી હતી. કારણ ઓમાનમાં રણ વિસ્‍તાર છે તેની સામે ભારતની ભૂમિ અલગ પ્રકારની છે. અહિં રણ થી લઇ ગાઢ જંગલો અને પર્વતીય વિસ્‍તારો પણ છે. ઓમાનની રોયલ એરફોર્સ ના પાઇલોટ જામનગર હવાઇ મથકથી વિવિધ કવાયત કરશે  ત્‍યારે ભારતીય હવાઇ દળ કયા કયા પડકારો ઝીલે છે તેનાથી માહિતગાર થશે.
બન્‍ને હવાઇ દળના સીનીયર  અધિકારીઓ આ કવાયત દરમ્‍યાન જામનગર મથકની મુલાકાત લઇ પ્રગતિની સમીક્ષા કરશે. આ કવાયત ઇન્‍ડીયન એરફોર્સ અને રોયલ એરફોર્સ ઓમાનની વ્‍યવસાયીક રીતે જ નહીં  પણ સાંસ્‍કૃતિક રીતે પણ સમૃધ્‍ધ બનાવશે. કારણ કે ઓમાની અને ભારતીયો  સરખા પ્રકારની સંસ્‍કૃતી ધરાવે છે. આ કવાયતથી બન્‍ને દેશના જવાનોને પરસ્‍પર વાતચીત દ્બારા જાણવાની તક મળશે. ’’એકસરસાઇઝ ઇસ્‍ટર્ન બ્રીજ -૧’’ જે  ૨૦૦૯માં ઓમાનમાં યોજાઇ હતી તેમા સામેલ થયેલા જવાનોને પોતાના રોયલ એરફોર્સ ઓમાનના જુના મીત્રોને મળવાનો મોકો પણ આ કવાયત દ્બારા મળ્યો  હતો. આ કવાયતે ઇન્‍ડીયન એરફોર્સ  અને રોલય એરફોર્સ ઓમાન વચ્‍ચેની મિત્રતા ગાઢ બનાવી છે. આ કવાયતો સમયની કસોટીમાં પણ ટકી રહે તેવી મીત્રતામાં સેતુરૂપ    બની રહેશે.
આ કવાયત દરમ્‍યાન ઔપચારિક સામાજીક મિલન અને મૈત્રીપૂર્ણ ફૂટબોલ મેચ પણ આ કવાયતની બન્‍ને ટુકડીઓ વચ્‍ચે આયોજીત કરાયો છે. ઓમાની જવાનો માટે ગુજરાતી  ગરબાનું પણ આયોજન કરાયું છે. ઓમાની જવાનોએ ભારતીય વાનગીઓ ખાસ કરીને ગુજરાતી ખાખરા, સમોસા અને ઢોકળામાં ખાસ રસ બતાવ્‍યો છે. હવાઇ કવાયતના આયોજન અંગે  ડિફેન્‍સના જનસંપર્ક અધિકારી ગૃપ કેપ્‍ટન એમ.જી.મહેતા અને જામનગર હવાઇ મથકના જનસંપર્ક અધિકારી  સ્‍કવોડન લીડર અલ્‍કા ચૌધરીએ  પુરક વિગતો  આપી હતી. હવાઇ કવાયતોમાં જગુઆર લડાકુ વીમાનની ટુકડીમાં કમાન્‍ડીંગ  ઓફીસર વીંગ કમાન્‍ડર આશીષ શ્રીવાસ્‍તવ અને મીગ લડાકુ વિમાનની ટુકડીમાં કમાન્‍ડીંગ ઓફીસર વીંગ કમાન્‍ડર  હરબીંદરસીંઘ સાથે અન્‍ય ઓફીસર્સ પણ જોડાયા હતા.
જિલ્‍લામાં અનુ.જાતિ યોજના હેઠળ ૯૦ ટકા કામ પૂર્ણઃ
૨૩ કરોડ સામે ૨૦ કરોડના કામો થયાઃ ગ્રામ વિકાસ એજન્‍સી મોખરેઃ
જિલ્‍લા કલેકટરે સમીક્ષા કરીઃ
ભુજ,મંગળવારઃ કચ્‍છમાં અનુ.જાતિના લોકોને સવિશેષ લાભ થાય અને જયાં જરૂર પડે ત્‍યાં તેમનાં સૂચવ્‍યા મુજબ કામ થાય એ માટે ખાસ યોજના સરકાર દ્વારા તૈયાર થાય છે, તે મુજબ આ વર્ષે જિલ્‍લામાં ૨૩ કરોડ ફાળવવામાં આવ્‍યા હતા તે સામે અત્‍યાર સુધી ૯૦ ટકા જેટલી કામગીરી તો પૂર્ણ થઇ છે અને ૨૦ કરોડનાં કામો અનુ.જાતિના લાભાર્થીઓ માટે હાથ ધરવામાં આવ્‍યા છે.
જિલ્‍લા કલેકટર એમ.થેન્‍નારસનના અધ્‍યક્ષસ્‍થાને અનુસૂચિત જાતિ પેટા યોજના હેઠળ આ વર્ષે મળેલી ગ્રાન્‍ટ સામે થયેલા ખર્ચની થયેલી સમીક્ષા અનુસાર, ગ્રામ વિકાસ એજન્‍સી, સમાજ કલ્‍યાણ, જિલ્‍લા રજિ.સહકારી મંડળીઓ તથા પ્રાથમિક શિક્ષણ વિભાગે તો સો ટકા કામગીરી અત્‍યારથી જ આટોપી લીધી છે. ગ્રામ વિકાસ એજન્‍સીએ ૧૩ કરોડના કામો હાથમાં લઇ ટોચની કામગીરી કરી છે.
સમાહર્તાશ્રી એમ.થેન્‍નારસને અધિકારીઓને જણાવ્‍યું હતું કે, કચ્‍છમાં હજુ પણ વધુને વધુ લોકો સુધી યોજનાનો લાભ પહોંચે એ માટે લાભાર્થીઓની સંખ્‍યા વધારવાની આવશ્‍યકતા છે. ખાસ કરીને જી.ઇ.બી.માં અનુ.જાતિના ખેડૂતો વધુ લાભ મેળવે તે જરૂરી છે. પી.જી.વી.સી.એલ. દ્વારા આધાર-પૂરાવા અને આવક મર્યાદાને અનુલક્ષીને યોગ્‍ય કાર્યવાહી કરવા જણાવ્‍યું હતું.
રાપર વિસ્‍તારના ધારાસભ્‍યશ્રી બાબુભાઇ મેઘજી શાહે સૂચનો કર્યા હતા.
સામાજિક ન્‍યાય સમિતિના ચેરમેનશ્રી વિનોદભાઇ ચાવડાએ લાભાર્થીઓની યાદી તેમજ દરેક વિભાગના સુધારા-વધારાની રજૂઆત પદાધિકારીઓ મારફતે કરવા ઉપરાંત ટ્રેકટરની સબસીડિ અને દલિતવાસમાં ગટર યોજના અંગે રજૂઆત કરી હતી. જયારે ગોવિંદભાઇ મારવાડાએ વણકારો માટે વર્કશેડ યોજના, વીમા યોજના, ગ્રિમકોની કિટ, ગરીબ કલ્‍યાણ મેળા પહેલા આપવા અને ખેતીમાં વધુ ગ્રાન્‍ટ માંગવા કહયું હતું. તો સંજોગે રસ્‍તાના સૂચનો કર્યા હતા.
બેઠકની શરૂઆતમાં સભ્‍ય સચિવશ્રી કે.એ.પ્રજાપતિએ સ્‍વાગત કર્યુ હતું અને બેઠકનું સંચાલન કર્યુ હતું. જયારે પ્રોગ્રામ ઓફિસર પી.જી.દવેએ જુનિયર ઈન્‍સપેકટરશ્રી કે.યુ.ચંદેએ પૂરક માહિતી આપી હતી. બેઠકના અંતે અધિકારીઓ વેળાસર ૧૦૦ ટકા કામગીરીની ખાતરી આપી હતી.
કચ્‍છમાં ખેલ મહાકુંભનું ઇ-રજિસ્‍ટ્રેશનઃ ૩૫૦૦ ફોર્મ ભરાયા
હજુ તા.૨૩/૧૦ સુધી ફોર્મ ભરી શકાશેઃ
૧૨મી નવેમ્‍બરે મશાલ રેલી કચ્‍છ આવશેઃ
ભુજ,મંગળવારઃ યુવાથી માંડી પ્રૌઢ અને સિનિયર સિટીજન વયસ્‍ક જુથના ખેલાડીઓ માટે પણ સામેલ થઇ શકે તેવા ખેલ મહાકુંભ-૨૦૧૧ના આયોજનમાં તાલુકાના વડા પ્રાંત અધિકારીઓ દ્વારા ગામમાં ટીમનું ફોર્મેશન થાય તે માટે સુચનાઓ આપવામાં આવી છે. કચ્‍છના ગ્રામ્‍ય વિસ્‍તારોમાંથી પણ મોટી સંખ્‍યામાં સ્‍પર્ધકો ભાગ લઇ શકે તે માટે ગ્રામ્‍ય લેવલે તાલુકા વિકાસ અધિકારી અને ગ્રામ પંચાયત કચેરીમાં ખેલ મહાકુંભનું ઇ-રજીસ્‍ટ્રેશન ઓનલાઇનથી કરવા માટેના ફોર્મ ઉપલબ્‍ધ કરવામાં આવ્‍યા હોવાનું નિવાસી અધિક કલેકટરશ્રી સી.પી.નેમા દ્વારા જણાવાયું છે. જેમાં અત્‍યાર સુધીમાં ૩૫૦૦ ઓનલાઇન ફોર્મ ભરાયા છે, તેમ રમતગમત અધિકારી દ્વારા જણાવાયું હતું.  
જિલ્‍લા રમતગમતના સિનિયર કોચ શ્રી કે.સી. પટેલના જણાવ્‍યા અનુસાર અગાઉ વ્‍યકિતગત સ્‍પર્ધકોનાં ૮,૨૦૭ ફોર્મ ભરાયાં હતા. ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે રજીસ્‍ટ્રેશનની અંતિત તા.૨૩મી ઓકટોબર રાખવામાં આવી છે. ગત વર્ષે ખેલ મહાકુંભમાં ૧૬ રમતો યોજવામાં આવી હતી, જયારે આ વર્ષે ૨૦ રમતો કે જેમાં તાલુકા લેવલની ૫ સ્‍પર્ધાઓનું આયોજન કરાશે.આ સ્‍પર્ધાઓ જે-તે રમતના ભારતના ફેડરેશન/એસોસિએશનના નિયમ મુજબ જ યોજવામાં આવશે તેમજ ખેલાડી એક જ વયગ્રુપમાં ભાગ લઇ શકશે, જયારે એથ્‍લેટીકસની રમતમાં ત્રણ ઇવેન્‍ટ ઉપરાંત બે રીલેમાં ભાગ લઇ શકશે.
ખેલ મહાકુંભની મશાલ રેલી અમદાવાદથી પ્રસ્‍થાન કરીને ૧૨મી નવેમ્‍બર,૧૧ના ભુજ આવશે અને તા.૧૩ નવેમ્‍બરે ભુજથી રાજકોટ પ્રસ્‍થાન કરશે. આ રેલી કૂલ ૨,૫૫૦ કિ.મી. અંતર કાપીને ૨૧મી નવેમ્‍બરે ગાંધીનગર પહોંચશે. જિલ્‍લા પંચાયત સીટકક્ષાની સ્‍પર્ધાઓ તા. ૨૩ થી ૨૮ નવેમ્‍બર સુધી, તાલુકાકક્ષાની સ્‍પર્ધાઓ તા. ૩૦/૧૧ થી ૩/૧૨ સુધી જયારે જિલ્‍લાકક્ષાની સ્‍પર્ધાઓ તા.૨૩/૧૧ થી ૧૨/૧૨ સુધી ૨૦ દિવસ યોજાશે. તા. ૧૬/૧૨ થી તા. ૨૧/૧૨ સુધી સેમી ફાઇનલ જયારે તા.૨૨ અને ૨૩મી ડીસેમ્‍બરે રાજયકક્ષાની ફાઇનલ સ્‍પર્ધાઓ અને પુર્ણાહુતિ સમારંભ યોજાશે.
માજી સૈનિકો માટે સીસીસી તાલીમનું આયોજન
ભુજ,મંગળવારઃ જામનગર આઇ.ટી.આઇ. ખાતે કોમ્‍પ્‍યુટર કૌશલ્‍ય પરીક્ષા (સીસીસી) સાથે સંકલિત ત્રણ માસના કોર્ષનું આયોજન માજી સૈનિકો માટે વિનામુલ્‍યે આયોજન કરવામાં આવનાર છે.જેમાં ૧/૧/૦૨ કે ત્‍યારબાદ નિવૃતિ થયેલા તથા તા.૧/૧/૯૭ પછી મીલીટરીની ચાલુ નોકરીમાં અવસાન પામેલ હોય તેવા સ્‍વ.માજી સૈનિકોના ધર્મ-પત્‍નીઓ કે સ્‍વ.સૈનિકોનું એક સંતાન જોડાઇ શકશે. આ કોર્ષમાં જોડાવા ઇચ્‍છુકે જિલ્‍લા સૈનિક કલ્‍યાણ અને પુનર્વસવાટ કચેરી, જામનગરનો રૂબરૂ અથવા અરજીથી સંપર્ક સાધવા જણાવાયું છે.
ભુજમાં સુવર્ણપ્રાસનાં ટીપા
ભુજ,મંગળવારઃ સરકારી આર્યુવેદિક હોસ્‍પિટલ, સરપટ ગેઇટ-ભુજ ખાતે તા.૨૧/૧૦/૨૦૧૧ શુક્રવારે (પુષ્‍પ નક્ષત્ર) ના દિવસે ૦ થી ૧૨ વર્ષના બાળકોને સુવર્ણપ્રાશના ટીપાં સવારે ૯ થી ૧૨ વાગ્‍યા સુધી નિઃશુલ્‍ક (વિનામૂલ્‍યે) પીવડાવવામાં આવશે.
તહેવારોને અનુલક્ષી તા. ૨૬, ૨૭નો સ્‍વાગત કાર્યક્રમ મોકૂફ રખાયોઃ
ભુજ,મંગળવારઃ આગામી તા.૨૬/૧૦ના યોજાનાર ગ્રામ અને તાલુકા સ્‍વાગત કાર્યક્રમ તથા તા. ૨૭/૧૦ના યોજાનાર જિલ્‍લા સ્‍વાગત કાર્યક્રમ અને રાજય સ્‍વાગત કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્‍યો છે. નવેમ્‍બર-૧૧ના આ કાર્યક્રમો નિયત સમયે યોજાશે, જેની નોંધ લેવા નિવાસી અધિક કલેકટર, કચ્‍છ-ભુજ દ્વારા જણાવાયું છે.
મહિલા સ્‍કોલરશીપ ફોર્મ ભરવા અંગે
ભુજ,મંગળવારઃ મહિલા સ્‍કોલરશીપના ફોર્મ જેમણે ભરવાના થતા હોય તેઓએ તાત્‍કાલિક ડીસ્‍ટ્રીકટ સ્‍પોર્ટસ કોચિંગ સેન્‍ટર, ૩૦૨ બહુમાળીભવન, બીજો માળ, ભુજ ખાતે ભરીને પહોંચતા કરવા જણાવાયું છે.આગામી ખેલ મહાકુંભમાં જ તમામને સ્‍કોલરશીપ આપવાની થતી હોઇ, ફોર્મ પહોંચાડવા વિનંતી કરાઇ છે.
વી.એ.ભટૃ/સીદીક કેવર....
વિકલાંગો માટે વિકલાંગતા પ્રમાણપત્ર તથા  વિનામૂલ્‍યે મેડિકલ કેમ્‍પનું આયોજન
સુરેન્‍દ્રનગર, તા.૧૮-૧૦/- સુરેન્‍દ્રનગર જિલ્‍લા સમાજ સુરક્ષાની કચેરી તથા સિવિલ હોસ્‍પિટલ સુરેન્‍દ્રનગર દ્વારા વિકલાંગો માટે તારીખ ૨૦-૧૦-૨૦૧૧ ના રોજ સામુહિક આરગ્‍ય કેન્‍દ્ર થાનગઢ ખાતે વિનામુલ્‍યે મેડિકલ કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્‍પમાં બાકી રહી જતાં તમામ વિકલાંગોને વિકલાંગ પ્રમાણપત્ર મેળવવા માટે રેશનકાર્ડ અને ઓળખકાર્ડ તથા પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ સાથે સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર, થાનગઢ ખાતે સવારે ૯-૦૦ થી ૧-૦૦ કલાક દરમિયાન ઉપસ્‍થિત રહી લાભ લેવા જિલ્‍લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની એક યાદીમાં જણાવાયું છે.
લીંબડી ખાતે રાજયકક્ષાની શાળાકીય હોકી સ્‍પર્ધા યોજાશે

સુરેન્‍દ્રનગર, તા. ૧૮/૧૦ :- કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ - ગાંધીનગર અને જિલ્‍લા રમત-ગમત કચેરી, સુરેન્‍દ્રનગર દ્વારા લીંબડી ખાતે ભાઇઓ તથા બહેનો માટે રાજયકક્ષાની શાળાકીય હોકી સ્‍પર્ધા-૨૦૧૧નું આયોજન કરવામાં આવ્‍યું છે.
 જે અંતર્ગત તા. ૩જી, ૪થી અને ૫મી નવેમ્‍બર-૨૦૧૧ ના રોજ રમત-ગમત સંકુલ, લીંબડી ખાતે બહેનોની હોકી સ્‍પર્ધા યોજાશે. સ્‍પર્ધકોએ તા.૩/૧૧/૨૦૧૧ ને સવારે ૧૧-૦૦ કલાકે મેદાન પર હાજર થવાનું રહેશે. સ્‍પર્ધા બપોરે ૨-૦૦ કલાકે શરૂ થશે. બહેનો માટે રહેઠાણની વ્‍યવસ્‍થા શ્રી બી. એ. કન્‍યા વિદ્યાલય - લીંબડી ખાતે કરવામાં આવી છે. આ ઉપરાંત તા.૫મી, ૬ઠ્ઠી, ૭મી અને ૮મી નવેમ્‍બર-૨૦૧૧ ના રોજ રમત-ગમત સંકુલ, લીંબડી ખાતે ભાઇઓની હોકી સ્‍પર્ધા યોજાશે. સ્‍પર્ધકોએ તા.૫/૧૧/૨૦૧૧ ના રોજ સાંજે ૬-૦૦ કલાકે રીર્પોટીંગ કરાવી લેવાનું રહેશે. ભાઇઓ માટે નિવાસની વ્‍યવસ્‍થા શ્રી જી.એસ. કુમાર વિદ્યાલય - લીંબડી, સર જે. હાઇસ્‍કૂલ - લીંબડી તથા આર્ટસ કોલેજ - લીંબડી ખાતે કરવામાં આવી છે.
 તદ્દઉપરાંત સ્‍પર્ધકોએ ત્રણ નકલમાં એલીજીબીલીટી સર્ટિફિકેટ રજુ કરવાના રહેશે તથા રમતને અનુરૂપ ગણવેશ પહેરવાનો રહેશે. ઋતુ અનુસાર બેડીંગ તથા રૂમને લગાવવાનું તાળું સાથે લાવવાનું રહેશે. વધુ માહિતી તથા સ્‍થાનિક સંપર્ક માટે રણજીતસિંહ જાડેજા મો.-૯૯૨૪૪૦૯૯૦૯ ઉપર સંપર્ક કરવા જિલ્‍લા રમત-ગમત અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
સુરેન્‍દ્રનગર જિલ્લાની વાજબી ભાવની દુકાનના ૬ પરવાનેદારોના પરવાના રદ્દ કરાયા
સુરેન્‍દ્રનગર, તા. ૧૮/૧૦ :- સુરેન્‍દ્રનગર જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ઓક્ટોબર માસમાં સુરેન્‍દ્રનગર જિલ્લામાં વાજબી ભાવની દુકાનની તપાસણી દરમિયાન ચોટીલા તાલુકાના બામણબોરના પરવાનેદાર જમનાદાસ રણછોડદાસ કોટેચા, ધ્રાંગધ્રા તાલુકાના હરિપરના પરવાનેદાર નારણભાઈ પ્રેમજીભાઈ ચાવડા, નારીચાણાના પરવાનેદાર દયાળજીભાઈ નાનજીભાઈ પટેલ, રામપરાના પરવાનેદાર માવજીભાઈ ગોવીંદભાઈ ઝાલા, પૃથુગઢના પરવાનેદાર ધીરૂભાઈ કુકાભાઈ કણઝરીયા તથા ધ્રાંગધ્રાના પરવાનેદાર ભાવેશભાઈ સૂર્યકાંતભાઈ શેઠ મળી કુલ  વાજબી ભાવની દુકાનના પરવાનેદારોના પરવાના ગેરરીતીઓ સબબ કાયમ માટે રદ્દ કરવામાં આવેલ છે. જેથી આ દુકાન ઉપરથી પુરવઠો મેળવતા લોકોએ ઉપરોક્ત વાજબી ભાવની દુકાનો પૈકી ચોટીલા તાલુકાના બામણબોરના લોકોએ નવાગામના પરવાનેદાર દિલીપ પ્રેમજી પાસેથી, ધ્રાંગધ્રા તાલુકાના હરિપરના લોકોએ ધ્રાંગધ્રાના પરવાનેદાર બળદેવભાઈ ચાવડા પાસેથી, નારીચાણાના લોકોએ રાવળિયાવદરના પરવાનેદાર વજાભાઈ વસતાભાઈ રબારી પાસેથી, રામપરાના લોકોએ કોંઢના પરવાનેદારશ્રી જ્યેન્દ્રસિંહ પાસેથી, પૃથુગઢના લોકોએ દેવચરાડીના પરવાનેદાર કાંતિ ગાંડા પારગી પાસેથી તથા ધ્રાંગધ્રાના લોકો ધ્રાંગધ્રાના પરવાનેદારશ્રી દેવાંગ રાવલ પાસેથી પુરવઠો મેળવી શકશે.


શનિવાર, 15 ઑક્ટોબર, 2011

'કોંગ્રેસ મીરા કે શિંદેને વડાપ્રધાન બનાવી શકે છે'

'કોંગ્રેસ મીરા કે શિંદેને વડાપ્રધાન બનાવી શકે છે': ઉત્તર પ્રદેશની મુખ્યમંત્રી માયાવતીએ કહ્યું ક કોંગ્રેસ તેમની તાકાતથી ડરેલી છે અને એટલા માટે તે લોકસભા અધ્યક્ષ મીરા કુમાર અથવા કેન્દ્રીય મંત્રી સુશીલ કુમાર શિંદેને આવનારા દિવસોમાં વડાપ્રધાન બ

ટીમ અણ્ણામાં તીરાડ, હવે હેગડેએ કર્યો કેજરીવાલ પર ‘કટાક્ષ’

ટીમ અણ્ણામાં તીરાડ, હવે હેગડેએ કર્યો કેજરીવાલ પર ‘કટાક્ષ’: ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઐતિહાસિક આંદોલન છેડ્યા બાદ અને લોકપાલ મુદ્દે સરકારને ઝૂકાવ્યા બાદ થોડા જ મહિનામાં ટીમ અણ્ણામાં તીરાડ દેખાઇ રહી છે. કાશ્મીરને લઇને જ્યાં ટીમ અણ્ણાના સભ્યોમાં મતભેદ છે ત્યાં જ ટીમ અણ્ણાના મહત્વના સ

અલગ તેલંગણાની માંગ સામે ત્રણ દિવસ સુધી રેલ રોકો આંદોલન

અલગ તેલંગણાની માંગ સામે ત્રણ દિવસ સુધી રેલ રોકો આંદોલન: અલગ તેલંગણાની માંગ ફરીથો જોર પકડી રહી છે અને આ મામલે કેન્દ્ર સરકારમાં પણ ખળભળાટ મચી ગયો છે. તેલંગણા સમર્થકોએ શનિવારથી ત્રણ દિવસ માટે રેલસેવા

આર્થિક સ્થિતિ પર પીએમની બેઠક

આર્થિક સ્થિતિ પર પીએમની બેઠક: પ્રધાનમંત્રી મનમોહનસિંહે દેશની આર્થિક સ્થિતિ પર ચર્ચા વિચારણા કરવા માટે આજે બેઠક બોલાવી છે. આ બેઠકમાં ઘટતા જતા આર્થિક વૃદ્ધિ દર તથા વધતી જતી મોંઘવારી

અહીં જાનવરોનું કામ કરે છે મનુષ્યો

અહીં જાનવરોનું કામ કરે છે મનુષ્યો: મધ્યપ્રદેશના બુંદેલખંડમાં મજૂરોના શોષણની કોઇ નવી વાત નથી. પરંતુ હવે તો ત્યાં જાનવરોનું કામ પણ મનુષ્યો પાસેથી કરાવવા લાગ્યા છે. છત્તરપુરમાં ખેતરોને ખેડવા

મુકેશ મુંબઇની હરકિશનદાસ હોસ્પિટલને આધુનિક બનાવશે

મુકેશ મુંબઇની હરકિશનદાસ હોસ્પિટલને આધુનિક બનાવશે: રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ મુંબઇના કોસ્ટલ રોડ અને ખ્યાતનામ હરકિશનદાસ હોસ્પિટલને સુધારી તેનું...

કિરણ બેદીને નિશાન બનાવવા કોઈની સૂચના નથી

કિરણ બેદીને નિશાન બનાવવા કોઈની સૂચના નથી: અણ્ણાની ટીમના સભ્ય કિરણ બેદીનાં બે ટ્રસ્ટોને આવકવેરાની નોટિસ મોકલવામાં આવતાં પેદા થયેલા વિવાદ વચ્ચે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સિઝ...

કિરણ બેદીને નિશાન બનાવવા કોઈની સૂચના નથી

કિરણ બેદીને નિશાન બનાવવા કોઈની સૂચના નથી: અણ્ણાની ટીમના સભ્ય કિરણ બેદીનાં બે ટ્રસ્ટોને આવકવેરાની નોટિસ મોકલવામાં આવતાં પેદા થયેલા વિવાદ વચ્ચે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સિઝ...

હવે સેટટોપ બોક્સ ફરજિયાત ખરીદવું પડશે

હવે સેટટોપ બોક્સ ફરજિયાત ખરીદવું પડશે: દેશવાસીઓએ હવે ટેલિવિઝન જોવા માટે રૂ. ૧,૦૦૦નો ખર્ચ કરવા માટે તૈયાર રહેવું પડશે. કેબિનેટે એનાલોગ કેબલ સિસ્ટમના ડિજિટલાઇઝેશનમાં...

અડવાણીની સત્તાલાલસા : પક્ષ કહેશે તો વડાપ્રધાન બનીશ

અડવાણીની સત્તાલાલસા : પક્ષ કહેશે તો વડાપ્રધાન બનીશ: લોકસભાની આગામી ચૂંટણીમાં બાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર કોણ બનશે? પક્ષના સૌથી વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ જનચેતના...

ખાંડ અને કાપડ આવતાં વર્ષથી મોંઘાં થશે

ખાંડ અને કાપડ આવતાં વર્ષથી મોંઘાં થશે: રાજ્ય સરકારોએ આગામી નાણાકીય વર્ષથી ખાંડ અને કાપડ પર ચારથી પાંચ ટકા મૂલ્યર્વિધત વેરો (વેટ) લેવાનો નિર્ણય કર્યો હોવાથી...

નવ વર્ષ બાદ ચાંદ સાથે પતિનો ચહેરો જોશે

નવ વર્ષ બાદ ચાંદ સાથે પતિનો ચહેરો જોશે: કોઇ પત્ની માટે કડવા ચોથ પર આનાથી સારી ગિફ્ટ કઇ હોઇ શકે છે. નવ વર્ષના લાંબા ગાળાની રાહ જોયા બાદ આ વખતે કડવા ચોથ પર ચાંદની સાથે સાથે તે પોતાના પતિનો ચહેરો પણ જો

ગુરુવાર, 13 ઑક્ટોબર, 2011

તેણે મારાં દેશને તોડવાની કોશિશ કરી અને મેં તેનું માથું...

તેણે મારાં દેશને તોડવાની કોશિશ કરી અને મેં તેનું માથું...: 'ઇશ્વર, અમને અમારૂં મિશન પુરૂં કરવાની શક્તિ આપો.'બગ્ગાએ વિષ્ણુ ગુપ્તા સાથે મળીને આ વર્ષની શરૂઆતમાં ભગત સિંહ ક્રાંતિ સેના બનાવી હતી અને બાદમાં ઇન્દર વર્મા પણ તેમની સાથે જોડાયા હતા

તેણે મારાં દેશને તોડવાની કોશિશ કરી અને મેં તેનું માથું...

તેણે મારાં દેશને તોડવાની કોશિશ કરી અને મેં તેનું માથું...: 'ઇશ્વર, અમને અમારૂં મિશન પુરૂં કરવાની શક્તિ આપો.'બગ્ગાએ વિષ્ણુ ગુપ્તા સાથે મળીને આ વર્ષની શરૂઆતમાં ભગત સિંહ ક્રાંતિ સેના બનાવી હતી અને બાદમાં ઇન્દર વર્મા પણ તેમની સાથે જોડાયા હતા

દિલ્હીમાં બ્લાસ્ટનું કાવતરૂં નિષ્ફળ: અંબાલા પાસેથી વિસ્ફોટક ભરેલી કાર મળી આવી

દિલ્હીમાં બ્લાસ્ટનું કાવતરૂં નિષ્ફળ: અંબાલા પાસેથી વિસ્ફોટક ભરેલી કાર મળી આવી: અંબાલામાં આતંકનું એક મોટું કાવતરૂં નિષ્ફળ રહ્યું છે. અંબાલા કેન્ટ રેલ્વે સ્ટેશનની એક કાર પાર્કિંગમાં વિસ્ફોટકોથી ભરેલી કાર મળી આવી છે. દિલ્હી પોલીસની એક ટીમને મળેલી ગુપ્ત

પ્રશાંત ભૂષણ પર હુમલો કરનાર અન્ય બે આરોપી ઝડપાયા

પ્રશાંત ભૂષણ પર હુમલો કરનાર અન્ય બે આરોપી ઝડપાયા: વરિષ્ઠ વકિલ અને કર્યાકર્તા પ્રશાંત ભૂષણ પર હુમલો કરી ફરાર થઈ ગયેલા બંને આરોપીની ધરપકડ કરવામાં...

2G કેસ : ખુરશીદના નિવેદનથી સુપ્રિમ કોર્ટ હેરાન

2G કેસ : ખુરશીદના નિવેદનથી સુપ્રિમ કોર્ટ હેરાન: સુપ્રિમ કોર્ટે કેન્દ્રીય કાયદા મંત્રી સલમાન ખુરશીદના કથિત નિવેદન પર કડક પ્રતિક્રિયા આપી છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે બિઝનેસમેનને જેલ ભેગા કરવાથી ઇન્વેસ્ટમે

ભાજપના ઘણા નેતા વડાપ્રધાન બનવા યોગ્ય : યશવંત

ભાજપના ઘણા નેતા વડાપ્રધાન બનવા યોગ્ય : યશવંત: ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિન્હાએ ગુરૂવારે જણાવ્યુ કે પાર્ટીમાં તેમના સહિત ઘણા નેતા વડાપ્રધાન પદની...

વિવાદાસ્પદ નિવેદનો પ્રશાંત ભૂષણની પોતાની લાગણી :કિરણ બેદી

વિવાદાસ્પદ નિવેદનો પ્રશાંત ભૂષણની પોતાની લાગણી :કિરણ બેદી: ટીમ અણ્ણાની પ્રમુખ સભ્ય કિરણ બેદીએ પોતાના જ એક સાથી પ્રશાંત ભૂષણના કાશ્મીરમાં જનમત સંગ્રહ કરાવવાના વિવાદાસ્પદ નિવેદનથી પોતાની ટીમને અલગ કરી લીધી છે

ફાસીવાદી સામાજિક સંગઠનો પર પ્રતિબંધ લાગવો જોઇએ : પ્રશાંત ભૂષણ

ફાસીવાદી સામાજિક સંગઠનો પર પ્રતિબંધ લાગવો જોઇએ : પ્રશાંત ભૂષણ: સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ વકીલ અને ટીમ અણ્ણાના સભ્ય પ્રશાંત ભૂષણે એવી માંગ કરી છે કે શ્રી રામ સેના અને એમએનએસ જેવા સંગઠનો પર પ્રતિબંધ લગાવી દેવો જોઇએ. પ્ર

લોકપાલ નહીં તો ચુંટણીનો બહિષ્કાર : અણ્ણા હજારે

લોકપાલ નહીં તો ચુંટણીનો બહિષ્કાર : અણ્ણા હજારે: ગાંધીવાદી અણ્ણા હજારેએ જન લોકપાલ બીલની માંગ પર પોતાની રણનીતિમાં બદલાવ લાવી રહ્યા છે. બુધવારે તેઓએ કહ્યું કે જો સરકાર સંસદના શિયાળુ સત્રમાં જન લોકપાલ

બ્લેકબેરીની સેવાઓ સામાન્ય બની

બ્લેકબેરીની સેવાઓ સામાન્ય બની: બ્લેકબેરીની સેવાઓ ત્રણ દિવસ સુધી ઠપ રહ્યાં બાદ હવે ફરીથી સામાન્ય બની છે. આ વાત બ્લેકબેરી ફોન...

બ્લેકબેરીની સેવાઓ સામાન્ય બની

બ્લેકબેરીની સેવાઓ સામાન્ય બની: બ્લેકબેરીની સેવાઓ ત્રણ દિવસ સુધી ઠપ રહ્યાં બાદ હવે ફરીથી સામાન્ય બની છે. આ વાત બ્લેકબેરી ફોન...

ટુજી મામલે PMના પત્ર પર કાર્યવાહી શા માટે ન થઈ : સુપ્રીમ

ટુજી મામલે PMના પત્ર પર કાર્યવાહી શા માટે ન થઈ : સુપ્રીમ: સુપ્રીમ કોર્ટે ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડમાં કેન્દ્ર સરકારને પૂછ્યું છે કે હરાજીને લઈને વડપ્રધાન મનમોહન સિંહની ચિઠ્ઠી પર...

ટુજી મામલે PMના પત્ર પર કાર્યવાહી શા માટે ન થઈ : સુપ્રીમ

ટુજી મામલે PMના પત્ર પર કાર્યવાહી શા માટે ન થઈ : સુપ્રીમ: સુપ્રીમ કોર્ટે ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડમાં કેન્દ્ર સરકારને પૂછ્યું છે કે હરાજીને લઈને વડપ્રધાન મનમોહન સિંહની ચિઠ્ઠી પર...

કોર્ટ પરિસરમાં અણ્ણા સમર્થકો સાથે મારઝૂડ

કોર્ટ પરિસરમાં અણ્ણા સમર્થકો સાથે મારઝૂડ: ટીમ અણ્ણાના સહયોગી પ્રશાંત ભૂષણ સાથે મારઝૂડ બાદ ગુરૂવારે કેટલાક લોકોએ અણ્ણા હઝારેના સમર્થકો સાથે...

કોર્ટ પરિસરમાં અણ્ણા સમર્થકો સાથે મારઝૂડ

કોર્ટ પરિસરમાં અણ્ણા સમર્થકો સાથે મારઝૂડ: ટીમ અણ્ણાના સહયોગી પ્રશાંત ભૂષણ સાથે મારઝૂડ બાદ ગુરૂવારે કેટલાક લોકોએ અણ્ણા હઝારેના સમર્થકો સાથે...

શુક્રવાર, 30 સપ્ટેમ્બર, 2011

નવરાત્રિ મહોત્સવ નિહાળવા આવેલા ૧૭ દેશોના રાજદૂતો સાથે સંવાદ કરતા મુખ્ય મંત્રીશ્રી ગુજરાત મૂડીરોકાણનું કેન્દ્ર નહીં, ગ્લોબલ બિઝનેસ હબ બની ગયું છે


વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાના કારણે ગુજરાતને વિશ્વના વિકાસશીલ દેશોનું સમર્થન મળ્યું
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના નવરાત્રિ મહોત્સવની ઝલક માણવા આવેલા ૧૭ જેટલા દેશોના અગ્રણી રાજદૂતો સાથે આજે યોજાયેલા સ્નેહમિલનમાં જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હવે માત્ર ગુજરાતમાં મૂડીરોકાણના હેતુસર નહીં પરંતુ ગુજરાત અને અન્ય દેશો વચ્ચે ""પરસ્પર પ્રગતિની ભાગીદારી''નો સેતુ વિકસાવવા અને ગુજરાત વિશ્વના દેશો માટે તથા ભારતના વિવિધ રાજ્યો માટે ગ્લોબલ બિઝનેસ હબ તરીકેની ભૂમિકા નિભાવવા સક્ષમ બન્યું છે તેની શાખ પૂરી પાડે છે.
આફ્રિકા, દક્ષિણ પૂર્વ અને યુરોપિયન દેશોના આ ૧૭ જેટલા એમ્બેસેડર અને હાઇકમિશનરોએ ગુજરાતના વિકાસના મોડેલ અને ભારત તથા દુનિયાના અર્થતંત્રમાં ગુજરાતે જે ક્ષમતાનું સંવર્ધન કર્યું છે તેની પ્રસંશા કરીને ગુજરાત સાથે વિકાસનો વિનિયોગ કરવાની તત્પરતા વ્યકત કરી હતી.
મુખ્ય મંત્રીશ્રીએ આગામી ર૦૧૩માં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વિદેશી રાજદૂતો અને વ્યાપાર ઉઘોગના પ્રતિનિધિમંડળોને ભાગ લેવાનું આમંત્રણ આપતાં જણાવ્યું કે, ગુજરાતના વિકાસ માટેની ઉત્તમ પર્યાવરણ અને રાજ્ય સરકારના ગુડ ગવર્નન્સ અને નીતિવિષયક અભિગમને વિશ્વના દેશોએ વ્યાપક સમર્થન આપ્યું છે જેનાથી ગુજરાતને ધણું મોટું બળ મળ્યું છે. તેમણે દિલ્હી ખાતે વિવિધ દેશોના રાજદૂતાવાસ કાર્યાલયો સાથેના સંપર્કને વધુ સુદ્રઢ બનાવવાની માહિતી આપી હતી.
ગુજરાતમાં પ્રવાસન અને માનવ સંસાધન વિકાસના ક્ષેત્રે જે વિશ્વને આકર્ષિત કરે તેવા નવા આયામોની રૂપરેખા પણ મુખ્ય મંત્રીશ્રીએ આપી હતી.
આ બેઠકમાં મુખ્ય મંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, ઉઘોગ વિભાગના અગ્ર સચિવ શ્રી એમ. શાહુ, મુખ્ય મંત્રીશ્રીના સચિવ શ્રી એ. કે. શર્મા, દિલ્હીના નિવાસકમિશનર શ્રી ભરતલાલ, ઉઘોગ કમિશનર શ્રી બી. વી. સ્નેહ પણ ઉપસ્થિત હતા.
રાજયની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં રસ્‍તાઓના મજબૂતીકરણ અને વિસ્‍તૃતીકરણ માટે રૂ. ૨૦૭ કરોડની ફાળવણી: શહેરી વિકાસ મંત્રીશ્રી, નીતિનભાઇ પટેલ
મહાનગરપાલિકાઓને રૂ.૧૦૦ કરોડ અને ૧૫૯ નગરપાલિકાઓને રૂ.૧૦૭.૨૫ કરોડની ફાળવણી
રાજયની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં વસતા લાખો નાગરિકોને માન.મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ નવરાત્રીપર્વની અપ્રતિમ ભેટ આપીને તમામ શહેરી વિસ્‍તારોમાં ચોમાસા દરમ્‍યાન રસ્‍તોઓને થયેલ નુકશાનની મરામત, મુજબતીકરણ અને વિસ્‍તૃતીકરણના કામો માટે રાજય સરકારે રૂ. ૨૦૭.૦૦ કરોડની ગ્રાન્‍ટની ફાળવણી કરી છે. એમ શહેરી વિકાસ મંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્‍યું છે.
મંત્રીશ્રી નીતિનભાઇએ ઉમેર્યુ હતું કે, શહેરી વિસ્‍તારમાં વસતાં નાગરિકોને સારામાં સારી માળખાકીય સવલતો પૂરી પાડવીએ રાજય સરકારની નેમ રહેલી છે. મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના સુદ્ઢ માર્ગદર્શન હેઠળ શહેરી વિસ્‍તારોનો સર્વાંગી વિકાસ થઇ રહયો છે, ત્‍યારે ચાલુ ચોમાસાના છેલ્‍લા માસમાં રાજયભરમાં વ્‍યાપક વરસાદ થવાના કારણે શહેરી વિસ્‍તારના માર્ગોને નુકશાન થયું છે. જેના કારણે પ્રજાજનોને પડતી મુશ્‍કેલીઓને નિવારવા માટે માર્ગોના મરામત, મજબુતીકરણ અને વિસ્‍તૃતીકરણના કામો હાથ ધરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
મહાનગરપાલિકાઓમાં અને નગરપાલિકાઓમાં વિકાસના કામોમાં એકસુત્રતા જળવાઇ રહે અને નાગરીક સુવિધાઓમાં વધારો થાય તે હેતુથી રાજયની મહાનગરપાલિકાઓમાં રૂ.૧૦૦.૦૦ કરોડની ફાળવણી કરાઇ છે. જેમાં અમદાવાદને રૂ.૨૫.૦૦ કરોડ, સુરતને રૂ.૨૦.૦૦ કરોડ, વડોદરાને રૂ.૧૫.૦૦ કરોડ, રાજકોટને રૂ.૧૫.૦૦ કરોડ, જામનગરને રૂ.૧૦.૦૦ કરોડ, ભાવનગરને રૂ.૧૦.૦૦ કરોડ અને જુનાગઢને રૂ.૫.૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. તેજ રીતે રાજયની અ,બ,ક,ડ વર્ગની કુલ-૧૫૯ નગરપાલિકાઓને રૂ.૧૦૭.૨૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે. તેમાં અ-વર્ગની ૧૮ નગરપાલિકાઓને પ્રત્‍યેકને રૂ.૨.૦૦ કરોડ લેખે કુલ-રૂ.૩૬.૦૦ કરોડ, બ-વર્ગની ૩૩ નગરપાલિકાઓને પ્રત્‍યેકને રૂ.૧.૦૦ કરોડ લેખે કુલ-રૂ.૩૩.૦૦ કરોડ, ક-વર્ગની ૪૫ નગરપાલિકાઓને પ્રત્‍યેકને રૂ.૫૦.૦૦ લાખ લેખે કુલ-રૂ.૨૨.૫૦ કરોડ, ડ-વર્ગની ૬૩ નગરપાલિકાઓને પ્રત્‍યેકને રૂ.૨૫.૦૦ લાખ લેખે કુલ-રૂ.૧૫.૭૫ કરોડની ફાળવણી રાજયના શહેરી વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ રકમનો ઉપયોગ ફકત રસ્‍તાના કામો માટે જ નગરપાલિકા અને મહાનગરપાલિકાએ કરવાનો રહેશે, અને આ કામો શકય તેટલી વહેલીતકે ચાલુ કરવાના રહેશે તેવી સુચના પણ આપવામાં આવી છે. તેમ મંત્રીશ્રી નીતિનભાઇએ અંતમાં જણાવ્‍યું હતું.
નવરાત્રિ-૨૦૧૧
અમદાવાદમાં યુનિવર્સિટી મેદાન ખાતે નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થતાં જ ઉત્સવપ્રેમી પ્રજાનો ભારે પ્રતિસાદ
સંતનગરી થીમ પેવેલીયન આકર્ષણનું કેન્દ્ર
ગુજરાતના પ્રવાસન વૈવિધ્યની ઝાંખી કરાવતું નયનરમ્ય પ્રદર્શન
કિડઝાનિયા અને એડવેન્ચર સ્પોર્ટસે બાળકોને આકર્ષ્યા
હસ્તકલાકારીગીરીના સ્ટોલ્સ અને ફૂડ કોર્ટમાં લોકોનો ભારે ધસારો
ગાંધીનગરઃ ગુરૂવારઃ ગુજરાતની અનોખી શક્તિપૂજા અને રાસ-ગરબા પરંપરાને રજૂ કરતા નવરાત્રી - ૨૦૧૧નો અમદાવાદમાં યુનિવર્સિટી મેદાન ખાતે પ્રારંભ થતાં જ ઉત્સવપ્રેમી પ્રજાનો ભારે પ્રતિસાદ સાંપડી રહ્યો છે. નવરાત્રી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તૈયાર કરવામાં આવેલાં સંતનગરી અને ગુજરાતના પ્રવાસન વૈભવને રજૂ કરતા કલાત્મક તસવીરી પ્રદર્શનને આજે હજારો લોકોએ માણ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગઇકાલે મોડી સાંજે યુનિવર્સિટી મેદાન ખાતે વિવિધ સંતશીરોમણીઓના તસવીરી પ્રદર્શન અને મૂર્તિઓના અનોખા સંતનગરી થીમપેવેલીયનને ખુલ્લું મૂક્યું હતું. સાથે સાથે ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળોને લગતી ૧૭૦થી વધુ રમણીય તસવીરો રજૂ કરતાં પ્રદર્શનનું પણ ઉદધાટન કર્યુ હતું.
આજે મહોત્સવના બીજા દિવસ દરમિયાન લોકોની ભારે ભીડ રહી હતી અને સંત નગરીમાં લોકોની આસ્થાના કેન્દ્ર સમા અનેક સંતો વિશે વિશેષ માહિતી દ્વારા જાણકારી મેળવતા હતા. આ પ્રદર્શનમાં સંતોની તસવીરો ઉપરાંત ૧૬ જેટલી મૂર્તિઓ અને વીસ જેટલી પુસ્તિકાઓનું નિદર્શન તેમજ સંતોના ભજન કિર્તન પણ સાંભળી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ થીમ પેવેલીયને લોકોમાં અનેરૂ આકર્ષણ જગાવ્યુ છે.
આ નવરાત્રી મહોત્સવમાં દર વર્ષની જેમ હસ્તકલાકારીગીરીના ૧૨૦ જેટલાં સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા છે. સાથે સાથે ગુજરાતની વિવિધ વાનગીઓ પીરસતા ફૂડકોર્ટમાં પણ ગુજરાતની ચટાકેદાર વાનગીઓનો આસ્વાદ માણવા ભારે ધસારો થઇ રહ્યો છે.
આ મહોત્સવનું સૌથી અનેરૂં આકર્ષણ કિડઝાનીયા ગેલરી બની રહી છે. જેમાં વિવિધ ટચ સ્ક્રીન દ્વારા સંચાલિત મેજીક વર્લ્ડ, ભૂલભુલૈયા, સાપસીડી, બોક્સ ગેઇમ વગેરેમાં બાળકો અને કિશોરો ઉત્સાહભેર ભાગ લઇ અનોખું મનોરંજન મેળવી રહ્યા છે. અહીં એડવેન્ચર સ્પોર્ટસ દ્વારા બાળકો કૂતુહલવશ સાહસ સાથે રમતનો આનંદ મેળવી રહ્યા છે.
દુનિયાના આ સૌથી લાંબા નૃત્ય મહોત્સવની ઝાંખી રજૂ કરતા પ્રાચીન અને અર્વાચીન ગરબાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ જિલ્લાના કલાકારો પોતાની કૃતિઓ રજૂ કરશે.
ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ નવરાત્રિ ફેસ્ટીવલ સોસાયટી અને ગુજરાતના પ્રવાસન વિભાગના સંયુકત ઉપક્રમે શરૂ થયેલો આ નવરાત્રિ મહોત્સવ ૫મી ઓકટોબર, ૨૦૧૧ સુધી દરરોજ રાત્રે ૭ થી ૧૨ વાગ્યા સુધી જાહેર જનતા માટે ગુજરાતની ગરિમા અને લોકસંસ્કૃતિને ગરબા રાસના માધ્યમથી વિશ્વનું નજરાણું બનશે.
આઘ શકિતના દીપ પ્રાગટયથી શરૂ થયેલા આ વર્ષના નવરાત્રિ-૨૦૧૧ના મહોત્સવની વિષય થીમ પ્રસીદ પરમેશ્વરીની અદ્‍ભૂત સાંસ્કૃતિક પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી. હજારોની સંખ્યામાં ખેલૈયાઓ રાસ ગરબા રમી શકે તે માટે ખાસ આયોજન કરાયું છે જેમાં રાજ્ય સરકારનો અમૂલ્ય સહયોગ મળ્યો છે.

રાજકોટ જિલ્‍લામાં મતદારયાદીની ખાસ સંક્ષીપ્‍ત સુધારણાનો જાહેર થયેલો કાર્યક્રમ મતદારો મતદાર-યાદીમાં પોતાના નામો જોઇ શકશે-સુધારા-વધારા સૂચવી શકશે

રાજકોટ તા. ૨૯ સપ્‍ટેમ્‍બર – રાજકોટ જીલ્‍લા કલેકટર ડો. રાજેન્‍દ્રકુમારે આજે બપોરે યોજેલી પત્રકાર પરીષદમાં જણાવ્‍યુ હતુ કે ભારતનાં ચૂંટણી પંચના આદેશ અનુસાર તા. ૧/૧/૨૦૧૨ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીની ખાસ સંક્ષીપ્‍ત સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. આ કામગીરી જિલ્‍લા ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરાશે. મતદારો મતદાર યાદીમાં પોતાના નામોની ચકાસણી કરી શકશે અને સુધારાવધારા સૂચવી શકશે.
કલેકટર ડો. રાજેન્‍દ્રકુમારે જણાવ્‍યુ હતુ કે મતદાર યાદીની ખાસ સંક્ષીપ્‍ત સુધારણાનો કાર્યક્રમ આ પ્રમાણે યોજાશે જે મુજબ ફોટાવાળી મતદાર યાદીના મુસદાની પ્રસિધ્‍ધિ તા. ૧/૧૦/૨૦૧૧ના રોજ થશે ત્‍યાર બાદ મતદાર યાદીમાં હકક દાવા અને વાંધા રજુ કરવાની પ્રક્રિયા તા. ૧/૧૦/૧૧ થી તા. ૧/૧૧/૧૧ સુધી ચાલુ રહેશે. તા. ૮/૧૦/૧૧ તથા તા. ૧૧/૧૦/૧૧ના રોજ જિલ્‍લાના ગામોમાં ગ્રામસભામાં તથા શહેરી વિસ્‍તારમાં સ્‍થાનિક સંસ્‍થાઓ અને નિવાસી કલ્‍યાણ સંઘોની બેઠકમાં મતદાર યાદીના સબંધિત ભાગોનું વાંચન કરાશે. તા. ૮ અને ૯ ઓકટોબર-૨૦૧૧ તેમજ બીજા તબક્કે તા. ૧૫ અને ૧૬ ઓકટોબર-૨૦૧૧ના રોજ જીલ્‍લા /શહેરોમાં નિયોજીત સ્‍થળે હક્ક-દાવા-વાંધા સ્‍વીકારવા માટેની ખાસ ઝૂંબેશ હાથ ધરાશે. મતદાર યાદી સુધારણા સબંધમાં હક્ક દાવો અને વાંધાઓનો નિકાલ કરવાની આખરી તારીખ ૧/૧૨/૨૦૧૧ નિયત કરાઇ છે. તા. ૩૧-૧૨-૨૦૧૧ સુધીમાં મતદાર યાદીની પૂરવણી યાદીઓ તૈયાર કરાશે અને છાપકામની તથા એન્‍ટ્રી બાદ તેની ચકાસણી કરાશે. મતદારોના ફોટાવાળી મતદાર યાદીની આખરી પ્રસિધ્‍ધિ તા. ૫/૧/૨૦૧૨ ના રોજ પ્રસિધ્‍ધ કરાશે.
મતદાર યાદીની સંક્ષીપ્‍ત સુધારણા કાર્યક્રમ સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ બી-એલ ઓ સહિતને તા. ૧/૧૦/૧૧ થી મતદાર યાદીની આખરી પ્રસિધ્‍ધિની કામગીરી પૂર્ણ થતાં સુધી અનિવાર્ય ખાસ સંજોગો સિવાય રજા કે બદલી ઉપર બાન મૂકવામાં આવેલ છે.
કલેકટર ડો. રાજેન્‍દ્રકુમારે જણાવ્‍યુ હતુ કે જિલ્‍લાનાં ૧૧ વિધાનસભા મતદાર મંડળના કૂલ ર૩,૭૧,૪૭૬ મતદારો છે. જે પૈકી રર,૮૨,૩૨૧ મતદારોનો ફોટાવાળી મતદાર યાદીમાં સમાવેશ છે. એટલે કે કૂલ મતદારોનાં ૯૬ ટકા મતદારોનો ફોટા પડી ગયા છે.
મતદાર યાદીમાં નામો સુધારવા, ઉમેરવા કે નામો કમી કરવા સહિતના સુધારણા કાર્યક્રમ માટે જિલ્‍લા ચૂંટણી તંત્રે માન્‍ય રાજકીય પક્ષો સાથે બેઠક કરી હતી અને મતદાન મથક દીઠ પક્ષ દ્વારા બી.એલ.એ.ની નિમણૂક કરવા અને આ કાર્યક્રમ દરમ્‍યાન પુરતો સાથ સહકાર આપવા તેઓને અપીલ કરાઇ હતી તેમ કલેકટરશ્રીએ જણાવ્‍યુ હતું.
રાજકોટ જિલ્‍લામાં ૮૨ કોલેજોમાં સબંધિત કોલેજનાં કર્મચારીઓને પદનાપિત અધિકારી તરીકે નિયુકત કરવામાં આવેલ છે. જેઓ સંસ્‍થાના વિદ્યાર્થીઓ મતદાર યાદીમાં નામ નોંધાવાની પાત્રતા ધરાવતા હોય તો તેઓના ફોર્મ મેળવી જિલ્‍લા ચૂંટણી કચેરીને મોકલી આપશે.
સરગમ કલબ દ્વારા નવરાત્રી મહોત્‍સવ ‘‘ગોપીરાસ’’નું નાણામંત્રીશ્રી વજુભાઇ વાળાના હસ્‍તે ઉદધાટન
રાજકોટ તા. ૨૯ સપ્‍ટેમ્‍બર – શહેરની જાણીતી સામાજીક સંસ્‍થા સરગમ કલબે દર વર્ષની જેમ આ વર્ષે પણ મા ના નોરતા સમાજને સથવારે ઉજવવાનું ખુબજ ધામધુમ પુર્વક આયોજન કર્યુ છે.
ચૌધરી હાઇસ્‍કૂલ ગ્રાઉન્‍ડ ખાતે સરગમ કલબ દ્વારા યોજાયેલ માત્ર બહેનો માટેના આ ‘‘ગોપીરાસ’’ કાર્યક્રમનું ઉદધાટન રાજયના નાણામંત્રી અને સરગમ કલબના ચેરમેનશ્રી વજુભાઇ વાળાએ દીપ પ્રગટાવીને કર્યુ હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્‍યુ કે રાજકોટના યુવાધન સમી અને સમાજની ઘરોહર બહેનો નવરાત્રીના નવ દિવસ જે આનંદ, ઉત્‍સાહ અને જોમ અને થનગનાટ પૂર્વક રાસ રમીને ભકિત આરાધના કરે છે તેવો જ જોમ, જુસ્‍સો, આનંદ, ઉત્‍સાહ અને થનગનાટ તેઓના જીવનમાં મા શકિતની કૃપાથી રહે અને રાસ રમતી બહેનો અહીં મોટા સમુહમાં જે પારિવારિક સમુહ ભાવના અને માતૃભાવ સાથે પ્રેમથી રમે છે તેવી જ કુટુંબભાવના, પ્રેમ અને લાગણી તેમના જીવનમાં પણ ઉતારીને આપણા સંસ્‍કાર વારસાને ભકિતરસ સાથે જીવંત રાખે તેવી અભ્‍યર્થના વ્‍યકત કરી હતી.
આ પ્રસંગે જાણીતા કેળવણીકાર, દાનવીર શ્રી જયંતીભાઇ કુંડલીયા, સરગમ લેડીઝ કલબના ચેરમેન ચંદાબેન શાહ ઉપસ્‍થિત રહ્યા હતા.
શરૂઆતમાં સરગમ કલબના પ્રમુખશ્રી ગુણવંતભાઇ ડેલાવાળાએ મહેમાનોનું સ્‍વાગત કર્યુ હતુ અને ચંદાબેન શાહે આભારવિધિ કરી હતી.
પડઘરી તાલુકાની પાંચ સિંચાઇ યોજના દ્વારા પ૪૬૨ હેકટર વિસ્‍તારને સિંચાઇની સુવિધા
૨૬ ગામોને મળતો લાભ
તાલુકામાં એક દશકામાં ૪૬૪ ચેકડેમ બન્‍યા
રાજકોટ તા. ૨૯ સપ્‍ટેમ્‍બર – રાજકોટ જીલ્‍લાનાં પડઘરી તાલુકામાં પાંચ સિંચાઇ યોજનાઓ આવેલી છે. જેમાં આજી-ર, આજી-૩, ન્‍યારી-ર, ખોડાપીપર અને ડોંડીનો સમાવેશ થાય છે. આ યોજનામાં ૩૬૧૨.૫૨ એમ.સી.એફ.ટી. પાણીની સંગ્રહ ક્ષમતા છે. તાલુકાનાં ર૬ ગામોની પ૪૬૨.૮૩ હેકટર જમીન વિસ્‍તારને સિંચાઇની સુવિધાનો લાભ મળી રહ્યો છે. યોજનાવાર જોઇએ તો આજી-ર યોજના હેઠળ સાત ગામોની ૧૮૬૯ હેકટર, આજી-૩માં ૯ ગામોની ૧૭૮૨ હેકટર, ન્‍યારી-રમાં પ (પાંચ) ગામોની ૬૬૧.૮૩ હેકટર, ખોડાપીપર યોજનામાં બે ગામોની ૧૪૦ અને ડોંડી યોજનામાં ૩ ગામોની ૧૦૧૦ હેકટર જમીન વિસ્‍તારનો સમાવેશ થાય છે. આ પાંચ યોજનામાં ૬૫.૭૦ કી.મી.ની કેનાલ દ્વારા ખેડૂતોને સિંચાઇ સુવિધા ઉપલબ્‍ધ બનાવવામાં આવી છે.
આ પાંચ સિંચાઇ યોજના પાછળ રુ. પ૭૭૭.૩૨ લાખનો ખર્ચ થયેલ છે.
તેવી જ રીતે તાલુકામાં સરદાર પટેલ સહભાગી સિંચાઇ યોજના, સિંચાઇ વિભાગ દ્વારા ચેકડેમ, તળાવ અને પુરસંરક્ષણના કામો પણ હાથ ધરવામાં આવ્‍યા છે. છેલ્‍લા એક દશકામાં તાલુકામાં ૪૬૪ ચેકડેમ, નવ તળાવો અને ચાર પૂરસંરક્ષણના કામો પણ થયેલા છે.
હેલ્‍પ લાઇન હેલ્‍પ લાઇન
રાજકોટ જિલ્‍લામાં તા. ૧ ઓકટોબરથી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્‍ત સુધારણા કાર્યક્રમ શરૂ થશે
લોકોને હેલ્‍પલાઇનનો ઉપયોગ કરવા અનુરોધ

રાજકોટ તા. ૨૯ સપ્‍ટેમ્‍બર – ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર તા. ૧/૧/૨૦૧૨ની લાયકાતની તારીખના સંદર્ભમાં રાજકોટ જિલ્‍લામાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્‍ત સુધારણા કાર્યક્રમ તા. ૧/૧૦/૧૧ના રોજ શરૂ થનાર છે. આ મતદાર યાદી કાર્યક્રમ અન્‍વયે મતદાર યાદીમાં લોકોનું નામ છે કે નહીં તે જાણવા માટે હેલ્‍પલાઇનની સુવિધા ઉપલબ્‍ધ કરવામાં આવેલ છે. આ હેલ્‍પ લાઇનના ટેલિફોન નંબરો અનુક્રમે ર૪૫૦૫૭૫, ૨૪૫૦૫૪૮, ૨૪૫૦૫૫૭, ૨૪૫૦૫૬૮ અને ૨૪૫૦૫૬૫ છે.
આ હેલ્‍પલાઇનનો લોકોને ઉપયોગ કરવા જિલ્‍લા ચૂંટણી અધિકારી અને જિલ્‍લા કલેકટર ડો. રાજેન્‍દ્રકુમારે અનુરોધ કરેલ છે.
ધોરાજી તાલુકામાં ૪૪ તળાવો ઉંડા કરાયા-૧૫૭ નવા ચેકડેમો બન્‍યા

રાજકોટ તા. ૨૯ સપ્‍ટેમ્‍બર – ધોરાજી તાલુકાના જુદા જુદા ગામોમાં જળસંચયના હેતૂ માટે ૪૪ તળાવો ઉંડા ઉતારાયા છે. સિંચાઇ અને વોટરશેડ તથા એન.આર.ઇ.જી.એ. યોજના હેઠળ તાલુકામાં ૧૫૭ નવા ચેકડેમો બંધાયા છે. તાલુકામાં વધુ ર૩ તળાવો અને ૪૩ ચેકડેમો સિંચાઇ વિભાગ-એન.આર.ઇ.વી. યોજના હેઠળ બનાવવાનો લક્ષ્‍યાંક રખાયો છે.
હળવદ તાલુકાના સુંદરગઢ તથા શિરોઇ ગામે બોરની સુવિધા ઉપલબ્‍ધ કરાશે

રાજકોટ તા. ૨૯ સપ્‍ટેમ્‍બર – સુરેન્‍દ્રનગર જિલ્‍લાના હળવદ તાલુકાના નવા વસાવાયેલ ગામો સુંદરગઢ તથા શિરોઇ ખાતે પીવાના પાણી માટે અંદાજે રૂ. પ.૧૧ લાખના ખર્ચે બોર તથા સબ મર્સીબલની સુવિધા બ્રાહ્મણી-ર જળસંપતિ યોજના અંતર્ગત ઉપલબ્‍ધ કરવામાં આવશે.
મચ્‍છુ-ર સિંચાઇ યોજના અંતર્ગત ઇન્‍સ્‍પેકશન ગેલેરીનું કામ હાથ ધરાશે
રાજકોટ તા. ૨૯ સપ્‍ટેમ્‍બર – રાજકોટ જિલ્‍લાના મોરબી તાલુકામાં આવેલ મચ્‍છુ-ર સિંચાઇ યોજના અંતર્ગત રેસ્‍ટોરેશન ઓફ ઇન્‍સ્‍પેકશન ગેલેરીનું કામ અંદાજે રૂ. ર૪.ર૮ લાખના ખર્ચે હાથ ધરવામાં આવશે. આ કામ કાર્યપાલક ઇજનેરશ્રી સિંચાઇ અને જાળવણી વિભાગ, રાજકોટ દ્વારા હાથ ધરવામાં આવ્‍યું છે.
એ.પી.જોશી/ ભટ્ટ
બાયોમેડિકલ વેસ્ટના વર્તમાન નિયમો નવેસરથી નક્કી કરવા માટે કેન્દ્ર સરકારના વન અન પર્યાવરણ મંત્રાલયે મંગાવ્યા વાંધા-સુચનો
બાયોમેડિકલ વેસ્ટના વર્તમાન નિયમો નવસેરથી નક્કી કરવા માટે કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયે વાંધા-સૂચનો મંગાવ્યા છે. આ અંગે સૂચિત જૈવિક તબીબી કચરો (વ્યવસ્થાપન અને જાળવણી) નિયમો, ર૦૧૧ શીર્ષક સૂચવ્યું છે. આ નવા નિયમોના મુસદામાં વર્તમાન નિયમો અને તેમાં કરાયેલા સુધારાઓ સહિત નવેસરથી મહત્વના મુદાઓને પણ આવરી લઇને તા.ર૪/૮/ર૦૧૧નાં રોજ અંગ્રેજી જાહેરનામામાં વિગતો આ મંત્રાલયની વેબસાઇટ www.envfor.nic.in પર પ્રદર્શિત કરી છે, એમ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગાંધીનગરનાં સભ્ય સચિવ શ્રી હાર્દિક શાહે જણાવ્યું છે.
આ સૂચિત નિયમોમાં ચિકિત્સાલય, પરિચર્યાગૃહ (નર્સિંગ હોમ), નિદાનગૃહ, દવાખાનુ, પશુ જૈવિક સંસ્થા, પશુગૃહ, રોગ વિજ્ઞાન વિષયક (પૅથોલોજીકલ) પ્રયોગશાળા, રૂધિરાગાર (બ્લડબૅંક) સહિતની તથા અન્ય કોઇપણ નામથી ઓળખાતી બાયોમેડિકલ કચરો ઉત્પન્ન કરતી સંસ્થાના જવાબદાર વ્યક્તિ તેમજ આવો કચરો એકત્ર કરતી, પ્રાપ્ત કરતી, સંગ્રહ કરતી, પરિવહન કરતી, માવજત (ટ્રીટમેન્ટ) કરતી, નિકાલ કરવાની સુવિધા ધરાવતી વ્યક્તિ, સંસ્થા કે સંચાલકો સહિતની ફરજો સ્પષ્ટ કરવામાં આવી છે.
વર્તમાન નિયમોમાં બાયોમેડિકલ વેસ્ટના દર્શાવેલા પ્રકાર દસ (૧૦) ને બદલે નવા સૂચિત નિયમોમાં ૮ કરવાના છે. બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટેના કન્ટેઇનર/પાત્રની રંગસંજ્ઞામાં પણ સ્પષ્ટતા કરી છે. વર્તમાન નિયમ મુજબ પ્રતિમાસ ૧૦૦૦ દર્દીઓથી ઓછાને તપાસતા દાક્તરોને ઑથોરાઇઝેશન ન મેળવવાનો નિયમ રદૃ કરવાનો થાય છે. અર્થાત હવે કોઇને પણ બાકાત ન રાખતા આ નવા થનારા નિયમો હેઠળ ઑથોરાઇઝેશન ફરજિયાત મેળવવાનું રહેશે.
આ સૂચિત નવેસરથી તૈયાર થનારા નિયમોના મુસદાની બાબત જાહેર જનતાના ધ્યાન પર મુકીને આ ક્ષેત્રે રસ ધરાવતી વ્યક્તિ કે સંસ્થાઓ તેઓના વાંધા-સૂચનોને સચિવશ્રી, વન અને પર્યાવરણ મંત્રાલય, પર્યાવરણ ભવન, સીજીઓ કોમ્પ્લેક્ષ, લોધી રોડ, નવી દિલ્હી-૧૧૦ ૦૦૩ના સરનામે પત્ર અથવા secy-moef@nic.in સરનામે ઇ-મેઇલથી તા.ર૪/૮/ર૦૧૧ થી દિન-૬૦માં મોકલી શકે છે, એમ યાદીમાં જણાવાયું છે.
કલ્‍યાણપુર ના રણજીતપર ખાતે રૂ.૧૩ લાખના ખર્ચે વાસ્‍મો દ્વારા પાણી પૂરવઠાના કામો હાથ ધરાશે
કલ્‍યાણપુર તાલુકાના રણજીતપર ગામે વાસ્‍મો યુનિટ જામનગર દ્વારા રૂ.૧૩ લાખના ખર્ચે પાણી પૂરવઠાના વિવિધ વિકાસ કામો હાથ ધરાશે. રણજીતપરના ગ્રામવાસીઓને પીવાના પાણીની સુવિધા માટે હાથ ધરાનાર આ વિકાસ કામોમાં સંપ, પાણી વિતરણ પાઇપ લાઇન, પંપીગ મશીનરી સંપ વીજ કનેકશનનો સમાવેશ થાય છે. રાજય સરકાર દ્વારા રણજીતપરમાં ઘરે-ઘરે પાણી વિતરણ સહિત સુવિધા ઉભી કરાશે. ગ્રામજનોના ૧૦ ટકા લોકફાળાથી આ સુવિધાનું નિર્માણ થશે. તેમ વાસ્‍મો જામનગરની યાદીમાં જણાવાયુ છે.
સેકટર ઓફિસરોને ઇલેકશન કમિશન, ગાંધીનગરની મંજૂરી સિવાય રજા મળી શકશે નહી
જામનગર ખાતે કલેકટરશ્રીના અધ્‍યક્ષસ્‍થાને મતદારયાદી સુધારણા કાર્યક્રમ અન્‍વયે બેઠક મળી
જામનગર કલેકટર કચેરી ખાતે આજે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી સંદિપકુમારના અધ્‍યક્ષસ્‍થાને મતદારયાદી સુધારણા કાર્યક્રમ અન્‍વયે બેઠક મળી હતી.
આ બેઠકમાં કલેકટરશ્રીએ તા. ૧/૧૦/૨૦૧૧ થી તા.૧/૧/૨૦૧૨ સુધી ફોટાવાળી મતદારયાદીની ખાસ સુધારણા કાર્યક્રમ ચાલનાર હોય તે અન્‍વયે જામનગર જિલ્‍લામાં ૧૫૦ જેટલા સેકટર ઓફિસરોની નિમણૂક કરાઇ છે. આ સેકટર ઓફિસરો ઇલેકશન કમિશનના ડેપ્‍યુટેશન ઉપરના કર્મચારીઓ હોય તેઓને મતદારયાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન ઇલેકશન કમિશન, ગાંધીનગરની મંજૂરી સિવાય રજા મળી શકશે નહી કે બદલી થઇ શકશે નહી. નિયંત્રણ અધિકારીઓને પણ આ રજા અને બદલી માટે ઇલેકશન કમિશન, ગાંધીનગરની મંજૂરી લેવી પડશે. અન્‍યથા દંડને પાત્ર ઠરશે.
ગ્રામપંચાયત, તાલુકા પંચાયત સહિતની સ્‍થાનિક સતાએ પણ મતદારયાદીની ખાસ સુધારણા કાર્યક્રમમાં ફરજો બજાવવાની રહેશે. ખાસ ઝુંબેશ સ્વરૂપે તા. ૮ તથા ૯/૧૦/૧૧ને (શનિવાર તથા રવિવાર) તથા તા. ૧૫ તથા ૧૬/૧૦/૧૧ને (શનિવાર તથા રવિવાર) ના રોજ તમામ મતદાન મથકો ઉપર પદનામીત અધિકારીશ્રીઓ સવારના ૯.૦૦ થી સાંજના ૬.૦૦ કલાક સુધી ફરજ બજાવવાની રહેશે.
બેઠકમાં સેકટર્સ ઓફિસરની તાલીમ, ખેલમહાકુંભ-૨૦૧૨ વગેરે વિશેની પણ ચર્ચા કરવામાં આવી હતી. અધિક કલેકટરશ્રી મોદી, અને જિલ્‍લાના વરિષ્‍ઠ અધિકારીશ્રીઓ બેઠકમાં ઉપસ્‍થિત રહયા હતા.
કલ્‍યાણપુર તાલુકાના કુ-પોષિત બાળકોના અપગ્રેડેશન માટે ખાસ સેમિનાર યોજાશે
૫૭૬ અતિ કુ-પોષિત બાળકો માટે વિશેષ પ્રોજેકટ
જામનગર જિલ્‍લા પંચાયત દ્વારા તા.૧/૧૦/૧૧ ના રોજ કલ્‍યાણપુરના ભાટિયા માર્કેટીંગ યાર્ડ ખાતે સવારે ૧૦ કલાકે કુ-પોષિત બાળકોના અપગ્રેડેશન માટે ખાસ સેમિનાર યોજાશે. જેમાં કલ્‍યાણપુરના તમામ ગામના સરપંચ, તલાટીશ્રી, હેલ્‍થ વર્કર, આંગણવાડી વર્કર બહેનો સહભાગી થશે.
સમગ્ર કલ્‍યાણપુર તાલુકાનો ૪૯ મુખ્‍ય સેવિકાની ટીમ દ્વારા સર્વે કરી ૯૫૧૮ બાળકોના વજન – ગ્રેડેશનની કાર્યવાહી કરતા ૫૭૬ બાળકો અતિ કુ-પોષિત જણાયેલ. આ અતિ કુ-પોષિત બાળકોના અપગ્રેડેશન માટે જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી અજયકુમારે ખાસ પ્રોજેકટ તરીકે પસંદગી કરી રૂ.૧૮ લાખની આયોજન મંડળની ગ્રાન્‍ટ મંજૂર કરાવી આ બાળકોની માતાઓને પોષણનું શિક્ષણ આપી કુ-પોષણ તથા અયોગ્‍ય પોષણથી થતી મુશ્‍કેલીઓ જડમૂળથી દૂર કરવાનો પ્રોજેકટનો હેતુ છે.
સેમિનારમાં મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડો. પંડયા, સીડીપીઓ શ્રીમતિ ઇલાબા રાણા તેમજ જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી અજયકુમાર વિશેષ માર્ગદર્શન આપશે. આ બાળકોના અપગ્રેડેશન માટે અત્‍યાર સુધીમાં ૭ કેમ્‍પ પૂર્ણ કરાયા છે. ૪૩૨ બાળકોનું જામનગર જી.જી.હોસ્‍પિટલની નિષ્‍ણાંત ડોકટરોની ટીમ દ્વારા ચેકઅપ કરી ૭૨ બાળકોને જામનર તથા ૯ બાળકોને અમદાવદ સિવિલ તથા વી.એસ હોસ્‍પિટલમાં રીફર કરાયા હતા. આ બાળકોને રહેવા, જમવા તથા આવવા-જવા સહિતની તમામ સુવિધા આપવામાં આવી હતી.
રેડ ઝોન તથા યેલ્‍લો ઝોનમાં આવતા બાળકોને નિયમિત મળતા પૂરક પોષણ ઉપરાંત માતૃમંડળ દ્વારા ફળ તથા પ્રોટિન-કેલરીયુકત ગરમ નાસ્‍તો એક વર્ષ સુધી આપવામાં આવનાર છે. રેડ ઝોનના ૫૭૬ બાળકોનું દર મહિને ગ્રેડિન કરી, નિષ્‍ણાંત ડોકટર દ્વારા નિયમિત આરોગ્‍ય તપાસનું આયોજન કરવામાં આવ્‍યું છે. સાથે સાથે સગર્ભા, ધાત્રી, કિશોરી તથા બાળકોની માતાને જરૂરી આરોગ્‍ય પોષણનું શિક્ષણ આપી કુપોષણ તથા અયોગ્‍ય પોષણથી થતી મુશ્‍કેલી જડમૂળમાંથી દૂર કરવાનો હેતુ સમાયેલ છે. તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્‍લા પંચાયતના પ્રમુખશ્રી ઉપસ્‍થિત રહેશે.
અર્જૂન/પારૂલ
સુરેન્‍દ્રનગર જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્‍ત સુધારણા કાર્યક્રમ
સુરેન્‍દ્રનગર, તા. ૨૯,નવેમ્‍બર :– ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર તા.૧/૧/૨૦૧૨ની લાયકાતની તારીખનાં સંદર્ભમાં મતદારયાદીની સંક્ષિપ્‍ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત હકક દાવા સ્‍વીકારવાનો સમયગાળો તા.૧/૧૦/૨૦૧૧ થી તા.૧/૧૧/૨૦૧૧ સુધીનો છે. આ સમયગાળા દરમ્‍યાન મતદારો હકક દાવા અને વાંધા અરજીઓ રજુ કરી શકશે. ફોટાવાળી મતદાર યાદીના મુસદ્દાની પ્રાથમિક પ્રસિધ્‍ધિ તા.૧/૧૦/૨૦૧૧ના રોજ થી તમામ મતદાન મથકોએ, મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરીએ, મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરીએ, જીલ્‍લા-તાલુકા પંચાયત કચેરીએ તથા સંબંધિત નગરપાલિકા કચેરીએ કરવામાં આવશે.
આ મતદાર યાદીમાં મતદાર પોતાના તેમજ પોતાના કુટુંબીજનોના નામ, સંબંધીના નામ વિગેરેની ખરાઇ કરી શકશે. તા.૧/૧/૨૦૧૨ના રોજ ૧૮ વર્ષ પુરા થતા હોય તેવા લાયક વ્‍યકિતઓ તેમજ જે વ્‍યકતિઓના નામ મતદારયાદીમાં નોંધાયેલા ન હોય તેવા તમામ વ્‍યકિતઓએ મતદાર યાદીમાં નામ દાખલ કરવા માટે નમુના-૬માં હકકદાવા રજુ કરવાના રહેશે. મતદારે ફોર્મનં.-૬ સાથે પાસપોર્ટ સાઇઝનો કલર ફોટો અચુક રજુ કરવાનો રહેશે. મતદારયાદીમાં દાખલ થયેલ મતદારોના નામ સામે વાંધો હોય અથવા મતદાર યાદીમાંથી નામ રદ્દ કરવા માટે પ્રયોગમાં લેવાતા ફોર્મનં. - ૭માં અરજી કરવાની રહેશે. મતદાર યાદીમાં પોતાના નામની વિગતમાં ભૂલ હોય તો સુધારવા માટે ફોર્મ નં. - ૮નો ઉપયોગ કરવાનો રહેશે. મતદાર યાદીમાં એક ભાગમાંથી બીજા ભાગમાં નામ ફેર બદલ કરવા માટે નમુના ૮(ક)માં અરજી રજુ કરવાની રહેશે. આ અંગેના તમામ નિયત ફોર્મ સંબંધકર્તાને વિના મુલ્‍યે મામલતદાર કચેરી અથવા નાયબ કલેકટર કચેરી ખાતેથી મળી શકશે. ભરેલા અરજી ફોર્મ જરૂરી પુરાવાઓ સાથે ઉકત કચેરીઓ ખાતે રજુ કરવાના રહેશે.
ઉપરાંત તા. ૮ અને ૯ ઓક્ટોમ્બર - ૨૦૧૧ તથા તા. ૧૫ અને ૧૬ ઓક્ટોમ્બર - ૨૦૧૧ના ખાસ ઝુંબેશના દિવસો દરમ્‍યાન સવારના ૯-૦૦ કલાકથી સાંજના ૬-૦૦ કલાક સુધી જે તે મતદાન મથકો ઉપર પણ પદનામિત અધિકારીઓ પાસે અરજીઓ/હકકદાવા રજુ કરી શકાય છે. વધુ જાણકારી માટે કલેકટર કચેરી, ચૂંટણીશાખાની હેલ્‍પલાઈન નં. (૦૨૭૫૨) ૨૮૨૭૮૧ તથા સંબંધિત તાલુકા મામલતદાર કચેરીઓ તથા પ્રાંત કચેરીઓનો સંપર્ક કરવા સુરેન્‍દ્રનગર જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
સુરેન્‍દ્રનગર જિલ્‍લા રોજગાર કચેરી દ્વારા ટુંકા ગાળાના તાલીમ વર્ગો યોજાશે
તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને સ્‍ટાઇપેન્‍ડ ચુકવાશે
સુરેન્‍દ્રનગર તા.૨૯ સપ્‍ટેઃ- રાજયમાં બાંધકામ ઉદ્યોગનો ખૂબ જ ઝડપી ગતિએ વિકાસ થઇ રહયો છે. પરંતુ આ ઉદ્યોગોમાં તાલીમબધ્‍ધ કારીગરોની અછત વર્તાય છે, તેના કારણે રાજયના યુવા બેરોજગારોને તાંત્રિક તાલીમ આપી તેઓ રોજગારી ક્ષેત્રે પગભર બને તે હેતુથી રોજગાર કચેરી દ્વારા આઇ.ટી.આઇ. સુરેન્‍દ્રનગર ખાતે ફોર્મ વર્ક, કારપેન્‍ટરી, બાર બેન્‍ડીંગ, પ્‍લમ્‍બીંગ એન્‍ડ સેનીટેશન જેવા એકથી ત્રણ માસના ટુંકાગાળાના તાલીમવર્ગનું આયોજન કરેલ છે. આ તાલીમ વર્ગમાં તાલીમ મેળવનાર અનુ.જાતિ/બી.પી.એલ. ઉમેદવારોને પ્રતિ માસ રૂ.૨૫૦૦/- તથા બક્ષીપંચ અને જનરલ કેટેગરીના ઉમેદવારોને પ્રતિમાસ રૂ.૧૫૦૦/- લેખે રોજગાર કચેરી દ્વારા સ્‍ટાઇપેન્‍ડ શરતોને આધીન ચુકવવામાં આવશે. જેથી જે ઉમેદવારોએ પ થી ૧૦ ધોરણ સુધીનો અભ્‍યાસ કરેલ હોય (ધોરણ-૧૦થી વધારે નહી) તેમજ મહત્તમ ૩૫ વર્ષની વય સુધીના ઇચ્‍છુક ઉમેદવારોએ તા.૧૦/૧૦/૨૦૧૧ સુધી રોજગાર કચેરી, સુરેન્‍દ્રનગર ખાતેથી નિયત અરજી ફોર્મ મેળવી લેવા રોજગાર અધિકારી (વ્‍ય.મા.), સુરેન્‍દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
પંડિત દીન દયાળ ગ્રાહક ભંડારના સંચાલકો જોગ
સુરેન્‍દ્રનગર તા.૨૯ સપ્‍ટેઃ- સુરેન્‍દ્રનગર જિલ્‍લા પુરવઠા અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સુરેન્‍દ્રનગર જિલ્‍લાના તમામ પંડિત દીન દયાળ ગ્રાહક ભંડાર (સરકાર માન્‍ય વ્‍યાજબી ભાવની દુકાન)ના સંચાલકોને જણાવવામાં આવે છે કે, અન્‍ય જિલ્‍લાની પંડિત દીન દયાળ ગ્રાહક ભંડારની આકસ્‍મિક તપાસણીમાં ઘણા ભુતિયા રેશનકાર્ડ મળી આવેલ છે. જેથી જિલ્‍લાના તમામ સંચાલકશ્રીઓને જણાવવામાં આવે છે કે, તેઓની દુકાને ઉપલબ્‍ધ હોય તેવા તમામ ભુતિયા રેશનકાર્ડ દિન-૩માં સંબંધિત મામલતદાર કચેરીએ જમા કરાવવા તાકિદ કરવામાં આવે છે. આ સમયગાળો પુરો થયા બાદ દુકાનોની આકસ્‍મિક તપાસણી હાથ ધરવામાં આવશે, જેમાં ભુતિયા રેશનકાર્ડ મળી આવ્‍યેથી સંબંધિતો સામે ગંભીર શિક્ષાત્‍મક કાર્યવાહી કરવામાં આવશે. જેની તમામ સરકાર માન્‍ય વ્‍યાજબી ભાવની દુકાનના દુકાનદારોએ નોંધ લેવા જણાવવામાં આવે છે.
હેતલ/ડેલા

સોમવાર, 26 સપ્ટેમ્બર, 2011

સોમનાથ સાનિધ્યે મોરારિબાપુની રામકથા : ૮ મી ઓક્ટોબરે કથાનો પ્રારંભ : તડામાર તૈયારીઓ

ભારતનાં બાર જયોતિgલીંગમાં પ્રથમ અને વિશ્વમાં આસ્થાનાં કેન્દ્ર બિન્દુ સમાન સોમનાથ મહાદેવ મંદિરનાં સાનિધ્યમાં આગામી ઓક્ટોબર મહિનામાં પ્રખર રામાયણી મોરારીબાપુની રામકથાનું ભવ્ય આયોજન કરાયું છે. ત્રિવેણી સંગમનાં કાંઠે યોજાનારી રામકથાની તડામાર તૈયારીઓ વેરાવળ-સોમનાથનાં પત્રકારો દ્વારા કરાઇ રહી છે. યાત્રાધામ વેરાવળનાં પ્રભાસ તિર્થનાં ગોલોકધામ ગીતા મંદિર દેહોત્સર્ગ મેળાનાં વિશાળ મેદાનમાં આગામી તા. ૮/૧૦ થી ૧૬/૧૦ સુધી મોરારીબાપુની રામકથા યોજાશે. કથા શ્રવણનો સમય સવારનાં ૯ થી ૧ નો રહેશે. આ રામકથા મોરારીબાપુએ ઈતિહાસમાં પહેલીવાર પત્રકારોને આપી હોવાથી અખબાર જગતમાં અનેરો ઉત્સાહ છવાયો છે. રામકથા અંગેની માહિતી આપતાં મહેન્દ્ર રાજા, હેમલ ભટ્ટ, દિપક ઠક્કરે જણાવ્યું હતું કે, રાજ્યનાં મુખ્યમંત્રી, કેબીનેટ મંત્રીઓ, વિરોધ પક્ષનાં નેતા તેમજ પ્રિન્ટ-ઇલેકટ્રોનીક જગતનાં મોભીઓને આમંત્રણ મોકલાયા છે. જૂનાગઢ, રાજકોટ, જામનગર, ભાવનગર, પોરબંદર, અમરેલી, અમદાવાદ, ગાંધીનગર, સુરત, કચ્છ, ભુજ તેમજ મધ્યપ્રદેશ, ગોવામાં પ્રેસ કોન્ફરન્સ યોજી તમામ પત્રકાર જગતને આમંત્રણ મોકલવાની વ્યવસ્થા ગોઠવાય છે. આ રામકથામાં દેશ-વિદેશની ફિલ્મી હસ્તીઓ, રાજકારણીઓ અને સેલીબ્રીટીઓ ઉપસ્થિત રહેશે. તા. ૮ નાં સોમનાથ દાદાને ધ્વજારોહણ બાદ દગિ્વીજય દ્વારથી બપોરનાં ૧૨.૩૦ કલાકે પોથીયાત્રા નીકળશે અને કથા સ્થળે પોથીયાત્રાની પધરામણી બાદ કથાનો પ્રારંભ થશે. દરરોજ રાત્રિનાં ૭ થી ૧૦ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. આ અલૌકિક રામકથા શ્રવણનો પ્રજાજનોને લાભ લેવા અનુરોધ છે. આ તકે સોમનાથ ટ્રસ્ટ, વહિવટી તંત્ર, પોલીસ વિભાગ, આર એન્ડ બી વિભાગ, નગર સેવા સદન, સામાજીક સંસ્થાઓ, યુવક મંડળોનો સંપુર્ણ સહયોગ મળી રહ્યો છે. કથા સ્થળે આશરે એક લાખ શ્રોતાજનો બેસી શકે તેવા મંડપો, પાકિઁગની સુવિધા અને પ્રસાદી વિતરણની વ્યવસ્થા કરવામાં આવશે. રામકથાનાં આયોજનને સફળ બનાવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કાજલી મુકામે ત્રિવેણી સંગમનાં કિનારે આવેલી નવિનર્મિત કુટીરમાં મોરારીબાપુ નિવાસ કરશે. તેઓ દરરોજ નાૈકાવિહાર કરી કથા સ્થળે આવશે. આ કથાનાં મુખ્ય યજમાન મહુવાનાં ચીમનભાઇ વાઘેલા રહેશે. મોરારીબાપુની આ રામકથા ૭૦૨ મી હોય ૭ અને ૨ નો મળી નવનો શુકનિયાળ આંક થાય છે. રામકથાની દરેક માહિતી વેબસાઇટ, ફેશબુક, ઓરકુટ, ટ્વિટર, ગુગલ ઉપર ગુજરાતી, હિન્દી, અંગ્રેજીમાં ઉપલબ્ધ કરાશે. પ્રત્યેક વ્યક્તિ કથા સ્થળ સુધી પહોંચી શકે તે માટે વેબસાઇટhttp://ramkathadehotsarg.com માહિતી ઉપલબ્ધ કરાય છે. લીલાવંતી ભવનમાં મિડીયા સેન્ટર ઉભું કરાશે. સોમનાથ ટ્રસ્ટનાં સહયોગથી દરેકને કથા સ્થળે લઇ જવાશે. સેન્ટરમાં કમ્પ્યુટર, ફેકસ, પ્રીન્ટર, ઇમેઇલ વ્યવસ્થા રખાશે. દેશ-વિદેશનાં પત્રકારો માટે રહેવા તથા કથા શ્રવણ માટે અલાયદી બેઠક વ્યવસ્થા કરવામાં આવશે.
For More Details Contact Mr. Dipakbhai Kakkad Ananddham Complex, Shop No. 16, Nr. Bus Station, Veraval - 362 266 Phone 02876-245771 / 241181 E-mail ramkathadehotsarg@live.com /ramkathadehotsarg@ymail.com Customer Care 98242 98336 / 94273 88122 / 98242 83103 / 99791 21200 / 99250 29766 / 94269 82461