અનુયાયીઓ

શુક્રવાર, 25 ડિસેમ્બર, 2020

આમ આદમી પાર્ટી-ગુજરાત દ્વારા અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરસ યોજાઈ..

 


સૌરાષ્ટ્ર ઈસ્ટ ઝોનમાં 7 જિલ્લા અને 3 મહાનગરપાલિકાઓની જવાબદારી રાજકોટનાં અજીત લોખીલને સોંપાઈ





આજ રોજ(૨૪/૧૨/૨૦૨૦) આમ આદમી પાર્ટી-ગુજરાત દ્વારા અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરસ યોજી પ્રદેશ પ્રભારી અને દિલ્હીનાં ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ યાદવ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ગોપાલ ઇટાલીયા દ્વારા આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાને લઈને પ્રદેશ ટીમમાં ખુબજ મહત્વની કહી શકાય તેવી નિમણુંકોની જાહેરાત કરી હતી

, જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ, મહામંત્રી અને સંગઠન મંત્રીઓની નિમણૂક કરી છે. અને ગુજરાતમાં 6 ઝોન બનાવીને સંગઠન મંત્રીઓને ઝોન વાઇઝ જવાબદારીઓ પણ સોંપવામાં આવી, જેમાં સૌરાષ્ટ્ર ઈસ્ટ ઝોનમાં 7 જિલ્લા અને 3 મહાનગરપાલિકાઓનો સમાવેશ થાય છે.

જેની જવાબદારી રાજકોટનાં અજીત લોખીલને સોંપવામાં આવી છે. અજીત લોખીલ આમ આદમી પાર્ટીમાં ખુબજ જુના અને રાષ્ટ્રીય નેતૃત્વનાં ખુબજ વિશ્વાસુ ગણાય છે. રાજકોટમાં વ્યાપારી અગ્રણી અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા અજીત લોખીલ આમ આદમી પાર્ટી ગુજરાતની રાજનીતિમાં સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરશે. ગુજરાતનાં હાલના મુખ્યમંત્રી રાજકોટ/સૌરાષ્ટ્રનાં છે ત્યારે  સૌરાષ્ટ્ર ગુજરાતની રાજનીતિમાં ખુબજ મહત્વનું પરિબળ છે, આમ આદમી પાર્ટી માટે ગુજરાતની રાજનીતિમાં સૌરાષ્ટ્રની ભૂમિકા ખૂબ મહત્વની બનશે ત્યારે પાર્ટીનાં સિર્સનેતૃત્વ દ્વારા અજીત લોખીલ ઉપર વિશ્વાસ મૂકીને ખુબજ મહત્વની જવાબદારી સોંપાઈ હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

થોડા દિવસ પહેલાજ અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનાં પ્રદેશ પ્રમુખ તરીકે પાટીદાર યુવાન ગોપાલ ઇટાલીયાને જવાબદારી સોંપીને ગુજરાતમાં અને દેશમાં આમ આદમી પાર્ટી પ્રતિભાશાળી, શિક્ષિત યુવાઓને રાજનીતિમાં પ્રતિનિધિત્વ સોપશે તે સ્પષ્ટ કરી દીધું છે. 

ગુજરાત પ્રદેશમાં ઉપાધ્યક્ષ સહિતની નિમણુંકો થઈ છે એ આ પ્રમાણે છે.

ટિપ્પણીઓ નથી: