જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ સૂકા મરચાની આવક શરૂ કરી હરરાજી ખુલ્લી મુકવામાં આવી.
ગૃહણીઓના રસોડાના મસાલાઓની સીઝનો શરૂ થવાની તૈયારીઓ હોય સૌરાષ્ટ્રના મરચાઓની આવકો ધરાવતા બીજા નંબરના માર્કેટ યાર્ડ જેતપુર ખાતે નવા મરચાઓની આવકો શરૂ કરવામાં આવી છે.
દરવર્ષે જેતપુર તાલુકા તથા આજુ બાજુનાં ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા, વિગેરે તાલુકાઓનાં ધરતીપુત્રો મરચાઓનું પુષ્કળ વાવેતર કરે છે. ચાલુ વર્ષે સપ્રમાણ વર્ષ હોય ઉત્પાદન ખુબ સારુ એવું થયેલ છે. આમ છતા આ વર્ષે મરચાઓની સીઝન વહેલી શરૂ થયેલ હોય તેમજ કવોલીટી પણ સારી જોવા મળે છે.
મરચા પકવતા કિશાનોને પોતાની જણસીઓના કવોલીટી મુજબનાં મહત્તમ ભાવો અપાવવાં હમેંશા માર્કેટ યાર્ડ જેતપુર અવ્વલ નંબરે હોય છે. સાથે સાથે ખેડૂતોને સુકા મરચાઓનો જેતપુર માર્કેટ યાર્ડમાં જરાપણ બગાડ થયા વિના તેમજ ચોખ્ખાઇ અને ચોકસાઇ મુજબ ખુલ્લી હરરાજીથી સચોટ વજન અને રોકડા નાણાં મળતા રહે એ બાબતે સજાગતાથી માર્કેટ યાર્ડના ચેરમેનશ્રી દિનેશભાઇ ભુવા, વા.ચેરમેનશ્રી હરેશભાઇ ગઢીયા, સદસ્યશ્રીઓ, કર્મચારીઓ, ખેડૂતો, વેપારીઓ તેમજ હમાલ-તોલાટ મજુરભાઇઓની ઉપસ્થિતીમાં જાન્યુઆરી માસથી જ જેતપુર યાર્ડમાં ચાલુ વર્ષે મરચાઓની આવકો શરૂ કરી હરરજીનો શુભારંભ કરેલ.
સાથે સાથે ખેડૂતો, વેપારીમીત્રો, મજુરો તેમજ માર્કેટ યાર્ડનાં સર્વાંગી વિકાસના ચેનલ મુજબ કાર્યશીલ રહી ખેડૂતોને પોતાની અન્ય ખેત જણસીઓના મહત્તમ ભાવો મળી રહે, તેમજ વેપારી અને મજુરોને ઉચ્ચતમ રોજગારી મળી રહે તે રીતે માહીતગાર કરી શુભેચ્છાઓ પાઠવેલ હતી.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો