અનુયાયીઓ

શનિવાર, 12 ડિસેમ્બર, 2020

જાફરાબાદ તાલુકાના રોહિસા ગામે ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા રમતગમતનાં મેદાનનું ઉદ્ઘાટન

રાજુલા જાફરાબાદ ખાંભા મતવિસ્તારના યુવા ધારાસભ્ય અંબરીશભાઈ ડેર ને થોડા સમય પહેલા રોહિસા ગામના યુવાનો દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે અમારા ગામની વર્ષો જૂની માંગ હતી કે તેમને રમત ગમત માટે સારું એક મેદાન મળી રહે જેથી યુવાનો આ મેદાનમાં ક્રિકેટ,વોલીબોલ, રનિંગ, ફૂટબોલ, ખો-ખો, કબડ્ડી સહિતની રમતો રમી શકે. આ મુદ્દે ધારાસભ્ય અંબરીશભાઈ ડેર ને રોહિસા ગામના યુવાનોએ રજુઆત કરી હતી અને તે રજુઆતને ધ્યાને લઇ યુવા ધારાસભ્ય દ્વારા પોતાના સ્વખર્ચે બનાવી આપવાનું વચન પૂર્ણ કર્યું હતું.
તેમજ આ રમતગમત ના મેદાનનું ઉદ્દઘાટન પણ તેમના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં ઉદ્દઘાટન સ્થળે સત્યનારાયણ ભગવાનની કથા નું પણ સ્થાનિક આગેવાનો અને યુવાનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે ધારાસભ્ય દ્વારા એક ઓવર ની બેટિંગ પણ કરી યુવાનો નો ઉત્સવ વધાર્યો હતો. આ તકે પ્રદેશ કોંગ્રેસ નાં આગેવાન પ્રવિણભાઈ બારૈયા, દિપકભાઈ ત્રિવેદી, પ્રકાશભાઈ બાંભણીયા, ધોરી સાહેબ, મુનાભાઈ વાળા, ડાયાભાઈ મકવાણા, બચુભાઈ બારૈયા, કાદરભાઈ જાડેજા, હમીરભાઈ સાંખટ, ભરતભાઈ મકવાણા, નાનુભાઈ વાઘેલા, ગફારબાપુ, જીવનભાઈ બારૈયા, લક્ષ્મણભાઈ બાંભણીયા, ભરતભાઈ બારૈયા, કનુભાઈ સાંખટ, નાનજીભાઈ બારૈયા, શિવાભાઈ મકવાણા, દુલાભાઈ વાંજા, સહિતના સ્થાનિક આગેવાનો અને યુવાનો હાજર રહ્યા હતા. રિપોર્ટર:- પાયલ બાંભણિયા ઉના

ટિપ્પણીઓ નથી: